________________
અંક ૧-૨ ]
પ્રાચીજ જૈન સ્થાપત્ય
[૧૪૧]
ભામંડેલ છે. માથાની બંને બાજુએ હાથ ઉપર સ્વાર થએલી એકેક વ્યક્તિ કતરેલી છે, તથા મસ્તકના ઉપરના ભાગમાં ત્રણ છત્ર પણ કોતરેલાં છે અને તે છત્રની બંને બાજુથી દેવ અને દેવીએ હાથમાં ફુલની માળા લઈને આકાશમાંથી ઉડીને આવતાં દેખાડીને શિલ્પીએ પિતાની શિલ્પકળાને ખ્યાલ આપવા અજબ પ્રયત્ન કરેલ છે. વળી મૂર્તિના ઠેઠ ઉપરના ભાગમાં તીર્થંકરની ચાર બીજી પદ્માસનસ્થ મૂર્તિઓ રજુ કરી છે, જેથી માલુમ પડી આવે છે કે આ પંચતીર્થી છે.
1505–પદ્માસનસ્થ પાર્શ્વનાથ પ્રભુની સુંદર અને મૃદુહાસ્ય કરતી આ મૂર્તિના પાછળના ભાગમાંથી ઉપર ચઢતે એ નાગરાજ બહુ જ સુંદર રીતે રજુ કરેલ છે. પ્રભુને જમણી બાજુ ચામર ધરનાર એક પુરૂષ વ્યકિત છે તથા ડાબી બાજુ જમણો હાથ ઉચે કરીને ઉભી રહેલી એક સ્ત્રી છે, જેના હાથમાં ચામર નથી, પરંતુ બીજી કોઈ વસ્તુ છે, જે બરાબર ઓળખી શકાતી નથી. મસ્તકના ઉપરના ભાગની બંને બાજુએ એકેક દેવ ફુલની માળા લઈને આવતે દેખાય છે. પલાંઠીનો નીચે પબાસણની મધ્ય ભાગમાં ધર્મચક તથા ધર્મચક્રની બંને બાજુ એક એક સિંહની સુંદર આકૃતિ કોતરી કાઢેલી છે,
B. 77 આ પદ્માસનસ્થ જિનમૃતિ ચિંતામણિ પાર્શ્વનાથની મૂર્તિના જેવડી જ લગભગ છે. ગરદનના પાછળના ભાગમાં ભામંડલ છે, બંને બાજુ એક ચામર ધરનાર વ્યકિત ચામર વીંઝતી ઉભી છે, મસ્તકના ઉપરના ભાગમાં ત્રણ છત્ર છે અને છત્રની બંને બાજુએ એકેક દેવ હાથમાં ફૂલની માળા લઈને આવતા દેખાય છે. આ પ્રતિમાની નાસિકાને ભાગ જરા ખંડિત છે, બાકીને ભાગ સ પૂર્ણ છે.
B. 75 મસ્તક વગરની પદ્માસનસ્થ આ મૂર્તિ કદમાં નાની છે, પરંતુ તેની ગરદનના પાછળના ભાગમાં ભામંડળ છે, બંને બાજુ ચામર ધરનાર પણ ઉભેલા , વળી ભામંડળની ઉપરના ભાગમાં બંને બાજુ બબે પદ્માસનસ્થ નાની નાની જિનમૂર્તિઓ મળીને કુલ પાંચ મૂર્તિઓ છે અને તેથી જ માલુમ પડી આવે છે કે આ પણ એક પંચતીથી છે. પલાંઠીની નીચે પબાસણના મધ્ય ભાગમાં આડુ ધર્મચક્ર છે, ધર્મચક્રની બંને બાજુએ એકેક હરણ અને સિંહની આકૃતિઓ છે; તથા જમણી બાજુના છેક છેડાના ભાગમાં એક યક્ષની આકૃતિ છે. યક્ષના જમણા હાથનું આયુધ સ્પષ્ટ દેખાતુ નથી, પરંતુ ડાબા હાથમાંના આયુધના છેડાને ભાગ જે લડતા દેખાય છે, તે ઉપરથી આ બ્રહ્મશાંતિ યક્ષ હોય એવું લાગે છે, જ્યારે ડાબી બાજુના છેડાના ભાગમાં જમણા હાથમાં આંબાની લુબ તથા ડાબા પગના બળ ઉપર બેઠેલા એક છોકરાને ડાબા હાથથી પકડીને બેઠેલી અંબિકા યક્ષિણીની મૂર્તિ છે. આ ઉપરથી એમ સાબિત થાય છે કે, કેટલાક વિદ્વાનોનું જે માનવું છે કે જનધર્મમાં યક્ષ, યક્ષિ એની માન્યતા બૌદ્ધધર્મના તંત્રયુગ પછીથી શરૂ થઈ છે, તે વાસતવિક નથી, પરંતુ જ્યારથી જૈનધર્મમાં મૂર્તિ પૂજાની શરૂઆત થઈ, ત્યારથી જ તેની સાથે સાથે યક્ષ યક્ષિણીઓની માન્યતા પણ શરૂ થઈ હોય એમ સ્પષ્ટ લાગે છે.
B, 22 મસ્તક વગરની આ જિનમૂર્તિને પબાસણમાં લેખ પણ છે. ગરદનની પાછળના ભાગમાં ભામડલ છે, બંને બાજુ ચામર ધરનાર એકેક પુરૂષ વ્યક્તિ ચામર
www.jainelibrary.or
For Private & Personal Use Only
Jain Education International