Book Title: Ek Saras Varta
Author(s): Kulshilvijay, Harshshilvijay
Publisher: Katha Sahitya Granthmala
Catalog link: https://jainqq.org/explore/032761/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ મ Ofીક મીટ્ટી વાતો 'રામરાદિત્ય ચરિત્ર-રાશ્ચિમ) સંપાદક 'મુનિ શ્રી કુલશીલ વિજયજી - આલેખક મુનિ હર્ષશીલ વિજય Page #2 -------------------------------------------------------------------------- ________________ RUILTD નાક ન તન મ ત Mc00000000 શ્રી નમસ્કાર મહામંત્ર નમો અરિહંતાણું નમો સિદ્ધાણે નમો આયરિયાણું નમો ઉવઝઝાયાણં નમો લોએ સવ્વસાણી એસો પંચનમુક્કારો સહ પાવUણાસણો મંગલાણં ચ સવ્વર્સિ પઢમં હવઈ મંગલ Cococcococo 00000000 KOOOOOOO DO 060.00 Page #3 -------------------------------------------------------------------------- _ Page #4 -------------------------------------------------------------------------- _ Page #5 -------------------------------------------------------------------------- ________________ પૂજયપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચન્દ્ર સૂરીશ્વરજી મહારાજાએ જગતને આપેલી હિતશિક્ષા સંયમ: મનુષ્ય જીવનની સફળતા વજ નરેન્દ્ર દેવ-ર૩૩ ભક્લિકાત દાખલાભ સા) ના જવાનું છે, મહાનુભાવ ? આ સં સા 2 ઇઝવા જેવો છેઅને ન્ક ક્લિક અને Rનુષ્યભવનt Y કિમ પામળ વય ની સાધુ . Y! પામવુંજ ખે. આ ભવમાં તાધુ પci પમાયું ન નE હવે પછીના માનવભવમાં સાધુપ તું મને જરૂર મ - ઝા ભાવનામાં રમતાં રહી [તિ નાં દ્વા૨. બ્ધ કરી મુરતાધડ ર૬ રાતિના પરમ્પરાનું સર્જન તોલાપ્ર વદેલા બુક્તિ પદ- પાખો. એ જ -- સદના બના વકે જે, સ્વ-કાસિમ્બનિ ખખક ~~ - અ... આન્મસ્વરૂપમ્બુ સ્વરૂપ મત સુખ-* સ્ટેલ 69 બc - >> જ સદા માટે83ccdભલાષા -- >> /- ( બ Page #6 -------------------------------------------------------------------------- ________________ RICCI DA NYA | શ્રી આદિનાથ સ્વામિને નમ: . નમામિ નિત્ય ગુરૂ રામચન્દ્રમ્ > , 9 I . (સમરાદિત્ય ચરિત્ર - સચિત્ર) SERXER IIMA WIળ AVON SiTICOM : સંપાદક : પરમ તપસ્વી પૂ. પંન્યાસપ્રવરશ્રી જા ) ભદ્રશીલવિજયજી ગણિવરના શિષ્યરત્ન પૂ. We મુનિપ્રવર શ્રી કુલશીલ વિજયજી મહારાજ છે છે કે : આલેખક : ધ મધુર પ્રવચનકાર પૂ. પંન્યાસપ્રવર શ્રી ગુણશીલ IASALAAGAT DAY-NINT_ વિજયજી ગણિવરના શિષ્યરત્ન પૂ. મુનિરાજ - % ARY L શ્રી હર્ષશીલ વિજયજી મહારાજ DOO Iss toes) : પ્રકાશક : કથા.... સાહિત્ય ગ્રંથમાળા... 91, મરીનડ્રાઇવ, 3 શાલીમાર, મુંબઈ- 400002. Page #7 -------------------------------------------------------------------------- ________________ પુસ્તકનું નામ પ્રથમવૃત્તિ : વિમોચનકર્તા સમર્પણકર્તા પ્રાપ્તિ સ્થાનો : એક સરસ વાર્તા ટેક (સમરાદિત્ય ચરિત્ર-સચિત્ર) વિ.સં. 2048 ચૈત્ર સુદ 13 બુધવાર તા. 15-4-92 રૂા. 60 કai ક 0 સર્વાધિકાર સુરક્ષિત શ્રાધ્ધવર્ય નંદલાલ દેવચંદ શેઠ પરિવાર છે. સુત્રાવિકા પ્રભાબેન : શ્રાધ્ધવર્ય ગોવિંદજી જેવત ખોના પરિવાર હ. સુશ્રાવિકા જયાબેન જેપકોટ ટ્રેડલીક મુંબઇ. (1) ઉમેશચન્દ્ર ભોગીલાલ શાહ | C/o. એન.વિરલ એન્ડ દુ.નં. 6-5, નવમી ગલી, મંગલદાસ માર્કેટ, મુંબઇ- 4002. (2) સેવંતીલાલ વી. જૈન પd 20, મહાજન ગલી, ઝવેરીબજાર, મુંબઈ- 4002 (3) સુઘોષા કાર્યાલય જીવન નિવાસ સામે, પાલીતાણા (સૌ.) 364270 (4) ભુપેંદ્રભાઈ કાંતિલાલ શાહ થી 95, ત્રાંબાકાંટા, પાયધુની, ૧લે માળે, મુંબઈ- 400003. (5) દિપક વ્રજલાલ ઝવેરી - શત્રુખાના સ્ટ્રીટ, શાંતિભુવન પાસે, જામનગર- 361001 (6) નરેશ ભવાનજી દંડ 12 નંદદીપ, 209- D, ડો. આંબેડકર રોડ, માટુંગા, મુંબઇ-૪00૧૯. (7) કીરીટ રવિચંદ લોદરીયા (8) વિમલ ધીરજલાલ શાહ ( 6, નવયુગ નિકેતન, 185, વાલકેશ્વર રોડ, મુંબઈ- 400006. (9) છેડા રેડીમેડ સ્ટોર્સ ને 2, બિરાદરી બિલ્ડીંગ, એમ. જી. રોડ, ઘાટકોપર (વે) મુંબઈ-૮૬. (10) રાજેશભાઈ વાઘર 1 C/o પી.ટી.કે. ઓપ્ટીક્લ, 43, અંબિકા દર્શન, એમ.જી. રોડ, ઘાટકોપર ચિત્રકાર મુક શ્રી શંકરલાલ ભટ્ટ જયંત પ્રિન્ટરી, 352/54, ગીરગામ રોંડ, મુરલીધર મંદીર કંપાઉન્ડ, ઠાકુરદ્વાર પોસ્ટ ઓફિસની બાજુમાં, મુંબઈ- 400 02. ફોન : 252882, 299193 Page #8 -------------------------------------------------------------------------- ________________ આ આલેખાય... જૈન શાસનમાં દ્રવ્યાનુયોગાદિ ચારેય અનુયોગમાં સકલ વિશ્વનું તત્વજ્ઞાન સુૌલીએ સંકલિત થયેલું છે. એ રીત એમાં પણ ધર્મકથાનુયોગ તો બાળજીવોથી લઈને સહુ કોઈને અતિ ઉપકારક બની શકે તેમ | કથા વાંચવી સાંભળવી આબાલવૃધ્ધ સહુને પ્રિય થાય છે, એમાં આવતા પાત્રો દ્વારા આત્માનું હિત અહિત વાચકના અંતરમાં જલ્દી ગૂંથાઇ જાય છે. જે જો - Wાનુયોગમાંથી ઘણા બાળજીવો પણ પ્રેરણા લઈ શકે છે. પ્રસ્તુત પુસ્તિકા “એક સરસ વાર્તા” (સમરાદિત્ય ચરિત્ર)ની સંક્લના પણ આજ એક મંગલ ઉદેશ ને નજર સમક્ષ રાખી યાકિની મહતરા સુનુ, સૂરિપુરંદર વાદિમતંગજ કેશરી 14 ગ્રંથોના રચયિતા પ્રકાંડવિદ્વાન પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રીમદ્વિજય હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા એ ઉપશમ અને સંવેગના ઝરણામાં ઝીલવા માટે આ જગતને “સમરાઇડ્યે કહા” મહાગ્રંથની અણમોલ ભેટ ધરી છે. - સમરાદિત્ય કથા એક ભવ કે એક જીવનની કથા નથી આ મહાકથા તો ઉપશમ અને સંવેગની મહાનદી છે જે કોઇ પણ આ કથાને શ્રધ્ધાથી સાંભળે, વાંચે એ ઉપશમના અમૃત છાંટણાથી પાવન થયા વિના રહે જ નહિં. ઉપશમરસથી ભરેલી આવી કથાઓ જૂજ જોવા મળે છે. એ શી ફિકર વેરથી વેર ક્યારે પણ શમવાનું જ નથી એને શમાવવા ઉપશમ જ જોઇએ. રક્તરંજિત | વસ્ત્રને સાફ કરવું હોય તો રક્ત નહિં પણ નિર્મલ જલની જ આવશ્યકતા રહે છે. એમ વેર (ક્રોધ) ઉપર વિજય મેળવવો હોયતો મૈત્રી કરૂણા ઉપશમ સંવેગનો જ આશ્રય લેવો પડે. 5 કે આ મહાકથાના મૂળ નાયક સમાન એવા ગુણસેનકુમાર મહારાજાથી માંડીને છેલ્લે સમરાદિત્ય કેવલી બને છે ત્યાં સુધી ગમે તેવી કપરી પરિસ્થિતિમાં પણ એક સરખા ઉપશમના આરાધક બની ગયા. ધગધગતી વેરની જવાળાઓ સામે એમણે ઉપશમની જ શીતલ ધારા વરસાવી છે. જ્યારે પણ આક્રોશ આવેગ કે ઉગ્રતાનો આશ્રય એમણે લીધો જ નથી. જ્યારે પેલો ભીષ્મ તપસ્વી, કઠોર સાધક, અગ્નિશમનો જીવ બિચારો કસોટીની પળોમાં દીન બની ગયો! એના કારણે “ભવોભવ હું એને મારનારો થાઉ” આવી કિલષ્ટ ભાવનાના પરિણામે પોતાના આત્માનું મહાઅનર્થ કરી બેઠો ! કેટલીયે વાર નરકગતિનો મહેમાન થઈ બેઠો! [ આ મહાથાના મૂળગ્રંથમાંથી તેમજ અત્યાર સુધી થયેલા અનેક જુદા જુદા અનુવાદોને લક્ષ્યમાં થો રાખીને જ આ પુસ્તિકાનું બાલ ભોગ્ય પધ્ધતિએ આલેખન કરાયું છે.) આ મહાગ્રંથનું લોકોત્તર ગૌરવ એવા પ્રકારનું છે કે મારા જેવા અન્ન માટે આ કાર્ય કરવું એ અતિ કઠિન છે. છતાં પણ મારા આ પ્રયત્નમાં. એ કે પરમોપકારી પરમારાણપાદ પરમતારક મુક્તિમાર્ગના અદ્વિતિય અજોડ, આરાધક, પ્રબોધક, Page #9 -------------------------------------------------------------------------- ________________ સકલ સંઘ સન્માર્ગદર્શક વિશ્વવંદનીય પ્રત્યુષ સ્મરણીય વ્યાખ્યાન વાચસ્પતિ સુવિશાલગચ્છાધિપતિ પરમ ગુરૂદેવ આચાર્યદિવેશ શ્રીમદ્વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાના દિવ્ય આશીર્વાદ પૂજ્યપાદ પરમોપકારી પરમતપસ્વી વૈરાગ્ય દેશના દાતા અગુરૂદેવ પંન્યાસપ્રવર શ્રી ભદ્રશીલ વિજયજી ગણિવર તથા વાત્સલ્યનિધિ મધુર પ્રવચનકાર પૂજ્યપાદ ગુરૂદેવ પંન્યાસપ્રવરશ્રી ગુણશીલ વિજયજી ગણિવરનો સતત વાત્સલ્યભાવ તેમજ પરમોપકારી મધુરભાષી પૂ. મુનિપ્રવર શ્રી કુલશીલ વિજયજી મહારાજનું મમતાભર્યું માર્ગદર્શન તેમજ તેઓશ્રીના જ સુચારૂ સંપાદન તળે આ પુસ્તિકાનું સંયોજન થઇ રહ્યું છે. પ્રસ્તુત પુસ્તિકાના પ્રાણભૂત તેઓશ્રી છે એમ કહીએ તો પણ ઓછું જ છે. પ્રસ્તુત પુસ્તિકાનું સંમાર્જન કરવામાં પૂજ્યપાદ પ્રભાવક પ્રવચનકાર વાત્સલ્યવારિધિ આ.ભ. શ્રીમવિજય મુક્તિપ્રભ સૂરીશ્વરજી મહારાજાએ પણ પોતાનું જ કાર્યમાની સંશોધન કરી પ્રસ્તાવના લખી આપી છે. એ બદલ તેઓનો પણ ઉપકાર ભૂલી શકાય તેમ નથી. બાળકોથી માંડીને મોટેરા સુધી બધાને કથાપ્રવાહની સાથે સાથે ચિત્રોનું પણ અનેરું આકર્ષણ રહે છે. પ્રસ્તુત પુસ્તિકામાં સમરાદિત્ય ચરિત્રના નવે ભવોના ચૂંટલા રોચક પ્રેરક પ્રસંગોને ચિત્ર દ્વારા દર્શાવવામાં આવ્યા છે. | પ્રાંતે - વર્તમાનમાં પુદ્ગલાનંદી જીવોને આનંદદાયક અનિષ્ટ સાહિત્યનો થોક પ્રચાર થઇ રહ્યો છે ત્યારે આવા મહાપુરૂષના જીવન કવનને જાણીને કષાયોનો ત્યાગ કરી ઉપશમરસની ગંગામાં પાવન બની શીધ્રાતિશીઘ શાશ્વત ગતિના ભોક્તા બનીએ એજ મનોકામના... આ કાર્યમાં જે કંઈ ક્ષતિ ત્રુટિ રહી ગઈ હોય પાઠક ગણ ક્ષમા કરે એજ અભિલાષા સહ મુ. હર્ષશીલવિ. મહા વદ 14 (પૂજ્યપાદ પરમતારક પરમગુરૂદેવશ્રીજીના સાતમી માસિક તિથી) વિજય રામચન્દ્રસૂરીશ્વરજી પ્રવચન ખંડ હજારીબાગ વિક્રોલી (વેસ્ટ), મુંબઇ-૮૩. Page #10 -------------------------------------------------------------------------- ________________ સમર્પણ જૈન શાસનના સફળ સુકાની જગતના ઝગમગતા જવાહિર વીરશાસનના વીર સેનાપતિ તપાગચ્છના તાજ વ્યાખ્યાન વાચસ્પતિ સમર્થ શાસનપ્રભાવક સુવિશાલ ગચ્છાધિપતિ જેઓ શ્રીમદ્ સંયમજીવનના પ્રારંભથી અંતિમ શ્વાસ સુધી જ્ઞાનાનંદની મસ્તીમાં મસ્ત બની જીવ્યા હતા તે પૂજ્યપાદ સ્વગીય આચાર્યદેવેશ શ્રીમવિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજની પરમ પવિત્ર આત્માને સાદર...સવિનય. સબહુમાન.... સ..... o... .... Page #11 -------------------------------------------------------------------------- ________________ ક્રોધ આગ છે–ભેર વાયરો છે. બાળકોની ભાષામાં લખાયેલ આ પુસ્તકનું નામ જ એવું મઝાનું છે કે નામ જોઈને જ પુસ્તક હાથમાં લઇ વાંચવાની ઇચ્છા થાય. અને વાંચવાની શરૂઆત કર્યા પછી તો એનામાં સરસતા પણ અનુભવમાં આવ્યા વિના રહે જ નહિ. અને એ સરસતાનો અનુભવ થયા બાદ એમ લાગે કે પુસ્તકનું નામ “એક સરસ વાત” ખૂબ જ સમજીને રખાયું છે. આ સરસ વાત રસપૂર્વક જો વાંચતા આવડે તો વાંચતા વાંચતા આત્મા વિચારક બન્યા વિના રહે નહિ. આ સમસ્ત કથાનકમાં મુખ્યપાત્ર ભજવનાર બે જ વ્યક્તિ છે. ગુણસેન અને અગ્નિશમ! ગુણસેન અને અગ્નિશર્મા તરીકે બે ય પાત્ર એક જ નગરમાં જન્મ્યા ત્યારે બે વચ્ચે ન કોઇ સ્નેહનો સંબંધ હતો ન કોઇ વેરની ગાંઠ હતી ! પરંતુ એક જ ઠઠ્ઠા-મશ્કરી અને હંસી-મજાક કરવાના સ્વભાવે ગુણસેન અને અગ્નિશમ વચ્ચે જે વેરની ગાંઠ બંધાઇ ગઈ એ એવી અભેધ બંધાઈ ગઈ કે નવ-નવ ભવ સુધી એ ગાંઠ એકપક્ષે ન તૂટી તે ન જ તૂટી. જેનાભયંકર પરિણામોનો ઇતિહાસ વાંચતા ખરેખર પૂજારી છૂટી જાય તેમ છે. જો - પ્રત્યેક ભવમાં ગુણસેનની સજ્જનતા અગ્નિશમને બચાવી લેવાની મહેનત કરે છે ત્યારે પ્રત્યેક ભવમાં અગ્નિશમની દુષ્ટતા ગુણસેનને પૂરો કરવાની મહેનતમાં જ હોય છે. સજ્જન સજ્જનતાના પ્રતાપે એક પછી એક સદગતિના દરવાજાને ખખડાવતો અંતે સિધ્ધિગતિના અલૌકિક સામ્રાજ્યનો સ્વામિ બની અનંત સુખમાં મ્હાલતો બની જાય છે.. ત્યારે દુર્જન દુર્જનતાના પ્રતાપે એક પછી એક દુર્ગતિના દરવાજે અથડાતો અસહ્ય એવા નરકાદિ દુ:ખોનો ભાગી બની ચારગતિરૂપ સંસારના ચક્કર ઉપર ચડાવાયેલો એક સરખો સંસારમાં ભટક્યા જ કરે છે. બીજી દુનિયામાં સૌથી ભયંકરમાં ભયંકર જે કોઈ આગ હોય તો તે ક્રોધની આગ છે. આ આગની તાકાત જ કોઇ અનોખી છે. દુનિયામાં લાગેલી કોઇ પણ આગ ભલે પછી તે તેલના કુવામાં કાં ન લાગી હોય પણ તેય અંતે કલાકોમાં દિવસોમાં કે મહિનાઓમાં તો શમી જાય છે. પરંતુ ક્રોધ આગ લાગ્યા પછી તરત જ બુઝાવી દેવામાં ન આવે તો એ કલાકો-દિવસોમાં કે મહિનાઓમાં તો શું પણ વર્ષો સુધી બુઝાતી નથી. અને એથી આગળ વધીને કહેવું હોય તો કહી શકાય કે કેટલાય ભવો સુધી બુઝાતી નથી. વેરનો વાયરો મળતા એ વધ્યો જ જાય છે. | ગુણસેન અને અગ્નિશમ પછીના આઠ આઠ ભવોનો ઇતિહાસ આપણે તપાસશું તો આપણને ખ્યાલ આવશે કે અગ્નિશમના ભાવિ-જીવનમાં પણ આ કોધ અને વેરવૃતિએ કેવો કેવો ભાગ ભજવ્યો છે ને એ બિચારો પોતાની જ ભૂલને કારણે કેટકેટલો તિરસ્કાર અને ધિક્કારનો પાત્ર બન્યો છે. Page #12 -------------------------------------------------------------------------- ________________ જૈન ઇતિહાસમાં સમરાદિત્યના આ કથાનક પર અનેક લેખકોની કલમો ફરી ચૂકી છે અને તે આ કથાનક ઉપર વિવેચનામય અનેક ગ્રંથો પણ બહાર પડી ચૂક્યા છે પરંતુ એ બધા વિદ્વદ્ભોગ્ય કહી શકાય એવા છે. ' જેની ઉપર ભાવિપેઢીનો બધો જ આધાર રહેલો છે એવા પાઠશાળામાં અભ્યાસ કરતા નાના-નાના બાળક બાળિકા માટે બાલભોગ્ય ભાષામાં સમરાદિત્યની કથા જો લખાઇ હોય તો જ તે કદાચ આ પ્રથમ જ હશે. મુનિરાજશ્રી હર્ષશીલ વિજયજી સારી એવી વકતૃત્વકળાને વર્યા હોવા છતાં પોતાની શક્તિને વકતૃત્વની સીમામાં મર્યાદિત ન કરી દેતા ગુરુઓના આશીવાદ ઝીલી લેખન ક્ષેત્રમાં પણ અપનાવી રહ્યા છે એ આનંદની વાત છે. અને એમાંય બાલભોગ્ય ભાષામાં રચાતું સાહિત્ય આજે જ્યારે ખૂબ જ ઓછું જોવા મળે છે ત્યારે તો આવા સાહિત્યની રચના જૈન સંઘ અને સમાજ માટે ખરેખર એક આશીર્વાદ રૂપ બની જશે. તે લેખક મુનિશ્રીએ સૌ પ્રથમ પોતાની લેખિની દ્વારા ધન્યચરિત્રનું બાલભોગ્ય ભાષામાં આલેખન કર્યું. જે “એક મઝેની વાત’ નામે પુસ્તકસ્થ થઈ પ્રકાશિત પણ થઇ ચૂકયું. ક ઘણાં લેખકોના લખાણો લખાયા પછી વર્ષો સુધી એમને એમ સંઘરાઈને પડયા રહેતા હોય છે એને પ્રગટ થતા પહેલા ઘણા વર્ષો અંધકારમાં પસાર કરવા પડતા હોય છે. રવિ ત્યારે લેખક મુનિશ્રી એવું પુણ્ય લઈને આવ્યાં છે કે એમને એમની શક્તિને ઉત્સાહનું બળ ( પુરું પાડે એવા ગુરદાદાગુરુ પણ એમને મળી ગયા છે. - દાદાગુરુ તરીકે પંન્યાસજી શ્રી ભદ્રશીલ વિજયજી ગણિવર્ય અને ગુરુ તરીકે પંન્યાસજીશ્રી ગુગશીલ વિજયજી ગણિવર્યનું પીઠબળ અને પૂ. મુનિરાજશ્રી તુલશીલ વિજયજી મ. નું સંપાદન કૌશલ્ય આ બધાની ફળશ્રુતિરૂપે લેખક મુનિશ્રીનું “એક મઝેની વાર્તા” પછીનું આ બીજાં પ્રકાશન “એક સરસ વાત” એ નામે સચિત્ર પ્રકાશિત થઇ રહ્યું છે. આ આ વાર્તા ખરેખર નાના મોટા સહુ કોઈએ વાંચવા જેવી છે. વાંચીને વિચારવા જેવી છે અને એના દ્વારા પ્રાપ્ત થતો બોધ આચરણમાં ઉતારવા જેવો છે. પ્રત્યેક પાઠશાળામાં આ સચિત્ર પ્રકાશનો જે દાખલ થઇ જાય તો બાળકોને એક નવી દિશા અને નવો બોધ મળી રહે! કથા સાહિત્ય ગ્રંથમાળાનું આ દ્વિતીય કથા પ્રકાશન સહુ કોઇને અગ્નિશમ જેવા ન બનતા સમરાદિત્ય જેવા બનવા માટેની પ્રેરણા પૂરી પાડી દે તો પણ બસ છે. સહુ કોઇ સમરાદિત્ય જેવા બની સમતારસમાં મ્હાલતા ભવની પરંપરાનો અંત આણી સિદ્ધિસુખના સ્વામિ બને એ જ શુભાભિલાષા. નોંઘણવદર આચાર્ય વિજયમુક્તિપ્રભસૂરિ પ્રસ્તાવના આલેખક: પ્રભાવક પ્રવચનકાર સુપ્રસિધ્ધ સાહિત્યકાર પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ - વિજ્ય મુક્તિપ્રભ સૂરીશ્વરજી મહારાજા ચિત્ર સંકલન / સંયોજન : મધુરભાષી પૂ. મુનિપ્રવર શ્રી કુલશીલ વિજયજી મહારાજ. Page #13 -------------------------------------------------------------------------- ________________ જરા એકજ મિનૉટ... પ્રકાશજો વાત અમારી ગ્રંથમાળા તરફથી પ્રકાશિત “એક મની વાર્તા” (ધન્યકુમાર ચરિત્ર-સચિત્ર) પુસ્તકને ચોમેરથી અનહદ આવકાર મળતાં અને આવી જ રીતે બીજા પણ મહાપુરૂષોનાં ચરિત્રો સચિત્ર બાલભોગ્ય શૈલીમાં બહાર પડે એવી તાકીદની જરૂરિયાત છે આવા સૂચનો ઠેર ઠેરથી મળતા જ એક સરસ વાર્તા” (સમરાદિત્ય-ચરિત્ર સચિત્ર)નું પ્રકાશન સંભવ બન્યું છે. { જૈન દર્શનના કથાનુ યોગના વિશાલ સાગરમાં સંવેગ અને ઉપશમાં ઝરણામાં ઝીલવા માટે ‘સમરાઈથ્ય કહા’ મહાકથા એક અણમોલ મોતી સમાન છે. નવનવ ભવો સુધી કષાયના વિપાકના કારણે જીવની કેવી સ્થિતી થાય છે એ જાણવા માટે આ પુસ્તિકા અત્યંત બોધપ્રદ બની શકે તેમ છે. [ આવા ભગીરથ મહાકાર્યમાં અનેક સુશ્રાધ્યવયોએ સુંદર રસ લઈ પોતાની લક્ષ્મીનો સદુપયોગ કરી અમારા ઉત્સાહમાં જે વૃદ્ધિ કરી છે એ સર્વે ભાગ્યશાલીઓનો અમે આ તકે ખૂબ-ખૂબ આભાર માનીએ છીએ. આ કલર ચિત્રો બનાવવામાં જાણીતા ચિત્રકાર શ્રી શંકરભાઇ ભટ્ટ તેમજ ફોર કલર ઓફ્લેટ પ્રીન્ટીંગમાં પુસ્તક સુંદર સુરેખ બને તે મુજબ જયંત પ્રિન્ટરીવાળા શ્રી છોટુભાઇએ પણ સુંદર કાર્ય કરેલ છે. આ તકે એમનો પણ ખૂબ આભાર માનીએ છીએ. આજે પ્રાય: કરીને ઘેર ઘેર ટી.વી. વિડીયોના કારણે બાળકોને એની અસરમાંથી મુક્ત કરવા મુશ્કેલ છે છતાં પણ આ મહાકથા દ્વારા જીવનમાં સુસંસ્કારો જાગૃત બને એજ એક ભાવનાથી આ પુસ્તિકાનું પ્રકાશન થઇ રહ્યું છે.' પ્રકાશન વધુ ઉપયોગી બને એ અંગે સલાહ/સૂચન માર્ગદર્શન અમને આવકાર્ય છે પ્રાંતે ઉપશમરસ પ્રાપક આ પુસ્તિકાને વાંચી સમ્યગજ્ઞાન મેળવી પરંપરાએ રત્નત્રયીની આરાધનામાં જીવન ઉન્નત ઉજ્જવલ બનાવીએ. ફરી આ પુસ્તિકાના પ્રકાશનમાં સહયોગી એવા પ્રત્યેકના આભાર સાથે આ પુસ્તિકા આપના કરકમલમાં રાખતાં અમે અત્યંત આનંદ અનુભવીએ છીએ. કથા સાહિત્ય ગ્રંથમાળા વતી ઉમેશચન્દ્ર ભોગીલાલ શાહ Page #14 -------------------------------------------------------------------------- ________________ પુણ્યશાલી ધન્યકુમા૨નું બાલભોગ્ય રોચક પ્રેરક બોધક 38 કલર ચિત્રો યુકત... મeટીકલર ઓફસેટ પ્રિન્ટીંગ આદિ અનેરી વિશેષતા યુકત એક આકર્ષક નયનાભિરામ પ્રકાશન “એક મઝેની વાર્તા” (ધન્યકુમાર - ચરિત્ર - સચિત્ર) | કિ. રૂા. 40 જદી વસાવો... જૂજ નકલો બાકી છે. - અમારા અન્ય પ્રાશનો :- 0 ગુણસિંધુનું ગુણ બિંદુ. અમૂલ્ય Bજિનગુણ - સરિતા.. 10.00 0 પર્વગુણ મંજૂષા... 15.00 T સમાધિ-સરિતા (દ્વિતિયાવૃત્તિ)... 5.00 અક્ષયતૃતીયા (દ્વિતિયાવૃત્તિ). 