________________ પહોંચ્યો રડતી આંખે, ગળગળા સાદે તપસ્વીની ક્ષમાયાચના કરી રહ્યો છે. “ભગવંત! આપને મુખ બતાવવા લાયક હું રહ્યો નથી બાલ્યાવસ્થામાં પણ ખૂબ હેરાન કરેલા. પહેલી વખત પણ પારણાનાં અવસરે હું ચૂક્યો આ વખતે પણ અસાવધ રહ્યો હે પ્રભો મારું શું થશે કૃપા કરી મારા અપરાધની ક્ષમા આપો.” “રાજ! મનમાં એવો વિકલ્પ કર નહિ તારી ભાવના તીવ્રતમ છે. હવેનું પારણું પણ તારા ઘરે કરવા આવીશ.” - પ્રભો! હું ધન્ય બન્યો ગુણસેન રાજા ફરી ફરી પ્રણામ કરી ત્યાંથી રાજમહેલે પહોંચી ગયા. ત્રણ ત્રણ મહિનાના ઉપવાસના મહાન તપસ્વી અગ્નિશર્માનું પારણું શું હવે ગુણસેનના રાજભવનમાં થશે.? અગ્નિશર્માનું શરીર ત્રણ ત્રણ મહિનાના ઉપવાસે સાવ નંખાઇ ગયેલું છે એક... એક ડગલું ભરતાં ભરતાં માંડ-માંડ ત્રીજી વખત પારણાંના દિવસે ગુણસેનના રાજમહેલ પાસે પહોંચે છે. આ વખતે તો એને વિશ્વાસ જ હતો કે રાજા ભૂલ કરશે નહિ... પારણાની તૈયારી ધમધોકાર કરી હશે ઇચ્છા પણ પારણાને ઝંખતી હતી.... રાજમહેલના દ્વારે પહોંચે છે પણ ત્યાં તો વાતાવરણ જુદુ જ દેખાય છે. ગુણસેન મહારાજાને ત્યાં... આજે જ પુત્રનો જન્મ થયેલો છે રાજપરિવાર આખો આનંદ પ્રમોદમાં મગ્ન હતો.. કોઇ નાચતું હતું.. કોઇ ગાતું હતું.. સૌ પોતપોતાની ધૂનમાં મસ્ત હતા. મહારાજા ગુણસેન પણ રાજસિંહાસન ઉપર બેસી વાચકોને દાન આપવામાં સમયનું 15