________________ યુદ્ધ કરવા માટે તૈયારી કરતા હતા. કુમારને આ સમાચાર મળતાં જ પિતાજી પાસે આવીને કહે છે “પિતાજી! સિંહ કોઇ દિવસ શિયાળીયાની સામે લડવા જાય! એ દુષ્ટ આપની પાસે એવો તુચ્છ છે કે એવાને જીતવા માટે આપને જવાની કોઈ જરૂર નથી પિતાજી! મને જ આજ્ઞા કરો! હું જઇ આપણાં એ શત્રુનાં દાંત ખાટા [ કરી નાંખીશ! કુમાર સૈન્ય સાથે દડમજલ કરતો વિગ્રહ રાજાના નગર પાસે પહોંચી ગયો. કુમારને આવેલો જાણી વિગ્રહ રાજાએ ભયભીત થઈ નગરના ધારો બંધ કરાવી દીધા અને કિલ્લામાં જઈને ભરાઇ ગયો. એ જ કુમાર પણ સૈન્ય લઈને ઘેરો ઘાલીને રહેલો છે ત્યાં જ પેલો વાણમંતર વિધાધર ફરતો ફરતો ત્યાં આવી પહોંચ્યો. કુમારને જોતાં જ તે દ્વેષથી સળગી ઉઠયો, એક વખત તો મેં આ દુષ્ટને મારવા માટે પ્રયત્ન કર્યો પણ ફાવ્યો નહી હવે એક કામ કરું ‘શત્રુનો શત્રુ એ મારો મિત્ર' એ ન્યાયે આ વિગ્રહ રાજાને જ હું સહાય કે એમ વિચારી તરત જ વિગ્રહના મહેલમાં આવી ગયો. વિદ્યાધરને આવેલો જોઈ વિગ્રહ આશ્ચર્ય પામ્યો. પધારો! આપનું આવવાનું પ્રયોજન શું! ‘રાજ! તને સહાય કરવા આવ્યો છું. આ ગુણચંદ્ર મારો પણ દુશ્મન છે. બાલ્યાવસ્થામાં મેં એને મારીને અધમુઓ કરી નાંખ્યો પાછો મોટો થઈને અહીં તારી સાથે યુદ્ધ કરવા આવ્યો છે બોલ હવે તને કઈ રીતે સહાય કરૂં!' લોન લો એમ માને છે કે તે કે “જો આપ મને સહાય કરવા ઇચ્છતા હો તો એક જ કામ 1??