________________
અંક ૧-૨]. પાટલીપુત્ર
[૧૭] તરીકે પ્રસિદ્ધિ પામે. અનુક્રમે ઉંમર વધતા અભ્યાસાદિના ક્રમે કરીને આ બાળક યૌવન અવસ્થાને પામે. ઉત્તમ પુરૂષ કિપાક ફળના જેવા શબ્દાદિ વિષયમાં લગાર પણ આસક્તિ રાખતા નથી, એમ અર્ણિકાપુત્ર પણ એ જ કોટિના હતા, જેથી તેમણે સાંસારિક વિલાસને ઘાસની જેમ તુચ્છ ગણું અને તેઓને ત્યાગ કરીને જયસિંહ નામના આચાર્ય મહારાજની પાસે પવિત્ર દીક્ષા ગ્રહણ કરી ગીતાર્થ થયા અને આ આર્યપદ પામ્યા.
અનુક્રમે વિચરતા વિચરતા ઘણે સમય વીત્યા બાદ વૃદ્ધાવસ્થામાં પિતાના પરિવાર સહિત તે અર્ણિકાપુત્ર આચાર્ય મહારાજ ગંગાનદીને કાંઠે રહેલા પુષ્પભદ્ર નામના નગરમાં પધાર્યા. આ વખતે ત્યાં પુષ્પકેતુ નામને રાજા રાજ્ય કરતો હતો. તેને પુષ્પવતી નામની રાણી હતી. રાણું પુષ્પવતીને પુષ્પચૂળ નામે પુત્ર અને પુષ્પચૂળા નામની પુત્રી હતી. આ બંનેને યુગલ (જેડલા) રૂપે જ જન્મ થયો હતે. આ બંને ભાઈ બહેનને માંહમાંહે ઘણે પ્રતિભાવ હતો. આ પ્રસંગ જોઇને રાજાએ વિચાર કર્યો કે આ બંને જે વિખુટાં પડશે તે જરૂર છવી શકશે નહી અને હું પણ આ બંનેને વિગ સહન કરી શકું તેમ નથી. માટે આ બંનેને પતિપત્ની રૂપે વિવાહ થાય તે ઠીક, એમ વિચારીને રાજાએ છલથી મંત્રી, મિત્ર અને નગરના લોકોને પૂછયું કે સભાજને! અન્તઃપુરની અન્દર જે રત્ન ઉત્પન્ન થાય તેને માલિક કોણ? આ પ્રશ્નને સભાજને જવાબ આપ્યો હે રાજનદેશની અન્દર જ રત્ન ઉત્પન્ન થાય તેને રાજા ઇચ્છાનુસાર ઉપગ કરી શકે તે પછી અન્તઃપુરમાં ઉત્પન્ન થયેલા રનના આપ માલિક ગણુઓ તેમાં નવાઈ શી? આ બાબતમાં ગેરવાજબી છે જ નહિ. સભાજનના આ શબ્દ સાંભળીને રાજાએ પોતાના વિચાર પ્રમાણે લગ્ન મહોત્સવની તૈયારી કરી, તે વખતે રાણું પુષ્પવતીએ આમ કરવાની ના પાડી છતાં રાજાએ પોતાનું ધાર્યું કર્યું. રાણી પુષ્પવતીને આ અયોગ્ય બનાવ જોઇને અને પિતાનું અપમાન થયેલું જાણીને સંસાર ઉપરથી વૈરાગ્ય ભાવ જાગે. જેના પરિણામે તેણીએ સંયમ ગ્રહણ કરી નિર્મળ સાધના કરી, દેવકની ઋદ્ધિ મેળવી. કાળાન્તરે પુષ્પકેતુ રાજા મરણ પામ્યા બાદ કુંવર પુષ્પચળ રાજા થશે. હવે તે દેવે (પુષ્પવતીના જીવે) અવધિજ્ઞાનથી આ બંનેનું અકૃત્ય જાણીને સ્વપ્નમાં પુષ્પચૂળાને ઘણું દુઃખથી રીબાતા એવા નારકીઓને દેખાયા. આ જોઈ પુષ્પચૂળા જાગી ગઈ અને હૃદયમાં ભય પામી. તેણીએ પતિની આગળ સર્વ બીના જણાવી દીધી. રાણીના ભયને દૂર કરવા માટે પુ૫ચૂળ રાજાએ ઘણાએ શાન્તિકમે કરાવ્યાં, છતાં પણ તે દેવે હમેશના નિયમ પ્રમાણે પુષ્પચૂળા રાણુને નરક સ્વરૂપને દેખાડવાનો નિયમ છોડે નહી, એટલે તેણે સ્વપ્નમાં આ બીના જણાવવી ચાલુ રાખી. ત્યારે રાજાએ જન સિવાય અન્ય ધર્મવાળાઓને બેલાવીને પૂછ્યું કે નરકસ્થાન કેવું હોય? આના જવાબમાં કેટલાક લોકોએ ગર્ભવાસને, કેટલા લોકોએ કેદખાનાને તેમજ કેટલા લોકોએ દરિદ્રતાને નરકસ્થાન તરીકે જણાવ્યું અને કેટલા લેકોએ પરાધી પણું એ નરકસ્થાન છે એમ જણાવ્યું. આ બધી બીના સાંભળીને રાણું પુષ્પચૂળાને લગાર પણ સંતોષ થયે નહીં, કારણ કે સ્વપ્નમાં જોયેલા નરકાવાસેની બીનાની સાથે આને લગાર પણ મેળ મળતું ન હતું. છેવટે રાજા પુષ્પચૂળે જનાચાર્ય શ્રી અણિકા૩ પાંચ ઇન્દ્રિયના પાંચ વિષય રૂ૫, રસ, ગધ, સ્પર્શ, અને શબ્દ.
www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only