________________ દુર્લભ પંચક લેખક–આચાર્ય મહારાજ શ્રી વિજયસિરિજી (ગતાંકથી ચાલુ) 4. શ્રી શાંતિનાથ પ્રભુ-જે પ્રભુના નામસ્મરણથી પણ અનેક વિઘ નાશ પામે છે તેમની પૂજા ભકિત કરવાથી વિશેષ લાભ થાય એમાં શી નવાઇ? પ્રભુ શ્રી શાંતિનાથ પાછલે ભવે મેઘરથ રાજા હતા, તે વખતે તેમણે પ્રાણના ભોગે પણ કબૂતરનું રક્ષણ કરી જગતના જીવોને દયાવીર થવાને અપૂર્વ બોધ આપ્યો હતો. આગમ ગ્રંથમાં વર્ણવેલા ધર્મવીર, દાનવીર, દયાવીર, તવીર, યુધ્ધવીર એમ અનેક જાતના વીર પુરુષમાં પ્રભુ શ્રી શાંતિનાથને આપણે દયાવીર તરીકે ગણવા જોઈએ. આ પ્રભુની જન્મભૂમિ ગજપુરનગર હતું. તેમના પિતા વિશ્વસેન રાજા અને માતા અચિરા રાણું હતાં. તે દેશમાં પૂર્વે મરકીને ઉપદ્રવ ચાલતે હતો. માતાના ગર્ભે પ્રભુ આવ્યા બાદ રાણીએ અમૃત છાંટયું, તેથી ઉપદ્રવની શાંતિ થઈ. આથી માતા પિતાએ તેમનું શાંતિનાથ નામ પાડયું. પ્રભુની 40 ધનુષ્ય પ્રમાણુ કંચનવર્ણ કાયા હતા. અહીંથી પાછલા ભવે તેઓ સર્વાર્થસિદ્ધ વિમાનમાં 33 સાગરોપમના આયુષ્યવાળા દેવ હતા. તેઓ ભાદરવા વદ સાતમની મધ્યરાતે મેષ રાશિ તથા ભરણિ નક્ષત્રમાં અચિરા રાણીની કુક્ષિમાં પધાર્યા. પ્રભુજી એક ભવમાં ચક્રવર્તીપણું ભોગવીને તીર્થકર પદવી ભોગવશે, માટે માતાએ પહેલાં ચક્રવર્તીપણાને સૂચવનારાં ચૌદ સ્વપ્નો અસ્પષ્ટ (ઝાંખાં) જયાં. અને ત્યારબાદ તીર્થંકરપણને સૂચવનાર સ્પષ્ટ 14 સ્વપ્ન જોયાં. એમ અચિરાની માફક (કુંથુનાથની) શ્રી માતાએ અને (અરનાથની) દેવી માતાએ પણ બે વાર સ્વપ્ન જોયાં હતાં. આ રીતે આ વીશીમાં (ચક્રવતિ-તીર્થકરની ) બે પદવીના ભોગવનારા ૧૬-૧૭૧૮મા તીર્થંકર થયા. કરદેશના ગજપુરમાં નવ માસ ઉપરાંત 6 દિવસ વીત્યા બાદ ચોથા આરાના ઉત્તરાર્ધમાં જેઠ વદ તેરશે મેષ રાશિ ભરણિ નક્ષત્રમાં પ્રભુ જમ્યા. તેઓ 1008 લક્ષણના ધારક અને જન્મથી જ મત, શ્રત, અવધિ જ્ઞાનવાળા અને મૃગલંછન યુકત હતા. તેઓ સર્વેકષ્ટ સુંદર સ્વરૂપી અને અનંત બલી હતા. તેમનું શરીર ઉત્સધાંગુલની અપેક્ષાએ 40 ધનુષ્ય ઉંચું હતું એટલે કે આત્માંગુલે કરી 120 આંગળ ઉંચું અને પ્રમાણગુલની અપેક્ષાએ 9 અંગુલ અને 30 અંશ પ્રમાણુ ઉંચું હતું). તેમને 64 હજાર અતિઉર આદિ ચક્રવર્તિપણાને ઉચિત પરિવાર હતે. પચ્ચીસ હજાર વર્ષ+ કુમાર * આ બંને અહીંથી કાલધર્મ પામી સનકુમાર નામના ત્રીજા દેવલેકે ગયાં છે. 4 ના પલ્યોપમ, 16 લાખ, 48 હજાર વર્ષ, 89 પખવાડીયા એટલે ચલે આરે બાકી રહ્યો હતે. + આગળ ગૃહસ્થાકાલ પિણે લાખ વર્ષો જણાવે છે, એ અપેક્ષાએ અહી ફેરફાર સંભવે છે. એટલે અહીં એકમાં પચીસ હજાર અને બીજા (ચક્રવમાં કે કુમારપણામાં) 50 હજાર વર્ષ સંભવે છે. કે આત્માં તેમનું શરીર ઉપર હતા. www.jainelibrary.org For Private & Personal Use Only Jain Education International