________________
[૩]
અંક ૧-૨]
બે શિષ્યરત્ન જિનકલ્પી મહાત્માને જધન્યથી ઉપધિ બે પ્રકારનો૧૪ હોય છે. રજોહરણ અને મુહપત્તિ અને ઉત્કૃષ્ટથી બાર પ્રકારની હોય છે. ૧ પાત્ર, ૨ ઝોળી, ૩ નીચેને ગુચ્છ, ૪ પંજણી, ૫ પલાં, ૬ અંતરપટ, ૭ ઉપરને ગુચછે. આ સાતનું નામ પાત્રનિયોગ કહેવાય છે. ૮, ૯, ૧૦ કલ્પત્રિક એટલે બે સુતરના વસ્ત્ર અને એક ઊનનું વસ્ત્ર. ૧૧, ૧૨ રહરણ અને મુહપત્તિ, આ બાર પ્રકારને ઉત્કૃષ્ટ ઉપધિ. જિનકલ્પિક મહાત્માના ઉપકરણ સંબંધમાં આઠ પ્રકારના વિકલ્પ પૂર્વ મહર્ષિઓએ પ્રતિપાદન કરેલા છે, તેનું વિવરણ સહિત કોષ્ટક નીચે પ્રમાણે છેઃ
(૧) રજોહરણ અને મુહપત્તિ. (૨) રજોહરણ, મુહપત્તિ અને એક વસ્ત્ર. | (૩) રજોહરણ, મુહપત્તિ અને બે વસ્ત્ર. (૪) રજોહરણ, મુહપત્તિ અને ત્રણ વસ્ત્ર, (૫) રજોહરણ, મુહપત્તિ અને પાત્રનિયોગ. (૬) રજોહરણ, મુહપત્તિ, પાત્રનિયોગ અને એક વસ્ત્ર. (૭) રજોહરણ, મુહપત્તિ, પાત્રનિગ અને બે વસ્ત્ર. (૮) રજોહરણ, મુહપત્તિ, પાત્રનિયોગ અને ત્રણ વસ્ત્ર.
(૧) જિનકી મહર્ષિને કરપાત્રાદિક લબ્ધિ હોય એટલે કેઈક મહર્ધિક દેવ દુનિયાના સમસ્ત સમુદ્રોનું જળ હાથમાં રેડે જાય છતાં એક પણ બિન્દુ નીચે પડવા ન દે, અને શિખાઓ ઉપર શિખાઓ બંધાતી જાય, આવા પ્રકારનું અસીમ સામર્થ્ય હેય. અને પિષ–મહા મહીનાની કડકડતી સપ્ત થંડી પડતી હોય, છતાં પણ વિના વચ્ચે પિતાના કલ્પનું સમ્યફ પ્રકારે આચરણ કરી શક્તા હેય. સ્વાધ્યાય આદિકમાં વ્યાધાત થતે ન હેય, તે તેમને પાત્રનિયોગ અને કલ્પત્રિક સિવાય જધન્યથી અવશિષ્ટ બે પ્રકારને ઉપાધિ અવશ્ય હોય છે.
(૨-૩-૪) કરપાત્રાદિક લબ્ધિ હોય, શિતાદિક પરિષહ સહન કરવાની શક્તિ પણ હેય, છતાં સ્વાધ્યાયાદિકમાં વ્યાઘાત થતા હોય, તે તેના નિર્વાહ અર્થે એક વસ્ત્ર સ્વીકારે. એકથી નિર્વાહ ન ચાલે તે બે વસ્ત્ર સ્વીકારે, અને બેથી નિર્વાહ ન ચાલે તે છેવટે ત્રણ સ્વીકારે. (બે સુતરાઉ અને એક ઊનનું)
(૫) શિતાદિક પરિષહ સહન કરવાનું સામર્થ્ય હોય, પણ કરપાત્રાદિક લબ્ધિ ન હોય તે પાત્રનિગ સ્વીકારે.
(-૭-૮) કરપાત્રાદિક લબ્ધિ ન હોય, અને શિતાદિક પરિષહ સહન કરવાની શકિત પણું ન હોય, તે નિર્વાહ અર્થે, એક વસ્ત્ર સ્વીકારે, એકથી ન ચાલે તે બે, બેથી ન ચાલે તે આવતું ત્રણ રવીકારે.
૧૪ રિથતિ જોયા સિવાય નગ્ન થઈને ફરવું અને તેને જિનકલ્પ માની લેવો, એવી Sત વિચારણાવાળાઓએ ઉપર્યુંકત વસ્તુ પર ખ્યાલ આપવાની જરૂર છે.
www.jainelibrary.org