________________
[૧૮]
શ્રી જૈન સત્ય પ્રકાશ-વિશેષાંક
પુત્ર મહારાજને બેલાવીને આ બીના પૂછી. તેમણે રાણાએ સ્વપ્નમાં જેવું નરકનું સ્વરૂપ જેવું હતું, તે જ પ્રમાણે નરકનું સ્વરૂપ જણાવ્યું. આ સાંભળી રાણીએ કહ્યું, કે હે ભગવન, આપે પણ મારા જેવું સ્વપ્ન જોયું હોય તેમ લાગે છે, કારણ કે મારા સ્વપ્ન દર્શનમાં અને અપતા કહેવામાં લગાર પણ તફાવત જણાતું નથી. આ બાબતમાં આચાર્ય મહારાજે કહ્યું, કે હે રાણો, મેં કંઈ સ્વપ્ન જોયું નથી, પરંતુ પવિત્ર જૈનાગમેથી જાણીને આ બીના કહી છે. અવસરે પુપચૂલાએ પૂછયું કે કેવાં કેવા પાપકર્મો કરીને જીવો નરકમાં જાય છે? ત્યારે ગુરૂમહારાજે કહ્યું, કે હે રાણી! પાંચ કારણને સેવનારા છે નર
ક્યાં જાય છે, તે આ પ્રમાણે ૧ મહારંભ સમારંભ કરનારા, ૨ ધનવિષયમાં તીવ્ર આસકિત રાખનારા, ૩ ગુરૂની સાથે શત્રુભાવ રાખનારા, ૪ પંચેન્દ્રિયને વધ કરનારા અને ૫ માંસમદિરાનું ભક્ષણ કરનારા !
કાળાન્તરે તે દેવે રાણી પુષ્પચૂલાને સ્વપ્નમાં સ્વર્ગદર્શન કરાવ્યું. રાજાએ પૂર્વની માફક આ બાબત પાખંડીઓને પૂછી. તેઓએ કહેલી બીના રાણીએ સ્વપ્નમાં જોયેલી બીના સાથે સરખાવતા મળતી ન આવવાથી રાજાએ છેવટે અર્ણિકાપુત્ર આચાર્યને બોલાવી સ્વર્ગનું સ્વરૂપ પૂછયું. જવાબમાં આચાર્ય મહારાજે જ્યારે સ્વર્ગનું સંપૂર્ણ સ્વરૂપ જણાવ્યું ત્યારે રાણએ પૂછયું કે ક્યા ક્યા કારણથી સ્વર્ગ મળી શકે? ત્યારે આ પ્રશ્નના જવાબમાં આચાર્ય ભગવંતે જણાવ્યું કે સમ્યકત્વ. સમ્યકત્વ સહિત દેશવિરતિ અને સર્વવિરતિ ધર્મની આરાધના વગેરે કારણોથી સ્વર્ગની પ્રાપ્તિ થાય છે. આ બીના સાંભળી રાણું લઘુકમ હેવાથી પ્રતિબોધ પામી અને તેણે દીક્ષાગ્રહણ કરવા માટે રાજાની પાસે આજ્ઞા માગી, ત્યારે રાજાએ કહ્યું કે મારે ઘરે જ હમેશ ભિક્ષાગ્રહણ કરવાની કબુલાત હોય તે ખુશીથી દીક્ષા ગ્રહણ કર. રાણએ તેમ કરવા કબૂલ કર્યું. ત્યારબાદ મહત્સવ પૂર્વક રાણીએ આચા
ની પાસે દીક્ષા લીધી અને અનુક્રમે ભણી ગણી ગીતાર્થ થઈ. એક વખત આચાર્ય મહારાજે શ્રુતજ્ઞાનના ઉપયોગથી જાણ્યું કે ભવિષ્યમાં અમુક વખતે દુકાળ પડશે, આ કારણથી તમામ સાધુસમુદાયને સુકાળવાળા દેશ તરફ વિહાર કરાવ્યો, અને પોતે તે જધાની વ્યાધિને લઈને ત્યાં જ રહ્યા. આ વખતે પુષ્પચૂલા સાધ્વી અન્તઃપુરમાંથી ભાત પાણી લાવી આપતાં હતાં. સાધ્વી પુષ્પચૂલા આવા પ્રકારની ગુરૂભક્તિ ઉત્તમ ભાવનાથી કરતા હતા જેના પર ણામે એક વખત ક્ષેપક શ્રેણિમાં ચઢીને મેહનીય દિ ચારે ઘતિકર્મ હણી કેવળજ્ઞાન પામ્યા. આથી ઉચ્ચ કોટિને પામ્યા છતાં પણ તે સાધ્વી (પુષ્પચલા) ગુરૂમહારાજનું વૈયાવચ્ચ (ગોચરી વગેરે) પૂર્વની માફક કાયમ કરતા હતા. જ્યાં સુધી ગુરૂમહારાજને
આ કેવળો છે એમ જાણવામાં ન આવ્યું ત્યાં સુધી વૈયાવચાદિ શુશ્રુષા ચાલુ રાખી. આ પ્રસંગે વ્યવહારની બીના એ સમજવાની છે કે “કેવળી છતાં પણ વિનયને ચકતા નથી.”
૪ રત્નપ્રભાદિ સાત નરકે છે. તેમાં રહેલા નારીના જીવોને ત્રણ પ્રકારની વેદના (ક્ષત્રકૃત, પરમધાર્મિકકૃત, પરસ્પરકૃત વેદના) છે, ઈત્યાદિ નરકોનું સ્વરૂપ પ્રતિપાદન કર્યું. આ બાબતને વિસ્તાર છે. પાવીજી અને પ્રવચનસારોદ્ધાર વગેરે ગ્રન્થથી જાણવો.
૫ જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મેહનીય અને અન્તરાય; આ ચાર કર્મે આત્માના શાનાદિ
ગણાને ઢાંકનાર હોવાથી ધાતિકમ કહેવાય છે. Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org