________________
[૯૨ ]
શ્રી જન સત્ય પ્રકાશ-વિશેષાંક (૨) કાલધાર–અવસર્પિણી કાળમાં ત્રીજા અને ચોથા અ.રામાં જ આ મહર્ષિઓના જન્મ હોય છે, અને જિનકલ્પ ત્રીજા, ચોથા અને પાંચમા એમ ત્રણે આરામાં હોય છે. ઉત્સર્પિણ કાળમાં તે જિનકલ્પ ત્રીજા, ચોથા, આરામાં જ હોય છે, અને જન્મ બીજા, ત્રીજા અને ચોથા એમ ત્રણે આરામાં હોય છે. મહાવિદેહક્ષેત્ર નું નિરંતર ચ આરે વિદ્યમાન હોવાથી જન્મ અને અસ્તિત્વ બને અહર્નિશ હોય છે. દેવ વગેરેના સહરણને લઈને સમસ્ત કાળને વિષે પ્રાપ્ત થઈ શકે છે, કારણ કે સર્વ આરાવાળાં ક્ષેત્ર સંભવી શકે છે.
(૩) ચારિત્રકાર–જિનકલ્પ અંગીકાર કરતી વખતે સામાયિક યા દેપસ્થાપનીય ચારિત્ર હોય છે. પરંતુ જિનકલ્પ અંગીકાર કર્યા બાદ કોઈ મર્ષિ ઉપશમશ્રણ માંડે,૧૨ તેને શ્રેણિ અવસ્થામાં સૂક્ષ્મસંપાય અને યથાખ્યાત ચારિત્ર હોય છે.
(૪) તીર્થદ્વાર–તીર્થકર ભગવંતનું તીર્થ પ્રવરેલું હોય, અથવા તીર્થ પ્રવ પછી વિચ્છિન્ન થઈ ગયેલું ન હોય, એ સમયે જિનકલ્પને લે.
(૫) પર્યાયદાર–પર્યાય બે પ્રકાર છે. એક ગૃહસ્થપર્યાય અને બીજો યતિપર્યાય. તે બન્નેના પણ બે ભેદે છે. જધન્ય અને ઉત્કૃષ્ટ. તેમાં ગૃહસ્થપર્યાય જઘન્યથી ૨૯ વર્ષને હેવો જોઈએ, અને યતિપર્યાય જઘન્યથી વશ વર્ષ હોવો જોઈએ. અને બંનેને ઉત્કૃષ્ટ પર્યાય દેશનપૂર્વ કે2િ વર્ષ સુધી જાણ.
(૭) આગમકાર–આગમ નવું ભણે નહીં. પૂર્વે ભણેલું હોય તે ભૂલી ન જવાય તેને માટે અહર્નિશ પાનુપૂર્વી યા પૂર્વાનુપૂર્વીથી સંભાળે. જિનકલ્પ અંગીકાર કરનાર મહાપુરૂષનું જ્ઞાન જધન્યથી નવમા પૂર્વની તૃતીય વસ્તુ સુધી, અને ઉત્કૃષ્ટ કાંઇક ઉણું દશ પૂર્વ હાય.
(૭) વેદકાર–જિનકલ્પ લેતી વખતે સ્ત્રીવેદ હોવો ન જોઈએ. અને સ્વીકાર્યા બાદ ઉપશમણિમાં અવેદક (વેદરહિત) પણ હોય.
(૮) કલ્પકાર-કલ્પદારથી સ્થિતકલ્પ (નિયત કલ્પ) અને અસ્થિતકલ્પ ( અનિયત કલ્પ) બને હોય છે.૧૩
(૯) લિંગદાર–જિનકલ્પ સ્વીકાર કરતી વખતે દ્રવ્યલિંગ (મુનિવેશ) અને ભાવલિંગ (મુનિ પરિણામ) બન્ને હોય છે. જિનકલ્પ અંગીકાર કર્યા બાદ વસ્ત્રાદિકને લઇને તેમજ સંહરણને લઇને કદાચિત દ્રવ્ય લ ગને અભાવ હોય, પરંતુ ભાવલિગ તે અવશ્ય હોય છે.
૧૨ “તને વસ્ત્રાહિમાવા” [ તકનિ વસ્ત્રપ્રતિષમાવત] આવા પ્રકારનું પૂર્વ મહર્ષિએનું વચન હોવાથી આ કલ્પવાળાને ક્ષપકશ્રેણિ હોઈ શકતી નથી. વિશેષજિનકલ્પ અંગીકાર કરનાર બાવીશ તીર્થંકરના સાધુઓને તેમજ મહાવિદેહ ક્ષેત્રના સાધુઓને સામાયિક ચારિત્ર હોય છે. પ્રથમ તીર્થકરના સાધુઓને તેમજ છેલ્લા તીર્થ કરના સાધુઓને સામાયિક ચારિત્ર અને છેદેપસ્થાપનીય ચારિત્ર બને છે પ છે.
१. “ आचेलक्क १ देसिअ २ सिन्जायर ३ रायपिंड ४ किइकम्मे ५ वय ६ जि? ७ पडिक्कमणे ८ मासं ९ पज्जोसणाकप्पे १० ॥१॥ कल्पसूत्र For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International