10.00 a જિન તોરે ચરણકી શરણ ગ્રહું. (પ્રેસમાં) ----; કથા સાહિત્ય ગ્રંથમાળા : C/o. એન. વિરલ એન્ડ કંપની દુ. નં. K 5 નવમી ગલી, મંગલદાસ માર્કેટ મુંબઇ-૪૦૦ 002. Page #15 -------------------------------------------------------------------------- ________________ પધાશે પધાશે ભોરોલ તોર્થ (બનાસકાંઠા) જે તીર્થની પાવન ધરતી ઉપ૨ પ00 મુનિઓને જિનશાસનના 'રાજા' શમાન પ૨મેઠના તૃતીયપદ આચાર્યપદ ઉપ૨ પ્રતિષ્ઠિત કરાયા છે. એ અતિપ્રાચીન “પીપ્પલકપુ૨ પટ્ટણ' જે આજે વર્તમાનમાં ભોરોલ’ નામથી સુપ્રસિધ્ધ છે. થી પ્રાચીન અને નયન૨મ્ય મૂળનાયક શ્રી નેમિનાથ ભગવાનથી વિભૂષિત વિશાલ જિનમંદિ૨ આત્માને પ૨મશાંતિનો અનુભવ કરાવે છે. આ તીર્થમાં ધર્મશાળા ભોજનશાળા આદિની સુંદર સુવિધા છે. -: શુભ સ્થળ :શ્રી નેમિનાથજી જૈન કારખાના મુ. પો. ભોરોલ વાયા : ડીસા જિ. બનાસકાંઠા (ગુજરાત) સૌજન્ય : શ્રી શાંતિલાલ હરિલાલ ઝવેરી Page #16 -------------------------------------------------------------------------- ________________ | " ક સ્ટી હall' પ્રકરણ - 1 જંબુદ્વીપના-ભરતક્ષેત્રમાં ક્ષિતિપ્રતિષ્ઠિત નામનું એક મજાનું નગર, Kii છે ) : 26) BOCOR (c) ( ( Ho, રાજકુમાર ગુણસેન Page #17 -------------------------------------------------------------------------- ________________ હતું. એ નગરમાં ન્યાયી, પ્રતાપી પૂર્ણચન્દ્ર રાજવીની છત્રછાયામાં નગરજનો આનંદ લ્લોલ કરી રહ્યા હતા. પટ્ટરાણી કુમુદિની ચંદ્ર જેવી સૌમ્ય-શીતલ હતી. આ મહારાજાને એકનો એક પુત્ર નામે ગુણસેન જેવો રૂપવાન એવો છેરાજપુરોહિત પુત્ર અગ્નિશર્મા!... કેવો કદરૂપ! બેડોળ ! જ બુધ્ધિમાન! જેવો બુધ્ધિમાન એવો જ ગુણવાન! એ જ નગરમાં યજ્ઞદત્ત નામે એક રાજપુરોહિત બ્રાહ્મણ! ધર્મ કર્મમાં તત્પર રહેવું એ જ એનું કામ! સોમદેવા નામે સંતોષી, Page #18 -------------------------------------------------------------------------- ________________ LI D D D D De રાજકુમાર ગુણસેન અને એના મિત્રો અગ્નિશર્માને ગધેડા ઉપર બેસાડી આખા ગામમાં ફેરવી રહ્યા છે. ધર્મશીલા એની પત્ની હતી. અગ્નિશર્મા નામનો એકનો એક પુત્ર હતો. બિચારાની કર્મનાં યોગે એવી પરિસ્થિતિ હતી કે કોઇપણ તે બાળકને જુએ એટલે હસ્યા વગર રહે નહીં માથું ત્રિકોણ, આંખો પીળી, નાક ચપટું, દાંત લાંબા લાંબા, હોઠ તો જાણે સુપડા જેવા જ, પેટ તો ગાગર જેવું, ડોક વાંકી, છાતી ટૂંકી, પગ તો જાણે લટકતી દોરડી ન હોય એવાં! આવું બેડોળ એનું શરીર હતું. શેરીના, ગામના, સીમના બધા છોકરાઓ એને બહુ હેરાન કરતાં. બાળકો! અત્યારે તમને સુંદર શરીર મળ્યું છે એ પૂર્વના પૂણ્યનો પ્રતાપ છે. બિચારા અગ્નિશર્માની દશા જુઓ! જ્યાં જાય ત્યાં નાનાથી માંડીને મોટાઓ સુધી બધા એને ચીડવે! બિચારો કેટલાની સાથે Page #19 -------------------------------------------------------------------------- ________________ રાજકુમાર ગુણસેન અને એના મિત્રો નગરમાં ફરવા નીકળેલા છે ત્યાં જ એ લોકોની દૃષ્ટિ આ વિદુષક અગ્નિશર્મા ઉપર પડે છે. તરત જ અગ્નિશમને પકડીને ઉપાડીને એક ગધેડા ઉપર બેસાડી દે છે. એક મિત્ર સુપડાનું છત્ર ધરે છે, એક આગળ ટલો ઢોલ વગાડે છે અને આખા ગામમાં એને ફેરવે છે. બિચારો અગ્નિશર્મા બૂમો પાડે છે, અને આ બાળકોને આનંદ આવે છે. | બીજે દિવસે પણ આજ ક્રમ ચાલવા લાગ્યો, સવાર પડે અને રાજકુમારનો કોઇ મિત્ર અગ્નિશમને એના ઘરમાંથી ઉપાડીને લઇ આવે રોજ ગધેડા ઉપર બેસાડી આખા ગામમાં ફેરવે જાણે લોકોને રમવા માટેનું એક રમકડું મળી ગયું. અગ્નિશર્મા મનમાં તો ખૂબ દુ:ખી થાય. એના પિતા યજ્ઞદત ને પણ મનમાં તો બહુ લાગે પોતે વિદ્વાન છે, અને રાજપુરોહિત પણ છે છે પરંતુ સામે રાજકુમાર હોય એટલે શું થાય? રાજકુમારને કંઇ કહી પણ ન શકાય ! એક વખત રાજકુમારને કહ્યું પણ ખરું “કુમાર ! મારા પુત્રનું શરીર પૂર્વકર્મના કારણે બેડોળ તો છે જ, તમે એને હેરાન કરો નહિ” પણ બાલ્યાવસ્થા અને રાજપુત્રપણાંના અભિમાનના કારણે ગુણસને તો વાત સાંભળી નહિ. અગ્નિશર્મા વિચારે છે કે “આ નગરમાં જ્યાં સુધી રહીશ ત્યાં સુધી મારી સતામણી થવાની જ છે મારા માતાપિતા પણ મારા કારણે દુ:ખી થવાના છે મેં પૂર્વભવમાં કોઇ તપ કર્યું નથી માટે મારી આ સ્થિતિ થઇ છે. માટે હવે એક જ કામ કરું અહીંથી ભાગી જવું. Page #20 -------------------------------------------------------------------------- ________________ અને બીજે જ દિવસે વહેલી સવારે માતાપિતા, ઘર, નગર આદિ બધું છોડી...વસંતપુર નગરનાં સમીપમાં રહેલા તપોવનમાં એ પહોંચી ગયો. [ ' દાદર તપોવનમાં ઋષિમુનિઓ પોતાની સાધનામાં લીન બનેલા છે વસંતપુરના સીમાડાનું તપોવન! “આજર્વ કૌડિન્ય ઋષિનો...પ્રશાંત આશ્રમ....આશ્રમનું સુંદર...શાંત વાતાવરણ....ઋષિમુનિઓના તપ, ધ્યાન આદિ જોઇ અગ્નિશર્માનાં અંતરમાં થયું કે ખરેખર આવી શાંતિ બીજે ક્યાંય નહિ મળે. તરત જ કુલપતિ કૌડિન્ય ઋષિના ચરણોમાં મસ્તક ઝૂકાવી અગ્નિશર્મા બોલે છે “ભગવંત! ક્ષિતિપ્રતિષ્ઠિત નગરના રાજપુરોહિત યજ્ઞદતનો હું નિર્માગી પુત્ર છું. પૂર્વના કરેલા પાપના કારણે મારું શરીર એવું કદરૂપું છે કે જ્યાં જાઉં ત્યાં લોકો મારી મશ્કરી કરે છે. એમાં પણ અમારા નગરનો રાજકુમાર ગુણસેન તો જાણે હું मा. श्री कैलाससागर सूरि शान मनि भी महावीर जोन मारापना केन्श, गोगा - 5 Page #21 -------------------------------------------------------------------------- ________________ એનું રમકડું જ ન હોઉં, એ રીતે હંમેશા મને દુ:ખી કરે છે. | જ્યારે સમય મળે ત્યારે મને પકડીને એ અને એના મિત્રો આખા ગામમાં મને ફેરવ્યા કરે છે. રાજકુમાર હોવાથી મારા પિતા એને કંઇ કહી શકતા પણ નથી ખરેખર ત્યાં રહીને હું એટલો દુ:ખી થઇ ગયો છું કે વાત ન પૂછો મેં સાંભળ્યું છે કે તપ કરવાથી દુ:ખ દૂર થાય છે. માટે જ આપની પાસે આમથી તેમ ભમતો હું અહીં આવી પહોંચ્યો છું, અહીં મારા આત્માને એવી શાંતિ મળી છે કે-મેં તો નિર્ણય કરી લીધો છે કે મારે તો કાયમ આપના ચરણોમાં જ રહી જવું છે કૃપા કરી મને દીક્ષા આપો! હે પ્રભો! મારો ઉધ્ધાર કરો ! બાળક ! તું ખુશીથી અહીં રહે આ તપોવન મનુષ્યોને તો શું પશુઓને પણ આનંદ આપનારું છે. શિકારી પશુઓથી ત્રાસેલા હરણિયા A [/ કપાલ ૧vઝાડ{\\\\\\, બાળક અગ્નિશર્મા તપોવનમાં ઋષિમુનિને જોઇ એકદમ આનંદ પામે છે. Page #22 -------------------------------------------------------------------------- ________________ અને આધિ-વ્યાધિ-ઉપાધિથી કંટાળેલા માનવોને માટે આ તપોવન એક સુંદર આશ્રયસ્થાન છે. તું મજેથી અહીં રહે. અને શાંતિથી તપ-જપમાં લાગી જા.” કુલપતિના આવા મીઠા મધુરા વચનો સાંભળી અગ્નિશમનાં અંતરમાં અત્યંત શાંતિ વળી. ત્યાં રહી એ તપ ઉપર તપ કરવા મંડયો... ધીમે ધીમે અગ્નિશર્મા તાપસમાંથી....મહાતપસ્વી...તપોમૂર્તિ તરીકે આસપાસના પ્રદેશમાં વિખ્યાત થઇ ગયો. | એની કુરૂપતા, શરીરની બેડોળતા, બધું આ તપના પ્રભાવમાં ભૂલાઇ ગયું થોડાં વર્ષોમાં તો દેશવિદેશમાં અગ્નિશમ મહાતપસ્વી તરીકે પ્રસિદ્ધિ પામી ગયો.. | એક વખત જે લોકો એને જોઇને મશ્કરી કરતા હતાં તે જ જે લોકોનું મસ્તક અગ્નિશર્માને જોઈને અહોભાવથી હવે ઝૂકી જતું. તપના તેજથી દીપતા કોઇ દેવદૂત જેવો અગ્નિશર્મા દેખાવા લાગ્યો! જેમ સૂર્યનો તાપ મળ, દુર્ગધને શોષે છે. એમ તપ પણ વિકૃતિઓને આ - શોષવા સમર્થ હોય છે. આ વાત અગ્નિશર્મા તપસ્વીએ સિધ્ધ કરી બતાવી. આ છેલ્લે છેલ્લે તો અગ્નિશર્મા મહિના....મહિના...ના ઉપવાસ કરવા લાગ્યો. માસક્ષપણને પારણે માસક્ષપણ....પારણામાં પણ આમંત્રણ આપે તેના ઘરે ભિક્ષા માટે જવું....જે આહારમાં મળે એનાથી ચલાવી લેવું કાંઇ ન મળે તો ફરી બીજા મહિનાના ઉપવાસનો પ્રારંભ કરવો. કે આવી ભીષ્મપ્રતિજ્ઞાનો ધારક અગ્નિશર્મા તપોવનમાં સહુનું આકર્ષણ કેન્દ્ર બની ગયો હતો. સહુ એને વંદનીય પૂજનીય માનતા હતા એમાં વળી એક દિવસ... Page #23 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ - 2 ] સુપરિતોષ વન....! આર્જવ કૌડિન્ય કુલપતિનો આશ્રમ, અગ્નિશર્મા જેવા મહાતપસ્વીના કારણે ખૂબ પ્રસિધ્ધિમાં આવી ગયા હતાં. એક દિવસ ક્ષિતિપ્રતિષ્ઠિત નગરનો પૂર્વાવસ્થામાં રાજકુમાર, અને હમણાંનો મહારાજા ગુણસેન જેના વસંતપુરના મહારાજાની વસંતસેના નામની રાજકુમારી સાથે લગ્ન થઇ ચૂક્યા હતા. તે ફરતો ફરતો આ આશ્રમમાં આવી પહોંચ્યો. આશ્રમની શાંતિ, વાતાવરણમાં પ્રસન્નતા, નિસર્ગતા, રમણિયતા આદિ નિહાળી ગુણસેન પણ દિમૂઢ બની ગયો..! કુલપતિની પાસે જઇ મસ્તક નમાવી ગુણસેન વંદન કરે છે આશ્રમની ભવ્યતાના વખાણ કરે છે. અને વિનયપૂર્વક હાથ જોડી કુલપતિને કહે છે. હે ભગવંત! ખરેખર રાજ્યઋધ્ધિમાં જે શાંતિનો અનુભવ ન થાય એવી પરમશાંતિનો અનુભવ આજે મને અહીં થયો છે. આપ જેવા તપસ્વીઓની ભક્તિનો અમે શું કરી શકીએ પણ મારી વિનંતિ છે કે મારે ત્યાં રોજ તાપસીને મોકલી મને અન્નદાનનો લાભ આપી કૃતાર્થ કરો. ‘ભાગ્યશાલી ! રાજાને ત્યાં રોજ તાપસોને ભિક્ષા લેવા જવું એ ઉચિત નથી. પણ અમારા આશ્રમમાં એક મહાન તપસ્વી છે જે માસક્ષપણને પારણે માસક્ષપણ કરે છે એવા ઉગ્ર તપસ્વીનો લાભ કદાચ તને મળી શકે ! ભગવંત! કૃપા કરી જલ્દીથી મને એ મહાતપસ્વીનાં દર્શન કરાવો! બે તાપસકુમારો ગુણસેન મહારાજાને સામે આંબાના વૃક્ષની નીચે બેઠેલ તપસ્વી પાસે લઇ ગયા. “તપના તેજની દિવ્યતાથી બાલ્યાવસ્થામાં એક દિવસ પણ જેને Page #24 -------------------------------------------------------------------------- ________________ હેરાન કર્યા વગર ચેન પડતું નો'તું એવા કુરૂપ અગ્નિશમને મહારાજા ભૂલી ગયા. તરત જ બે હાથ જોડી દસ નખ ભેગા કરી પ્રણામ કરી મહાત્માના ચરણોની પાસે બેસી ગયા. હે મહાતપસ્વી ભગવંત! ખરેખર આપના દર્શન કરી હું અતિ ધન્ય બન્યો છું. આવી ઉગ્ર તપશ્ચર્યા હે પ્રભો! આપે શા કારણે શરૂ કરી છે ? જ> મહારાજા ગુણસેન તપોવનમાં તપસ્વી અગ્નિશર્માના દર્શન કરી રહ્યા છે છે ‘રાજન્ આ મારી તાપસઅવસ્થા તેમજ તપશ્ચર્યાનું કારણ સાચું કહું તો મારું શરીર અને મારો કલ્યાણમિત્ર ક્ષિતિપ્રતિષ્ઠિત નગરનો રાજકુમાર ગુણસેન છે. રાજા તો પોતાનું નામ સાંભળી અતિ આશ્ચર્ય પામ્યો. કાંઇ કહેવા Page #25 -------------------------------------------------------------------------- ________________ જાય ત્યાં જ તપસ્વી પોતાની વાત આગળ કહે છે “હે રાજન આશ્ચર્ય પામવાની જરૂર નથી જે ધર્મમાં પ્રેરણા આપે એને કલ્યાણમિત્ર જ કહેવાય. રાજકુમાર ગુણસેને રમતના કારણે મારા બેડોળ શરીરને પજવવા માંડયું. એના કારણે જ કંટાળી હું આ માર્ગે આવ્યો. ખરેખર હું તો ઉપકાર માનું છું કે એના પ્રતાપે જ મને આ માર્ગ મળ્યો. આ વાત સાંભળતા જ મહારાજાની આંખ આગળથી સમયનું પડળ દૂર થયું. બાલ્યાવસ્થા સ્મૃતિમાં આવી ગઈ અગ્નિશર્મા યાદ આવી ગયો. આંખમાંથી ચોધાર આંસુઓ વહેવા માંડયા પશ્ચાતાપના પાવકમાં ગુણસેનનો આત્મા બળી રહ્યો હતો. તપસ્વીનાં ચરણોમાં આળોટી મહારાજા ગુણસેન કહે છે “ભગવંત! અધમ એવા મને આપ કલ્યાણમિત્ર તરીકે કહો છો એ તો આપની ધન્યતા છે કૃપા કરીને મારા અપરાધની ક્ષમા કરો આ માસક્ષપણનું પારણું મારે ત્યાં કરી મને કૃતાર્થ કરો. કૃપાવંત! આટલી વિનંતિ આપ અવશ્ય સ્વીકારો” રાજન! કાલની કોને ખબર છે તો પછી પાંચ દિવસ પછીના પારણાનું તો અત્યારથી ક્યાંથી કહી શકું? છતાં પણ તારી વિનંતિ અવશ્ય ધ્યાનમાં રાખીશ. ગુણસેન તપોવનમાંથી પાછો ફર્યો. તપોવનમાં દાખલ થતા ગુણસેન વચ્ચે અને તપોવનમાંથી પાછા ફરતા ગુણસેન વચ્ચે ઘણું અંતર પડી ગયું હતું. મહાનતપસ્વી અગ્નિશર્માના દર્શને એક આંખમાં આનંદ અને બીજી આંખમાં અનુતાપના આંસુ ઠાલવી દીધા હતાં. તી પ્રતીક્ષામાં ને પ્રતીક્ષામાં પાંચ દિવસ પસાર થઈ ગયા. પાંચ દિવસને જતાં વળી વાર શી? તપસ્વીના પારણાનો એ દિવસ આવી ગયો અને. 10 Page #26 -------------------------------------------------------------------------- ________________ | | પ્રકરણ - 3 ) મહાતપસ્વી અગ્નિશર્મા આહારની શોધમાં વસંતપુરના રાજમાર્ગ ઉપર ચાલી નીકળ્યા છે. દેહ ભલે શુષ્ક છે પણ આત્મબળ તો અમોઘ છે તપ દ્વારા ઇંદ્રિયોની ઉદામ વિકૃતિ ઉપર વિજય મેળવનારા અગ્નિશમ વસંતપુરની આલિશાન ઇમારતોને વટાવતા-વટાવતા રાજમહેલ તરફ આગળ વધી રહ્યા છે. | વસંતપુરના રાજમહેલમાં અત્યારે ભારે ચહલપહલ થઇ રહી છે મહારાજા ગુણસેન શયામાં આમતેમ આળોટી રહ્યા છે મસ્તકની વેદના અપાર છે એક પછી એક વૈદ્યો, મંત્રવાદીઓ ઉપચાર કરી રહ્યા છે. મંત્રીઓ, સેવકો, દાસ, દાસીઓ બધા આંખમાં આંસુ 'જીજ ધ મહારાજા ગુણસેન મસ્તકની વેદનાથી વ્યાકુળસેવા કરતા પરિજનો Page #27 -------------------------------------------------------------------------- ________________ સાથે દોડાદોડ કરી રહ્યા છે. છે એ જ વખતે ‘ભિક્ષાં દેહિ’ ના પ્રબળ ઘોષ સાથે સુકડી કાયા ધરાવતા અગ્નિશર્મા તાપસ મહેલના દ્વાર પાસે આવે છે બે ચાર વાર અવાજ કરે છે પણ મહારાજાની બિમારીના કારણે બધા પરિજનો વ્યગ્ર છે આવા મહાતપસ્વી બારણે પધાર્યા છે એનો પણ કોઈને ખ્યાલ આવતો નથી અને મહાતપસ્વી અગ્નિશર્મા પાછા ત્યાંથી આશ્રમ તરફ વળી ગયા. ( આશ્રમમાં પહોંચ્યા આર્જવ કૌડિન્ય ઋષિ તરત જ કહે છે “વત્સ! ભિક્ષાનો યોગ ન થયો?’ “ના મહારાજજી! રાજાને મસ્તકની વેદના તીવ્ર છે આખો પરિવાર એની સેવામાં રોકાયેલો છે, આવા સમયે ભિક્ષાની પ્રાપ્તિ સુલભ ક્યાંથી બને? ભગવંત ! હું સમજીને જ પાછો આવી ગયો છું.” બીજા એક મહિનાના ઉપવાસના પચ્ચકખાણ લઈ! મનમાં આવતા વિચારોના વાવાઝોડાને દબાવી મહાતપસ્વી અગ્નિશર્મા ફરી ઉગ્ર તપમાં લાગી ગયા. ત્યાં જ આંખમાંથી આંસુઓ પાડતાં ગુણસેનને આવતાં જોયો તરત જ ચરણમાં મસ્તક ઝૂકાવી ગળગળા કંઠે મહાત્માને કહે છે 'હે ભગવંત મને ક્ષમા આપો ! અચાનક મસ્તકની વેદના ઉપડી વૈદ્યોના ઔષધથી જરાક આંખ મીંચાણી ત્યાંજ આપના પારણાનો દિવસ યાદ આવ્યો તરત જ મેં હ્યું કોઇ મહાતપસ્વી સંન્યાસી પધારે તો તરત જ મને બોલાવો ત્યાં જ કોઇએ સમાચાર આપ્યા કે કોઇ તપસ્વી તો થોડીવાર પહેલા આવેલા હતા અને પાછા | ગયા. ભગવંત આ સાંભળી તરત જ હું દોડી આવ્યો છું. ખરેખર 12. Page #28 -------------------------------------------------------------------------- ________________ હે કૃપાળુ ! બાલ્યાવસ્થામાં પણ આપને ખૂબ હેરાન કર્યા આજે પણ... “નહિં રાજન! મનમાં એવું ન વિચારો તમે તો મારા | તપમાં વૃધ્ધિ કરી છે મને મારા તપમાં સારી સહાય કરી છે. 1 ગુણસેન તો પોતાના અપરાધની ગંભીરતાથી એકદમ વિહવળ હતો પણ તપસ્વીની આવી વાણી સાંભળી હૈયામાં શાંતિ વળી. મહાત્મ! વિનંતિ કરવાની તો મારી લાયકાત નથી છતાં પણ હવેના પારણાના દિવસે આપ મારે ત્યાં પધારો હું પૂર્ણ સાવધ રહીશ આપ પધારશો તો મારી જાતને કૃતકૃત્ય માનીશ. | ગુણસેનની આવી તીવ્રતમ ભાવના જોઇ અગ્નિશર્માએ બીજી વખત Eles મહારાજા ગુણસેનની યુધ્ધ પ્રયાણની તૈયારી રે 13 Page #29 -------------------------------------------------------------------------- ________________ પણ આવવાનું સ્વીકાર્યું. આચાર્ય કૌડિન્ય પણ મહારાજાને આશ્વાસન આપી રહ્યા છે. “આમાં તમારો કોઈ વાંક નથી. ભાગ્યમાં જ અંતરાયનો ઉદય હોય તો કોઇ શું કરી શકે ? ચિત્તમાંથી ઉગ કાઢી સુંદર રીતે ધર્મની આરાધના કરો.” બે મહિનાના ઉપવાસી અગ્નિશર્મા ફરી વસંતપુરના રાજમહેલ, વિમાનચ્છેદકના દરવાજે પહોંચે છે. એ પણ આજે ય રાજમહેલમાં ખૂબ જ ધમાલ મચી ગઈ છે. શત્રુરાજા વસંતપુરના દ્વારે આવીને ઊભો છે એને હરાવવા સૈનિકોની ધમાલ ચાલી રહી છે અશ્વદળ, હસ્તિદળ, પાયદળ આદિ બધાં સૈન્ય સહિત ગુણસેન રાજા શત્રુ સૈન્ય તરફ ધસમસવા થનગની રહ્યા છે. - આવા વાતાવરણમાં જેની આંખો પણ ઉંડી ચાલી ગઇ છે માંડ માંડ પગલાં ભરી શકે છે એવા તપસ્વી અગ્નિશર્માની ભિક્ષાં દેહિ'. ની હાંક કોણ સાંભળે ? અગ્નિશર્માએ વિચારી લીધું કે આ વખતે પણ ભિક્ષા અહીંથી મળે એમ દેખાતું નથી ગુણસેન રાજા પ્રત્યે તેમના મનમાં હજુ સુધી તો જરા પણ દ્વેષ ભાવ આવતો નથી ત્યાંથી ફરી તપોવનમાં આવી પહોંચ્યાં. - બે બે માસના ઉપવાસના ઉગ્ર તપસ્વી અગ્નિશર્મા ફરી પારણું કર્યા વગર જ પાછા આવ્યા છે આ જાણી આશ્રમમાં તો સોપો પડી ગયો. ગુરુદેવ પાસે ત્રીજા મહિનાના ઉપવાસનું પચ્ચકખાણ લઇ અગ્નિશર્મા તો એ જ પોતાના જૂના આસને આમ્રવૃક્ષની નીચે બેસી ગયા. ત્યાંજ હાંફળો ફાંફળો થતો ગુણસેન રાજા આશ્રમનાં વારે આવી 14 Page #30 -------------------------------------------------------------------------- ________________ પહોંચ્યો રડતી આંખે, ગળગળા સાદે તપસ્વીની ક્ષમાયાચના કરી રહ્યો છે. “ભગવંત! આપને મુખ બતાવવા લાયક હું રહ્યો નથી બાલ્યાવસ્થામાં પણ ખૂબ હેરાન કરેલા. પહેલી વખત પણ પારણાનાં અવસરે હું ચૂક્યો આ વખતે પણ અસાવધ રહ્યો હે પ્રભો મારું શું થશે કૃપા કરી મારા અપરાધની ક્ષમા આપો.” “રાજ! મનમાં એવો વિકલ્પ કર નહિ તારી ભાવના તીવ્રતમ છે. હવેનું પારણું પણ તારા ઘરે કરવા આવીશ.” - પ્રભો! હું ધન્ય બન્યો ગુણસેન રાજા ફરી ફરી પ્રણામ કરી ત્યાંથી રાજમહેલે પહોંચી ગયા. ત્રણ ત્રણ મહિનાના ઉપવાસના મહાન તપસ્વી અગ્નિશર્માનું પારણું શું હવે ગુણસેનના રાજભવનમાં થશે.? અગ્નિશર્માનું શરીર ત્રણ ત્રણ મહિનાના ઉપવાસે સાવ નંખાઇ ગયેલું છે એક... એક ડગલું ભરતાં ભરતાં માંડ-માંડ ત્રીજી વખત પારણાંના દિવસે ગુણસેનના રાજમહેલ પાસે પહોંચે છે. આ વખતે તો એને વિશ્વાસ જ હતો કે રાજા ભૂલ કરશે નહિ... પારણાની તૈયારી ધમધોકાર કરી હશે ઇચ્છા પણ પારણાને ઝંખતી હતી.... રાજમહેલના દ્વારે પહોંચે છે પણ ત્યાં તો વાતાવરણ જુદુ જ દેખાય છે. ગુણસેન મહારાજાને ત્યાં... આજે જ પુત્રનો જન્મ થયેલો છે રાજપરિવાર આખો આનંદ પ્રમોદમાં મગ્ન હતો.. કોઇ નાચતું હતું.. કોઇ ગાતું હતું.. સૌ પોતપોતાની ધૂનમાં મસ્ત હતા. મહારાજા ગુણસેન પણ રાજસિંહાસન ઉપર બેસી વાચકોને દાન આપવામાં સમયનું 15 Page #31 -------------------------------------------------------------------------- ________________ RTO ક મહારાજા ગુણસેનને ત્યાં પુત્રજન્મ પ્રજા ને ભેટ આપતા મહારાજા ભાન પણ વિસરી ગયાં હતા. આવા ઉત્સવભર્યા વાતાવરણમાં આ સૂકલકડી તપસ્વી મહાત્માની કોને પડી હોય...! છે અત્યાર સુધી તપની સાથે સમતામાં મસ્ત બનેલા અગ્નિશર્મા... આ ત્રીજા માસક્ષપણનું પારણું પણ નહિ થાય એવું દેખાતો એકદમ ઉકળી ઉઠયા... તપની સાથે ક્ષમા ભળવી જોઇએ એને બદલે ક્રોધરૂપી અગ્નિમાં તપસ્વી શેકાવા મંડયા..! | ખરેખર અગ્નિશમને તપને લીધે શક્તિશાળી બનેલી મનોવૃત્તિને 16 Page #32 -------------------------------------------------------------------------- ________________ ત્રણ ત્રણ મહિનાથી ઉપવાસનું પારણું નહિં થતા ક્રોધથી સળગી ઉઠેલા અગ્નિશર્મા...! | આજે ઉપશમની જરૂર હતી. કાશ..! અગ્નિશર્મા જો જૈન શાસનને પામેલાં હોત તો અત્યારે આ પરિસ્થિતિ આવત નહિ ! તપસ્વીનાં રોમે રોમમાં ક્રોધ વ્યાપી ગયો! તેની ‘આ ગુણસેન મારો બાલ્યાવસ્થાનો જ દુશ્મન છે! બાળપણમાં મને ખૂબ હેરાન કર્યો તેનાથી કંટાળી તાપસ થઇ ગયો અહીં પણ મને શાંતિથી જપવા દેતો નથી..! ત્રણ ત્રણ મહિનાથી મને ધક્કા ખવડાવ્યા કરે છે...! જો આ મારા તપનો પ્રભાવ હોય તો ભવોભવ આવા દુષ્ટનો વધ કરનારો થાઉં... અને ત્યાંથી જ ધમધમાટ કરી સીધા આશ્રમમાં આવી આમરણાંત અણસણ આદરી દીધુ...! 