________________
અંક ૩ ]
જૈન મૂત્તિનિમણુકલા
[ ૨૫૩ ]
આગળની અશુભ ગણવામાં આવી છે. તેમાં એકથી અગ્યાર આંગળની ઉંચાઈ સુધીની મૂત્તિઓ ઘર દેરાસરમાં રાખી પૂજી શકાય, અને અગ્યાર આંગળથી અધિક ઉંચાઈની મૂર્તિ ઘર દેરાસરમાં રાખવાની કે પૂજવાની શાસ્ત્રમાં મના છે, જેથી અગ્યાર આંગળથી વધારે ચાઇની મૂર્તાિ દેહરાસરમાં જ રાખીને પૂજી શકાય
મૂર્તિના બે ભેદ પાડવામાં આવ્યા છે. તેમાં એક અરિહંતની અને બીજી સિદ્ધભગવાનની મૂર્તિ જાણવી. જે મૂર્તિને અષ્ટમહાપ્રાતિહારિવાળું પરિકર ન હોય તે સિદ્ધભગવાનની અને પરિકરવાળી મૂત્તિ અરિહંતની જાણવી. ઘરદેરાસરમાં અરિહંતની જ મૂર્તિ રાખવાને આદેશ શાસ્ત્રકાર જણાવે છે. તેમાં પણ પાષાણુ, લેપ, કાષ્ઠ અથવા હાથીદાંતની મૂર્તિઓ પરિકરવાની હોય કે પરિકર રહિત હોય તે ઘરદેરાસરમાં રાખી શકાય નહિ. પણ ફકત ધાતુની મૂર્તિઓ પરિકરવાળી હોય અને અગ્યાર આંગળથી વધારે ઉંચી ન હોય તે ઘરદેરાસરમાં રાખી પૂજી શકાય.
ચંદ્રકાન્ત, સૂર્યકાંત આદિ સર્વ મણિરત્નની જાત, સેના, ચાંદી, તાંબા, પીત્તલ, પાષાણુ, કાષ્ટ, ચિત્રોલ અને હાથીદાંત વગેરે મૂર્તિઓ બનાવવા માટે શુભ છે, તેમાં પાષાણુ અને કાષ્ઠની પરીક્ષા કરીને તેમાં ડાધ વગેરે ન હોય તે જોઈને પછી તેની ત્તિ ઓ બનાવવી.
ગભારાના અદ્દભાગના પાંચ ભાગ કરીને તેના વચલા ત્રીજા ભાગમાં જિનમૂત્તિને સ્થાપિત કરવી જોઈએ. પરંતુ ભીતની સાથે લગાડવી ન જોઈએ, એમ શાસ્ત્રકાર લખે છે, છતાં આજકાલ ઘણે ઠેકાણે મૂર્તિઓ ભીતની સાથે ચૂના આદિથી ચડેલી જોવામાં આવે છે તે આશાતના ૫ છેમાટે મૂર્તિને પાછળના ભાગમાં ચૂના આદિથી નહિ ચડવી જોઈએ, પરંતુ ખુલાસાવાર રાખવી એ શ્રેષ્ઠ છે. પ્રતિમાનું શુભ-અશુભ લક્ષણ
મૂર્તિનાં નખ, આંગળી, ભુજા, નાક અને પગ એટલાં અંગોમાંથી કોઈ એક અંગ ખંડિત હોય તો તે મુક્તિ અનુક્રમે શત્રુને ભય, દેશને વિનાશ, બંધન, કુલને નાશ અને દ્રવ્યને ક્ષય કરનારી જાણવી, પાદપીક, ચિહન, પરિકર, છત્ર, શ્રીવત્સ અને કાનથી ખંડિત મૂર્તિ અનુક્રમે સ્વજન, વાહન, સેવક, લક્ષ્મી, સુખ અને બાંધવની હાનિકારક જાણવી. જે મુર્તિ વાંકા નાકવાળી હોય તે દુઃખ દેવાવાળી; ટુંકા અવયવની હોય તે ક્ષય કરનારી; ખરાબ આંખવાળી હોય તે નેત્રપીડા કરનારી; સાંકડા મુખવાળી હોય તે ભોગની હાનિકારક; કમરહીન હોય તે આચાર્યને નાશ કરનારી; હીન જાંધવાળી હોય તે પુત્ર, મિત્ર અને ભાઈને નાશ કરનારી; હીન આસનવાળી હોય તે અદ્ધિને નાશ કરનારી; હીન હાથ પગવાળી હોય તે ધનને નાશ કરનારી; ઊંચા મુખવાળી ધનને નાશકારક; નીચા મુખવાળી ચિન્તા ઉત્પન્ન કરનારી અને વાંકા મુખવાળી વિદેશને ભંગ કરનારી જાણવી. વિસમ આસનવાળી વ્યાધિ કરે, અન્યાયથી પેદા કરેલ દ્રવ્યથી બનાવેલી મૂર્તિ દારકારક જાણવી. માપમાં જૂનાધિક અંગવાળી હોય તે કષ્ટ દેવાવાળી જાણવી; રૌદ્ર એટલે ભયાનક મુખવાળી મૂર્તિ તે કરાવનારને, માનની અધિક અંગવાળી કારિગરનો અમે દુબર્લ પટવાળી દ્રવ્યને નાશ કરે.
ઉપર પ્રમાણે સંક્ષેપમાં મૂર્તિ નિર્માણ સંબંધી જણાવેલ છે. વિશેષ જાણવાની ઈચ્છાવાળાએ પરમર્જન ઠકકુર “ફેર’ને બનાવેલ વાસ્તુસાર નામનો ગ્રંથ વાંચો.
૪ ૫રિકરનું સ્વરૂપ હવે પછીના બીજા લેખમાં સવિસ્તર જણાવીશ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org