________________ આ બાજુ ગુણચંદ્રકુમારના મિત્ર દ્વારા રત્નવતી માટેની કુમારની. ઉત્સુકતા જાણી મૈત્રીબલ રાજાએ પોતાના ચતુર મંત્રીશ્વર આદિ પ્રધાન પુરૂષોને ઉત્તમ ભેટણા સાથે શંખપુર નગર મોકલ્યા અને ત્યાં આગળ જઇ એ લોકોએ રત્નપતીની કુમાર માટે માંગણી કરી ! મહારાજાને તો “જોઇતું હતું ને વૈધે બતાવ્યું” એના જેવો ઘાટ થયો શંખપુર નગર બધા લોકો ખુશ થઈ ગયા. રત્નાવતી અને ગુણચન્દ્રકુમારના વિવાહ નક્કી થઈ ગયા. થોડા જ દિવસો પછી રત્નપતીને મોટા પરિવાર અને અતુલ ઋધ્ધિ સાથે માતા-પિતાએ અયોધ્યા તરફ પ્રયાણ કરાવ્યું. તો, ત્યાં મૈત્રીબળ મહારાજાએ પણ કુમારનો લગ્ન મહોત્સવ એવી ધામધૂમથી કરાવ્યો કે જેનારા મોઢામાં આંગળાં નાંખી જાય નગરના પ્રત્યેક મકાનો અને દુકાનોને શણગાર્યા! | યાચકોને છૂટે હાથે દાન આપ્યું! કેદીઓને મુક્ત કરી દીધા! બંને દંપતીને જોઇ લોકો એક અવાજે બોલવા લાગ્યા કે ખરેખર આ તો કામદેવ અને રતિની જોડલી છે. કોઈ કહે ના ના! એ લોકો આવે તો એમને પણ આ બંને પાસે શરમાવું પડે! ગુણચન્દ્ર અને રત્નપતીનાં દિવસો પાણીના રેલાની જેમ પસાર થઈ રહ્યા હતા. બંને વિષયાનંદમાં મસ્ત હતા. એવામાં સીમાડાના રાજા વિગ્રહને પોતાના પરાક્રમનું અભિમાન વધારે આવી ગયું અને અયોધ્યાના સીમાડા ઉપર નાના-નાનાં છમકલાં કરવા મંડયો.. મૈત્રીબલ રાજા આ સમાચાર મળતાં જ તરત જ તેને વિગ્રહને સમજી જવા કહ્યું પણ “કૂતરાની પૂંછડી વાંકીને વાંકી જએ રીતે સમજ્યો નહી મહારાજા મૈત્રીબળ સૈન્ય લઈને એની સાથે 121