17 Page #33 -------------------------------------------------------------------------- ________________ બિચારો તાપસ! હીરો.. વેચીને કોલસો ખરીદયો! ઐરાવણ હાથી સાટે ગધેડાની ખરીદી કરી ! આટલા વર્ષોની ભીષ્મ તપશ્ચર્યા ક્રોધના દાવાનળમાં ભસ્મીભૂત કરી દીધી ! | વેર...વેર અને વેર સિવાય અત્યારે બીજા કોઇ વિચાર ન હતા! કુલપતિ કૌડિન્ય ઋષિને આ વાતની ખબર પડી તરત જ તેની ભવોભવ હું એને મારનારો થાઉં” આવો તીવ્ર દ્વેષ મનમાં ધારણ કરી આજીવન આગસણ સ્વીકારતાં અગ્નિશર્મા ! 18 Page #34 -------------------------------------------------------------------------- ________________ પાસે આવ્યા. વત્સ! આટલા આટલા વર્ષો સુધી મહાન ભીષ્મ તપશ્ચર્યા કરી તે આત્માને અતિ પવિત્ર બનાવ્યો છે આજે તારી હવે આ છેલ્લી પરીક્ષા છે વર્ષોની સંચિત કરેલી તારી મૂડી આ ક્રોધના કારણે એળે ન જાય.. હે તપસ્વી! સાવધ રહે...! ગુણસેન ઉપર કષાય કર નહિ.. એતો નિમિત્ત માત્ર જ છે.! છે પણ.... ખેર! આજે અગ્નિશર્માના અંતરમાં ગુરૂદેવના ઉપદેશની કોઈ અસર થઇ નહિ...! “ના...! હવે એ નાલાયક ગુણસેનનું મોટું પણ હું જોવા માંગતો નથી. સહનશીલતાની પણ હદ હોય છે. હવે શાંતિક્ષમા...સમાધિ મારે કંઈ જોઈએ નહિં. હું ભલે હારી જઉં પણ એને છોડીશ નહિ...! એને પણ બતાવી દઇશ કે મને હેરાન કરવાના ફળ શું ભોગવવા પડે છે! આ ભવમાં નહિ તો પરભવમાં પણ હવે હું અને છોડવાનો નથી! ગુરૂદેવ... પણ “જેવી એની ભવિતવ્યતા” વિચાર કરી ત્યાંથી પાછા વળી ગયા...! મહારાજા ગુણસેન તરત જ પોતાની થયેલી અક્ષમ્ય ભૂલની ક્ષમાયાચના કરવા કુલપતિ પાસે આવ્યા ત્યાંથી અગ્નિશર્મા તરફ આગળ વધે છે પણ કુલપતિએ જ પાછા વાળી દીધા હવે ત્યાં જવામાં એના વેરમાં વધારો જ થશે મહારાજાના મનમાં પશ્ચાત્તાપની જવાળાઓ.. જ્યારે તપસ્વીના મનમાં પ્રતિશોધની જ્વાળાઓ ભભૂકી ઉઠી હતી. આવો મહાતપસ્વી અગ્નિશમ! મનમાં ગુણસેન પ્રત્યેના દ્વેષભાવને જ પોષીને એ ભવમાં તો ગુણસેનને હેરાન કરી શકે તેમ ન Page #35 -------------------------------------------------------------------------- ________________ હતો પણ અંતરમાં વરની જ્વાળાને ભભૂકતી રાખીને એજ ભાવના સાથે ત્યાંથી મરીને વિધુતકુમાર નામના ભવનપતિનાં દેવલોકમાં દેવ તરીકે થયો. - જ્ઞાનનું અજીર્ણ અભિમાન તપનું અજીર્ણ ક્રોધ અગ્નિશર્મા પણ આ તપના અજીર્ણનો ભોગ બન્યો દેવ તો બન્યો...પણ અંતરમાં રહેલી ગુણસેન પ્રત્યેની વેરવૃત્તિને અકબંધ રાખીને ખરેખર આવા મહાતપસ્વીને હેરાન કરવામાં મેં કશું બાકી રાખ્યું નથી એમ વારંવાર પશ્ચાતાપ કરતા મહારાજા ગુણસેનને હવે આ રાજ્ય પણ આકરું લાગવા મંડયું. ( અગ્નિશર્મા પ્રત્યે પોતાનાથી થયેલ અન્યાય જાણે વીંછીના ડંખની જેમ વારંવાર એને બેચેન બનાવવા લાગ્યો. એવામાં જ મહાજ્ઞાની આચાર્ય ભગવંત વિજ્યસેનસૂરી મહારાજા પધાર્યા એમની પાસે ધર્મોપદેશ સાંભળી ગુણસેનના મનમાં કાંઇક શાંતિ થઇ શ્રાવકને યોગ્ય 12 વ્રતો ગ્રહણ કર્યા. . એક વખત મહારાજા મહેલમાં ગવાક્ષ પાસે બેસી નગરચર્યા જોઇ રહ્યા છે ત્યાં જ નિહાળ્યું કે એક મોટું ટોળું પસાર થઇ રહ્યું છે બધાની આંખમાંથી આંસુઓની ધારા વરસી રહી છે બધા કરૂણ સ્વરે વિલાપ કરી રહ્યા છે. મહારાજા બાજુમાં રહેલા સેવકને આનું કારણ પૂછે છે સેવક કહે છે, “મહારાજા, નગરશેઠનો એકનો એક પુત્ર પરધામ સિધાવ્યો છે ?' મહારાજાના અંતરમાંથી આ જન્મ-મરણની ઘટમાળ ખસતી નથી. આમાંથી ઉધ્ધાર થવા માટે હવે જલ્દીથી સંયમ લઇ લઉંએ ભાવનાથી 20 Page #36 -------------------------------------------------------------------------- ________________ ' ' ' ' ' ' ' ' ' ' ' ' . . 7 - ' . Nuhito સંયમના ધ્યાનમાં લીન મહારાજા ગણસેન ઉપર અગ્નિની વર્ષા કરતો - અગ્નિશર્માનો | જીવ જે હવે દેવ બનેલો છે - રાજગાદી, સ્ત્રી, પુત્ર, પરિવારાદિક બધાને છોડી મહારાજા ત્યાંથી ચાલી નીકળ્યા રસ્તામાં રાત્રિ થવાથી એક સ્મશાનમાં સંયમનું ધ્યાન ધરતાં ધરતા કાઉસ્સગ્ગ ધ્યાને ઉભા રહ્યાં. એ જ વખતે પેલો અગ્નિશર્માનો જીવ કે જે મરીને વિદ્યુતકુમારમાં દેવ થયેલો હતો એના સ્મરણમાં ગુણસેન આવતાં જ તરત જ કોધથી જલી ઉઠ્યો. ત્યાં આવી અંગારા વરસાવતી એવી રેતીની વૃષ્ટિ તેના ઉપર કરવા લાગ્યો. મહારાજા ગુણસેનની કોમળ ત્વચા અત્યારે શેકાઈ રહી છે બફાઈ Page #37 -------------------------------------------------------------------------- ________________ રહી છે પણ મહારાજા મનમાં એ જ વિચારણા કરી રહ્યા છે. | ‘ઓ જીવે તો એનાથી પણ ઘણાં દુ:ખો સહન કર્યા છે. સર્વ જીવોની સાથે ક્ષમાપના કરી બાલ્યાવસ્થામાં અગ્નિશર્માની કરેલી મશ્કરી વિડંબણા આ બધા દુષ્કતોનો પશ્ચાતાપ કરી પરમાત્માના શાસનનું જ એક શરણ છે એ જ ભાવના ભાવતા ભાવતા ત્યાં જ આયુષ્ય પૂર્ણ કરી સૌધર્મ દેવલોકમાં દેવતા તરીકે થયાં. અગ્નિશર્માનો જીવ જે વિદ્યુતકુમારમાં દેવ થયેલો છે તે ગુણસેનને મરેલો જોઈ એકદમ આનંદ પામવા લાગ્યો. પણ એ બિચારાને કયાં ખબર છે કે એક જ ક્રોધના કણિયાને કારણે એક વખતના ઉગ્ર ભીષ્મ તપસ્વી એવા મારા જીવની સ્થિતિ અત્યારે શું છે એક નજીવા કારણને કારણે પોતાનો સંસાર વધી રહ્યો છે. જ્યારે ગુણસેનનો સંસાર સિમિત થઇ રહ્યો છે. 22 Page #38 -------------------------------------------------------------------------- ________________ જયપુરના મહારાજા પુરુષદત્ત અને મહારાણી શ્રીકાંતાનો એકનો એક પુત્ર એટલે સૌધર્મ દેવલોકમાંથી ચ્યવીને આવેલો ગુણસેનનો જીવ એનું નામ મહારાજાએ ગુણને અનુરૂપ એવું સિંહ પાડયું. મધુબિંદુ સમ સંસારમાં માનવની મૃગજળ સમ વિષય તૃષ્ણા! 23. Page #39 -------------------------------------------------------------------------- ________________ એ સિંહ એટલે જંગલનો વનરાજ નહિં પણ આ તો ખરેખર નરસિંહ હતો. પરાક્રમ, તેજસ્વીતા, નિતિપરાયણતા, ધર્મિષ્ઠતા આદિ ગુણો એના જીવનમાં ડગલે ને પગલે દેખાતા હતાં. કામપાલ રાજાની પુત્રી કુસુમાવલિ સાથે સિંહના લગ્ન થયાં. સમય જતાં મહારાજા મહારાણીએ સિંહકુમારને રાજ્યધુરા સોંપી પોતે સંયમધુરા વહન કરવા નીકળી પડયા. સિંહરાજાના રાજ્યમાં જયપુર નગરની પ્રજા સર્વ વાતે સુખી હતી. એક વખત મહારાજા સિંહ અશ્વસવારી કરતાં કરતાં વનમાં આવી પહોંચ્યા ત્યાં જ બાજુમાં નાગદેવ નામના ઉધાનમાં ધર્મઘોષસૂરિ મહારાજા ધર્મનો ઘોષ બુલંદ સ્વરે રેલાવી રહ્યા હતા ધમદશના સાંભળી એની અંદર આવેલા મધુબિંદુનાં દષ્ટાંત મહારાજાના આત્માને જાગ્રત કરી દીધો. ખરેખર સંસારના રસિક જીવોની આવી જ સ્થિતિ હોય છે પેલો બિચારો માનવ ભરજંગલમાં એક તોતિંગ વૃક્ષની ડાળી પકડીને રહેલો છે. એ જ ડાળીને બે ઉદરો.. એક.. સફેદ અને એક શ્યામ! બંને ઉદરો ડાળીને કાપી રહ્યા છે નીચે ભયંકર કૂવો છે. એ કૂવામાં ચાર સાપ અને એક અજગર રહ્યા છે. એક મહાકાય હાથી પોતાના.. પ્રચંડ બળ દ્વારા આખા વૃક્ષને પાડવા મથી રહ્યો છે. જે ડાળીને પકડીને માણસ લટકેલો છે. એની ઉપરજ મધપૂડો રહેલો છે. મધપુડાની મધમાંખીઓ પેલા માણસને જોરદાર ડંખ આપી રહી છે. એ વખતે એક વિદ્યાધર ઉપરથી આકાશમાર્ગે પોતાનાં વિમાનમાં જઈ રહ્યો છે. આ માનવની આવી દશા જોઈને. એને ખૂબ દયા આવે છે. પેલાને કહે છે.. “તારે તો ચારે બાજુથી મરણનો પ્રચંડ ભય છે. જો તું મારા વિમાનમાં આવી જાય તો બચાવી લઉં! પણ પેલા મધપુડામાંથી ટીપે ટીપું મધ એના મોઢામાં પડી રહ્યું હતું અને એ ખૂબ મીઠું લાગતું હતું... વિધાધરને કહે છે... “હમણા Page #40 -------------------------------------------------------------------------- ________________ થોડીવાર થોભી જા! મધ ખાઈ લેવા દે...” બિચારાની કેવી સ્થિતિ..! એમ આ સંસારના જીવોની પણ, મધુબિંદુ સમાન વિષયતૃષ્ણાના કારણે આવી જ સ્થિતિ હોય છે. આ સંસારમાં માનવ પણ મધુબિંદુ સમાન વિષય તૃષ્ણાના કારણે અથડાઇ રહ્યો છે સંસારરૂપી એક ભયંકર જંગલ છે મનુષ્યભવ રૂપી એક વટવૃક્ષ છે એ વટવૃક્ષ ઉપર રહેલા માનવને કેટલી તકલીફ છે! શુક્લ પક્ષ અને કૃષ્ણપક્ષ રૂપી બંને ઉંદરો... જીવનરૂપી ડાળીને કાપવા મથી રહ્યા છે. યમરાજ રૂપી ગજરાજ આખા વૃક્ષને ઉખેડવા મળી રહ્યો છે. છે ક્રોધ, માન, માયા, લોભ રૂપી ચારે સર્ષો અને મોહ રૂપી અજગર હંસવા તલસી રહ્યા છે. નીચે પડે એટલે દુર્ગતિ રૂપી અંધારો કૂવો free VAVAVAVAVAVA જ શકે છે. કાજ STAN કુસુમાવલી રાણી મધ્યરાત્રિએ કાળા ડિબાંગ ભયંકર સપને સ્વપ્નમાં જોઇ રહી છે 25 Page #41 -------------------------------------------------------------------------- ________________ એ માનવનું સ્વાગત કરવા તલસી રહ્યો છે અનેક આધિ-વ્યાધિ ઉપાધિ રૂપી મધમાખીઓ બિચારાને કરડી રહી છે આવી વિષમ પરિસ્થિતિમાં પણ મધુબિંદુ સમાન એક વિષયની તૃષ્ણાના કારણે એ બિચારાને આવી મહાઅટીમાંથી બહાર નીકળવાનું મન થતું નથી. જેમ પેલા વિદ્યાધર ને આ માનવને જોઇને દયા આવે છે અને એને પોતાની સાથે આવવાનું કહે છે પણ એ બાપડો જતો નથી એમ અહીં પણ. જ્ઞાની પુરૂષોને તુચ્છ વિષયોની પાછળ રખડતા ચારે બાજુથી ભીષણ સ્થિતિથી ઘેરાયેલા એવા સંસાર રસિક જીવોની ખૂબ દયા આવે છે પોતાની સાથે આવવા જણાવે છે. પણ એકજ વિષય તૃષ્ણાના કારણે સંસારમાં અથડાયા કરે છે! - ઘરે આવી મહારાજાએ મહારાણી કુસુમાવલીને પણ ધર્મનો બોધ આખો બંને ધર્મપરાયણ એવું શ્રાવકજીવન જીવવા લાગ્યા ત્યાં જ, વળી એક રાત્રિએ મહારાણી કુસુમાવલીએ પોતાના મુખદ્વારા પેટમાં ઉતરતાં કાળા ડિબાંગ ભયંકર સર્પને જોયો. એ સર્ષે પોતાના પતિને સિંહાસન ઉપરથી પાડી નાંખ્યો. આવું ભયંકર સ્વપ્ન જોઈ કુસુમાવલી જાગી ગઈ. આ વાત પતિને કરવાથી એમને દુઃખ થશે એ જાણી મૌન રહેવા લાગી ધીમે ધીમે એનું શરીર પીળું પડવાં લાગ્યું એના અંતરમાં વિચિત્ર કહેવાય એવી ખરાબ ઇચ્છાઓ થવા લાગી! કારણ પેટમાં પેલા અગ્નિશમનો જીવ આવેલો! રાજાના આંતરડાને હું ખાઈ જાઉં આવું બધું થવાથી મહારાણી મૂંઝાઈ જાય છે પોતાની વિશ્વાસુ દાસી મદનરેખાને બધી વાત કરે | મહારાજા સિંહના મનમાં ઘણા દિવસથી દુ:ખ હતું કે રાણી દિવસે દિવસે સુકાતી જાય છે મારાથી કાંઇક છુપાવતી લાગે છે એની ઇચ્છા મને કહી શકતી નથી. આ 26 Page #42 -------------------------------------------------------------------------- ________________ દાસી નવજાત બાળકને માતાના કહેવાથી ફેંકવા લઈ જાય છે ત્યારે મહારાજા છે કે સિંહ એને રોકે છે મદનરેખા દાસી પાસેથી મહારાજા બધું જાણી લે છે મતિસાગર મંત્રી દ્વારા રાજાએ રાણીનાં દોહદ પણ પૂરા કરાવ્યા અતિ પીડાની સાથે રાણીએ પુત્રને જન્મ આપ્યો. પણ આ પુત્ર પેટમાં આવ્યો ત્યારથી જ અનિષ્ટકારી વિચારો આવે છે મોટો થઇને કોણ જાણે આ શું કરશે? એ વિચારણા સાથે રાણીએ તો આ નવજાત બાળકને જંગલમાં ક્યાંય ફેંકવા માટે દાસીને આપી દીધો. - માધવી દાસી નવજાત પુત્રને લઈને જતી હતી ત્યાં જ રસ્તામાં સામેથી મહારાજા આવતા દેખાયા. મહારાજાને જોઇને દાસી આમ થી તેમ થવા ગઇ પણ મહારાજાની ચકોર દષ્ટિએ પારખી લીધું કે નકકી કંઈક દાળમાં કાળું છે? તરત જ દાસીની પાસે આવી 27 Page #43 -------------------------------------------------------------------------- ________________ અને એને ધમકાવે છે બોલ શું લઇ જાય છે? ત્યારે બિચારી દાસીએ રાજાને બધી હકીકત જણાવી રાજા તરત જ એ બાળકને લઈને મહારાણી પાસે ગયા. | દેવી..! આ શું કર્યું? આવી રીતે સુકોમળ બાળકને ફેંકી નાંખવા માટે તારો જીવ કેમ ચાલ્યો? “નાથ! પુત્ર મારો છે મેં એને નવ મહિના ગર્ભમાં સાચવ્યો છે, પુત્ર તો કઈ માતાને વહાલો ન હોય? પણ જ્યારથી આ બાળક પેટમાં આવ્યો ત્યારથી જાણે અનિષ્ટકારી જ બધું લાગવા માંડયું છે. મને તો લાગે છે એ મોટો થયા પછી આપને જ અનર્થકારી થશે. માટે જ એના ભાગ્ય ઉપર છોડી દઈએ એ જ સારું છે. દેવી! એમ કંઈ સ્વપ્નથી મૂંઝાઇ જવાય નહિ. શાંતિ રાખ દેડકો સર્પ નોળિયો અજગર એક બીજાને મારવા તરાપ મારી રહ્યા છે 28 Page #44 -------------------------------------------------------------------------- ________________ બધું સારું થશે. “તમારે રાખવો હોય તો રાખો! મને તો એ જરાય ગમતો જ નથી! રાજાએ બાળકને ધાવમાતાને સોંપ્યો અને પુત્રનું સુંદર રીતે લાલનપાલન થાય એ પ્રમાણે આજ્ઞા આપી. પુત્રનું મુખ જોઇ ભલે એની માતાને ષ થયો હોય પણ મને તો આનંદ જ થાય છે એટલે રાજાએ એનું નામ પણ ‘આનંદ’ પાડયું. બાળ આનંદ ધીમે ધીમે વૃધ્ધિ પામવા લાગ્યો પણ એ પોતાના પિતા સિંહને જોઈને જ અંતરથી ધિકારતો હતો. ખરેખર વેરની પરંપરા કેવી છે? આવા સ્નેહાળ વાત્સલ્યદાતા પિતા મળ્યા પછી પણ આ બિચારાની કેવી હાલત છે! મહારાજા સિંહ એકવાર નગરમાં ફરી રહ્યા હતા ત્યારે એક વિચિત્ર દશ્ય એમના જોવામાં આવ્યું. એક કાળો ડિબાંગ સર્પ દેડકાને ગળવા માટે ફેણ પછાડી રહ્યો હતો. એ સપને ખાઈ જવા માટે નોળિયો વળગેલો એ નોળિયાને અજગર વળગ્યો હતો સાપ દેડકાને, નોળિયો સાપને, અજગર નોળિયાને અરસપરસ ખાવા મથતા જોઇ મહારાજા વિચારે છે આ સંસારનું સ્વરૂપ આવું જ છે. આવા એકબીજાને મારનારા સંસારમાં રહીને શું સાર છે? એમ વિચારી પોતાનું રાજ્ય પણ છોડી દેવાની ઇચ્છા થઇ ગઇ. તરત જ મહેલમાં આવી મંત્રીઓને બોલાવી કહે છે મંત્રીઓ પુત્ર આનંદના રાજ્યાભિષેકની અને મારાં પ્રવ્રજ્યા મહોત્સવની તૈયારી કરો! હવે મારે આવા દુ:ખમય સંસારમાં રહેવું નથી આ વાત ચોરેને ચૌટે આખા નગરમાં ફેલાઇ ગઇ! શું આવા લોકપ્રિય રાજવી સિંહ ચાલ્યા જશે? એના વિચારથી અને આપણું પછી શું? એ પ્રશ્નથી નગરના પ્રત્યેક જનો વ્યથિત હતા. આનદૃકુમારે પણ આ વાત સાંભળી પણ કાશ! દુર્જન માણસ કોઈપણ પરિસ્થિતિમાં પોતાની દુર્જનતા છોડતો જ નથી....! નહિંતર અત્યારે તો આનંદને આનંદ પામવાનો અવસર હતો...! પણ એ આનંદને આનંદ તો ત્યારે જ થવાનો કે જ્યારે પોતાના હાથે જ 29 Page #45 -------------------------------------------------------------------------- ________________ પોતાના પિતાનું કાસળ નીકળે કારણ એક જ! અગ્નિશર્માના ભવની વેરની પરંપરા “ભવોભવ હું એને મારનારો થાઉ” દુર્મતિ નામનો મંત્રી દુબુધ્ધિ આપનારો આનંદને મળી ગયો. મિત્ર! મારા બાપા બોલે છે જુદું અને કરવાના જુદું આ તો ખાલી આશ્વાસન જ છે, ચાલ એ આપે એના કરતાં પહેલાં આપણે જ એને બાંધીને રાજ્ય ન મેળવી લઇએ તરત જ આનંદ દુર્મતિને લઈને મહારાજાના મહેલમાં આવે છે. મહારાજા તો સંયમના શુભ ધ્યાનમાં બેઠા હોય છે ત્યાં જ આનંદે પાછળથી આવી મહારાજાનાં અંગરક્ષકનું ડોકું ઉડાવી મહારાજાને પણ બંધનગ્રસ્ત બનાવી દીધા. વાત વાયુવેગે આખા ગામમાં પ્રસરી ગઈ. પોતાના પ્રાણપ્રિય રાજવીનો આ રીતે પોતાના પુત્ર દ્વારા જ પરાભવ થતો જોઇ પ્રજાજનો, રાજ્યના સૈનિકો, મંત્રીઓ આદિ બધા આનંદ તરફ ધસી આવ્યા પણ મહારાજા સિંહે બધાને શાંત પાડયા. “જુઓ! જેમ હું તમારો રાજવી હતો એમ આજે આ આનંદ જ તમારો રાજા છે એ તો મારી ભૂલ થઈ કે મેં એને પહેલા રાજ્ય ન આપ્યું બાકી આ પરિસ્થિતિ માં વાંક મારો છે આનંદનો નથી જાવ તમે મારી આજ્ઞા છે કે મારા વહાલા પુત્ર આનંદનો રાજ્યાભિષેક કરો અને મજેથી રહો કોઈ ચિંતા કરતાં નહિ આ તો મારાથી પણ સવાયો નીવડશે. જુઓ બાળકો! સજ્જન આત્માઓની કેવી ઉત્તમતા હોય છે. જેમ દુર્જનો કોઇપણ પળે પોતાનો સ્વભાવ છોડતાં નથી એમ સજ્જનો પણ ગમે તેવી પરિસ્થિતિમાં પોતાનાં સ્વભાવનો ત્યાગ કરનારાં હોતા નથી. પ્રજાજનોએ મને કમને આનંદનો રાજ્યાભિષેક કર્યો...! શું આટલેથી હવે આનંદકુમાર અટકી જશે. ના ના એને તો વેરની પરંપરા ચાલુ જ રાખવી હતી ને હજી તો નરકના અતિથિ થવાનું એનાં ભાગ્યમાં લખાયેલું હતું. 30 Page #46 -------------------------------------------------------------------------- ________________ પિતાને આકરાં બંધનો બાંધી જેલમાં નાંખી દીધા હવે તો એ સર્વસત્તાધીશ હતો લોકો બિચારા આક્રંદ સિવાય કરે શું? સત્તા આગળ શાણપણ શા કામનું? મહારાણી કુસુમાવલીને પણ આવી સ્થિતિથી ખૂબ જ દુ:ખ થયું. તરત જ ત્યાંથી નીકળી સાધ્વીજી ભગવંત પાસે દીક્ષા લઇ પોતાનું આત્મકલ્યાણ સાધી લીધું. | મહારાજા સિંહ મનમાં પુત્ર પ્રત્યે કોઇપણ જાતનો દુર્ભાવ લાવ્યા વગર વિચાર કરે છે. આમ પણ હવે અહીંથી બહાર નીકળવાનું દેખાતું નથી તો પછી આગળ શું કામ ન કરું? તરત જ ઉપવાસના પચ્ચખાણ લઇ પોતાની આરાધનામાં તલ્લીન બની જાય છે. આનંદને ખબર પડે છે કે પિતાશ્રીએ તો ઉપવાસના પચ્ચખાણ લીધા છે. હવે ખાશે પીશે નહિં તો જલ્દી મરી જશે. એને તો મનમાં એ જ વિચાર હતો કે પિતાને રીબાવી રીબાવીને મારું આ (c)(c)(c)(c) 6) પુત્ર આનંદ પિતા સિંહ ને મારી રહ્યો છે 31 Page #47 -------------------------------------------------------------------------- ________________ જી તો સમાધિ મૃત્યુ તરફ પ્રયાણ કરવા ડગ માંડી રહ્યા હતા! આનંદને એ કેમ પોસાય ? તરત જ તલવાર લઇ જેલમાં આવ્યો પિતાને જ કહે છે "3 દષ્ટ આ આહાર જલ્દીથી ખાઇ લે નહિંતર હમણાં આ જ તારું માથું તલવારથી કાપી નાંખીશ.”, , બાળકો વિચારો કયાં પહેલાનો ભીષ્મ તપસ્વી અગ્નિશર્મા! અને કયાં અત્યારનો આ સગા બાપની હત્યા કરવા તૈયાર થઈ જતો આનંદ ! જીવ એકનો એક હોવા છતાં એક જ ભૂલનાં પરિણામે કેવી સ્થિતિ ! છે. 