________________ 2 3 - પ-3- 3 “રાજ! હમણાં તો એ બિચારો મરીને સીધો સાતમી નરકે પહોંચશે. પણ અત્યારે એટલું તો એના મનમાં થઇ જ ગયેલું છે કે “મેં આ જે મહાત્માને કર્યું એ સારૂ કર્યું નહીં એ કોઇ મહાનુભાવ છે” આ વિચારને પરિણામે જ અંતે સમ્યકત્વ પામશે અને અસંખ્યાત ભવો બાદ સાંખ્ય નામે બ્રાહ્મણ બની તે સંયમને અંગીકાર કરી નિર્વાણપદને પામશે...! રા જગત ઉપર અસીમ ઉપકાર કરતા - કરતા સમરાદિત્ય કેવલી અંતે આઠે કર્મોનો ક્ષય કરી નિર્વાણ પદને પામ્યા....! - જ્યારે પેલો બિચારો ગિરિસેન આમથી તેમ રખડતો કૂટાતો મરીને સાતમી નરકે પહોંચ્યો. | બાલમિત્રો! એક નાનકડું એવું પણ વૈરનું બીજ જન્મ જન્માંતર સુધી જીવને કેવી કદર્થના કરાવે છે ! જ્યારે ગુણસેનનો જીવ સમતાને ભજતો ભજતો છેવટે સિધ્ધશિલા ઉપર પહોંચી જાય છે...! જે આગ તમે તમારા દુશ્મન માટે સળગાવો છો મા તે તેના કરતાં તમને વધુ દઝાડે છે. જો કે 152