________________ LI D D D D De રાજકુમાર ગુણસેન અને એના મિત્રો અગ્નિશર્માને ગધેડા ઉપર બેસાડી આખા ગામમાં ફેરવી રહ્યા છે. ધર્મશીલા એની પત્ની હતી. અગ્નિશર્મા નામનો એકનો એક પુત્ર હતો. બિચારાની કર્મનાં યોગે એવી પરિસ્થિતિ હતી કે કોઇપણ તે બાળકને જુએ એટલે હસ્યા વગર રહે નહીં માથું ત્રિકોણ, આંખો પીળી, નાક ચપટું, દાંત લાંબા લાંબા, હોઠ તો જાણે સુપડા જેવા જ, પેટ તો ગાગર જેવું, ડોક વાંકી, છાતી ટૂંકી, પગ તો જાણે લટકતી દોરડી ન હોય એવાં! આવું બેડોળ એનું શરીર હતું. શેરીના, ગામના, સીમના બધા છોકરાઓ એને બહુ હેરાન કરતાં. બાળકો! અત્યારે તમને સુંદર શરીર મળ્યું છે એ પૂર્વના પૂણ્યનો પ્રતાપ છે. બિચારા અગ્નિશર્માની દશા જુઓ! જ્યાં જાય ત્યાં નાનાથી માંડીને મોટાઓ સુધી બધા એને ચીડવે! બિચારો કેટલાની સાથે