'પુત્ર! મરણ તો જભ્યાં ત્યારથી લખાયેલું જ છે મને મરણનો કોઈ ભય નથી તારા હાથે મરવામાં તો મને આનંદ આવશે બાકી હવે હું પચ્ચખાણ તોડવાનો નથી મૃત્યુનો મને કોઇ ભય નથી કાલે આવતું હોય તો આજે આવે આજે આવતું હોય તો અત્યારે વી, આવે, હું મૃત્યુને વધાવવા તૈયાર જ છું.' પિતાના આવા વચનથી આનંદનો ગુસ્સો સાતમાં આસમાને પહોંચી ગયો. તલવારનો એણે જોરથી ઘા કર્યો ‘નમોડહભ્ય:' બોલતાં બોલતાં આ મહારાજા સિંહનું પ્રાણપંખેરૂ ઉડી ગયું શરીર અહીં રહી ગયું પણ હંસલો તો સીધો ત્રીજા દેવલોકમાં પહોંચી ગયો. મહારાજની હત્યાથી પ્રજા ખળભળી ઉઠી આવા પિતૃહત્યારાના . રાજ્યમાં કોણ રહે ? એમ વિચારી નગર ખાલી થવા લાગ્યું પણ આનંદને તો અત્યારે અનેરો આનંદ હતો પાપાચારને આચરતો આચરતો આનંદ મરીને સીધો પહેલી નરકનો અતિથિ બની ગયો પરમાધામીઓ એનું આતિથ્ય કરવા તૈયાર જ હતા. હવે શું? હજી પણ વેરની પરંપરા ચાલુ જ રહેશે એનો ઉત્તર શોધવા માટે ચાલો ત્રીજા ભવમાં 32 Page #48 -------------------------------------------------------------------------- ________________ | કોશનગર....! બુધ્ધિસાગર મંત્રીના પુત્ર બ્રહ્મદત્તની ભાર્યા જાલિની.... મંત્રી પુત્ર બ્રહ્મદત્ત સરળ ધર્મપરાયણ, પરોપકાર કરવામાં તત્પર હતો, જ્યારે એની પત્ની જાલિની ચતુર હોવા છતાં એમાં એક મોટો દોષ હતો એ ઈર્ષાળુ ખૂબ જ હતી. | એક રાત્રીએ જાલિની એ સ્વપ્નમાં પૂર્ણકળશ જોયો. મહારાજા ગુણસેનનો જીવ ક્રમશ: પહેલા દેવલોક, ત્યાંથી સિંહરાજા, ત્રીજા દેવલોકમાં ફરી જાલિનીના ગર્ભમાં જ આવેલો. ગયા ભવનો પોતાનો પુત્ર! એ આ ભવની પોતાની માતા ! છે ને સંસારનું સ્વરૂપ કર્મસત્તા કોની સાથે કયાં મેળ બેસાડી દે છે. કંઈ ખબર નથી પડતી. સી - પુત્ર જ્યારે પેટમાં આવે ત્યારે માતાને કેટલો આનંદ હોય...! પણ ના અહીં જાલિની તો આ ગર્ભથી કંટાળી ગયેલી હોવાથી ગર્ભપાત કરાવવા ઘણા પ્રયત્નો કર્યા. છતાં નિકાચિત કર્મના યોગે ગર્ભ પડયો નહી. પિતા બ્રહ્મદત્તને જાણ થતાં જ પહેલેથી સાવધાની રાખે છે જે મા દિકરાને પેટમાં જ મારી નાંખવા ઇચ્છે છે એ એનો જન્મ થયા પછી શું નહિ કરી નાંખે ? શુભ દિવસે જાલિનીએ સોહામણા પુત્રને જન્મ આપ્યો નવજાત બાળકને જોઇને એની માતાને કેટલો હર્ષ થાય પણ ના અહિં તો બાળકને જોઇને જ માતાના હૃદયમાં એકદમ ધૃણા થવા લાગે છે. બંધુજીવા! આ બાળકનું મોટું પણ મારે જોવું નથી હમણાં ને હમણાં એને બહાર ફેંકી આવ....! બંધુજીવા દાસીને પહેલેથી જ બ્રહ્મદત્ત સાધી લીધેલી અને બાળકનું લાલનપાલન ગુપ્ત રીતે થાય એનો પ્રબંધ બ્રહ્મદત્તે પહેલેથી કરી લીધેલો લોકમાં જાહેર થઇ ગયું કે જાલિનીએ મરેલા બાળકને જન્મ આપ્યો છે ગુપ્ત રીતે લાલનપાલન કરાતા આ નિદૉષ સોહામણા બાળકનું નામ પિતાએ શિખી પાડ્યું. અગ્નિશિખા જેવો જ તેજસ્વી અને ચપળ શિખીકુમાર 33 Page #49 -------------------------------------------------------------------------- ________________ MOOOIO ધ માતા જલિની બ્રહદત્તને પુત્ર શિખીની વિરૂધ્ધ ચડવણી કરી રહી છે રૂપ, ગુણ, વયમાં વૃદ્ધિને પામવા લાગ્યો. પછી પર આઠ દશ વર્ષના બાળક શિખી ઉપર બ્રહ્મદત્તનું વધારે વહાલ જોઇ અને શિખીને જોતા જ પોતાને એના ઉપર દ્વેષ પ્રગટ થતો જોઇ જાલિનીએ નકકી કરી લીધું કે આ શિખી બીજો કોઇ નથી પણ મેં જ દાસીને તરછોડવા આપેલો આ મારો પુત્ર છે બંધુજીવા દાસી પાસેથી યેન કેન પ્રકારેણ સાચી વાત કઢાવી લીધા પછી તરત જ જાલિની પતિ બ્રહ્મદત્તને કહે છે સ્વામી જો તમને આ છોકરો જ વહાલો લાગતો હોય તો હવે હું અહીંથી જાઉં છું મને એ દીઠો પણ ગમતો નથી ગમે તે રીતે એને ઘરમાંથી બહાર કાઢો. 34 Page #50 -------------------------------------------------------------------------- ________________ અને એમાં નિમિત્ત પોતે જ છે એમ જાણી બાળ શિખી વિચારે છે. કે ખરેખર માતા જેવી માતા જ પોતાના બાળકનું મુખ જોવા ઇચ્છતી નથી એવો તો અભાગી બાળક દુનિયામાં કોણ હશે? હું અહીં રહું છું તેથી માતાના મારા પ્રત્યેના વર્તાવને કારણે પિતા પણ દુ:ખી થાય છે આના કરતાં અહીંથી હું જ શા માટે ભાગી ન જાઉં. અને એજ મધ્યરાત્રિએ કોશનગરને છોડી વાત્સલ્યદાતા પિતાની મમતાભરી હૂંફ છોડી 8/10 વર્ષનો નાનો બાળ શિખી વનવગડાની વાટે ચાલી નીકળ્યો. બે-ચાર દિવસ જંગલમાં પસાર થયા ત્યાં જ એક દિવસે મધ્યાહન સમયે અશોકવૃક્ષની નીચે બેઠેલા પ્રશાંત એવા આચાર્ય ભગવંત સિંહસૂરિ મહારાજાને એણે જોયા મહાત્માને જોઇને એ પોતાનું બધું દુ:ખ ભૂલી ગયો. તરત જ મહાત્માને નમન કરી કહે છે ભગવંત સંસારમાં મારાં જેવો બીજો કોઇ દુ:ખી હશે ખરો કે જેને સગી જનેતા જોવા પણ ઇચ્છતી ન હોય! બાળક આ સંસારનું સ્વરૂપ આવું જ છે આ તો કંઇ દુ:ખ નથી પણ નરકગતિના જીવોની કેવી સ્થિતિ! બિચારા તિર્યંચોની કેવી હાલત! આ સંસાર કોઇના માટે પણ સુખદાયક નથી. એમ કહી મહાત્માએ સંસારનું સ્વરૂપ દેવ, ગુરૂ અને ધર્મની ઓળખાણ આ બાળકને આપી. અમૃતરસ સમાન એવી મહાત્માની વાણી સાંભળવામાં તલ્લીન બની ગયેલા બાળ શિખીને એ પણ ખબર ન પડી કે પોતાના પિતા પાછળ જ આવીને બેસી ગયા છે! ‘મહાત્મા! દીક્ષા આપો અને હવે મારો ઉધ્ધાર કરો પિતા બ્રહ્મદત્ત મોહના કારણે શરૂઆતમાં તો અનુમતિ આપતા અચકાયા પણ મહાત્માની વૈરાગ્યરસ નીતરતી વાણીએ કમાલ કરી દીધી ! 35 Page #51 -------------------------------------------------------------------------- ________________ | ‘જા બેટા! ખુશીથી લે! શૂરવીરતાથી સંયમ લે! અને એજ રીતે પાળજે.' પોતે પણ મહાત્માની પાસે શ્રાવકને યોગ્ય એવા ૧૨વ્રતોને ગ્રહણ કર્યા... બાળ શિખી મુનિ બનીને તો ગુરૂદેવની સાથે જ્ઞાન, ધ્યાન, સંયમની આરાધનામાં લીન બની ગયા. બ્રહ્મદત્ત પણ શ્રાવક યોગ્ય આચારોનું પાલન કરતાં કરતાં સ્વર્ગવાસી બન્યા. માટે વર્ષોના વહાણાં વીતી ગયા છે. એક વખતના બાળ શિખી મુનિ અત્યારે એવા વિદ્વાન થઇ ગયા છે કે રોજ કેટલાયે મુનિઓને આગમની વાચના આપે છે પણ આ બાજુ પેલી જાલિની હવે વૃધ્ધ થવા આવી છે છતાં પણ શિખી પ્રત્યેના વૈરને ભૂલતી નથી ! હું એજ વિચારે છે ‘એ દુષ્ટને જીવતો જવા દીધો એજ ખોટું કર્યું. જે અહીં જ મારી નાખ્યો હોત તો અત્યારે લોકો એની જે પ્રશંસા કરે છે એ તો મારે સાંભળવી ન પડત! પણ ના, હજી પણ હું કંઇ કાચી નથી કાંઇક ઉપાય કરું અને એને મારી નાંખુ એના વિના મને ચેન પડે એમ નથી” તો બાળકો ! કેવી વૈરની પરંપરા છે કે સગી માતા વાત્સલ્યને બદલે વૈરનો ધોધ વરસાવ્યા કરે છે! | દુષ્ટા જાલિનીએ પોતાની બાજુમાં જ રહેતા સોમદત્ત નામના બ્રાહ્મણને એક રત્નકંબલ આપી કહ્યું બ્રહ્મરાજ! જલ્દીથી તામ્રલિપ્તિ નગરીમાં 36 Page #52 -------------------------------------------------------------------------- ________________ સોમદત્ત બ્રાહ્મણ શિખી મુનિની પાસે આવે છે જાવ ત્યાં મારા પુત્ર શિખીમુનિ ને આ રત્નકંબલ આપજો અને કહેજો કે તમારી આ અભાગણી વૃધ્ધ માતા તમને ખૂબ યાદ કરે છે જલ્દીથી કોશપુર નગરમાં પધારી દર્શનનો લાભ આપો. કોશપુરનો ભૂદેવ સોમદત્ત તામ્રલિપ્તિ નગરીના ઉપાશ્રયમાં આવી પહોંચ્યો શિખીમુનિને તરત જ ઓળખી કહે છે. ‘ભગવંત! આપ કૃપા કરો ઠેઠ આપની શોધમાં કોશપુરથી આવ્યો છું. આપના વૃધ્ધ માતા જાલિનીદેવીએ આ એક રત્નકંબલ આપના માટે જ મોકલાવી છે આ કંબલ એવા પ્રકારની છે કે શિયાળામાં ગરમી આપે, ઉનાળામાં ઠંડી આપે અને ચોમાસામાં ભીંજાય પણ 37 Page #53 -------------------------------------------------------------------------- ________________ નહિ. ત્રણે ઋતુઓમાં ઉપયોગમાં આવે તેમ છે. ખરેખર હે મુનિવર! આપની માતાને તો આપના ઉપર એટલો સ્નેહ છે કે આપ ગયા પછી એને ખૂબજ પશ્ચાતાપ થાય છે એ એજ વિચારે છે હું કેવી મૂખી! કે આવો સુંદર પુત્ર મળ્યો હોવા છતાં પણ મેં એનો તિરસ્કાર જ કર્યો એ તો ભાગ્યશાળી છે કે એને તો પોતાનું આત્મ-કલ્યાણ સાધી લીધું. પણ મારી દશા તો 'તળાવે જઈને તરસ્યા રહેવા જેવી થઇ- હું શું કરું! ક્યારે હવે મને મારા પુત્રનું દર્શન થશે! આમ રોજ બોલબોલ કરે છે અને રૂદન કરે છે માટે હવે જલ્દીથી આપ કોશપુર પધારી માતાને સાંત્વન આપો અને ધર્મનો બોધ આપો! | ‘ભાગ્યશાળી માતા! જાલિનીદેવીને સંદેશો આપજો કે મેં કંઈ તમારાથી કંટાળીને દીક્ષા લીધી નથી આ સંસારને જ દુ:ખરૂપ માની દીક્ષા લીધી છે. ખરેખર હું અત્યારે ખૂબ સુખી છું એમાં પણ હું તો માતાનો જ ઉપકાર માનું છું. ભૂદેવ! આ કંબલ તો ગુરૂમહારાજને જ વહોરાવો એમને યોગ્ય લાગશે તો વહોરશે ! | બાજુમાં બેઠેલા ગુરૂદેવ સિંહસૂરીજી મહારાજાએ બ્રાહ્મણનો અતિ આગ્રહ જોઇ કંબલ વહોરી અને બ્રાહ્મણને કહ્યું. ‘વિપ્રવર! જાવ! તમે એમની માતાને કહેજો કે તમારા પુત્ર મુનિવર થોડા જ દિવસોમાં કોશપુર નગરમાં આવશે. તમારા પુત્ર તપ-સંયમ આદિમાં ખૂબ આગળ વધી ગયા છે. માટે હવે બીજું કોઇ દુ:ખ ન લગાડતાં સારામાં સારી રીતે ધર્મની આરાધના કરે! 38 Page #54 -------------------------------------------------------------------------- ________________ - સોમદત્ત પણ આનંદ પામી ફરી નમસ્કાર કરી ત્યાંથી નગર તરફ ચાલ્યો જાય છે. નગરના જ રત્ન એવા મહામેઘાવી શિખી મુનિવર પરિવાર સાથે મહારાજા નગરના શ્રેષ્ટિવર્યો આદિ બધા નગરવાસીઓ શિખી મુનિવરની સંસારનિસ્તારક દેશના સાંભળી માથું ધુણાવી રહ્યા છે. | ધન્ય ભાગ્ય ! ધન્ય ઘડી ! આવા મહાવિદ્વાન મુનિવરનાં પગલાં - કોશપુર નગરમાં થયા. છે માતા જાલિની પણ અંતરમાં વેષભાવને અકબંધ રાખી.. બહારથી આજીજીભર્યા સ્વરે પશ્ચાતાપ કરતી ન હોય એવો દેખાવ કરતા કહે છે. પર કી લીલી પર ‘મુનિશ્રેષ્ઠ! મેં આપનો ઘણો અપરાધ કર્યો છે. આપની સગી એ જનેતા હોવા છતાં પણ હું શું કરતી હતી ? એ વિચારી મારૂં હૈયું ભરાઇ જાય છે. હવે હું કયે ભવે છૂટીશ ! - આંખમાં આંસુની ધાર વરસાવતી એવી માતા જાલિનીનાં વચન સાંભળી મુનિવર કહે છે. જો “માતા ! હવે પશ્ચાતાપ કરવો હિતકર નથી ! સુંદર રીતે ધર્મ, આરાધનામાં લીન થઇ જાવ! પુત્રને પોતાના ઉપર વિશ્વાસ બેસી જાય એવા એક જે મલિન આશયથી કપટભાવે જાલિનીએ શ્રાવકને યોગ્ય આણુવ્રતો અને બીજા પણ નાના મોટા વ્રતો અંગીકાર કર્યા. આ 39 Page #55 -------------------------------------------------------------------------- ________________ માસકલ્પ પૂરો થવા આવ્યો છે. શિખી મુનિવરના વિહારના દિવસો આવી રહ્યા છે. નગરજનો નિરાશ થઈ ગયા છે કે હવે આવા જ્ઞાની મહાત્માની વાણી સાંભળવા મળશે નહિ. જલિની પણ વ્યથિત જ છે. નગરજનોની વ્યથાનું કારણ અલગ છે. જ્યારે દુષ્ટા જાલિનીની વ્યથાનું કારણ એક જ છે કે હજી સુધી દુષ્ટને મારવાનો ઉપાય શોધી શકી નહિ. રાત્રે નીંદર આવતી નથી દુર્ગાનમાં ચડેલી છે ત્યાં જ એક ઉપાય મનમાં બેસી ગયો. અને એ દુષ્ટા..... હરખઘેલી થઇ ગઇ.... T O છે જ છે OOOOOO વીર માતા જાલિની પુત્ર શિખી મુનિને ઝેરના લાડવા વહોરાવી રહી છે 40 Page #56 -------------------------------------------------------------------------- ________________ એવો તો વળી કયો ઉપાય એના મગજમાં આવી ગયો! મેઘવન ઉદ્યાનમાં આજે માતા જાલિની શિખી મુનિવરને અત્યંત આગ્રહ કરી રહી હતી. આ આ આહાર લઇને મારો ઉધ્ધાર કરો આટલો તો માતાનો અત્યંત આગ્રહ મુનિવર ટાળી શક્યા નહિ અને હળાહળ ઝેરથી મિશ્રિત મોદકો માતાએ મુનિવરને વહોરાવી દીધા. ભોળા મુનિવરે માતાએ વહોરાવેલા લાડવાઓ વાપર્યા અને તરત જ મૂચ્છ ખાઈને જમીન ઉપર ઢળી પડયા બધા સાધુઓ ભેગા થઇ ગયા.... શું થયું? થયું? હા-હાકાર વ્યાપી ગયો. શાસનના શણગાર મહામેઘાવી એવા શિખીમુનિવર આમ એકાએક અકાળે નમસ્કાર મહામંત્રનું સ્મરણ કરતા... કરતાં માતા ઉપર જરા પણ દ્વેષભાવ નહિ રાખતાં પોતાના જ કર્મની નિંદા કરતા પરલોકના પંથે સીધાવી ગયા. અને પાંચમાં દેવલોકમાં સામાનિક દેવ તરીકે ઇંદ્રની સ્મૃધ્ધિ ભોગવતા એવા મહર્ણિક દેવ થયા. - કોશપુર નગરમાં અરેરાટી છવાઇ ગઇ! કેવી દુષ્ટા! કે જે સાધુ એવા પોતાના પુત્રને પણ મારતા જરા પણ અચકાણી નહિ... પુત્રઘાતિની જાલિની! મુનિહત્યારી... જાલિની.. ! 41 Page #57 -------------------------------------------------------------------------- ________________ આ નગરમાંથી નાસી ગઇ.. ! આમ તેમ ભટકતાં ભટકતાં આયુષ્ય પૂર્ણ કરી બીજી નરકના દ્વારે અથડાઇને પડી! પ્રથમ ભવમાં હૃદયમાં પલ્લવિત થયેલું વૈરનું બીજ. બીજા ભવમાં - પુત્ર રૂપે.. ત્રીજા ભવમાં માતારૂપે વૃદ્ધિ પામી રહ્યું છે. અગ્નિશર્માનો જીવ અધપતનની ખાડીમાં અટવાઈ પડયો છે. જ્યારે.. ગુણસેનકુમારનો | જીવ ઉત્તરોત્તર.. આગળ વધી રહ્યો છે. આ શત્રુતાને કારણે ઉત્પન્ન થતી આગ એક પક્ષ ને સંપૂર્ણ નષ્ટ કર્યા વિના શાંત થતી નથી. 42 Page #58 -------------------------------------------------------------------------- ________________ ભવ - 4 () ધન - ધનશ્રી ( સુશર્મ નગરના કોટયાધિપતિ વૈશ્રમણ સાર્થવાહ અને ભાગ્યશાલિની | શ્રીદેવીનો એકનો એક પુત્ર ધન એટલે પાંચમાં દેવલોકમાંથી અવીને આવેલો મહારાજા ગુણસેનનો જીવ. 2 - એજ નગરના પૂર્ણભદ્ર શ્રેષ્ઠિની એકાકિની પુત્રી ધનશ્રી સાથે યોગ્ય વયે ધનના લગ્ન પણ ધામધૂમથી થયાં... કે ધનને ધનશ્રી પ્રાણથી પણ પ્યારી હતી. જ્યારે ધનશ્રીને ધન દીઠો પણ ગમતો ન હતો ! છે ને કર્મની બલિહારી ! અગ્નિશર્માનો જીવ.. આનંદ - જાલિનીમાંથી આ ભવમાં હવે ધનશ્રી તરીકે ગુણસેનના જીવને ભટકાઇ પડયો પહેલામાં પુત્ર.. બીજામાં માતા ત્રીજા ભવમાં પત્ની તરીકે....! - સુશર્મ નગરના સમૃધ્ધ સાર્થવાહ સમૃધ્ધદત્તની સમૃધ્ધિ તે સમયે અપાર હતી એની ઉદારતા પણ એવા જ પ્રકારની હતી યાચકોને છૂટે હાથે ધન આપવામાં એ જરા પણ પાછી પાની કરતો નહિ.. . કે એક દિવસ ધન પોતાના મિત્ર નંદકને કહી રહ્યો છે. “ખરેખર આ સમૃધ્ધદત્ત જેમ લક્ષ્મીથી સમૃધ્ધ છે એમ સદ્ભાગ્યથી પણ સમૃધ્ધ છે “શી એની ઉદારતા છે? | ‘મિત્ર! તારી પાસે પણ ક્યાં ધન ઓછું છે? તારા પિતાજીએ " તને કયા દિવસે દાન આપવાની ના પાડી છે. વાપરવા મંડ... અને પુણ્ય કમાઇ લે!' મિત્ર નંદકની વાત સાંભળી તરત જ ધન કહે છે. “ભાઈ! 43 Page #59 -------------------------------------------------------------------------- ________________ મારી પાસે ક્યાં ધન છે? પિતાજીએ ધન કમાવેલું છે અને, હું વાપર્યા કરું એમાં કાંઇ મારી શોભા કહેવાય નહિ.. મારી મહેનત દ્વારા કમાઈને પછી હું દાન કરું તો એ યોગ્ય ગણાય ...!' આ “પિતાજી! વ્યાપાર કરવા માટે સમુદ્રમાર્ગે જવા અનુમતી આપો! બેટા! આપણે ત્યાં ધનની શી ખામી છે કે તારે વેપાર કરવા | માટે બહાર ભટકવું પડે. આ જે છે એ બધું તારું જ છે. ખાતા ખૂટે નહિં એટલું ધન છે. તો પછી આ બધું કષ્ટ શા કારણે? | “નહિ પિતાજી! આ બધું તો આપના પુણ્યથી ઉપાર્જિત થયેલું છે. મારું ભાગ્ય પણ મારે અજમાવવું છે. મને આપ રાજીખુશીથી રજા આપો ! અને તામ્રલિપ્તિ નગર તરફ ધનના પ્રયાણની વાત ચોરે ને ચૌટે | ફેલાઇ ગઇ તડામાર તૈયારીઓ થવા લાગી એનો મિત્ર નંદક પણ સાથે જ જવાનો હતો. જો કે * ધનની પત્ની ધનશ્રી વિચારે છે કે પતિ પ્રવાસમાં જાય છે એ સારું છે પણ નંદક પણ એની સાથે જ જાય છે તો હવે હું પણ સાથે જ જાઉ..” કે “નાથ.! આપના વગર હું એક ક્ષણ પણ રહેવાની નથી આપ ' જ્યાં જશો ત્યાં આપની સાથે જ આવીશ.” છે “સુંદરી! તું અહીં જ રહે માતા-પિતાની સેવા કર!” “ના...ના! | નાથ...! આપ મને છોડીને જશો તો હું પ્રાણનો ત્યાગ કરીશ’.. કેવી.. દુષ્ટા ! એને પતિના વિરહ કરતાં નંદકનો વિરહ વધારે અકારો લાગતો હતો...! - નંદક ધનને ત્યાં જૂનો વિશ્વાસુ નોકર હતો જે કે ધન તો | નંદકને સેવક કરતાં મિત્ર વધારે માનતો હતો. પણ જ્યારથી ધનશ્રીના પગલાં ધનને ત્યાં થયેલા ત્યારથી એનામાં પણ દુષ્ટતા પ્રવેશી હતી. Page #60 -------------------------------------------------------------------------- ________________ - ધનશ્રી ધન કરતાં નંદક ને જ પતિ તરીકે માનતી હતી! ધનશ્રી અને નંદક ને સાથે લઇ ધન તામ્રલિપ્તિ નગરે પહોંચ્યો.. પણ ધન જે કંઈ થોડું ઘણું કમાતો હતો એ આ નંદક અને ધનશ્રી મોજથી ઉડાવતા હતા. કે ધન વિચારે છે કે અહિ વ્યાપારમાં બહુ લાભ થાય એમ દેખાતું નથી આના કરતાં તો સમુદ્રમાર્ગે જઇએ, સમુદ્ર ખેડીએ તો કંઇક લાભ થાય! - ધનશ્રી ધનનો વિચાર જાણીને રાજી રાજી થઈ ગઈ વિચારે છે કે “સારું થયું!! હવે આને દરિયામાં જ નાંખી દઇશ કાયમની ઐષ્ઠિપુત્ર ધન સમુદ્ર તરફ જઈ રહ્યો છે. રસ્તામાં એક જુગારીને બીજા જુગારીઓ મારી રહ્યા છે 45 Page #61 -------------------------------------------------------------------------- ________________ - આડખીલી દૂર થઈ જશે.!” છે શુભ દિવસે ધન સમુદ્ર તરફ પ્રયાણ કરતો હતો. રસ્તામાં ચાર-પાંચ જુગારીઓ જુગાર રમતા હતા અને એમાં એક જુગારીને બીજા જુગારીઓ મારતા હતા અને જેમ તેમ બોલતા હતા. ‘એ ભાઇઓ! કેમ આ બિચારાને મારો છો?’ ‘અમારી સાથે + જુગારમાં સોળ સોનામહોર હારી ગયો છે અને હવે આપતો નથી.! આજે તો એની પાસેથી લીધા વગર રહીશું જ નહિ!” વ દયાળુ ધને તરત જ સોળ સોના મહોર આપી પેલા જુગારીને બચાવી લે છે. હકીકત એ છે કે પર અને એને શાંતિથી સમજાવે છે ‘ભલા ભાઇ! આ જુગાર એ તો અધ:પતનનું મુખ્ય કારણ છે. તારા ચહેરા ઉપરથી તો તું કોઈ સારા ઘરનો દેખાય છે આવા ઉંધા રસ્તે શું કામ ચડી ગયો ? કરો આ “ભાઇ! તમારી વાત સાચી છે હું નામાંકિત મહેશ્વરદત્ત વણિકનો પુત્ર છું ખરેખર હવે હું નિર્ણય કરું છું. હવે હું જુગાર નહિ એ પણ પોતાના માર્ગે ગયો અને ધન પણ ધનથી અને નંદક ને સાથે લઇને વહાણમાં બેસી ગયો. વહાણ સમુદ્ર માર્ગે પૂરપાટ - આગળ વધવા મંડવું. છે. પણ પેલી દુષ્ટા ધનશ્રી કોઇક જોગણી પાસેથી કોઇ ઔષધિ લઇ આવેલી જે રોજ થોડી થોડી ધનને ભોજનમાં આપતી જાય છે ને ધન શરીર સુકાતો જાય છે. ધનનું શરીર દિવસે-દિવસે ઘસાવા લાગ્યું શરીર સાવ નંખાઇ ગયું * 0 રન પર નજર કરી Page #62 -------------------------------------------------------------------------- ________________ Sf ધનશ્રી પતિ ધનને કામણ ટ્રમણ દ્વારા દૂબળો બનાવી નાંખે છે પેટ ફૂલી ગયું હજી ઘડી પહેલાનો સોહામણો યુવાન ધન અત્યારે સાવ 60 વર્ષના ડોસા જેવો દેખાવા લાગ્યો ! કે કોઇ એને જુએ તો ઓળખી પણ શકે નહિ? ધન પણ વિચારે છે આ મને શું થઈ ગયું! કોઈ કર્મના ઉદયે મારી આ સ્થિતિ થઇ લાગે છે! આટલું કરે છે છતાં પણ જ્યાં સુધી ધન જીવતો છે. ત્યાં સુધી ધનશ્રીને શાંતિ વળતી નથી. એ ક એક વખત ધનશ્રીને બરોબર અવસર મળી ગયો ધન સાંજના ટાઈમે વહાણના તુતક ઉપર દેહ ચિંતા કરવા બેઠેલો તરત જ પાછળથી ધનશ્રીએ ધક્કો મારી દીધો ને Page #63 -------------------------------------------------------------------------- ________________ નિ થી E =ETIES, 46, પતિ ધનને સમુદ્રમાં નાંખી દેતી પત્ની ધનથી! અશક્ત એવો ધન સમુદ્રમાં જઈને પડ્યો! ધનશ્રીના હૈયે શીતળતા છવાઇ ગઇ! હાશ! હવે તો પડ્યો દરિયામાં! હવે તો એ મરી ગયો જ સમજો! બાળકો...! કેવી હાલત છે. એક પૂર્વભવના વૈરના કારણે પ્રેમાળ પતિને પણ દરિયામાં નાંખતા જરા પણ એ દુષ્ટા અચકાતી નથી. ! અને પાછું એણે સ્ત્રી ચરિત્ર શરૂ કરી દીધું ! ) હાય ! હાય! મારા સ્વામિનાથ ! તમે ક્યાં ચાલ્યા ગયા! હે સેવકો! દોડો ! મારા સ્વામિને બચાવો! રોગથી કંટાળીને એમણે સમુદ્રમાં ઝંપલાવી દીધું.. હવે મારું કોણ ! હે પ્રાણપ્રિય ! આ તમે શું કર્યું ! Page #64 -------------------------------------------------------------------------- ________________ તમારા વગર હું કઈ રીતે જીવીશ...! અંદરથી આનંદ પામતી અને બહારથી રડતી એવી ધનશ્રીને સેવકોએ નંદકે આશ્વાસન આપ્યું. હવે થઇ ગયું તે થયું હવે સંતાપ કરો નહીં.' કે થોડા જ દિવસોમાં વહાણો તો કૌશાંબી નગરીમાં આવી ગયા. ' હવે ધનથી ! નંદક બંનેએ નિર્ણય