________________ બની ગઇ હતી નગરમાં ઠેર-ઠેર લોકો આનંદોત્સવમાં મહાલી રહ્યા હતા. બધા ખુશ હતા! પણ એક જ વરરાજા હતા એજ નાખુશ! એ આ બંધનમાંથી છૂટકારો ઇચ્છતા હતા, પણ અહીં તો બંધનથી વધારે બંધાઇ જવાય એવી સ્થિતિનું નિર્માણ થયું હતું. પણ જે કે એમને વિશ્વાસ હતો કે મારું આ બંધન પણ કાચા સૂતરના તાંતણાની જેમ તૂટી જશે! અલિપ્તતાથી કુમાર આ બધા પ્રસંગ માણી રહ્યા હતા! આખરે લગ્નનો દિવસ આવી ગયો! આખું નગર શણગારાઇ ગયેલું હતું. નગરના પ્રત્યેક લોકો આજે કુમારના લગ્નોત્સવને નિહાળવા આવી ગયા છે! કુમારે વિધિપૂર્વક બંને કન્યાઓ સાથે પાણિગ્રહણ કર્યું! ( રાજાના મનમાં તો આજે આનંદ માતો ન'તો રાણીને કહે છે “હવે જોજેને કુમારની ધર્મઘેલછાને કામઘેલછા ઉતારી નાંખશે. આવી સ્ત્રીઓ તો કોને મળે? | કુમાર તો પત્નીઓને લઈ માતા-પિતાના આશીર્વાદ મેળવી પોતાના શયનખંડમાં જાય છે. ઉજૈનીનાં રાજમહેલમાં આજે બારણે બારણે ફ્લોનાં તોરણો લટકાવેલા છે. પુષ્પોની સુગંધ ચોમેર ફેલાઇ રહી ( રાજકુમારના શયનખંડમાં હીરામઢિત રત્નજડિત પલંગમાં કુમાર બેઠેલો છે. સામે અપ્સરાને પણ શરમાવે એવી બે સ્ત્રીઓ શરમથી નીચું મોટું રાખીને બેઠેલી છે. કુમાર કહે છે. | ‘સુંદરીઓ તમારો મારા પ્રત્યેનો પ્રેમ સાચોને ? નાથ ! સાચો જ છે ને તો જ આપની પાસે આવ્યા છીએ.” “તો પછી જેમાં મારું અહિત થાય તેમાં તમને રાગ ન હોવો જોઇએ, મારી ઇચ્છા સંસાર છોડવાની છે. દીક્ષા લેવાની છે અને તમને પણ સંસારમાંથી ઉગારવાની છે. આ બંને સ્ત્રીઓએ ઘણી દલીલો કરી પણ આખરે સમરાદિત્યકુમાર 143