________________
અંક ૫]
દુલભ પંચક
[૫૩]
સ્થલે આવવું ઉચિત નથી” -ત્યારથી તેઓ એ પ્રમાણે કરવા લાગ્યા. એક વખત હરિગુના સંકેત પ્રમાણે જ્યાં રથકાર જમવાની તૈયારી કરતા હતા, ત્યાં મુનિરાજ પધાર્યા. રથકારે મુનિને જોઈને વિચાર્યું કે મારી પહેલાં જ ભાવના હતી કે કઈ તપસ્વીને વહોરાવ્યા બાદ જમું. ભાગ્યદયથી એ ભાવના સફલ થઈ. પછી જ્યારે રથકાર પૂર્ણ ઉલ્લાસથી મુનિને વહોરાવતો હતો, અને મુનિ તે આહારને લઈ રહ્યા હતા, તે પ્રસંગ જોઈને પડખે ઉભેલા હરિણે આ પ્રમાણે અનુમોદના કરી કે- ધન્ય છે આ રથકારને કે જે આવું ઉત્તમ દાન દે છે. હું કયારે મનુષ્ય ભવ પામી આવો લહાવો લઈશ. એટલામાં બીજી બાજુ ત્રણેના આયુષ્યનો અંત આવ્યો, અને એ ત્રણે (રથકાર, બલભદ્ર, હરિણુ)ની ઉપર ડાલ પડી. તેથી તેઓ કાલધર્મ પામી (દાયક-ગ્રાહક-અનુમોદક એમ ત્રણે જણા પાંચમા બ્રહ્મદેવલોકમાં દેવપણે ઉપન્યા. આ રીતે દાનથી એ ત્રણેનો ઉદ્ધાર થયો.
અત્રે એ પણ જરૂર સમજવું જોઈએ કે આરંભ સમારંભ રૂપી કોળીયાના જાળામાં ગુંથાયેલા ભવ્ય શ્રાવક વગેરે જેઓ વિજયશેઠ વિજયારણી આદિના જેવું શીલ પાલી શકતા નથી; શિવકુમાર, પાંડવ, દ્રૌપદી, ચંદરાજર્ષિ આદિના જેવું તપ કરી શકતા નથી તથા શ્રી ભરતચક્રવર્તિ, કુર્માપુત્રાદિની માફક અનિત્યાદિ ભાવના ભાવી શકતા નથી તેમને આ સંસાર સમુદ્ર તરવા માટે દાન રૂપિ પાટિયું જ અવલંબન સમાન છે. આવા આ દાનની બાબતમાં કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજે શ્રી યેગશાસ્ત્રમાં અને પૂર્વાચાર્ય ભગવંત શ્રી શ્રાદ્ધદિનકૃત્ય વગેરે ગ્રંથોમાં શ્રાવકને ઉદ્દેશીને કહ્યું છે કેભવ્ય શ્રાવકે બપોરના ભોજનના અવસરે દહેરાસરમાં પ્રભુજીની આગળ નેવેધ ધર્યાબાદ મુનિરાજને આહારપાણી વહોરવા માટે ઘણા વિનય અને આદરભાવ પૂર્વક અવશ્ય નિમંત્રણ કરી તેડી લાવે. પછી તેમને નિર્દોષ આસન ઉપર બેસવા માટે વિનંતિ કરે. પરિવાર સહિત વિધિપૂર્વક વંદન કરે. પછી વેદના દષ્ટાંતથી દેશ કાલ વગેરેને વિચાર કરી દાનના પાંચભૂષણ સાચવીને અશન વગેરે ચાર પ્રકારને આહાર વહોરાવે.
ગુરૂને વહોરાવતી વખતે દાયક (વહરાવનાર) પિતે તથા ગ્રાહક એટલે વહેરનાર મુનિરાજ એ બંનેને જેવી રીતે દોષ ન લાગે, તેવી રીતે વહેરાવવું. વહેરાવનાર શ્રાવકે પિતાના નિમિત્તે લાગતા દેને ગુરૂગમથી જરૂર જાણવા જોઈએ. આ બીના મૃતકેવલિ શ્રી ભદ્રબાહુસ્વામીજીએ શ્રી પિંડનિર્યુક્તિમાં વિસ્તારથી જણાવી છે. આ બીનાને જે યથાર્થ સમજે તે શ્રાવક અમુક અંશે ગીતાર્થ કહેવાય!
ગ્રાહક-સુપાત્રના ચાર ભેદ ૧ રત્નપાત્ર સમાન–આવા સુપાત્ર શ્રી તીર્થંકર મહારાજ જેવા મહાપુરૂષ જાણવા. આવા સુપાને પ્રથમ કહેવાનું કારણ એ કે તેઓ નિરભિલાષ હોય છે એટલે “ ધે તપોવૃદ્ધિ, સ્ત્ર હેલ્થ ધાર ” એટલે તેઓ વિશિષ્ટ સંઘયણ, બૈર્ય આત્મલક્ષ્યાદિ સાધનોના બલે એમ દઢ નિર્ણય કરે છે કે-ગેચરી હિ મળે તે અધિક તપશ્ચર્યાનો લાભ મળશે, ને મળશે તે તે દ્વારાએ ધર્મધ્યાનાદિ સાધવામાં મદદ મળશે. આથી તેમને નિરભિલાષ કહ્યા.
૨ સુવર્ણ પાત્ર સમાન–અષ્ટપ્રવચન માતાના પાલક મુનિરાજ જાણવા, કારણકે તેઓને વિશિષ્ટ સંહનાદિના અભાવે અમુક ટાઈમે પણ આહારાદિની ઈચ્છા થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org