કર્યો કે આજ નગરીમાં રહી જવું. મુ નંદકનું નામ બદલાઇ ગયું ! પણ એક વખતનો સુશર્મ નગરના ધનશ્રેષ્ઠિનો સેવક નંદક આજે કૌશાંબી નગરીનો ધનાઢય સમુદ્રદત્ત શ્રેષ્ટિ થઇ ગયો! | ધનથી પણ એની પત્ની તરીકે ગોઠવાઇ ગઇ. એ બન્નેને તો એમ જ હતું કે હવે આ ભવમાં તો ધનનું મિલન થવાનું જ નથી..! હાશ ! પણ બાળકો કહેવત છે ને રામ રાખે તેને કોણ ચાખે!” ધનશ્રી ભલેને ધનને મારવાનો ગમે એટલો પ્રયત્ન કરે પણ ધનના ભાગ્યમાં તો હજી મુનિ બનવાનું સદ્ભાગ્ય લખાયેલું હતુ. તેથી જ ધનને સમુદ્રમાં પડતા જ પાટિયું મળી ગયું. સાત દિવસ સુધી સમુદ્રમાં અથડાતો અથડાતો એ એક કિનારે પહોંચ્યો. જરાક આગળ વધે છે. ત્યાં મહાત્માના ધનને દર્શન થયા, દર્શન થતાં જ ધન ભાવપૂર્વક મુનિને વંદન કરે છે. ‘ભાગ્યશાલી ! મને ઓળખો છો! ‘મહાત્મા! આપ તો ત્રણે જગતને વંદનીય ગણાઓ- દેવતાઓ પણ આપને નમસ્કાર કરે છે રત્નત્રયીના આપ સ્વામિ છો આપને 49 Page #65 -------------------------------------------------------------------------- ________________ | કોણ ન ઓળખે! વિક ભદ્ર! ખરેખર કહું તો આ મને મળ્યું એમાં પણ નિમિત્ત તો તમે જ છો જો મને જુગારીને તે દિવસે જુગારીઓ પાસેથી ન બચાવ્યો હોત અને શિખામણ ન આપી હોત તો હું અત્યારે આ સ્થાન ઉપર હોત નહિ. ! ‘ભગવંત! આપને શિખામણ આપનાર એવા મેં પોતેજ શિખામણ ગ્રહણ ન કરી. એના કારણે આ સંસારમાં અહીંથી ત્યાં રખડી રહ્યો છું. ખરેખર આપે તો બહુ ઉત્તમ કાર્ય કર્યું.” જ્ઞાની મુનિએ ધનની ઇચ્છા ન હોવા છતાં પણ સર્પના ઝેરને ઉતારવાનો મંત્ર ધનને આપ્યો. ત્યાંથી આગળ જરાક વધે છે ત્યાં જ રસ્તામાં રત્નનો હાર પડેલો જોયો. કહીને કરી પ્રક કે પહેલા તો ધન એની તરફ દષ્ટિ નાંખીને આગળ વધવા મંડે છે પણ અંદર લોભના કીડાએ સળવળાટ કર્યો. જ લઇ લેને આ હાર ! આવા જંગલમાં કોઇ જોતું નથી તું ક્યાં ચોરી કરવા ગયેલો ! આ તો સામેથી જ આવો મહામૂલ્યવાન હાર મળી ગયો છે. અત્યારે તારે જરૂર પણ છે જ હવે જ્યારે લક્ષ્મી ચાંલ્લો કરવા આવી છે ત્યારે મોટું ધોવાની જરૂર નથી ઉઠાવ હાર! નાંખી દે ખિસ્સામાં..! અવળચંડા મનની અવળી સમજાવટના કારણે સત્વશાલી ધન પણ ધનના લોભે ચલાયમાન થઇ ગયો અને હારને લઇ લીધો. આગળ વધતાં વધતાં એ શ્રાવસ્તી નગરીમાં પહોંચે છે. શ્રાવસ્તી 50 Page #66 -------------------------------------------------------------------------- ________________ નગરના મહારાજા વિચારધવલ આજે બહુ વિચલિત થઇ ગયેલા છે. રાજપુત્રી મહામૂલ્યવાન હાર પહેરીને સમુદ્રકિનારે ફરવા ગઈ છે. કલાકો થઇ ગયા પણ હજી પાછી આવી નથી એની સાથે ગયેલી સખીઓના પણ કોઇ સમાચાર નથી મહારાજાએ ચોમેર તપાસ આદરેલી છે સેવકો આમથી તેમ દોડાદોડ કરી રહ્યા છે. શ્રાવસ્તીના બધા પ્રવેશદ્વારો ઉપર સખત ચોકી લાગી ગઇ છે. કે ત્યાં જ નગરની અંદર ધને પ્રવેશ કર્યો એની જડતી લેતા એની પાસેથી રાજકુમારીનો રત્નાવલી હાર મળી આવ્યો. તરત જ સેવકો મહારાજા પાસે ધનને બાંધીને લઇ ગયા. “રાજકુમારીનો હાર ચોરનાર આ નક્કી રાજકુમારીનો હત્યારો જ હશે” એમ માની વગર વિચારે મહારાજા વિચારધવલે ધનને 1. ફાંસીના માંચડે ચડેલો શ્રેષ્ઠિપુત્ર ધન! Page #67 -------------------------------------------------------------------------- ________________ ફાંસીની સજા ફરમાવી દીધી! બાલમિત્રો! જુઓ રસ્તા ઉપર પડેલી એક પારકી વસ્તુ લોભના કારણે ધને ગ્રહણ કરી તો સીધો ફાંસીના માંચડે પહોંચવાનો એનો વારો આવ્યો! માટે જ રસ્તા ઉપર પડેલી કિંમતી ચિજને પણ આપણે હાથ લગાડવો ન જોઈએ... પ્યારા.. બાલમિત્રો! પણ...! હજી ધનનું પુણ્ય જાગૃત હતું! કારણ કે તે કે “એ હત્યારા! તારા ભગવાનને યાદ કરીલે તારૂં મરણ હવે હાથવેંતમાં છે ફાંસી આપનાર ચંડાલ ધનને જ્યાં આ પ્રમાણે કહે છે. ત્યાં જ બાજુમાંથી જોરદાર અવાજ આવ્યો ‘મહારાજાના પ્રાણપ્રિય પુત્રને જે કોઇ જીવાડશે એને રાજા મોં માગ્યું ધન આપશે” જલ્દી પ્રજાજનો દોડો! યુવરાજકુમારને સજીવન કરો ?" આ બાજુ એવું બન્યું કે મહારાજના પ્રાણપ્રિય કુમારને બગીચામાં સર્પદંશ થઇ ગયેલો છે. તપદારી થઈ ગયેલા . તો કેટલી છે કે સર્પનું ઝેર ધીરે ધીરે રાજકુમારના શરીરમાં ફેલાઇ રહ્યું છે મહારાજાએ ગારૂડીઓ, મંત્રવાદીઓ બધાને બોલાવેલા છે અનેક ઉપાયોમાંથી એક પણ ઉપાય કારગત નીવડતો નથી મહારાજા શૂન્યમનસ્ક થઇને બેઠા છે રાજકુમારીના સમાચાર નથી રાજકુમારની આ સ્થિતિ! અંતે મંત્રીશ્વરે આખા નગરમાં ડાંડી પીટાવી છે. કોઇ પણ મહારાજાના પુત્રને સજીવન કરો એને મોં માગ્યું ધન આપવામાં આવશે.” - આ વાક્ય ધનના કાનમાં પ્રવેશતાં જ તરત જ ચંડાલને કહે છે, ભાઇ! મને તું છોડ! મારી સાથે ચાલ! રાજકુમારને સજીવન કરી લઉં પછી તું મને ખુશીથી ફાંસી આપજે ચંડાલની સાથે ધન સીધો રાજમહેલમાં ગયો. 52 Page #68 -------------------------------------------------------------------------- ________________ (S/IN A / A OO.G, C | કે રાજપુત્રને ચડેલા સર્પનું ઝેર ઉતારી રહેલો ધન! એ. મુનિદ્વારા મેળવેલ સર્પના ઝેરને ઉતારવાનો મંત્ર ભણી રાજકુમારને : રાજમહેલમાં આનંદ આનંદ છવાઇ ગયો નગરજનોના મુખ પણ - જે શોકાતુર હતા... તે મુખ ઉપર હવે લાલી દેખાવા લાગી.. છે ત્યાં જ બીજા આનંદપ્રદ સમાચાર મળ્યા કે “રાજપુત્રી મેઘવનમાં સલામત છે.” મહારાજા તરત જ પુત્રી પાસે આવ્યા, બધી વાત કરી. રત્નાવલી | હાર તો રાજકુમારી જ ઉતાવળમાં સમુદ્રકિનારે ભૂલી ગયેલી. કે અત્યાર સુધી જે મહારાજા ધનને પોતાનો ભયંકર શત્રુ માનતા | હતા. ફાંસીના માંચડે ચડાવી દીધેલો એ જ ધનના પગમાં પડી 53 Page #69 -------------------------------------------------------------------------- ________________ 1 મહારાજા કરગરે છે. | “હે સ0જન પુરુષ મેં વગર વિચારે, ઉતાવળમાં જ ભયંકર ભૂલ કરી. મારા અપરાધની ક્ષમા કરો. જો આપ ન આવ્યા હોત તો મારા પુત્રનું ઝેર કોણ ઉતારત ! હવે કૃપા કરી અહીં જ રહો.” કે “મહારાજા આ તો મેં મારું કર્તવ્ય અદા કર્યું છે. હવે કૃપા કરી મને રજા આપો મારા નગરમાં જવાની મને ખૂબ ઇચ્છા છે ઘણાં દિવસો થઇ ગયા માતા પિતા પણ ખૂબ યાદ કરતાં હશે. મહારાજાએ પણ ધનનું સારું બહુમાન કરી ધનને વિદાય આપી સુશર્મનગરમાં ધન પહોંચી ગયો. માતાપિતા પણ ધનના ઘણાં વર્ષો બાદ દર્શન થવાથી ખુશ થઈ ગયા. ધનશ્રીનું ચરિત્ર જાણી માતા-પિતાએ ધનને ફરી લગ્ન કરવા માટે ખૂબ આગ્રહ કર્યો પણ હવે ધનનું મન સંસારમાંથી ઉઠી ગયું હતું. સંસારના બધા પદાર્થો અને હવે દવલાં લાગવા મંડયા. એનો અંતરાત્મા હવે સુગુરુની ખોજ કરી રહ્યો હતો તેવામાં જ પૂ. આ. યશોધર સૂ. મ. સપરિવાર સુશર્મનગરીનાં ઉધાનમાં પધાર્યા. આચાર્ય ભગવંતની સંસાર નિસ્તારક એવી દેશના સાંભળી ધને નકકી કરી લીધું કે હવે સુગુરુ મળી ગયા છે. તો એમનાં ચરણોમાં ઝુકાવી દઉં. | માતા-પિતાની અનુમતિ લઇ સંપત્તિનું દાન કરી ધન માનવમાંથી હવે મહામુનિ બની ગયા. જ્ઞાન, ધ્યાન, તપ, સંયમના કારણે થોડા જ વખતમાં ધનમુનિને સંયમજીવનની મસ્તીમાં અનેરો આનંદ આવવા લાગ્યો. ધનશ્રી, નંદક આદિ બધાને ચિત્તમાંથી વિદાય આપી દીધેલી તેવામાં જ વિહાર કરતાં ધનમુનિ કૌશાંબી નગરીમાં આવી પહોંચ્યા ગોચરી ટાઈમે એક 54 Page #70 -------------------------------------------------------------------------- ________________ વિશાલ ઘરે પ્રવેશ કર્યો. ‘ધર્મલાભ આપ્યો અને અંદરથી એક સ્ત્રી બહાર આવી મુનિને જોઈને જ ચમકી ગઇ. . બાળકો આ સ્ત્રી બીજી કોઇ નહિ પણ પેલી દુષ્ટા ધનશ્રી જ હતી. “મહારાજ! અહિ કંઇ મળશે નહિ આગળ જાઓ મુનિ તો ધર્મલાભ' આપીને ચાલ્યા ગયા. કે . 12 ક : / C 6) CG | મુનિ બનેલા પતિ ધનમુનિને સળગાવતી પત્ની ધનથી! પણ હવે ધનશ્રીને ચેન પડતું નથી. “આને મેં દરિયામાં નાંખી | દીધો છતાં પણ જીવતો રહી ગયો. સાધુ થઇ ગયો અને હવે અહીં ગામમાં બધાને મારી વાત કરશે તો લોકો મારા ઉપર ધિક્કાર વરસાવશે. એના કરતાં એવો જ કોઇ ઉપાય કરું કે ‘ન રહે વાંસ ન વાગે વાંસળી’ એના સોયે વર્ષ આજ રાતના જ મારા હાથે મા. શ્રી ક્રૂારHIVર ર શન પ્રકિ. मा महावारजन आराधना केन्द्र, कोना 55 Page #71 -------------------------------------------------------------------------- ________________ જ પૂર્ણ કરી નાંખ્યું. કોણ જાણે એને જોઉં છું અને મારા અંતરમાં દાહજ્વર સળગી ઉઠે છે.' કહી “એય કપિલા જો તો તપાસ કરી આવ આ મહાત્મા ક્યાં ઉતર્યા છે. એક જ ? | શેઠાણીજી! નગર બહાર ઉદ્યાનમાં ઉતરેલા છે. લોકો કહે છે | બહુ પ્રભાવક મહાત્મા છે. આખી રાત ઊભા ઉભા ધ્યાન ધરે પા | | | બહુ સારું! દાસી પાસેથી મહાત્માની માહિતી મેળવી ધનથી ખુશ થઇ ગઇ. જલ્દી રાત્રી પડે અને જલ્દી મારું કામ પતાવું એ જ વિચારણામાં દિવસ પૂર્ણ થઇ ગયો. રાત્રે નંદકને વાત કરી કે- ‘મેં પાદર દેવીની માનતા માનેલી છે માટે હમણાં હું દેવીની પૂજા કરીને આવું છું.' " એમ કહી સીધી જ્યાં મુનિ હતાં એ ઉદ્યાનમાં આવી ગઇ. ઉધાનમાં ધનમુનિ પ્રશાંત ભાવે કાઉસ્સગ્ગ મુદ્રામાં લીન હતા. કોઇ ઘાતકી પણ અહીં આવે અને આ મહાત્માની પ્રશાંત મુદ્રા જુએ તો એનું હૈયું પણ ગદ્ગદ્ થઇ જાય એના અંતરમાં પણ ભક્તિના પૂર ઉમટી પડે. પણ અહીં તો અંધારી રાત્રીના આવરણ નીચે આવેલી આ નારીના હૈયાની વાત જુદી હતી મુનિને જોઈને જ મુખ ઉપર ખુન્નસનાં ભાવો ઉભરાઇ ગયા! કે “હાય! હું મૂખી! મારવા તો આવી પણ સાથે છરી તો ન લાવી ! નહિંતર હમણાં જ આ પાખંડીનું ડોકું ઉડાવી દેત’ છે પણ જેને હત્યા જ કરવી છે, એને સાધનોની ક્યાં ખોટ છે! આમથી તેમ જોતા જોતાં થોડે દૂર જ એક તૂટેલું ગાડું પડેલું જોઇને Page #72 -------------------------------------------------------------------------- ________________ જ એની આંખમાં ચમક આવી ગઇ! કે બની શકે એટલી ઝડપથી તરત જ મુનિના દેહની ચારેબાજુ ગાડામાંથી લાકડા લાવીને ગોઠવી દીધા. ચોતરફ લાકડા ગોઠવાઇ ગયા કે તરત જ બાજુનાં મંદિરનાં ખુણામાંથી બળતા એવા દીવાની - સહાયથી અગ્નિ ચાંપી દીધી અને તરત જ ત્યાંથી પાછું જોયા વગર જ ભાગવા મંડી ! . . . મુનિના શરીરની ચારેબાજુ જ્વાલાઓ ભભૂકી ઉઠી ! મુનિ એ ચિતામાંથી જરા પણ આઘા પાછા થવાની પણ દરકાર કરતાં નથી.. મુનિ મનમાં એ જ વિચારે છે ! ખરેખર આ બિચારીનું થશે શું! એક મારા પ્રત્યેના દ્વેષના કારણે દુર્ગતિમાં ક્યાં સુધી રખડયા કરશે! આ સંસારમાં રાગ દ્વેષની ઘટમાળમાં જ જીવો અથડાયા કરે છે !' મુનિ તો આત્મરમણતામાં લીન બની ગયા! મુનિના દેહને તો અગ્નિએ બાળીને ભસ્મીભૂત કરી નાંખ્યો ! પણ મુનિનો આતમરામ તો આઠમાં દેવલોકનો સ્વામિ બની ગયો ! સવાર પડતાં જ કૌશાંબી નગરીમાં હાહાકાર વ્યાપી ગયો ! આવા આ તપસ્વી ધ્યાની મહાત્માને કોણે બાળી નાંખ્યા ! કૌશાંબી નગરીમાં પણ આવુ દુષ્કૃત્ય કરનાર કોણ છે! કૌશાંબીના પ્રજાવત્સલ રાજવીને પણ ચેન પડતું નથી. મારા નગરમાં આવો નિંદનીય અપરાધ કરનાર કોણ છે? આવા પ્રશાંત નિર્દોષ મહાત્માએ વળી એ હત્યારાનું શું બગાડેલું? .. એક નગરપાળ દ્વારા રાજા તપાસ કરાવે છે. કે મ કે એ - ચતુર નગરપાળ પણ તરત કડી મેળવીને સમુદ્રદત્તની પત્ની ધનશ્રીને ‘અપરાધિની’ તરીકે મહારાજા સમક્ષ લઇ આવે છે. : “તું કોણ છે? આવું નિંદનીય કામ શું કામ કર્યું ?" “મહારાજા ! હું આજ નગરના વ્યાપારી સમુદ્રદત્તની પત્ની છું.” 57 Page #73 -------------------------------------------------------------------------- ________________ કે મહારાજા સમુદ્રદત્તને ત્યાં તપાસ કરાવે છે. પણ આ વાતની બહારથી જ ખબર પડી જતાં પેલો સમુદ્રદત્ત નામધારી નંદક ત્યાંથી પહેલેથી જ નાસી ગયેલો હોય છે. તે | મહારાજા સુશર્મ નગરથી એના પિતા પૂર્ણભદ્ર શ્રેષ્ઠિને બોલાવે છે. આંખે આંસુ વહાવતો પૂર્ણભદ્ર શ્રેષ્ઠિ મહારાજાને કહે છે. | ‘સ્વામિનાથ! શું કરું! આ સ્ત્રીએ તો મારું કુળ લજવ્યું છે. મેં ઉત્તમ એવા ધનશ્રેષ્ટિ સાથે એને પરણાવી એકવાર તો દગો આપી સમુદ્રમાં નાંખી દીધા અને અંતે મુનિ બનેલા એવા એ મહાપુરૂષનો ઘાત કરીને જ રહી. મહારાજા ! એને જે સજા આપવી હોય આપો મારે આ કાળમુખીનું મોઢું પણ જોવું નથી. | રાજાએ એને દેશનિકાલ કરી દીધી. આમથી તેમ ભમતી અંતે સર્પદંશ દ્વારા મૃત્યુ પામી ત્રીજી નરકની મહેમાન બની ગઈ! બાળકો! વિચારો પ્રથમ ભવથી શરૂ થયેલા વૈરના બીજે અગ્નિશર્માના જીવને કેટલી હદે નીચે ઉતારી દીધો! જ્યારે ગુણસેનકુમારનો જીવ ઉપશમભાવમાં આગળ વધતાં વધતાં સમતાને ચરિતાર્થ કરી છેક સહસ્ત્રાર દેવલોકનો સ્વામી બની ગયો! | ક્ષમા આપવી ઉત્તમ છે. પણ ભૂલી જવું એના કરતાં પણ વધુ ઉત્તમ છે. 58 Page #74 -------------------------------------------------------------------------- ________________ | | ભવ - 5 1 - 5 | ( જય વિજ્ય કાકંદી નગરીના મહારાજા સુરતેજ અને મહારાણી લીલાવતીના રાજદુલારા બંને પુત્રો જ્ય અને વિજય રૂપથી સમાન હતા પણ ગુણથી બંનેમાં જોજનોનું અંતર હતું. જય સરળતા, નમ્રતા, નિખાલસતા, પરોપકાર, પરાયણતા આદિ અનેક સગુણોનો સ્વામી, જ્યારે વિજય એટલો જ માયાવી ખટપટી અને જય ઉપર અત્યંત દ્વેષ ધરાવનારો હતો. બાળમિત્રો! સમજી ગયાને! જય એટલે - આપણા લાડીલા ચરિત્ર નાયક ગુણસેનનો જીવ અને વિજય એટલે વૈરની વૃત્તિને અંતરમાં છે મહારાજા જયને મહામુનિ પધાર્યાની વધામણી આપતો દ્વારપાલ! 59 Page #75 -------------------------------------------------------------------------- ________________ [ , સલામત રાખનારો પેલો ભીષ્મ તપસ્વી અગ્નિશર્મા! કે મહારાજા સુરતેજનું અચાનક પરલોકગમન થવાથી વડીલ ભ્રાતા જય કાદીનો મહારાજા થયો. એક આવા ઉદાર પ્રજાપ્રિય સરળ રાજવીની છત્રછાયામાં કાકંદીની પ્રજા પણ ખૂબ સુખી હતી. પણ એકજ જીવ દુ:ખી હતો ! એ એનો સગો ભાઈ વિજય! જે ભવોભવથી વેરને કારણે એનું લોહી ચૂસવા | માટે તલસે છે! | મહારાજા યે એક શુભ રાત્રિએ સ્વપ્નમાં મુનિને દેશના આપતા જોયા ! હજી જાગૃત થઇને સવારમાં સ્વપ્નનો વિચાર કરે છે. ત્યાંજ ઉધાનપાલકે વધામણી આપી “મહારાજા! સનતકુમાર નામના મહાજ્ઞાની મુનિવર ઉધાનમાં પધાર્યા છે!” ઉદ્યાનપાલકને ખુશ કરી મહારાજા સપરિવાર મહાત્માને વંદન કરવા | માટે જાય છે. વૈરાગ્યપ્રેરક એવી મહાત્માની દેશના સાંભળી જય રાજવીનું મન સંસારમાંથી રાજ્યકાર્યમાંથી વિમુખ થઈ ગયું! આ દેહથી ભલે જયરાજા કાકંદીમાં છે પણ મનથી તો મુનિની દેશના જ એમને મીઠી-મીઠી લાગે છે. એનાજ રટણમાં છે. આ બાજુ નાનો ભાઇ વિજ્ય કેટલાયે ષડયંત્રો કરીને રાજ્ય મેળવવા માટે મથે છે. પણ ભાગ્ય એને યારી આપતું નથી...! પણ ઉદારદિલ સજન એવો રાજવી નાનાભાઈ વિજ્યને અંતે રાજગાદી સોંપી આત્મકલ્યાણના માર્ગે ચાલી નીકળે છે. રાજવી જય હવે રાજર્ષિ જય બન્યા ! કાંકદીની પ્રજાએ રાજર્ષિના ત્યાગને ભાવભીની અંજલિ આપી ! કે જયમુનિને સંયમ ગ્રહણ કર્યાને બાર બાર વર્ષનાં વહાણાં વીતી ગયા છે! Page #76 -------------------------------------------------------------------------- ________________ | સુસાધુઓના પરિવાર સાથે જ્યમુનિ અને સુશ્રમણીઓના પરિવાર કાકંદીના પાદરે પધાર્યા...! કાકંદીની ધર્મશ્રધ્ધાળુ પ્રજા આ સમાચાર સાંભળીને હર્ષઘેલી બની ગઇ! કે નાનાથી માંડીને મોટા સહુ કોઇ હરખભેર ઉધાનમાં જયરાજર્ષિની દેશના સાંભળવા દોડી આવ્યા! - મને-કમને પણ રાજવી વિજ્યને નગરજનોની સાથે દેશના સાંભળવા | આવવું પડયું ! - રાજર્ષિની મેઘધારા સમાન અમૃતવાણી પણ આ પત્થર દિલને ભીંજવી શકી નહિ! યમુનિને મનમાં એકજ ઇચ્છા હતી કે નાના > ભાઇને ધર્મમાર્ગે વાળું... પણ જેમ કાણાં ઘડામાં પાણી ન ટકે એજ વિચારે છે કે આ પાખંડી તો મારું રાજ્ય લેવા આવ્યો | લાગે છે ધરમની તો આ ફોગટ જ વાતો કર્યા કરે છે. - તીવ્ર ફેષ મનમાં ધારણ કરી રાત્રે તલવાર લઇ રાજવી વિજ્ય મુનિને મારવા માટે ઉધાનમાં આવી ચડયો. મહામુનિ તો શુકુલ ધ્યાનમાં લીન ઉભેલા હતા... ! ક્યાં છે મારા પ્રિય ભાઇ રાજર્ષિ જય! છે કે મહામુનિ ધ્યાન પારીને કંઇક બોલે એ પહેલાંજ 'તારે મારું રાજ્ય લેવું છે ને કે હવે યમસદનનું રાજ્ય’ એમ કહી દુષ્ટ વિજયે જોરથી કે તલવાર મુનિ ઉપર ઝીંકી. કાર છે | મુનિ તો ‘નમો અરિહંતાણં' કહેતા ઢળી પડ્યા અને ત્યાંથી કાળ કરી સીધા નવમાં દેવલોક આણતના આંગણે પહોંચી ગયા...! 61 Page #77 -------------------------------------------------------------------------- ________________ = = == કર જય રાજર્ષિને મારી રહેલો વિજય! નગરમાં ખબર પડતા જ હાહાકાર છવાઇ ગયો! આવા મુનિહત્યારા રાજાને કોણ સાથ આપે? રાજના સેવકો પ્રજાજનો બધાથી તિરસ્કારને પામતો અંતે અનેક રોગોથી ઘેરાઈને મરીને વિજય સીધો ચોથી નરકમાં પહોંચી ગયો! ગુણસેનનો જીવ ગુણમાં આગળ ધપતા ધપતા ઉપર પહોંચે છે. જ્યારે અગ્નિશર્માનો જીવ કષાયરૂપી અગ્નિમાં શેકાતા શેકાતાં પંકપ્રભા નામની નરકનો મહેમાન બને છે. રીત | 6. Page #78 -------------------------------------------------------------------------- ________________ ભવ - 6 ] | . ( )) ધરણ લક્ષ્મી ( ) માર્કદી નગરીના દાનવીર શ્રેષ્ટિ બંધુદત્ત અને શીલવતી માતા હારપ્રભાનો પુત્ર ધરણ અતિ ભાગ્યશાલી તો ખરો જ કારણ કે માતાના ઉદરમાં આવતા જ માતાએ શાસનદેવીને જોયેલા. આવો પુણ્યશાળી પુત્ર શાંત ધીર ગંભીર હોય એમાં નવાઈ શી? યાચકોને તો એ કલ્પવૃક્ષ જેવો લાગતો હતો. એ 1 એ જ નગરમાં રહેતા ગર્ભશ્રીમંત શ્રેષ્ઠિ કાર્તિકની સોહામણી પુત્રી લક્ષ્મી સાથે ધરણનું પાણિગ્રહણ થયું. લક્ષ્મી હતી તો ચતુર, વિનયી પણ કોણ જાણે ધરણની સાથે થયેલા પોતાના લગ્ન એને ગમતાં હતાં નહીં. છે જેમ લક્ષ્મી વધતી જાય એમ માણસોમાં દુર્ગુણો વધતાં જાય. એમ આ લક્ષ્મી પણ જેમ વધવા લાગી એમ હવે સદ્ગુણોની બદલે દુર્ગુણોની ખાણ બનવા લાગી! - છતાં પણ ધરણ તો એના ઉપર અતિ પ્રેમભાવવાળો હતો તેથી જ એનો સંસાર ઠીક ઠીક ચાલ્યા કરતો હતો! - એમાં વળી એક દિવસ એવો પ્રસંગ બની ગયો કે શ્રેષ્ઠિ પુત્ર ધરણ અને એ જ નગરીનો બીજો ગર્ભશ્રીમંત એવો દેવદત્ત શ્રેષ્ઠિપુત્રએ બન્ને પોતપોતાના રથને લઇ, [ માંકદી નગરીના સાંકડા રાજમાર્ગ ઉપર આવી ગયા છે. બંને શ્રીમંત પિતાના નબીરા છે! બંને યુવાન છે યુવાનીની સાથે થોડી અક્કડતા પણ છે! બંનેમાંથી Page #79 -------------------------------------------------------------------------- ________________ acaraca | 11 જીજી - ધરણ અને દેવનંદી બંને શ્રેષ્ઠિપુત્રો પોતાના રથને વાળવા તૈયાર નથી! કોઈ પોતાના રથને પાછા વાળવા તૈયાર નથી! એવામાંથી એ માર્ગ ઉપરથી પસાર થતા કોઇ સજ્જને ટકોર | કરી. 