________________ કહે છે એ સાચું જ છે. આ બધાથી બચવા ધર્મ એજ ખરો ઉપાય છે. “ધર્મનો જય...! કુમારનો જ્ય!” આ પ્રમાણે જ્યજયકાર કરતાં લોકો વસંતોત્સવને માણ્યા વગર જ નગરમાં પાછા આવી ગયા. | મહારાજાને પણ સમાચાર મળ્યા. મહારાજા પણ વિચાર કરે છે આ બધું શું થઇ ગયું! ખેર! હવે કુમારને કઈ રીતે સંસારમાં રસ લેતો કરવો ! એ તો છે ઉજ્જયનીના મહાવીર પ્રતાપી નરેશ પુરૂષસિંહ શત્રુઓથી તો અજેય હતા. પણ પોતાના પુત્રથી એક રીતે બબેવાર પરાજિત થયેલા! બે બે વાર દાવ નાંખ્યા! પણ બંનેમાં પીછેહઠ જ કરવી પડી ! કુમારનો ધર્મનો રંગ ઓર ઘેરો બનતો ગયો! હવે એ તો નિર્ણય થઇ ગયો કે કુમાર કોઇ સામાન્ય નથી. પૂર્વનો કોઇ મહાન ઋષિ લાગે છે ! | એ વિચારણા કરતા કરતા, એક વિચારે મહારાજાને ખૂબ શાંત્વન આપ્યું. ભલભલાં ઋષિઓની વર્ષોની સાધનાને ભાંગીને ભુક્કો બોલાવી દેવાનું કાર્ય કરવાની આવડત સ્ત્રીમાં ગણાય છે. એ કુમારને લગ્નગ્રંથીથી જોડી દઇએ તો એની મેળે એની સ્ત્રીઓ જ કુમારને સંસારમાં રસ લેતી કરી દેશે ! હજી આ વિચારણા ચાલુ જ હતી ત્યાં તો દૂત આવી મહારાજાને સમાચાર આપે છે. મહારાજા ખડગ્રસેનનાં સેવકો આવ્યા છે! “મોકલો એમને!' છે “રાજનું! અમે મહારાજા ખડગસેનને ત્યાંથી આવ્યા છીએ એમની બે પુત્રીઓ વિશ્વમવતી અને કામલતા કે જે રૂપ અને ગુણમાં સંસારમાં અજોડ છે. એમની ઇચ્છા આપના પુત્ર સમરાદિત્ય સાથે પાણિગ્રહણ 141