________________ પણ આવવાનું સ્વીકાર્યું. આચાર્ય કૌડિન્ય પણ મહારાજાને આશ્વાસન આપી રહ્યા છે. “આમાં તમારો કોઈ વાંક નથી. ભાગ્યમાં જ અંતરાયનો ઉદય હોય તો કોઇ શું કરી શકે ? ચિત્તમાંથી ઉગ કાઢી સુંદર રીતે ધર્મની આરાધના કરો.” બે મહિનાના ઉપવાસી અગ્નિશર્મા ફરી વસંતપુરના રાજમહેલ, વિમાનચ્છેદકના દરવાજે પહોંચે છે. એ પણ આજે ય રાજમહેલમાં ખૂબ જ ધમાલ મચી ગઈ છે. શત્રુરાજા વસંતપુરના દ્વારે આવીને ઊભો છે એને હરાવવા સૈનિકોની ધમાલ ચાલી રહી છે અશ્વદળ, હસ્તિદળ, પાયદળ આદિ બધાં સૈન્ય સહિત ગુણસેન રાજા શત્રુ સૈન્ય તરફ ધસમસવા થનગની રહ્યા છે. - આવા વાતાવરણમાં જેની આંખો પણ ઉંડી ચાલી ગઇ છે માંડ માંડ પગલાં ભરી શકે છે એવા તપસ્વી અગ્નિશર્માની ભિક્ષાં દેહિ'. ની હાંક કોણ સાંભળે ? અગ્નિશર્માએ વિચારી લીધું કે આ વખતે પણ ભિક્ષા અહીંથી મળે એમ દેખાતું નથી ગુણસેન રાજા પ્રત્યે તેમના મનમાં હજુ સુધી તો જરા પણ દ્વેષ ભાવ આવતો નથી ત્યાંથી ફરી તપોવનમાં આવી પહોંચ્યાં. - બે બે માસના ઉપવાસના ઉગ્ર તપસ્વી અગ્નિશર્મા ફરી પારણું કર્યા વગર જ પાછા આવ્યા છે આ જાણી આશ્રમમાં તો સોપો પડી ગયો. ગુરુદેવ પાસે ત્રીજા મહિનાના ઉપવાસનું પચ્ચકખાણ લઇ અગ્નિશર્મા તો એ જ પોતાના જૂના આસને આમ્રવૃક્ષની નીચે બેસી ગયા. ત્યાંજ હાંફળો ફાંફળો થતો ગુણસેન રાજા આશ્રમનાં વારે આવી 14