1 | આટલું બધું અભિમાન શા માટે! તમે બંને બાપકમાઈ પર તાગડધિન્ના કરવાવાળા છો જાતે મહેનત કરીને કમાઈને પછી ગર્વ | કરતા હોય તો જુદી વાત છે!” - તિજીને એક ટકોરોજ બસ’ એ ન્યાયે બંને જણાને આ વાત હાડોહાડ લાગી ગઈ. પત્ની લક્ષ્મીને લઇ ધરણ કમાવા માટે ઉત્તર તરફ ચાલ્યો. પિતાજીની Page #80 -------------------------------------------------------------------------- ________________ આનાકાની છતાં પણ છેવટે આશીર્વાદ મેળવીને ધરણ પોતાનું ભાગ્ય અજમાવવા માટે ચાલ્યો. તે આ રસ્તામાં જતાં જંગલમાં હેમકુંડલ નામનો વિદ્યાધર પોતાની વિદ્યાસાધના કરી રહ્યો હતો પણ વિદ્યા કોઈ પણ ઉપાયે સિધ્ધ થતી નહિ વિદ્યાનું પદ એ ભૂલી જ જતો હતો, પણ ધરણ ત્યાં આવવાથી એની હાજરી માત્રથી એ વિદ્યાધરની વિદ્યા સિધ્ધ થઇ ગઇ. | હેમકુંડલ વિદ્યાધર ધરણ ઉપર ખૂબ પ્રસન્ન થઈ ગયો અને ગમે તેવા ઘા લાગ્યા હોય છતાં પણ એ ઘા રૂઝાઈ જાય તેવી ‘વ્રણરોહણ” નામની ઔષધિ વિદ્યાધરે ધરણને આપી. | ધરણ તો ત્યાંથી આગળ વધે છે આગળ વધતાં" - વધતાં ગાઢ જંગલમાં આવે છે, ત્યાં એક ભીલ યુવાન રડતો હતો. | પરોપકારી ધરણ એને પૂછે છે ‘ભાઈ! કેમ રહે છે? તારા ઉપર એવી શું આપત્તિ આવી છે?” હા હે આર્યપુરૂષ! અમારો નાયક કાલસેન નામે પલ્લીપતિ છે. એનાં સાંનિધ્યમાં અમે આનંદપૂર્વક દિવસો પસાર કરી રહ્યા હતા એ એવો પરાક્રમી છે કે શત્રુઓ તો એનું નામ સાંભળીને જ ભાગી જાય! એક દિવસ એવું બન્યું કે એ પલ્લીપતિ જંગલમાં એકલા તલવાર લઇને જઇ રહ્યા હતા! સામે જ વનરાજ કેસરીસિંહ મળ્યો. કેસરીસિંહે પલ્લીપતિ ઉપર હુમલો કર્યો પરાક્રમી પલ્લીપતિએ તરત જ શૌર્યતાથી તલવારથી કેસરીસિંહને હણી તો નાંખ્યો પણ એની સાથે યુદ્ધમાં પલ્લીપતિના મસ્તક ઉપર બહુ ઇજા થઈ ગઈ! હવે આ રીતે જીવવું એ શું કામનું એમ વિચારી પલ્લીપતિ મરવા માટે અગ્નિમાં પ્રવેશ કરવા તૈયાર થઈ ગયો છે એની પાછળ એની પત્ની કે જે ગર્ભવતી | 65 Page #81 -------------------------------------------------------------------------- ________________ છે એ પણ અગ્નિમાં પડીને મરવા તૈયાર થઈ ગઈ છે. આવા પરાક્રમી પરોપકારી એવા પલ્લીપતિની આ સ્થિતિથી અમારી આખી પલ્લી શોકાતુર થઈ ગઈ છે. | બધાની આંખમાંથી આંસુઓની ધારા વરસી રહી છે. અમે બાપડાં શું કરી શકીએ? અમે એમને વ્યાધિમાંથી ઉગારવા માટે અસમર્થ છીએ. અમે હવે અનાથ થઇ જવાનાં છીએ રડવા સિવાય બીજું શું કરીએ? C CC - ‘ભાઈ! તું શોક કર નહિ? હમણાં ને હમણાં મને તારા પલ્લીપતિ પાસે લઈ જા મારી પાસે ઔષધિ છે એનાથી કદાચ એમનો ઘા રૂઝાઈ જાય!” જ પેલો ભોળો યુવાન તો ધરણને વળી કોઈ દેવદૂત જેવો માનવ લાગ્યો! તરત જ ધરણને પલ્લીમાં પલ્લી પતિ પાસે લઇ આવ્યો. | ધરતી ઉપર સૂતેલા આંખ બંધ છે જેની એવા પલ્લી પતિની પાસે જઈ તરત જ ધરાણ કહે છે પાણી લાવો! - વિદ્યાધર પાસેથી મેળવેલી ઔષધિ દ્વારા ધરણે પદ્વીપતિનો ઘા રૂઝાવી દીધો! અત્યાર સુધી અસહ્ય વેદનામાં કાલસેન કણસતો હતો, પણ ઔષધિના ઉપાય દ્વારા એને અતિ રાહત થઇ ગઈ. કે તરત જ ઉઠીને ધરણના પગમાં પડે છે. “હે મહાપુરૂષ! તમે તો મારા પ્રાણદાતા છો ખરેખર આવા જંગલમાં આપ ન મળ્યા હોત તો...! કૃપા કરી મને કામ બતાવો અને આપના ઉપકારમાંથી કાંઇક અઋણી બનાવો!” આ ‘ભાઈ! તારા આયુષ્યના કારણે તું બચી ગયો છે! બાકી તો " હવે એક નિર્ણય કરી લે કે સર્વ જીવો પ્રત્યે દયા રાખ! કોઇપણ Page #82 -------------------------------------------------------------------------- ________________ | | :: મ , 2, ) 1 - પ્રાણીની હિંસા કરવી નહીં. એટલો તે નિર્ણય કરી લે !" “હે મહાપુરૂષ ! માવજજીવ સુધી તમારા વચનનું હું સંપૂર્ણ પાલન કરીશ. કૃપા કરી હવે મને આપની સેવાનો લાભ આપો!” - ‘મારે જે કાર્ય કરવાનું હતું એ થઇ ગયું ! હવે હું જઇશ !' છે એમ કહી પરોપકાર પરાયણ ધરાણ તો ત્યાંથી તરત ચાલ્યો ગયો ! - ત્યાંથી થોડે દૂર એક નગરમાં રાજાના સેવકો એક ચંડાલને ફાંસીએ ચડાવવા માટે લઇ જતા હતા. . - ચંડાલ જોર-જોરથી બૂમો પાડતો હતો. હું લોકો ! સાંભળો હું | મહાશરનો નિવાસી મૌર્ય નામનો ચંડાલ છું. હું કુશસ્થલ તરફ આવતો હતો. રસ્તામાં રાજાના સેવકોએ નિર્દોષ એવા મને ચોર જાણીને કે પકડી લીધો. મંદભાગ્યવાળા એવા મને મારવા માટે લઇ જાય છે. - કૃપા કરીને મને કોઇ છોડાવો! નિષ્કલંક એવા મને કલંક આપીને મારવા લઇ જાય છે. એનું જ મને દુ:ખ છે મરાગનો મને ભય RS. . ધરણ રાજસેવકોને કહે છે. જ ‘રાજસેવકો! થોડીવાર તમે ધીરજ રાખો! હું રાજાની પાસે જઈને આવું ત્યાં સુધી તમે આને મારતા નહિ' જલ્દીથી મહારાજની પાસે જઇ લાખ રૂપિયાની મોતીની માળા મૂકી ધરાણ મહારાજાને નિર્દોષ મૌરિકને ફાંસીના ફંદામાંથી છોડવા માટે આગ્રહપૂર્વક વિનંતિ કરે છે. મહારાજા પણ એના ઉપર ખુશ | - થઇ ચંડાલને છોડવાનો આદેશ આપે છે. મૌરિક ચંડાલ પણ ધરણને પ્રાણદાતા માની એનો ખૂબ ખૂબ ઉપકાર માનવા લાગ્યો. Page #83 -------------------------------------------------------------------------- ________________ ઝ જંગલમાં પત્ની લક્ષ્મીની તૃષા છીપાવવા માટે ધરણ પોતાની જાંઘમાં કટાર મારી જ લોહી કાઢે છે! ત્યાંથી ફરતાં ફરતાં ધરણ લક્ષ્મીની સાથે અચલપુર ગયા. ત્યાં ભાગ્યયોગે ધરણ ખૂબ કમાયો. ત્યાંથી ઋધ્ધિ સહિત પરિવાર સાથે સાર્થની સાથે રસ્તામાં ખૂબ આનંદ આવી રહ્યો છે. માર્ગમાં કાદંબરી નામનું જંગલ આવ્યું. એ ભયંકર જંગલમાં લૂંટારાઓએ - ધરણ અને લક્ષ્મી જાન બચાવવા માટે ત્યાંથી ભાગી નીકળ્યા! રસ્તામાં લક્ષ્મીને ખૂબ તરસ લાગી! પાણી વિના તરફડવા મંડી! આવા જંગલમાં પાણી ક્યાંથી મળે! 68 Page #84 -------------------------------------------------------------------------- ________________ અંતે ધરણે પોતાના જંઘમાં જાતે કટારમારી લોહી કાઢી લક્ષ્મીની તૃષા શાંત કરી ! તે પોતાના શરીરનો ઘા પેલી ઔષધિથી રૂઝાવી દીધો! ત્યાંથી આગળ વધતા મહાસર નગરની બહાર યક્ષના મંદિરમાં બંને જણા સૂઇ ગયાં. ! - ક ક કિસ - અમાસની અંધારી રાત છે આ બંને ભરનિદ્રામાં પોઢેલા છે ત્યાંજ એક ચોર ઘરેણાનું પોટલું લઇ મંદિરમાં દાખલ થયો! અંદર જાય છે ત્યાં જ્યાં લક્ષ્મી સૂતેલી એના હાથ ઉપર ચોરનો પગ આવ્યો. ચોર તો યક્ષની મૂર્તિ પાસે પહોંચી જાય છે ત્યાં એની પાછળ ' જ લક્ષ્મી આવી એના ખભા ઉપર હાથ મૂકી કહે છે. | ‘તું કોણ છે? અહીં આવવાનું કારણ શું ?" - “ચંડરૂદ નામે ભયંકર ચોર છું. રાજાના મહેલમાંથી ચોરી કરીને આવ્યો . રાજાના સૈનિકો મારી પાછળ પડેલા છે હમણાંજ આ મંદિરમાં આવશે અને મને પકડી લેશે પણ આવી અંધારી રાતે અહીં મંદિરમાં એકલી એવી તું કોણ છે?” - “માર્કદી નગરીના ધરાણ શ્રેષ્ઠિની સ્ત્રી છું. મારા પતિ અહીં સૂતા છે લોકો ભલે પતિ-પત્ની તરીકે અમને માને પણ મને તો મારા પતિદેવ જોવા પણ ગમતાં નથી ! હું કોઇ મારા પ્રિય પાત્રની જ શોધ કરી રહી હતી અને એવામાં તું મળી ગયો છે જો તું મારી વાત માન! અને મને પત્ની તરીકે સ્વીકારી લે તો હું એવો ઉપાય કરું કે તને રાજાના સૈનિકો હાથ પણ લગાડે નહીં!” ‘એ કઈ રીતે બને? 69 Page #85 -------------------------------------------------------------------------- ________________ | ‘તારું આ પોટલું કે જેમાં ચોરીનો માલ ભરેલો છે. એ આ | મારા પતિ પાસે મૂકી દે. આપણે બંને પતિ-પત્ની તરીકે બહાર | ચાલ્યા જઇએ રાજસૈનિકો આને જ ચોર માની પકડીને ફાંસીએ ચડાવી દેશે! પછી આપણે ખૂશીથી મોજમજા કરીશું !!" અને આ “ચોરને પણ મનમાં લાગ્યું કે આ સ્ત્રી તો કેવી છે! પણ છે. હમણાં તો મારો જીવ બચે છે માટે એ જેમ કહે છે એમ કરીને ભાગી જઇએ!” હ મ કરી ડાઉ ધરણ પાસે ચોરીનો માલ મૂકી લક્ષ્મી અને ચોર બંને નાસી ગયા! હ હ . કે “લક્ષ્મી! તારો પતિ શું તને દુ:ખ આપતો હતો કે આમ એકાએક મારી સાથે આવી ગઇ!” છે ‘ના... ના! એને તો મારા ઉપર બહુજ પ્રેમ હતો મારું કહેલું બધું કરવા તૈયાર હતો એટલું જ નહીં એક વખત તો જંગલમાં મને સખત તરસ લાગેલી. પાણી માટે ઘણી શોધ કરી પાણી ન મળતા અંતે એણે પોતાના લોહીથી મારી તરસ છીપાવી! પણ મને એનું મોટું જ જોવું ગમતું નથી. કોણ જાણે એને જોઉં અને મને શું થાય છે! હવે મૂકોને એ વાત! હવે તો મને તમે મળી કરે . આ alat ! ai مع ? "! 57 aniة 19ی 24 ચોર તો આ વાત સાંભળી અતિ આશ્ચર્ય પામ્યો આ સ્ત્રી તો જુઓ કેવી છે. જેણે પોતાની જાંઘ ચીરી એની તરસ છીપાવી આવા પ્રેમાળ પતિનો પણ વિશ્વાસઘાત કરી ઉપરથી એમની ઉપર ચોરીનું કલંક લગાવી મારી સાથે ભાગી આવે છે. પણ કાલ સવારે આ બલા મારી ઉપર પણ શી વીતાવશે કોને ખબર! આના કરતાં Page #86 -------------------------------------------------------------------------- ________________ ચોર લક્ષ્મીને ઘરેણા ઉતારવાનું કહે છે! આવી દુને તો રસ્તે રઝળતી જ કરવી જોઇએ! હશે એને જ્યાં જવું હોય ત્યાં જશે ! હું તો એનાથી છૂટું! - ‘એય! ઉભી રહે! હમણાંને હમણાં આ ઘરેણાં ઉતારી નાંખ! મને આપી દે! નહિંતર આ તલવાર તારી સગી નહીં થાય! જીવવું હોય તો બધુ ઉતારવા મંડ!' ચોરની આવી ત્રાડ સાંભળીને લક્ષ્મી તો આશ્ચર્ય પામી ગઈ! | ‘શું કામ મારી મશ્કરી કરો છો? હું તો તમારી હવેથી સ્ત્રી | છે “જા! જા! હવે પત્નીવાળી ! આવા ઉદાર સજ્જન એવા તારા 71 Page #87 -------------------------------------------------------------------------- ________________ જ ધણીની તેં આવી હાલત કરી તો તું મારું શું ભલું કરી શકવાની ! જલ્દી ઉતારવા મંડ ઘરેણા અને પડ તારા રસ્તે !" - અંતે બધાં ઘરેણાં ઉતારવા પડયા! ખાલી ફાટેલતૂટેલ કપડા જ | બચ્યા ! ભર જંગલમાં બિચારી લક્ષ્મી એકલી અટુલી ભમવા માંડી. . હવે શું કરશે લક્ષ્મી! ફરીવાર એને ધરણનો મેળાપ થશે કે એ ! પણ એ પહેલા આપણે ધરણ ઉપર દષ્ટિપાત કરી લઇએ | ચોર અને લક્ષ્મીના ભાગી ગયા બાદ એ બિચારાનું થયું શું! . સવાર પડતાની સાથે જ યક્ષના મંદિરમાં સૂતેલા ધરણને મુદામાલ સહિત પકડીને ચોર તરીકે મહારાજાની પાસે લઇ આવ્યા. મહારાજાએ તુરત જ ફાંસીએ ચડાવવાનો હુકમ આપી દીધો! ! કે ફાંસીના માંચડે ધરણને બાંધી દીધો છે. છેલ્લી ઘડીઓ ગણાઇ રહી છે એ જ વખતે ફાંસી આપનાર ચંડાલ કહે છે એય ચોર ! 1 જરા ઉચું તો જે અત્યાર સુધી નીચું મોટું રાખીને જ રહેલો છે! હવે તારા ભગવાનને સંભાર! તું હવે બે ચાર પળોનો મહેમાન | ધરણે જરાક મોટું ઉંચું કર્યું ત્યાં તો જે ફાંસી આપનાર ચંડાલ | હતો તે ચમકી ગયો! ક જ | ‘અહો! આ તો મારા જીવનદાતા મહોપકારી ધરણ છે. એને - હું ફાંસીએ ચડાવું! એ સજ્જન કોઇ દિ' આવું કામ કરે તેમ નથી. આ તો રાજા વગર વિચાર્યું પાડાનાં વાંકે પખાલીને ડામ કે એ મુજબ આને મારવાનો હુકમ કર્યો લાગે છે. આ કામ “હે મહાપુરૂષ! મને ઓળખો! હું તે જ મૌરિક ચંડાલ કે મને Page #88 -------------------------------------------------------------------------- ________________ આપે ફાંસીના ફંદામાંથી છોડાવેલો! અને હું જ આપને ફાંસી આપું! એ કદિ ન બને! તમે હમણાં ને હમણાં અહીંથી ભાગી જાવ...! કે “મૌરિક! તું તારી ફરજ બજાવ ! મને છૂટો કરીશ તો મહારાજા | તારા ઉપર શી વીતાવશે તને ખ્યાલ છે?' 'જે થવાનું હોય તે થાય ! પણ હવે મહેરબાની કરીને આપ જલ્દીથી અહીંથી ભાગી જાવ!” એમ કર | ચંડાલના અતિ આગ્રહથી ધરણ ત્યાંથી ભાગ્યો! જંગલમાં આવતા વિચારે છે. મારી પત્નીનું શું થયું હશે ! ચોર એને ઉઠાવી ગયો હશે કે મારી નાંખી હશે ! હવે એ બિચારીનું શું થતું હશે ?" બાળમિત્રો ધરાગની કેવી મતિ છે! પેલી તો એને તરછોડીને ભાગી ગઇ છે! છતાં પણ આ મહાપુરૂષ તો મનમાં એનું ભલું જ વિચારે છે! જ હજી ધરણનાં મનમાં લક્ષ્મીના વિચારો ચાલુ જ છે ત્યાં તો સામેથી ફાટેલા તૂટેલા કપડાંવાળી સાવ બેહાલ સ્થિતિમાં મૂકાઈ ગયેલી લક્ષ્મી ધરણને મળી. | ‘પ્રાણનાથ ! શું કરું! મંદિરમાં આવેલા ચોરે એનું પોટલું તમારી પાસે મૂકી દીધું અને એ મને બળાત્કારે લઇને ભાગ્યો ! જંગલમાં લઇ જઈ ઘરેણા આદિ બધું પડાવી મારી આવી દશા કરી નાંખી ! હું શું કરું? ક્યાં જઉ ? મારા પરમપ્રિય પતિદેવનું શું થયું હશે! હું તો હવે મરવાનો જ વિચાર કરતી હતી પણ હું મારા પ્રાણાધાર ! હજી કંઇક મારું ભાગ્ય જાગૃત હશે કે આવા વેરાન રાનમાં પણ આપનો ભેટો થઇ ગયો !' 73 Page #89 -------------------------------------------------------------------------- ________________ | છે ને સ્ત્રી ચરિત્ર! અંદરથી જરા પણ ઇચ્છતી ન હોવા છતાં | બહારથી કેવું મીઠું મીઠું બોલે છે! કે “જે થયું તે થયું. પણ હવે આપણને કોઈ વાંધો આવશે નહીં | તું હવે મનમાંથી કાઢી નાખ હવે તો હું તારી બાજુમાં જ છું. ને! - ત્યાંથી બંને જણા આગળ વધ્યા. ત્યાં જ સામેથી ભિલ્લોનું ટોળું આવ્યું બંનેને બાંધીને તેમના સરદાર પાસે લઇ આવ્યા ! મિત્રો! બહુ સરસ બત્રીસલક્ષણા યુગલને લઈ આવ્યા છો! ત્યાં તો ધરણના મોઢા ઉપર પલ્લી પતિની દૃષ્ટિ પડે છે! વિચારમાં પડે છે! આ તો પેલા સાર્થવાહ ધરણ જ નથી ને! | હે મહાપુરૂષ ! આપ જ ધરણ સાર્થવાહ!? | ‘હા કાલસેન!’ ‘મિત્રો! છોડી દો આ મહાપુરૂષને! એ તો મારા મહાન ઉપકારી છે! | ‘મહાપુરૂષ ! આમ કેમ એકલા આપની સાથેનો સાથે ક્યાં!” “જંગલમાં બધા લૂંટાઈ ગયા! અમે આમથી તેમ અથડાતા ભટકતા હતા એવામાં તમારા સેવકો અહીં લઈ આવ્યા!' | પલ્લીપતિ કાલસેને ધરણ અને લક્ષ્મીની થોડા દિવસો સુંદર સેવા કરી. છે હવે માર્કદી નગરી માતૃભૂમિ છોડયાને ઘણાં દિવસો વ્યતીત થઇ ગયેલા...! ધરણને માતા-પિતાની યાદ આવે છે! પદ્વીપતિ પાસેથી રજા લઇ ધરણ લક્ષ્મી ત્યાંથી માકંદી તરફ જવા નીકળે છે 74 Page #90 -------------------------------------------------------------------------- ________________ છેલક્ષ્મીને તો ધરણની સાથે રહેવું એક પળ પણ ગમતું ન હતું તેથી રસ્તામાંથી જ ધરણને છોડીને લક્ષ્મી તો ચાલી ગઇ! ધરણે ઘણી શોધખોળ કરી પણ ક્યાંક મળી જ નહીં! અંતે માર્કદી નગરીમાં ધરણ આવ્યો! માતા-પિતાને મળ્યો! પણ અત્યારે હૈયુ વ્યથિત હતું કે લક્ષ્મીનું શું થયું હશે ? છે તેથી જ થોડા દિવસોમાં ફરી પાછું કમાવા માટે તેમજ લક્ષ્મીની શોધ માટે ધરાણે માર્કદી નગરી છોડી ! ધરણ ફરતો ફરતો વૈજયંતી નગરીમાં આવી ચડયો! ભાગ્યે ત્યાં એને યારી આપી! ખૂબ ધન કમાણો! ત્યાંથી વિશાલ ઋધ્ધિ સાથે ધરણ વહાણમાં આગળ વધી રહ્યો છે. ત્યાં તો મધદરિયે વહાણ ભાંગીને ભૂક્કો થઇ જાય છે! પર ધરણની બધી ઋધ્ધિ સમુદ્રમાં ગરકાવ થઇ ગઇ! પણ હજી એનું આયુષ્ય મોટું છે તેથી જ એને આવા ભયંકર સમુદ્રમાં પણ પાટીયું મળી જાય છે! એના ઉપર બેસી તરતા તરતા ધરણ સુવર્ણ દ્વીપમાં આવી ચડ્યો! ‘સુવર્ણદ્વીપ! કે જ્યાં સોનાનાં તો ઢગલે ઢગલાં હોય! આવા દ્વીપમાં આવવું પણ બહુ કઠણ ગણાતું. ભાગ્યેજ વર્ષમાં એકાદ વાર કોઇ વહાણવટી એનું પુણ્ય જાગૃત હોય તો ત્યાં પહોંચી શકતો! બાકી તો એ રસ્તોજ એવો વિકટ, દુર્ગમ હતો કે ત્યાં પહોંચવું અને સહીસલામત પાછા વળવું ! એ તો ભાગ્યે જ બનતું! આવા જાહોજલાલીવાળા દ્વીપમાં ધરણ આવી પહોંચ્યો! જ્યાં જુએ છે ત્યાં સુવર્ણ! સુવર્ણ! રાજીનો રેડ થઇ ગયો! સોનાની ઇંટોના 75 Page #91 -------------------------------------------------------------------------- ________________ ઢગલાં ભેગા કરવા મંડયો! બધી ઈંટો ઉપર પાછું પોતાનું “ધરાગ’ એ નામ પણ લખવા મંડયો! - એમ કરતાં કરતાં દસ હજાર સોનાની ઇંટો ભેગી કરી લીધી...! હવે વિચારે છે કે કોઇ વહાણવટી આ તરફ આવે તો એની સાથે દેશમાં ચાલ્યો જાઉં...! હ રિ , - ઘણાં દિવસો બાદ સુવદન નામે ચીન દેશનો વહાણવટી પોતાના વહાણો લઇને આ સુવર્ણદ્વીપમાં આવી ચડયો. ધરણ સુવદનની સાથે | ભાડું નકકી કરી એના વહાણમાં પોતાની સોનાની ઇંટો સાથે બેઠો! પર સુવર્ણદ્વીપથી વહાણ પાછું વળવા લાગ્યું ! ત્યાં એ જ વહાણમાં અચાનક લક્ષ્મી મળી ગઇ! નાથ!... આપનાથી તે જંગલમાં છૂટી પડી ગઇ. આપની ઘણી શોધ કરી ક્યાંય પણ આપ મળ્યા નહિં. પ્રિયતમ! પ્રિયતમ! કહીને હું ચારે બાજુ રખડી જંગલના એક એક વૃક્ષે જઈને ઉભી રહી પણ હે નાથ ! આપ ક્યાંય મળ્યા નહિ.. પછી આ સજ્જન સાર્થવાહ મળી ગયા અને એમની સાથે આપણી નગરીમાં જ જવા નીકળતી હતી એમાં કુદરતી આ વહાણો જાણે આપણું મિલન જ ન થવાનું હોય એ રીતે સુવર્ણદ્વીપમાં આવી ચડયા.. ને હે. પ્રાણાધાર! મારા સદ્ભાગ્યે આપ મળી ગયા! અંતરથી તો એ જ વિચારતી હતી કે આ પાછો ક્યાં મને વળગ્યો! માંડ એનાથી છૂટી પડી હતી અને આ સુવદન સાથે મોજમજા કરી રહી હતી ત્યાં પાછી આ બલા આવી ચડી ! પણ બહારથી મીઠું મીઠું બોલી ધરણને ખુશ કરી દીધો! Page #92 -------------------------------------------------------------------------- ________________ સુવદન સાર્થવાહના વહાણો મધદરિયે આવ્યા! ત્યાં તો જાણે | ઉલ્કાપાત ન થયો હોય એવા દશ્યો સર્જાવા લાગ્યા ! હંમેશા શાંત રહેતો સમુદ્ર ઉછળવા મંડયો! જોરદાર પવન સાથે વીજળીના કડાકા ને ભડાકા થવા મંડયા ! લોકો આ શું થયું એ વિચારે પહેલા જ જલની અધિષ્ઠાત્રી | દેવી પ્રગટ થઇ “મારે એક પુરૂષનો ભોગ જોઈએ ! એ નહિં મળે આ તો બધાને વહાણની સાથે ડૂબાડી દઇશ!'' - વહાણમાં બેઠેલાં બધા થરથરવા મંડ્યા એકબીજાની સામું જુએ છે પણ મરવા કોણ તૈયાર થાય! - અંતે પરોપકારી એવો ધરણ વિચારે છે મારા એકના મરવા માત્રથી - આટલા બધા બચી જતા હોય તો મરવું શું ખોટું છે? આમ [ પણ જીવનમાં એક વખત મરણ આવવાનું જ છે ને! મનમાં દઢ નિશ્ચય કરી પરમાત્માના નામનું સ્મરણ કરી ધરણે સીધો દરિયામાં કદકો માર્યો! છે છે પણ આ શું! આશ્ચર્ય! દરિયામાં પડે એ પહેલાજ ઉપરથી જતા એવા વિદ્યારે તેને ઝીલી લીધો! કે “પરોપકારપરાયણ ! મને ઓળખ્યો કે નહિં ? - “હું હેમકુંડલ વિધાધર તમે મને આકાશગામિની વિદ્યામાં મદદ કરી હતી તેજ હું છું. હવે ચાલો મારી સાથે મારા નગરમાં તમારી ભક્તિનો લાભ મને મળે !" કહી પોતાના નગરમાં લઇ જઇ સુંદર ભક્તિ કરી સારામાં સારા રત્નો - Page #93 -------------------------------------------------------------------------- ________________ આપી, હેમકુંડલ વિદ્યાધરે ધરણને દેવપુર નગરના પાદરે મૂકી દીધો! દેવપુર નગરમાં ટોપ નામના શ્રેષ્ઠિને ત્યાં ધરણ રહ્યો. રોજ સમુદ્ર કિનારે તપાસ કરે છે સુવદનનું વહાણ આવ્યું કે નહીં! . એક દિવસ સુવદનનું વહાણ દેવપુર નગરના કિનારે આવી ચડયું! સમુદ્રકિનારે જ ધરણને જોતાં લક્ષ્મી અને સુવદનના મોતિયા મરી ગયા! આ લપ પાછી અહીં ક્યાંથી ! ધરણ તો બંનેને જોઇને આનંદ પામ્યો! કે “આપ ખરેખર પૂણ્યશાળી કે સમુદ્રમાં પડયાં છતાં પણ બચી ગયા! “એ તો વિદ્યાધરના કારણે” એમ કહી ધરણે પોતાની બધી વાત કહી. રાત્રીના ટાઇમે વાતો કરતાં કરતાં ત્રણેય