________________
ખંભાતમાં ભયરાપાડામાં પ્રતિષ્ઠા
ગુજરાતના ઇતિહાસમાં ખંભાતનગરનું નામ ઘણું પ્રાચીન ગણાય છે. ભારતવર્ષના અત્યારે ભાંગી પડેલા પ્રાચીન વહાણવટાના વ્યાપારમાં ખંભાતનગર ખૂબ જાહોજલાલ ગણાતું. અકીક અને સ્ફટિક જેવા કિંમતી પાષાણે માટે દેશ-વિદેશમાં ખંભાતનું નામ પંકાતું હતું અને તે કાળને ખંભાતને વેપાર દેશ-પરદેશના શાહ–સોદાગરો સાથે ચાલતું હતું.
જેને માટે પણ ખંભાત એટલું જ ગૌરવભર્યું સ્થાન ભેગવતું હતું અને કંઈક અંશે અત્યારે પણ ભેગવે છે. બીજે ન મળી શકે એવાં જૈન હસ્તલિખિત પુસ્તકે હજુ પણ ત્યાંના જ્ઞાનભંડારમાં મળી શકે છે. અને ત્યાંના સાઠ ઉપરાંતના જિનમંદિરો અને અમદાવાદની જેમ જૈનપુરીનું ઉપનામ આપવા લલચાવે છે. ખંભાતની પ્રાચીનતાના પ્રમાણે કે અવશેષો મોટે ભાગે આ જ્ઞાનભંડારમાં કે આ જિનમંદિરમાં મળી શકે છે.
થોડા દિવસ પહેલાં ખંભાતના ભોંયરાપાડા નામના એક વિભાગમાં એક જીર્ણોદ્ધાર કરાયેલ જિનમંદિરની પ્રતિષ્ઠા કરવામાં આવી. આ જિનમંદિર શ્રી ચંદ્રપ્રભુ ભગવાનના મંદિર તરીકે ઓળખાય છે. આ પ્રતિષ્ઠા ઉત્સવ ત્યાંના ઓસવાળ શ્રી સંઘ તરફથી ઉજવવામાં આવ્યું હતું, અને શેઠશ્રી ભેગીલાલ મગનલાલે રૂા. ૧૦૦૧ બેલી મૂળનાયક ભગવાન શ્રી ચંદ્રપ્રભુની સ્ફટિકની મૂર્તિની પ્રતિષ્ઠાનો લાભ લીધો હતો. આ પ્રસંગે પૂ. આચાર્યશ્રી વિજયઅમૃતસૂરિજી મહારાજ આદિ ખંભાતમાં વિદ્યમાન હોવાથી તેમનાં પ્રેરણા અને સદુપદેશે લોકોને ખૂબ ઉત્સાહિત કર્યા હતા
આ પ્રતિષ્ઠામાં શ્રી ચંદ્રપ્રભસ્વામીનું જે બિંબ મૂલનાયક તરીકે પ્રતિષ્ઠિત કરવામાં આવ્યું હતું તેમાં અનેક પ્રકારની વિશેષતાઓ હોવાના કારણે અહીં એ ઉલ્લેખ કર્યો છે. એ વિશેષતાઓ આ છે–
(૧) આ મૂર્તિ સ્વચ્છ સ્ફટિક રત્નની હેવા સાથે લગભગ સાડાછ ઇંચ ઊંચી તેમજ પ્રમાણસર છે.
(૨) આ મૂર્તિ લગભગ પાંચ વર્ષની જુની છે. (૩) આની પ્રથમ પ્રતિષ્ઠા આચાર્ય શ્રી સમસુંદરસૂરિજીના હાથે થઈ હતી. (૪) આ ફરી પ્રતિષ્ઠા થઈ તે પહેલાં આ મતિ લગભગ ૧૮ ઇંચ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org