________________ મહારાજા મહારાણી બધાને ચિત્ર બતાવી ગુણચંદ્રના ગુણોનું વર્ણન કર્યું. બધાએ એકી અવાજે નક્કી કર્યું કે રાજકુમારીને લાયક ગુણચંદ્રકુમાર | જ છે. જો તેના માટે લોકો ને સો સો - લીલી | રાજકુમારીના મનમાં પણ આનંદ મા’તો ન’તો. ગુણચંદ્રકુમાર પણ ચિત્રકારોના ગયા પછી વારંવાર રત્નપતીનું ચિત્ર લઈને એકીટસે નિરખવા મંડી પડતો. રત્નાવતીના ચિત્રનું આલેખન પણ સુંદર કર્યું. | આ બાજુ રત્નવતી કુમારનું ચિત્ર લઇ પોતાની સખીઓ પાસે આવી. સખીઓ પણ આ જોઈને આશ્ચર્ય પામી ગઇ. મદનમંજૂષા કહે મને તો લાગે છે કે આ તો દેવેન્દ્ર જ હોવા જોઇએ. ‘ના! ના! એ તો હજાર આંખવાળા કહેવાય છે જ્યારે આમાં તો નિર્મળ સૌમ્ય એવી બે આંખો છે તો શું ચન્દ્ર હશે ? એ તો કલંકિત છે જ્યારે આ તો નિષ્કલંક તો શું કામદેવ? કામદેવનું આવું લાવણ્ય ક્યાંથી ! રાજકુમારીએ પણ પીંછી અને રંગ લઇ ગુણચંદ્રકુમારનાં ચિત્રનું આલેખન શરૂ કરી દીધું. જ કુમારનાં ચિત્રને જોયા પછી હવે રાજકુમારીનું મન કુમારમાં જ લાગી ગયું! સંસારી જીવોની સ્થિતિ આવી જ હોય છે! એક વખત જેનું દર્શન થાય પછી એ પ્રિયપાત્ર જ્યાં સુધી મળે નહીં ! ત્યાં સુધી ચેન પડતું નથી. રત્નાવતી હવે કામજવરથી પીડાવા લાગી ! ખાવા પીવાનું બંધ કર્યું. એનું મુખ ફીકકું પડી ગયું ! મહારાજાએ ઉપચાર કરાવવા ઘણા - પ્રયત્નો કર્યા! પણ અંતે...! 120