સમુદ્રકિનારે સૂઇ જાય છે. પણ લક્ષ્મી અને સુવદન બંને પાપીઓનાં મનમાં પાપ હોય છે. લક્ષ્મીને તો પહેલેથી જ ધરણ આકરો લાગતો હતો! સુવદનને પણ હવે ધરણની સોનાની ઇંટોનો લોભ લાગ્યો હતો! સાથે લક્ષ્મી જેવી સોહામણી પત્ની મળતી હતી.! અર્થ અને કામ બંને ભેગા થયેલા તેથી જ એ બંનેએ નક્કી કરી લીધું કે આને હવે કોઇ પણ ઉપાયે મારી નાંખીએ. દરિયામાં નાંખી દઈએ તો પણ એ પાછો જીવતો રહી જાય છે. એના કરતાં તો એને ગળામાં ફાંસો નાંખી મારી અને પછી જ દરિયામાં ફેંકીએ પછી કોઇ ચિંતા નહિ આખી જિંદગી લીલાલહેર! પણ એ બિચારાઓને ક્યાં ખબર છે કે ભાવિના ભીતરમાં શું છુપાયેલું છે. | મધ્યરાત્રિએ બંને પાપીઓ ઉઠ્યાં. લક્ષ્મીએ ધરણના ગળામાં ફાંસો નાંખો અને સુવદને ગાળિયાને ખેંચ્યો. થોડીવાર થઇ બંને જણાએ માની લીધું કે હાશ! આ પાપી મરી ગયો. સમુદ્રના કાંઠે એને Page #94 -------------------------------------------------------------------------- ________________ - નાંખી એ બંને જણા તો ત્યાંથી ભાગી ગયા ! પણ ધરણનું ભાગ્ય જાગૃત હતું. થોડીવારે એ ભાનમાં આવી ગયો. ભાનમાં આવતાં જ વિચારે છે. ખરેખર આ સ્ત્રી કેવી નીકળી ! જેના માટે હું | જંગલમાં આમથી તેમ ભટક્યો જેને પાણી પાવા મારું શરીર ચીર્યું! | - જેની ઝંખના હું રાતદિવસ કરતો હતો ખાવા-પીવાનું ભાન પણ * મને રહ્યું ન હતું એ સ્ત્રી આવી બેવફા નીકળી ! સંસારનું સ્વરૂપ | | અતિ વિચિત્ર છે! કે, '' S S છે. ત્યાંથી ફરી ટોપ શ્રેષ્ઠિને ત્યાં આવ્યો ! ને સુવદન અને લક્ષ્મી બંને મળી ધરાણના ગળામાં ફાંસો નાંખે છે ! “મિત્ર! આખી રાત્રિ દેખાણા નહિ ક્યાં ગયેલા ?' ટોપ શેઠે | આ પ્રમાણે પૂછ્યું ત્યારે ધરણે લક્ષ્મી અને સુવદનની કથની કહી‘ચાલો! મહારાજાની પાસે ફરિયાદ કરવા! મહારાજા ન્યાયી છે : Page #95 -------------------------------------------------------------------------- ________________ તમને પૂર્ણ ન્યાય આપશે !" શેઠે આ પ્રમાણે કહ્યું ત્યારે ધરણ કહે છે. રહેવા દો શેઠ! - એના ભાગ્યમાં હશે તો એ લઇ જશે.” પણ ટોપ શેઠે મહારાજાની પાસે જઈને બધી વાત કરી. મહારાજાએ તરત જ સમુદ્ર કિનારે રહેલા સુવદનને લક્ષ્મીની સાથે બોલાવ્યો ! રાજસભામાં પ્રવેશતાં જ ધરણને જોઈને બંનેના પગ ધૂન્ધા મંડયા! આ હજી જીવતો છે? રાતના ફાંસો આપ્યો હતો છતાં મર્યો નથી! કે પછી એનું કોઇ ભૂત છે? | ‘એ શેઠિયા! તારી બાજુમાં રહેલી સ્ત્રી કોણ છે?' | ‘મહારાજા આ તો મારી ધર્મપત્ની છે? ‘બેન! તમારા પતિદેવ કોણ'. મને ‘મહારાજા ! આ જ મારા પતિદેવ છે.” સુવદન તરફ નજર | નાંખી લક્ષ્મીએ કહ્યું- હક | ‘તો આ ધરણશેઠ તારા પતિ છે એ વાત ખોટી ને!” “કોણ ધરણ? મહારાજા હું તો કોઇ ધરણને ઓળખતી પણ નથી એમાં પણ આ માણસને તો આજે પહેલીવાર જોયો કોઇ લેભાગુ લાગે છે અમારી સંપત્તિ પડાવવા આવ્યો લાગે છે મહારાજા! આવા લુચ્ચા માણસોનો વિશ્વાસ કરતાં નહિ..!!” કે “સારું સુવદન! તારા વહાણમાં સોનાની 10 હજાર ઇંટો છે એ કોની છે!” ‘મહારાજા ! મારા વહાણમાં રહેલી વસ્તુ મારી જ હોય ને આ કરી TO Page #96 -------------------------------------------------------------------------- ________________ 1 erછે. છે (c) જ ધરણ ઘર મહારાજા રાજસભામાં સુવદન અને લક્ષ્મીની સામે સોનાની ઈંટો મંગાવે છે, કે એના ઉપર ધરણ નામ લખેલું જુએ છે! ઇંટો તો સુવર્ણદ્વીપથી માંડ માંડ મળી છે. એ મેળવવા માટે તો જીવને હથેળીમાં રાખીને ત્યાં ગયેલો.’ કે ‘સારું મંત્રીશ્વર! એક કામ કરોને! એના વહાણમાં રહેલી સોનાની ઇંટો અહીં હમણાં જ મંગાવો.’ કક હું થોડી જ વારમાં સુવર્ણની ઇંટો આવી ગઇ બધી ઈંટો ઉપર “ધરણ’ ‘ધરણ’ એ પ્રમાણે નામ લખેલું જોઇ સભા આશ્ચર્ય પામી ગઇ! સુવદનને તો થઇ ગયું કે હવે ધરતી માર્ગ આપે તો અંદર પેસી જાઉં! 81 Page #97 -------------------------------------------------------------------------- ________________ કે “બોલ હવે સાચું બોલ! નહીતર માર ખાવો પડશે આ સુવર્ણરૂપી - લક્ષ્મી અને સ્ત્રી રૂપી લક્ષ્મી બંને તારી જ છે ને!” | મહારાજાની એકજ ત્રાડથી સુવદનના ગાત્રો ઢીલાં થઇ ગયા! - - 'મહારાજા ! મને માફ કરો ! મારી કોઈ ભૂલ નથી. આ સ્ત્રીના - કહેવાથી જ મેં આ બધુ નાટક કરેલું કૃપાળુ ! આ બંને વસ્તુ ધરણની છે મહેરબાની કરી મને ક્ષમા આપો !?? કે . કા . | ધરણના કહેવાથી મહારાજાએ સુવદન અને લક્ષ્મી બંનેને છોડી C દીધા. ઉપરથી દયાભાવને લીધે ધરણે સુવદનને આઠ લાખ સુવર્ણ - આપ્યું. બંનેને સારી રીતે વિદાય આપી ! છેવટે શિખામણ આપે છે. હવે સુંદર રીતે જીવનમાં ધર્મ આરાધજો. - બાળમિત્રો ! ધરાણના હૈયામાં કેવી કરૂણા છે! જેને મારવા માટે - બંને જણા ફાંસો લઈને મથી રહ્યા હતા! એવાને જીવતા જવા | દીધા એટલું જ નહીં પણ ઉપરથી દાન પણ આપ્યું ! | | મહાપુરૂષો આવી જ વૃત્તિવાળા હોય છે! . અતુલ ઋધ્ધિ સિધ્ધિ સાથે ધરણ ફરી માર્કદીમાં આવ્યો ! માર્કદીનરેશ | કામમેઘે પણ નગરના રત્ન ધરણશેઠનો સુંદર સત્કાર કર્યો! | આ પુત્રવધૂ લક્ષ્મીને સાથે ન જોતાં માતા-પિતાએ પૂછયું! બેટા લમી ક્યાં ? તે માતાજી! લક્ષ્મી તો અપાર સાથે લઇ આવ્યો છે. બાકી એ લક્ષ્મીએ તો મને જીવતો મારવામાં કમી રાખી નથી કોણ જાણે - એને મારા ઉપર એવું શું વેર હશે ! હશે ! એનું પણ કલ્યાણ - થાઓ ! એમ કહી ધરણે પોતાની આપવીતી માતા-પિતાને જણાવી. બધી સ્ત્રી એના જેવી હોતી નથી ! હવે કોઈ સુંદર ખાનદાન - ઘરની કન્યા સાથે તારા લગ્ન કરાવીએ ! બેટા આટલી લક્ષ્મી હોવા છે 82 Page #98 -------------------------------------------------------------------------- ________________ છતાં પણ ગૃહિણી રૂપી લક્ષ્મી ન હોય તો ઘર શોભે નહિ!. “નહીં પિતાજી! હવે મને કોઈ સંસારના વિષયોનો મોહ રહ્યો જ નથી હવે મને પરણવાનો આગ્રહ કરતાં નહી”.... છે અને થોડા જ વખતમાં અહિદત્ત નામના તપસ્વી જ્ઞાની મહામુનિ પરિવાર સાથે માર્કદી નગરીમાં પધાર્યા...! ધરગશેઠ આ જ તકની રાહ જોતા હતા મહાત્માની મધુરી દેશનાના પ્રતાપે ધરણે તુરંત જ મહાકણે મેળવેલી એવી લક્ષ્મીને તણખલાની જેમ છોડી દીધી. સંસારના પ્રત્યેક પદાર્થોમાંથી મમત્વભાવને કાઢી સમત્વભાવને ધારણ કરવા ધરણશેઠ હવે ધરણ મુનિ બની ગયા ! થોડા જ સમયમાં તપ-ત્યાગમાં ખૂબ આગળ વધી આત્માને ઉન્નતિના માર્ગે વાળી દેનાર બન્યા... છે વિહાર કરતાં કરતાં તામ્રલિપ્તિ નગરીમાં ધરાણ મુનિવર પધાર્યા... સંધ્યાનો સમય થઇ ગયો છે. પક્ષીઓ કલ્લોલ કરતાં પોતાના માળામાં પાછા ફરી રહ્યા છે, ગાયો દોડી દોડીને પોતાના વાછરડાને મળવા માટે જઇ રહી છે, મંદિરોમાંથી ઘંટનાદ ગુંજી રહ્યા છે. ત્યારે ધરાણ મુનિવર ઉધાનમાં કાઉસ્સગ્ગ ધ્યાનમાં લીન બની ગયા છે. ત્યાં જ એક સ્ત્રી એમની સામે આવી પોતાના હાથે શરીર ઉપર ઉઝરડા કરી શરીર પરના ઘરેણાઓના ટૂકડા કરી મુનિની સામે મૂકી દે છે. અને જોરથી બૂમો પાડે છે, “બચાવો બચાવો આ ઢોંગી મુનિ મને લૂંટી રહ્યો છે.” બાજુમાં જ રહેલા રાજ સૈનિકો દોડતા આવી જાય છે “સૈનિકો પકડો આ ઢોંગીને! મારા ઘરેણા લૂંટતો હતો અને તમને આવતા જોઈ પાછો એણે ઢોંગ શરૂ કરી દીધો છે! “એય! સાધુ! સાચું બોલજે તું કોણ છે? કેમ આ બાઇના ' 83 Page #99 -------------------------------------------------------------------------- ________________ દાગીના લઇને ઉભો છે?' | મુનિ તો મૌન જ રહ્યા. તરત જ પકડીને મહારાજા પાસે લઇ ગયા. મહારાજાએ પણ પુછ્યું, પણ સાચું કહીશ તો આ સ્ત્રીને અનર્થકારી થશે એમ વિચારી મહામના મુનિવર તો મૌન જ રહ્યા. છે ઢોંગી ! કાંઇ બોલતો જ નથી જવ લઇ જાવ! એને ફાંસીએ ચડાવી દો! આવા ગુના મારા રાજ્યમાં ચાલશે નહીં. છે ક્રોધથી ધમધમતા મહારાજાનો આદેશ સાંભળી રાજસેવકો મુનિને લઇ શૂળીના પાટીયે આવી ચડ્યા! મુનિ તો આવા મરણાંત ઉપસર્ગમાં પણ સમાધિમાં લીન છે. ! ફાંસી આપનાર ચંડાલ હજી ગાળિયો ખેંચવા જાય ત્યાં જ સીધો ભૂમિ ઉપર પટકાઇ ગયો! આકાશમાંથી દિવ્ય પુષ્પોની વૃષ્ટિ સાથે આકાશવાણી થઇ “મહામુનિ નિર્દોષ છે. એ દુષ્ટ સ્ત્રીના જ બધા કારસ્તાન છે, મુનિવર ઉપર ખોટું કલંક લગાવેલું છે.” રાજા તો દોડતો આવી મુનિવરના પગે પડી પોતાના અપરાધની ક્ષમાપના કરે છે. રાજસૈનિકો પેલી સ્ત્રીને શોધવા નીકળ્યા! પણ એ તો તરત જ ત્યાંથી ભાગી જ ગઈ! . | હમણાં બનેલા એવા એના પતિ સુવદનને પકડીને મહારાજા પાસે લઇ આવ્યા. સુવદને પણ મહારાજાને પોતાની લક્ષ્મીની અને મહામુનિ ધરણની બધી વાત કરી મહારાજા પણ આ સાંભળી આશ્ચર્ય પામી ગયા. સુવદન પણ ‘સંસારથી' કંટાળી સાધુ થઇ ગયો ! નાના ધરણમુનિ તો ત્યાંથી વિહાર કરી નિરતિચાર ચારિત્ર પાળી આયુષ્ય પૂર્ણ કરી સીધા અગિયારમાં આરણ દેવલોકના તેજસ્વી દેવ બની ગયા! Page #100 -------------------------------------------------------------------------- ________________ જ્યારે પેલી લક્ષ્મી જંગલમાં આમથી તેમ રખડતી, ભટકતી અંતે - વાઘથી ચીરાઈ મરણ પામી પાંચમી નરકમાં ચાલી ગઇ! ગુણસેન રાજકુમારનો જીવ. કમશ : સિંહ, શિખી, ધન, જય, અને ધરણ સ્વરૂપે બની. એક એક પગથિયું આગળ ચડી રહ્યો છે! જ્યારે, - પેલા મહાતપસ્વી અગ્નિશર્માનો જીવ. કમશ: આનંદ, જાલિની ધનશ્રી, વિજય અને લક્ષ્મી તરીકે બની દુર્ગતિની ગર્તામાં ધકેલાઇ રહ્યો છે! એક સૂક્ષ્મ! એવા વૈર બીજની પણ કેવી દારૂણ પરંપરા! (કોઇ કોઇ નો મિત્ર નથી કે કોઇ કોઇનો શત્રુ નથી, શત્રતા અને મિત્રતા કેવળ વ્યવહારના કારણે ને જ થાય છે. 85 Page #101 -------------------------------------------------------------------------- ________________ ભવ - 7 - પૂર્વ ભારતમાં અંગ દેશની જાહોજલાલી તે સમયે! અનેરી હતી રાજધાની ચંપાનગરીમાં મહારાજા અમરસેન પોતાના લધુબંધુ યુવરાજ હરિષણ સાથે સુખપૂર્વક દિવસો પસાર કરી રહ્યા હતા. ( અમરસેન અને હરિષણનો પ્રેમ પણ અરસપરસ એટલો કે લોકો કહેતા જાણે રામ લક્ષ્મણની જોડી ! પાછા બંને ભાઇઓ શૂરવીર, સાત્વિક અને પરાક્રમી હતા. 1 અમરસેનની પત્ની જયસુંદરી અને હરિષણની ભાર્યા હરિપ્રભા બંને એક એક પુત્રની માતા થઇ. હે મહારાજાના પુત્રનું નામ સેન પાડયું જ્યારે યુવરાજના પુત્રનું નામ વિષેણ પાડયું. મહારાજા-યુવરાજને હતું કે જેમ આપણે બંનેમાં અવિહડ પ્રેમ છે એમ આ બંને ભાઇઓ પણ એ જ રીતે રહે તો ચંપાનગરીના સુખમાં કોઇ ઓટ આવે નહીં! પણ કોણ જાણે કેમ જેમ જેમ કુમારો મોટા થતા ગયા તેમ તેમ સેનકુમાર વિષેણ ઉપર ગમે એટલો પ્રેમ બતાડે પણ વિષેણને તો સેન ઉપર એટલી ચીડ કે વાત જ ન પૂછો ! વારંવાર સેનકુમારના દોષો જોયા કરે...! પણ નિર્દોષ એવા સેનમાં દોષો મળે ક્યાંથી! પણ વિષેણને ચેન પડતું નથી. જ એક વખત ચંપા નગરીના ઉધાનના પરિસરમાં એક મહામુનિ પધાર્યા તેમની બોધક પ્રેરક વાણી સાંભળી, મહારાજા અમરસેનનો આત્મા હલી ઉઠયો! હવે રાજગાદી ઉપર બેસીને કામ શું છે! Page #102 -------------------------------------------------------------------------- ________________ ભલે સેનકુમાર નાનો છે છતાં પણ ભાઇ હરિફેણ એવો છે કે જે સેનને મારા કરતા પણ વધારે માને છે રાજવી પદ માટે પણ હરિફેણ લાયક જ છે. ચંપાના નગરજનોને જેમ મારા ઉપર સ્નેહ છે તેમ હરિષણ પ્રત્યેની પણ એમની ભક્તિ એવી જ છે, તો હવે હું શું કામ મારું આત્મકલ્યાણ ન સાધુ! આ ઉમંરમાં સુંદરમાં સુંદર આરાધના કરી શકાશે. ભાઈ હરિફેણ છોડવા તૈયાર નથી પણ જેને છૂટવું જ હોય એને કોણ રોકી શકે ? મહારાજા અમરસેનના પ્રવ્રજ્યા સ્વીકારવાના અડગ નિર્ણય સામે સહુ કોઇ ઝૂકી પડયા. નતમસ્તકે મહારાજાને વંદન કરવા લાગ્યા! - S. - યુવરાજ હરિફેણ હવે મહારાજા હરિફેણ થયા ! અને મહારાજા - અમરસેને મહામુનિ બની પોતાનું આત્મ-કલ્યાણ સાધી લીધું ! - કોઇ દિવસ હરિએણે એવું નથી બતાડયું કે વિષેણ પોતાનો પુત્ર છે માટે વધારે એનું લાલનપાલન થાય ઉલટાનું મહારાજા પોતાના પુત્રના પીલા ડંખીલા સ્વભાવથી દુ:ખી હતા. | ધીમે-ધીમે કુમારો મોટા થતા ગયા એક ગુણમાં તો બીજો અવગુણમાં - આગળ વધે છે વિણ તો મનમાં એજ માનીને બેઠો છે કે જ્યાં સુધી આ દુષ્ટ સેન હશે ત્યાં સુધી મને રાજ્ય મળવાનું નથી માટે એવો કોઈ ઉપાય કરું કે એનું કાસળ જ નીકળી જાય ! ઘણાં ઉપાયો કર્યા પણ રાજ્યના બુધ્ધિનિધાન મહામંત્રીની સમયસૂચકતાના કારણે બધા ઉપાયો એળે ગયા! મહામંત્રીશ્વર પણ વિષેણના આવા સ્વભાવથી ખૂબ દુ:ખી હતા! 87 Page #103 -------------------------------------------------------------------------- ________________ પણ એક વખત રાજ્યના બગીચાનાં વૃક્ષોમાં એકદમ ફેરફાર દેખાવા લાગ્યો જે વૃક્ષોમાં કોઇ દી ફળ આવે નહીં એ વૃક્ષો ફળથી ભરપૂર જણાવા મંડયા! અને જે વૃક્ષો રોજ સુંદર ફળ આપતા હતા એ બધા સૂકાઇ ગયા! મન- ડમર કામના - મંત્રીશ્વરે આ ફેરફારનું કારણ જાણવા આમ્રફળ નામના સચોટ જ્ઞાનવાળા જ્યોતિષીને બોલાવ્યો! નિમિત્તક! આજે આ ઉદ્યાનમાં અકારણ કેમ આટલો ફેરફાર દેખાય છે? છે જ - મહામાત્યજી! આ ફેરફાર એજ સૂચવે છે થોડા જ વખતમાં આ નગરમાં રાજા બદલાશે, શત્રુ રાજા રાજ કરશે પણ એનું વર્ચસ્વ પણ લાંબો વખત રહેશે નહીં.” | ‘મંત્રીશ્વર જલ્દી પધારો મહારાજા આપને હમણાં જ બોલાવે છે હજી આ વાત ચાલતી હતી ત્યાં મહારાજાનું એકાએક તેડું આવેલું જોઇ મંત્રીશ્વર ચોંકી ગયા. તરત જ જ્યોતિષીને પૂછે છે! રાજાનું એકાએક તેડું શા માટે આવ્યું.? મંત્રીજી! રાજ્યપુરના મહારાજા શંખની પશ્મીની પુત્રી શાંતિમતીનું શ્રીફળ તમારે ત્યાં સામેથી આવ્યું છે. મહારાજા શંખે હરિષણ મહારાજાને કહેવડાવ્યું છે કે તમારા સેન અને વિષેણ બંને પુત્રોમાં થી જેને માટે યોગ્ય લાગે એને માટે શ્રીફળ રાખી શાંતિમતી કુમારીનું નક્કી કરી મને આનંદ થાય એવા સમાચાર આપો! | ‘મંત્રીશ્વર યાદ રાખજો જે આ પર્માની શાંતિમતીને વરશે તે | મહાભાગ્યશાળી થશે અને ફરી પાછો ચંપાનગરીનો ઉધ્ધાર કરનાર જ ) 88 Page #104 -------------------------------------------------------------------------- ________________ પરાક્રમી રાજવી પણ તેજ થશે.” તે મંત્રીશ્વર તરત જ ત્યાંથી નીકળી મહારાજા હરિફેણ પાસે ગયા | મંત્રીશ્વર! પધારો! ખાસ તો તમને એટલા માટે જ બોલાવ્યા કે મહારાજા શંખની પુત્રીનું શ્રીફળ આવ્યું છે મેં તો મનથી તો નક્કી કરી લીધું છે. આ શ્રીફળ સેનકુમાર માટે સ્વીકારવું એ વધારે યોગ્ય છે. છતાં પણ તમારો અભિપ્રાય લેવા માટે જ તમને બોલાવ્યા છે. તમારો શું વિચારે છે! આ 5 કર, ‘રાજન આપે જે નક્કી કર્યું છે એ એકદમ યોગ્ય અને ઉચિત નું જ છે મારો પણ એ જ વિચાર હતો આમ પણ સેનકુમાર વડીલ " છે, વડીલ ભ્રાતાનો પુત્ર છે. એના ધામધૂમથી લગ્ન થઇ ગયા બાદ રો ક સેનકુમાર અને શાંતિમતીના લગ્ન ! 89 Page #105 -------------------------------------------------------------------------- ________________ વિણકુમાર માટે પણ આપણે સુંદર કન્યા શોધી કાઢીશું. મહારાજા ! શ્રીફળ લઇને સેનકુમારનું પાકુ કરી નાંખો !' મહારાજાએ તુરંત જ શ્રીફળ લઇ સેનકુમાર સાથે નક્કી કર્યાનો | પત્ર પણ મહારાજા શંખને લખી આપ્યો. કે થોડા જ સમયમાં મહારાજ કુમાર સેન અને શાંતિમતીના ધામધૂમથી ઠાઠમાઠથી લગ્ન થયા બંને નગરીમાં આનંદ આનંદ છવાઈ ગયો એ લગ્ન પ્રસંગે મહારાજા એ છૂટે હાથે દાન આપવા માડયું જેને જે જુએ એ લઈ જાઓ ચંપાનગરીમાં તો અત્યારે આનંદની અવધિ માતી નથી બધા લોકો રાજી રાજી છે પણ એક વ્યક્તિ નારાજ છે એ વળી કોણ હશે..!, મહારાજા હરિષણનો પુત્ર વિષેણ. આમે પણ બાલ્યાવસ્થાથી જ એના અંતરમાં સેન પ્રત્યે દ્વેષનો ભારોભાર અગ્નિ સળગતો છે અને એમાં અત્યારે બધે ઠેકાણે સેનકુમારની વાહ વાહ બોલાય છે. આવી સુંદર પદમીની સ્ત્રીનો સ્વામી બની ગયા છે. એ વિષેણથી જરા પણ સહન થયું નહીં, પણ બાપડો કરે પણ શું! સેનકુમાર તો શાંતિમતી સાથે આનંદપ્રમોદ કરવા લાગ્યો એક વખત બંને જણા ઉદ્યાનમાં હતા ત્યારે સેનને મારવા માટે વિષેણે ભાડૂતી ગુંડાઓને તૈયાર કરીને મોકલ્યા, પણ કોણ જાણે શું થયું ! સેનકુમારને જોતાં જ એ લોકોના હાથ થંભી ગયા! બિચારા રોતી શકલે એમને એમ પાછા આવી ગયા! છે એમાં વળી એક દિવસ મધ્યાહન થયા પછી સેનકુમાર પોતાના મહેલમાં બેઠા હતા અલકમલકની વાતો ચાલતી હતી ત્યાં જ ચાર તાપસી કુમારની પાસે આવ્યા, કુમારે ઉભા થઇ તરત જ પ્રણામ Page #106 -------------------------------------------------------------------------- ________________ 20 . She 2 જો|||| ||/ / //// કે રાજકુમાર સેનને કપટથી તાપસો બગીચામાં લઇ આવે છે. - કર્યા! કેક કકકક કકક કકક છે. - “મહારાજકુમાર ! જરા અમારી સાથે બહારના બગીચામાં પધારો ને! તમારી સાથે થોડી ધર્મચર્ચા કરવી છે. અહીં મહેલમાં વિલાસી વાતાવરણમાં ધર્મની ચર્ચા કરવી ફાવે નહીં માટે આ શાંત નીરવ ઉધાનમાં આપ પધારો! સેનકુમાર તો સરળ ભાવે તરત જ એ લોકોની સાથે બગીચામાં | આવ્યા એક તાપસ કુમારની સામે બેસી ગયો. બીજે બાજુમાં ઉભો રહ્યો અને બાકીના બે કુમારની પાછળ ઉભા રહ્યા! | ‘મહાત્મન ફરમાવો! મારા લાયક શી આજ્ઞા છે?” હજી તો | રાજકુમાર આ વાક્ય પૂરું કરે ત્યાં જ પાછળથી તલવારનો જોરદાર - 91 Page #107 -------------------------------------------------------------------------- ________________ ઘા રાજકુમારના હાથ ઉપર પડયો! રાજકુમાર ચેતી ગયો! તરત એ જ સાવધ થઈ એક હાથે પેલાના હાથમાંથી તલવાર ખેંચી થોડી ક જ પળોમાં ચારે તાપસોને ધૂળ ચાટતા કરી દીધા! ચારેબાજુ કોલાહલ ' વ્યાપી ગયો અવાજ થતા જ આજુબાજુમાં રહેલા સૈનિકો દોડી આવ્યા અને ચારેયને પકડી મહારાજા હરિફેણ પાસે લઈ આવ્યા ! | મહારાજા તો ક્રોધથી રાતો-પીળા થઇ ગયેલા મારા રાજ્યમાં કોઇ છે. દી એક નાનો પણ ગુનો થાય નહીં અને આ ચારેય ઢોંગી તાપસોનો વેશ લઇ રાજકુમારને મારવા સુધી પહોંચી ગયા! | ‘સાચું બોલજો ! તમે કોણ છો? રાજકુમારનો જીવ લેવા શું કામ તમે ત્યાં ગયા હતા? પેલા ચારેય ગલ્લાં તલ્લાં કરવા મંડયા!'