________________
[૧૩૦ ] થી જન સત્ય પ્રકાશ-વિશેષાંક
[વર્ષ ૪ અહિં તે માત્ર “ઉપક્રમ' પુરતી યાદી આપવી એટલું જ ઉચિત જાણી એ વિષયને સંક્ષેપી આ યુતિપ્રબંધના મુખ્ય વિષય સંબંધી મુદ્દા ઉપર અવાય છે. આ ગ્રન્થને મુખ્ય વિષય
એકવાર ઉપર કહેવાય છે કે-આ યુકતપ્રબોધ ગ્રન્થમાં દિગમ્બર મતાનુયાયિ શ્રી બનારસીદાસના મતનું ખંડન કરવામાં આવેલ છે. અહિં પ્રશ્ન થવાનો સંભવ છે કે જ્યારે દિગમ્બરોનું ખંડન વાદિવેતાલ શ્રી શાંતિસૂરિજી મહારાજા વગેરે પ્રાચીન મહષિઓએ કરેલ છે, તે પછી ઉપાધ્યાયજી શ્રીમાન મેઘવિજયજી મહારાજાને તે જ દિગમ્બર મતને અનુસરનારા બનારસીદાસના મન્તવ્યનું નિરસન કરવા માટે આ ગ્રંથ રચવાને પ્રયાસ શા માટે કરે પડ હશે ? એ પ્રશ્નના ઉત્તરમાં સમજવું જોઈએ કે યદ્યપિ બનારસીદાસ દિગમ્બર મતાનુયાયી છે, તે પણ જેમ દુષમકાળના મહિમાથી શ્વેતામ્બરમાં તેરાપંથી, ટુઢીયા, રાયચંદ વગેરે અનેક શુલ્લક મતાંતરો ઉદ્દભવ થયેલ છે, તે પ્રમાણે દિગમ્બરમાં પણ તેરાપંથી, વિશપંથી, ગુમાનપંથી, તેતાપથી એમ સંખ્યાબંધ મતાન્તરોનો ઉદ્ભવ થયેલ છે. અને મતાન્તર થાય એટલે મન્તવ્યમાં પણ અમુક ભેદ અવશ્ય હેય જ. બનારસીદાસને મત પણ દિગમ્બરના અનેક અવન્તર મતે પૈકીનો એક મત છે, અને તેરાપંથી દિગમ્બરી તરીકે પ્રાયઃ તે મત પ્રસિદ્ધ થયેલ છે. એથી જ એના મન્તનું સ્વતંત્ર નિરાકરણ કરવા માટે શ્રીમાન ઉપાધ્યાયજી મેઘવિજયજીને પ્રયાસ કરવાનો પ્રસંગ ઉપસ્થિત થયો હોય તે તે વાસ્તવિક છે. નવીન દિગમ્બર બનારસીદાસ
બનારસીદાસનું જન્મસ્થાન આગ્રા છે. તેઓ સોળમી શતાબ્દીના ઉત્તરાર્ધમાં થયા હેય એમ તેઓએ બનાવેલ “સમયસાર’ નાટકના અંતે આપવામાં આવેલ (૧૬૮૩ આસો સુદ ૧૩ રવિવાર) સંવત ઉપરથી સ્પષ્ટ સમજાય છે. યોગીશ્વર આનંદઘનજી, ઉપાધ્યાયજી યશોવિજયજીના તેઓ સમકાલીન છે. વેતામ્બર સંપ્રદાયના સંખ્યાબંધ વિદ્વાને સોળમી શતાબ્દીની પૂર્ણાહુતિમાં તેમજ સત્તરમી શતાબ્દીના પ્રારંભમાં થયા એની સાથે દિગમ્બર સંપ્રદાયમાં પણ જે કેટલાક વિદ્વાને થયા તેમાં બનારસીદાસનું નામ સુપ્રસિદ્ધ છે. આ બનારસીદાસનાં આધ્યાત્મિક પદે જેતાં તેમજ ઉપાધ્યાયજી શ્રીમાન યશોવિજયજી મહારાજને અધ્યાત્મમત પરીક્ષા નામના સ્વવિરચિત ગ્રન્થમાં આ બનારસીદાસના અધ્યાભવાદના ખંડનનો પ્રસંગ પ્રાપ્ત થવા સંબંધી હકીકત તપાસતાં એમ જણાય છે કે બનારસીદાસ અધ્યામી હશે પરંતુ તેમને અધ્યાત્મવાદ ક્રિયાવિનાને-શુષ્ક હશે. અન્યથા ઉપાધ્યાયને તેને અધ્યાત્મવાદનું ખંડન કરવાનો તેમજ “ દ્રવ્ય અધ્યાત્મી' કહેવાનો પ્રસંગ પ્રાપ્ત ન થયો હોત. આ “યુક્તિપ્રબોધ' ગ્રન્થના રચયિતા ઉ૦ શ્રીમાન મેઘવિજયજી મહારાજે પણ ગ્રન્થની અવતરણિકામાં સ્પષ્ટ જણાવેલ છે જે “અમે અધ્યાત્મ છીએ.” એવું બેલવા ઉપરાંત અધ્યાત્મને નિરર્થક ડોળ કરનારા બનારસીદાસના મતાનુયાયિઓનું ખંડન કરવા અમારે ઉદ્દેશ છે. તેઓના આ શબ્દોથી એ પણ ખ્યાલ આવી શકે છે કે વર્તમાનમાં કેટલાક અર્ધદગ્ધ અધ્યાત્મને ટૅગ કરી અને અધ્યાત્મી છીએ એમ જણાવી આવસ્યકાદિ ક્રિયાઓને તીલાંજલિ આપી પદ્માસનાદિ લગાવી કોઈ એકાંત સ્થળમાં બેસી
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org