________________
[૧૯]
શ્રી જૈન સત્ય પ્રકાશ-વિશેષાંક
[ ૪
શ્રેણિકના રાજ્યકાળમાં મગધની રાજધાની રાજગૃહી હતું. અજાતશત્રુએ ચંપાનગરી વસાવી તેને રાજધાની બનાવી. ઉદાયીને રાજ્યાભિષેક ચંપામાં જ થયેા હતે, પરંતુ રાજમહેલમાંની પ્રત્યેક વસ્તુ જોઇને તેમને પોતાના સ્વર્ગવાસી પિતા અજાતશત્રુનું સ્મરણ થઈ આવતું અને તેથી તે બહુ દુઃખિત થતા એટલે તેમણે નવું પાટનગર વસાવવાને મના કર્યાં. અને તે માટે યોગ્ય સ્થાનની તપાસ કરવા નિમિત્તિઆએને મેાકલ્યા. તેઓ કરતા કરતા ગંગા કિનારે જઈ પહોંચ્યા અને ત્યાંની જમીનનું બળાબળ તપાસવા લાગ્યા.
ઝાડ પાસે આવી
પ્રાચીન કાળમાં શ્રી અન્નિકાપુત્રનું અંતકૃતુ કેવળી તરીકે ગંગા નદીમાં મેક્ષગમન થયું હતું, જે સ્થાન પાછળથી પ્રયાગ તરીકે ખ્યાત થયું. આ આચાર્ય મહારાજની ખાપરી ગંગાના વહેણમાં અટકી પડી. અકસ્માત્ એમાં એક પાટલીવૃક્ષનું ખીજ આવી પડયુ અને એમાંથી એક વૃક્ષ ઊગી નીકળ્યું, જે જાતે દિવસે ખૂબ ધટાદાર થયું અને અનેક ફૂલોથી સુશૅાભિત બન્યું. ઉદાયીના પડિતા ગંગા કિનારે આ પહોંચ્યા. તેમને એ ઝાડ બહુ ગમા ગયું અને આસપાસનાં ખીજા ઝાડા કરતાં એ ઝાડને વિશેષ સમૃદ્ધ થયેલું જોઇ ખારીક દૃષ્ટિએ એનુ નિરીક્ષણુ કરવા લાગ્યા. આ વખતે એક ચાષપક્ષી પોતાનું મોં ફાડીને ત્યાં બેઠું હતું અને પતંગિયાં વગેરે જંતુઓ આપે આપ આવીને તેના મુખમાં પડતાં હતાં. બસ, આ નિમિત્ત જોઇને તેમણે નકકી કર્યુ કે “ આ સ્થાનમાં પાટનગર વસાવનાર રાજાને સ્વયં લક્ષ્મી આવી મળશે. ’
આ રીતે તેમણે એકમતે એ સ્થળને નવી રાજધાની માટે પસંદ કર્યું, અને મહારાજા ઉદાયીને પોતાના અભિપ્રાય જણાવ્યો. ઉદાયીએ તે સ્થાને કુસુમપુર યાને પાટ લીપુત્ર નગર વસાવી તેને મગધના પાટ્નગર તરીકે જાહેર કર્યું. આ શહેર આજે પટણા તરીકે ખ્યાત છે. ૧
આ સ્થળે એક વાત ન ભૂલાવી જોઇએ કે મગધનરેશોએ ચંપાપુરી અને પાટલીપુત્રને પાટનગર બનાવ્યા છતાં મૂળ રાજધાની રાજગૃહીને નુકસાન ન પહેાંચે એટલા માટે ત્યાં એક શિશુનાગવંશીય પુરૂષને માંડલિક રાજા તરિકે નિયુકત કર્યો હતા, જેને ઇતિહાસકારા દક' કે વંશક ' તરિકે ઓળખાવે છે.ર
"
૧ પુરાણામાં ઉદાયી રાજા તથા પાટલીપુત્રના નિર્માણ માટે આ પ્રમાણે ઉલ્લેખ છે; उदायी भविता तस्मात्, त्रयस्त्रिंशत्समा नृपः ॥ सर्वैः पुरवरं रम्यं पृथिव्यां कुसुमाह्वयम् ॥ गंगाया दक्षिणे कूले, चतुर्थेऽब्दे करिष्यति ॥
(વાયુપુરાણ, ઉત્તરખંડ, અધ્યાય ૩૭, પૃ. ૧૭૫, શ્લા, ૩૧૨, ૩૧૩, બ્રહ્માંડપુરાણ, મ॰ ભા. ઉપેા॰ ૩, અધ્યાય ૭૪, શ્લાક ૧૩૨-૧૩૩ ) २ अस्माकं महाराजदर्शकस्य भगिनी पद्मावती ।
( સ્વપ્નવાસવદત્તા, અંક ૧, પૃ. ૧૪. )
अजातशत्रुर्भविता, सप्तत्रिंशत्समा नृपः । चतुर्विशत्समा राजा, वंशकस्तु भविष्यति ॥
Jain Education International
( મત્સ્યપુરાણ, અધ્યાય ૨૭૨, )
For Private & Personal Use Only
www.jainelibrary.org