. હજી કહું છું સાચું બોલો નહિંતર હમણાંને હમણાં ચારેયના | મસ્તક તલવારથી ઉડાવી દઇશ! ના! ના!! મહારાજા અમે તો ચિઠ્ઠીના ચાકર જેવા છીએ કુમાર વિષેણે અમને આ રીતે તાપસોના વેશે રાજકુમાર સેનને મારવા માટે મોકલેલા ક્ષમા કરો કૃપાનાથ! હવે જિંદગીમાં આવું અધમ કૃત્ય કોઈ દિવસ નહીં કરીએ!” ક gs, . - આ સાંભળીને રાજા તો એકદમ ક્રોધાયમાન થઇ ગયો! મારા ઘરમાં જ આ અંગાર ક્યાંથી પાક્યો ! ભલે કુમાર મારો પુત્ર હોય છતાં પણ જાય તો સૌનો સમાન જ સેવકો! પકડી લાવો વિષણને મારી સામે જ એનું મસ્તક ધડથી ઉડાવી દો! C' s જના કે પિતાજી! વિષેણ હજી બાળક છે નાદાનપણાને લીધે ઉતાવળથી ભૂલ થઇ જવાનો સંભવ છે. પણ તે પિતાજી! એના માટે આવી ( આકરી શિક્ષા ન હોય ! ગમે એમ તો મારો ભાઇ છે, એક તક Page #108 -------------------------------------------------------------------------- ________________ આપો ભૂલ થઇ જવી એ સહજ છે પણ એનું પ્રાયશ્ચિત થવું | મુશ્કેલ છે મને વિશ્વાસ છે કે હવે વિષણને ભૂલ સમજાઇ જશે ! માટે મારી આ વિનંતી આપ સ્વીકારો એવી જ મારી અરજ છે. મહારાજા હરિજેણે સેનના કહેવાથી વિષેણને શિખામણ આપી છોડી | દીધો. પેલા ચારેય તાપસોને પણ હવે જિંદગીમાં ફરીવાર આવું હીન કૃત્ય નહીં કરવાની પ્રતિજ્ઞા આપી છોડી મૂક્યા. ઉ રાજસભા પણ સેનકુમારના ગુણ ગાતી અને વિષેણને તિરસ્કારતી છે વિસર્જનને પામી. - S C Syકે છે 1 આખા નગરમાં ચોરે ને ચૌટે એક જ વાત છે સેનકુમાર કેટલો ' સજ્જન ઉદાર, જ્યારે વિષેણ એવો જ અધમ નીચ, આ બધુ પાગલ થયેલા હાથીને સેનકુમાર શાંત કરે છે! 93 Page #109 -------------------------------------------------------------------------- ________________ | રાજકુમાર સેનને વિષે મારવા માટે આવે છે પણ સેનકુમાર એને દૂર હટાવી | થવાથી તો વિષેણને વધારે બળતરા થવા મંડી પણ શું કરે ! હમણાં | કાંઇ પોતાનું ચાલી શકે એમ નથી. મહારાજ કુમાર સેનને જે તલવારનો ઘા લાગેલો એ હવે રૂઝાઇ છે ગયો સેનકુમાર પહેલાની જેમ સ્વસ્થ થઈ ગયા, મહારાજા હરિષણે - આ માટે ચંપાનગરીમાં આનંદનો ઉત્સવ શરૂ કર્યો. મહોત્સવમાં ચંપાના - નગરવાસીઓ લયલીન બનેલા છે, ત્યાં તો એકાએક રાજાનો પટ્ટ હસ્તિ ગાંડો થયો જે સામે આવે બધાને ઉપાડી ઉપાડીને ફેંકવા મંડયો! દુકાનો, ઘરો ભાંગીને ભૂકો કરવા લાગ્યો. આનંદોત્સવમાં મગ્ન બનેલી ચંપાની પ્રજા એકાએક આવી પડેલ આ વિટંબણાથી Page #110 -------------------------------------------------------------------------- ________________ હતાશ થઇ ગઇ! હાથીને કોણ કાબૂમાં લે! સેનકુમારને સમાચાર આમથી તેમ ખૂબ જમાડી, થકાવી અંતે શાંત પાડી એના ઉપર આરૂઢ થઇને રાજમહેલ તરફ આવવા માંડયો. સેનકુમારનું આવું કૌશલ્ય પરાક્રમ જોઇ ચંપાવાસીઓ તો દિગમૂઢ બની ગયા મહારાજા હરિષણની છાતી પણ ગજ ગજ ફૂલવા લાગી સહુ કોઇ મહારાજ કુમારસેનનો જયજયકાર બોલાવવા લાગ્યા! - પણ વિષણ માટે તો આ કાર્ય અગ્નિમાં ઘી હોમવા જેવું થઇ ગયું. આ લુચ્ચો જ્યાં સુધી જીવતો હશે ત્યાં સુધી મારે એનો જયજયકાર સાંભળવો પડશે. હવે તો બસ એક જ ઉપાય કરું નથી પહેલા પેલા ચારને કામ ભળાવ્યું અને વાત ફૂટી ગઈ તો | કેટલી કદર્થના થઈ! એના કરતાં તો હવે જાતે જ જઈને ઘા કરી આવું. બીજે જ દિવસે સેનકુમાર શાંતિમતી સાથે ઉઘાનમાં કીડા કરી રહ્યા હતા ત્યારે એકાએક તલવાર સાથે વિણકુમાર ઉપર ધસી આવ્યો પણ ચાલાક સેને તેનો હાથ પકડી તલવારને લઇ એવી જોરદાર પાટુ મારી કે દસ ડગલાં દૂર જઈને વિષેણ પડયો. પાછો તરત જ ઉભો થઇ છરી લઇને સેનના મસ્તક ઉપર મારવા ગયો. ત્યાંજ તેને એક જોરદાર થપડ લગાવી એના હાથમાંથી છરી નીચે પાડી દીધી બાજુમાં રહેલા કુમારના સૈનિકો તરત જ આવી ગયા અને વિષેણને પકડી લીધો પણ ઉદારમનના સેને તરત જ વિષેગને ઠપકો આપી છોડી દીધો! | મહેલમાં આવી શાંતિમતીને કહે છે. 'પ્રિયા ! હવે આપણે અહીં 95 Page #111 -------------------------------------------------------------------------- ________________ વધારે રહેવું ઉચિત નથી. કારણ કે હું જ્યાં સુધી રહીશ ત્યાં સુધી વિષેણને શાંતિ મળવાની જ નથી. એના કારણે કોઇ વાર કાકા હરિષણ એવું પગલું ભરશે કે એ બિચારાને જીંદગીભર દુ:ખી થવું પડશે અને એમાં નિમિત્ત હું બનીશ એના કરતા તો બહેતર છે કે આપણે અહીંથી ચાલ્યા જઇએ આપણા પુણ્યમાં હશે તો ઋધ્ધિ-સિધ્ધિ તો બધું મળી જ રહેશે. પણ વિષેણના જીવને પણ શાંતિ થશે અને મારી ગેરહાજરીમાં એ હોંશિયાર ચતુર થઇ જશે તો રાજ્યને સંભાળવામાં પણ ઉપયોગી થશે! - પતિવ્રતા પત્નીએ પણ પતિની વાતમાં સંમતિ આપી અને એજ રાત્રે બને ચંપાનગરીને પરમપ્રિય કાકાને હિતસ્વી મંત્રીશ્વરને વહાલા પ્રજાજનોને છોડીને વનવગડાની વાટે ચાલી નીકળ્યા. ! આગળ ચાલતા ચાલતા જંગલમાં એક સાર્થવાહ પોતાના પરિવાર સાથે જઇ રહ્યો હતો એનું મિલન થયું. સાર્થવાહ સેનકુમારની પત્ની શાંતિમતીને તરત ઓળખી ગયો! કુમારને પ્રણામ કરી તરત જ કહે છે, 'રાજકુમાર! હું રાજ્યપુર નગરનો સાનુદેવ નામે સાર્થવાહ છું આપના પત્ની દેવી શાંતિમતી એ અમારા મહારાજા શંખની પુત્રી છે આપ એકાકી બંને કેમ? શું આપનો પરિવાર આગળ પાછળ છે કે શું? રથ ઘોડા આદિ કોઇ વાહનો પણ દેખાતાં નથી આમ કઇ બાજુ નીકળ્યા છો કુમાર! - કુમારે સાર્થવાહને ભાઈને કલેશ થવાના નિમિત્ત બનું છું એટલા માટે અમે નીકળી ગયાં છીએ, વિગેરે વાત કરી અને હવે સાર્થવાહની સાથે જ કુમાર તેમજ શાંતિમતી તામ્રલિપ્તિ નગરી તરફ આગળ વધ્યાં! Page #112 -------------------------------------------------------------------------- ________________ આ માર્ગમાં ભયંકર જંગલ આવ્યું. એ જંગલમાં જ મહા ક્રૂર એવા ચોરોની પલ્લી હતી આખો સાથે સાવધ થઇને આગળ વધી રહ્યો છે. ત્યાં જ પાછળથી લૂંટારાઓએ આવીને પડકાર ફેંક્યો...! - સાર્થના કાચા પોચા માણસો તો આમથી તેમ ભાગવા મંડયા! પણ સેનકુમારે અડગ રહીને લૂંટારાઓ સાથે એવું તુમૂલ યુધ્ધ કર્યું અંતે એમના સરદારને ઘાયલ કરી દીધો. એ છે | સરદારને પડેલો જાણી બીજા લૂંટારાઓ તો આમથી તેમ ભાગી ગયા! પણ સજ્જન એવો સેનકુમાર દુશ્મનને પણ દુ:ખી જેવા રાજી હતો નહીં તેથી જ તરત એની પાસે આવી પાણી છાંટી વીંઝાણુ હાથમાં લઇ એ ચોરના નાયકને પવન નાંખવા મડે છે. ME /7/1tf { fk જંગલમાં લૂંટારાના નાયકને સેનકુમાર પવન નાંખે છે! Page #113 -------------------------------------------------------------------------- ________________ - થોડીવારે જયારે પેલો શુધ્ધિમાં આવે છે કુમારને આ રીતે બાજુમાં બેઠેલા જોઇ પવન નાંખતો જોઈ અતિ આશ્ચર્ય પામી કુમારના પગમાં પડી જાય છે. કુમાર! મારો અપરાધ માફ કરો!! કે એના સાથીદારો જે આજુબાજુમાં ભાગી ગયેલા એ પણ ત્યાં પાછા આવી ગયા. સાર્થના માણસો પણ બધા ભેગા થઇ ગયા. પલ્લીપતિએ સેનકુમારને એક અજબ એવું ત્રિશૂળ ભેટ આપ્યું. આ ત્રિશૂળનો પ્રભાવ એવો હતો કે ગમે એવા ઘા લાગ્યા હોય આ ત્રિશૂળ સામે રાખવામાં આવે તો બધા ઘા રૂઝાઇ જાય! આ બધી ધમાલમાં સેનકુમારની પત્ની શાંતિમતી ક્યાં ચાલી ગઈ કોઇને ખ્યાલ આવ્યો નહિ. - આ બધું પત્યા બાદ સેનકુમાર જુએ છે શાંતિમતી ક્યાં ? ચારે બાજુ ઘણી શોધખોળ કરાવે છે પણ શાંતિમતી મળતી નથી ! કુમાર તો અતિ ચિંતિત બની જાય છે! સાનુદેવ સાર્થવાહ કુમારને વિનંતી કરે છે, હમણાં મારી સાથે વિશ્વપુર પધારો, ત્યાંથી પછી શાંતિમતીની વિશેષ તપાસ કરાવીએ. પણ હવે કુમાર આ સ્થાનમાંથી નગરમાં જવા તૈયાર નથી. “જયાં સુધી શાંતિમતીનો પત્તો નહિ મળે ત્યાં સુધી મને ચેન પડશે નહિ, મહેરબાની કરી હમણાં મને અહીં જ રહેવા દો. તમે પણ તમારી રીતે નગરમાં જઇ તપાસ કરાવજો મળે તો મને સમાચાર આપજો” સાનુદેવ સાર્થવાહ સાથે સાથે ત્યાંથી આગળ વધ્યો! | રાત્રિ પડવા આવી ત્યારે જંગલમાં રહેલા સેનકુમારને પેલા ચોરોનો નાયક અતિઆગ્રહ કરીને પોતાની પલ્લીમાં લઈ ગયો.! 98 Page #114 -------------------------------------------------------------------------- ________________ છે. વિશ્વપુરના રાજવીને આ પદ્ધીપતિનો ત્રાસ ખૂબજ રહેતો. જે - જે લોકો આ જંગલમાંથી પસાર થતા એમણે તો ખૂબ તકલીફ વેઠવી પડતી એટલું જ નહિ, પરંતુ હવે તો વિશ્વપુરના લોકોને પણ આ ચોરટુકડીનો ભય ઘણો રહેતો અવાર નવાર નગરમાં આવી નાની મોટી ચોરીઓ કરી જતા હતા. સેનાપતિને આદેશ આપેલો આજે રાતના જ ચુનંદા સૈનિકો લઈને જાવ અને પેલા દુષ્ટ પલ્લી પતિને જીવતો યા મરેલો મારી સમક્ષ હાજર કરો! વિશ્વપુરના મહારાજાની રાજસભા સમક્ષ સેનકુમાર અને પદ્ધિપત્તિ બંધનગ્રસ્ત અવસ્થામાં! Page #115 -------------------------------------------------------------------------- ________________ જે રાત્રિએ સેનકુમાર એ પલ્લીમાં સૂતેલા એજ રાત્રિએ સેનાનાયકે ચુનંદા સૈનિક સાથે પલ્લીને ઘેરો ઘાલ્યો બધા માણસોને પકડવા મંડયા. કુમાર અને પલ્લીપતિને ખબર પડી તરત જ શસ્ત્રો લઇ બંને જણા ખૂબ ઝઝૂમ્યા પણ અંતે બંને પકડાઇ ગયા અને બીજે દિવસે વિશ્વપુરની રાજસભા સમક્ષ સેનકુમાર અને પલ્લીપતિ ભયંકર ગુનેગાર તરીકે રજૂ થયા ! 20. જે મહારાજા સમરકેતુ રાજસિંહાસન ઉપર બેઠેલા છે મંત્રીવરો પણ પોતપોતાના આસને ગોઠવાઇ ગયેલા રાજસભા હકડેઠઠ જામી છે લોકો આવા ભયંકર ગુનેગારને જોવા અને મહારાજા એને શું સજા કરે છે એ જાણવા માટે તલપાપડ થઇને બેઠા હતા. . પલ્લી પતિની સાથે સેનકુમારને પણ બંધનગ્રસ્ત બનાવેલા જોઇ લોકો અરસપરસ વાતો કરવા મંડયા! એ પેલાના તો મોઢા ઉપરથી જ દેખાય છે કે એ તો ભયંકર ચોર હશે. પણ આ વળી બીજો સુંદર સોહામણો રાજકુમાર જેવો દેદીપ્યમાન જણાતો પુરૂષ કોણ છે? એને કેમ આની સાથે બાંધ્યો છે! જેને જોઇને શત્રુના હૈયામાં પણ હેત ઉમટી પડે એવા આ માસુમને મહારાજા શું સજા કરશે ! જોઇએ તો ખરા શું થાય છે? ‘મહારાજા! દૂરના નગરમાંથી એક સાર્થવાહ આવેલા છે આપને મળવા માટે અનુજ્ઞા માંગે છે!” દ્વારપાળે મહારાજાએ કહ્યું. ‘સારું સારૂં, લઇ આવ એ સાર્થવાહને, એ પણ જોશે અમારા નગરનો ન્યાય! અમારા સૈનિકોનું પરાક્રમ! કે આવા ખૂંખાર ડાકુને 100 Page #116 -------------------------------------------------------------------------- ________________ પણ જીવતો પકડી લાવ્યા! જે સિંહ જેવો જણાતો હતો, અત્યારે શિયાળિયા જેવો બની ગયો છે. એ લોન લો તો એ છે છે. રાજ્યપુર નગરનો સાર્થવાહ સાનુદેવ અતિ કિંમતી ભેટર્ણ મહારાજાને ધરે છે અને આજુબાજુમાં નજર નાંખે છે ત્યાં જ સેનકુમારને બંધનાવસ્થામાં બાંધેલા જોયા! | ‘મહારાજા! આપ તો ભલા ચોરને પકડી લાવ્યા છો આ કુમાર ચોર ડાકુ નથી પરંતુ ચંપાનગરીનો પ્રતાપી શૂરવીર યુવરાજ સેનકુમાર છે. એ પછી સાર્થવાહે સેનકુમારની બધી વાતો ભરસભામાં સંભળાવી સભામાં આશ્ચર્ય અને આનંદની અવધિ રહી નહિ. કોઈ જ એક કહે જો હું કહેતો જ હતો ને! આ ચોર ન હોય ! આતો | રાજકુમાર જ હશે! . . . .) બીજો કહે “જા- જા હવે ! તારા પહેલા તો મેં કીધુ હતું!' સમરકેતુ મહારાજાએ બંનેને માનપૂર્વક છોડી દીધા એટલું જ નહિ પણ સેનકુમારને અતિ આગ્રહ કરીને પોતાની પાસે જ રાખ્યો. આ પલ્લીપતિએ પણ નિર્ણય કરી લીધો કે હવે ભવિષ્યમાં ચોરી કરવી નહીં. આ સાર્થવાહ સાનુદેવ પણ પોતાના નગર તરફ ગયો. ' [ સેનકુમારને અહીં પાણી માંગતા દૂધ મળે એવી સ્થિતિ હતી. છતાં પણ શાંતિમતીના વિરહથી વ્યથિત હતો, સમરકેતુ મહારાજાએ શાંતિમતીની તપાસ કરવા ચારેબાજુ માણસો મોકલેલા, એટલામાં જ સોમસૂર નામે કોઇ ભાગ્યશાલી પુરૂષે આવીને કુમારને કીધુ કે પ્રિય મેલક નામનું વૃક્ષ છે જે પ્રિયમેલક તીર્થ તરીકે પ્રખ્યાત છે તેની , જ - 101 Page #117 -------------------------------------------------------------------------- ________________ નજીકમાં જ ઋષિમુનિઓનું એક તપોવન છે ત્યાં પ્રાય: શાંતિમતી દેવી હોવા જોઇએ મેં મારી નજરે એમને નિહાળ્યાં છે. તમે એક આ સાંભળી તરત જ સેનકુમાર પલ્લીપતિને લઇને કાંદબરી અટવીમાં આવેલા પ્રિયમેલક તીર્થ તરફ નીકળ્યો. લો તે મા ( તપોવનનાં શાંત-પ્રશાંત વાતાવરણમાં પ્રિયમેલક વૃક્ષ નીચે બેઠેલી શાંતિમતીની ડાબી આંખ ફરકતી હતી. એ મનમાં વિચારતી હતી કે આજે મારા પ્રિયતમનો મેળાપ થશે એ વિચારમાં જરા દૃષ્ટિ ઉંચી કરે છે. ત્યાં જ સામે જ સેનકુમાર અને પલ્લી પતિને જોયા બંનેની આંખમાંથી અશ્રુઓની ધારા વરસી રહી છે, થોડી વાર સુધી એકબીજા બોલી શકતા પણ નથી, શાંતિમતી પતિના પગમાં પડી કહે છે. “હે નાથ! એ વખતે આપનું અને પલ્લી પતિનું યુધ્ધ થતાં બધા દોડાદોડ કરવા લાગ્યા. હું પણ આટલી ધમાલમાં આપનાથી વિખૂટી પડી ગઇ. નાથ ! નાથ !! કરતાં જંગલમાં ચારે બાજુ રખડી. એક એક વૃક્ષને મેં આપની ખબર પૂછી, પક્ષીઓ પણ મારું આક્રંદ જોઇને સ્તબ્ધ થઇ ગયેલા. આવા વેરાન ભયંકર જંગલમાં મારે શું કરવું? હવે આપના વગર જીવન પણ નકામું એમ જાણી મેં અશોકવૃક્ષની નીચે ગળે ફાંસો લગાવ્યો ? વનદેવતાને ઉંચા સાદે કહ્યું કે “હે વનદેવતા! આ જીવનમાં હવે મને મારા પતિદેવ મળે એમ નથી, જીવનમાં મેં આર્યપુત્ર સિવાય બીજા કોઇની મનથી પણ ઇચ્છા કરી નથી. ભવોભવ મને એમનું જ શરણું તો એમ કહી મેં તો ગળે ફાંસો નાંખી દીધો. પણ કોણ જાણે શું થયું! ફાંસો તૂટી ગયો અને હું જમીન ઉપર પટકાઈ પડી, મૂચ્છ પામી ગઇ! થોડીવારે ભાનમાં આવી ત્યાં જોયું તો એક મુનિકુમાર મારી બાજુમાં બેઠેલા મને 102 Page #118 -------------------------------------------------------------------------- ________________ . ના આશ્રમમાં શાંતિમતીનો પ્રવેશ!! . આપ કોણ છો? અહીં કયાંથી ?", “હું ઋષિકુમાર છું. બાજુમાં જ અમારું તપોવન છે, અહીં સંધ્યા ઉપાસના માટે આવેલો, તને - આ પ્રમાણે પડેલી દેખી અહીં આવ્યો. પણ એ તો કહે કે આવા વેરાન જંગલમાં એકાકી એવી તું કોણ છે?” | “ભગવંત! મારી કથની બહુ લાંબી છે એ પ્રમાણે કહી મેં એ મહાત્માને બધી વાત કરી કે એ એમની વત્સ! તું રડ નહીં આ સંસારનું સ્વરૂપ જ આવું છે સંયોગ અને વિયોગ તો આ સંસારની ઘટમાળ છે હર્ષ અને શોક તો 103 103 Page #119 -------------------------------------------------------------------------- ________________ પળે પળે આવ્યા જ કરે છે માટે આવા પ્રસંગોમાં ખેદ કરવો જોઈએ નહીં. તારી આકૃતિ ઉપરથી, તારા લક્ષણો ઉપરથી હું કહું છું કે તને થોડા સમયમાં જ પતિદેવનો ભેટો થશે અને સુંદર ભાગ્યશાળી પુત્રની તું માતા બનીશ. માટે મનમાં બીજો કોઈ વિકલ્પ લાવ્યા વગર તું મારી સાથે તપોવનમાં ચાલ. ત્યાં તારા પતિનો સંયોગ તને થશે. તાપસીઓની સાથે ધર્મ-ધ્યાનમાં તારા દિવસો પણ કોઈ જ પસાર થઇ જશે. ઋષિકુમારની અમૃતતુલ્ય આવી વાણી સાંભળી હે નાથ ! હું એમની સાથે આ આશ્રમમાં આવી. હરઘડી તમારા દર્શનની રાહ જોઇ રહી છું. ખરેખર આ વૃક્ષનું નામ પણ સાર્થક જ છે કે જેણે મને મારા પ્રિયનો મેળાપ કરાવી દીધો. જો કે તે લોકો લઇ ને | જોતજોતામાં પૂરાં તપોવનમાં વાત ફેલાઇ જવાથી મુનિકુમાર-તાપસીઓ 1 બધાએ આવી સેન અને શાંતિમતી ને ખૂબ આશીર્વાદ આપ્યા. | સેનકુમારે તપસ્વીઓની સુંદર રીતે ભક્તિ કરી હવે આવું વૃક્ષ કે જ્યા પ્રિયપાત્રનું મિલન થયું તે વૃક્ષની પણ પૂજા કરવી જોઇએ એમ વિચારી સેનકુમારે પૂજાની સામગ્રી મંગાવી તે વૃક્ષની પણ સુંદર રીતે પૂજા કરી એ વખતે આના ગુણોથી ખેંચાયેલી એવી ક્ષેત્રની અધિપતિ દેવી પ્રગટ થઇ. થોડી વાત કરી લો અને તેની મા જ દેવીએ કુમારને કહ્યું તારી ભક્તિથી હું સંતુષ્ટ છું. તારા પુણ્યપ્રકર્ષના | આ કારણે ખેંચાઇને હું આવી છું, માંગ માંગ ! તારે જે જોઇએ તે હું આપવા તૈયાર છું.” Page #120 -------------------------------------------------------------------------- ________________ છે સેનકુમારને દેવી દ્વારા આરોગ્યરત્ન પ્રદાન!! જી ) || | “હે ભગવતી ! આપના દર્શન થયા એ જ મારા માટે ઘણું છે. એનાથી હું સંતુષ્ટ છું આપની કૃપા જોઇએ. બીજું કશુ મારે જોઇએ નહીં. “કુમાર! તારો વિવેક અને નિર્લોભીપણું જોઈને મને ખૂબ આનંદ થાય છે સ્વાર્થ માટે નહિ પણ પરોપકાર માટે પણ હું તને આ એક મણિરત્ન આપું છું એનો તું સ્વીકાર કર આ રત્ન એવું છે કે સર્વ રોગનું નિવારણ કરવામાં સમર્થ છે માટે હે કુમાર! ઉત્તમ એવું આરોગ્ય રત્ન તું સ્વીકાર!”) જેવી આપની આજ્ઞા એમ કહી કુમારે રત્નનો સ્વીકાર કર્યો. દેવી પણ ત્યાંથી કુમારને ‘ઘણું જીવો’ એ આશીર્વાદ આપી અલોપ - 105 શ્રી મહાવીર જોન મારાથના જ, મા, भा. भी कैलाससागर सूरि शान मक Page #121 -------------------------------------------------------------------------- ________________ થઇ ગયા. બાજુમાં રહેલી તાપસીઓ પણ વિચારે છે કે “આ કુમાર કેટલો પ્રભાવક છે કે દેવતાઓ પણ તેને માન આપે છે”) નો કુમાર! હવે અમારી પૂજાનો સમય થઈ ગયો છે અમે જઇએ છીએ માતાજી! હું પણ આપ લોકોની સાથે આવું છું. મારે પણ કુલપતિના દર્શન કરવા છે. તાપસીઓ શાંતિમતી આદિની સાથે સેનકુમાર કુલપતિના આવાસે આવ્યો! પ્રણામ કરી તેમની પાસે બેઠો ! “વત્સ! આ શાંતિમતી એ મારી ધર્મપુત્રી છે સંસારનો ત્યાગ કરેલો હોવા છતાં પણ તેના ગુણોના કારણે તેના ઉપર મને સ્નેહ છે આવી ઉત્તમ કન્યાની સુંદર રીતે સંભાળ રાખજે અને જીવનરૂપી બાગને ધર્મરૂપી પાણીથી સિંચવાનું ચાલુ જ રાખજે. | 'જેવી આપની આજ્ઞા' | એક બાજુ પરમપ્રિય એવા પતિદેવ મળ્યા હતા એમની સાથે જવાનું હતું એનો આનંદ પણ શાંતિમતીના ઉરમાં માતો ન'તો તો બીજી બાજુ આવા હેતાળ પિતૃતુલ્ય વાત્સલ્યદાતા એવા કુલપતિ સ્નેહાળ મુનિકુમારો, પ્રેમાળ તાપસીઓ, આવું સાત્વિક વાતાવરણ એ બધાને છોડવું પડશે એનો રંજ પણ શાંતિમતીના હૈયાને કોરી ખાતો હતો. વાત ) વ શ શું ભગવંત! હવે આપના દર્શન ક્યારે થશે? ‘પુત્રી ! વિષાદ કર નહિ તું ધર્મથી રંગાયેલી છે ભલે અહીંયાથી તું જાય છે પણ મુનિનો ઉપદેશ તો તારા હૈયામાં જ છે પતિની સુંદર સેવા કરજે 106 Page #122 -------------------------------------------------------------------------- ________________ સંતાનોને પણ સાત્વિક બનાવજે અને અંતે બધું છોડી મુક્તિમાર્ગ ની આરાધનામાં તલ્લીન બનજે ! એ એ લીલી કુલપતિની પૂજા કરી એમને ફરી ફરી પ્રણામ કરી સેનકુમાર અને શાંતિમતી વિશ્વપુરના મહારાજા સમરકેતુને વચન આપેલું હોવાથી વિશ્વપુરમાં આવ્યા. ( સમરકેતુ મહારાજા પણ શાંતિમતીને જોઈ ખૂબ ખુશ થયા કેટલાયે દિવસો ત્યાં આનંદથી પસાર થઇ ગયા ત્યાં એક દિવસ મહારાજા સમરકેતુને કર્મની વિચિત્રતાના કારણે એવો રોગ ઉત્પન્ન થયો મસ્તકમાં તીવ્ર વેદના થઇ શરીરના સાંધાઓ તૂટવા લાગ્યા, આંખો બંધ થઈ ગઇ, વાચા હણાઇ ગઇ શ્વાસ ધમણની જેમ ઉપડવા લાગ્યો! કુશળ વૈદ્યો તાત્કાલીક આવી પહોંચ્યા! ઘણા ઔષધો આપ્યા પણ મહારાજાની માંદગીમાં સુધારાના કોઈ ચિન્હ જણાયા નહિ. અંત:પુરની સ્ત્રીઓ ચોધાર આંસુએ રડવા લાગી સમગ્ર નગરમાં શોકની છાયા ફરી વળી સેનકુમારને સમાચાર મળ્યા, એ પણ મહારાજાની આ સ્થિતિ જોઇ એકદમ દુ:ખી થઈ ગયા. છે એ છે કે એ લોકો મારા મહાન ઉપકારી એવા મહારાજાની મારા જીવતા આ દશા! સેનકુમાર પણ મૂચ્છ ખાઈને ધરતી ઉપર ઢળી પડયો! શાંતિમતી તરત જ એમને ભાનમાં લાવી કહે છે હે નાથ! દેવતાએ આપેલ આરોગ્ય રત્ન તો આપની પાસે છે. આ સમયે ઉપાય કરો જો મહારાજાનું પુણ્ય જાગૃત હશે તો મને તો નિશ્ચિત લાગે છે કે | મહારાજાને જરૂર ફાયદો થશે. - એ એ એ એ એ એ છે એ બહુ સરસ! તે સમયે સુંદર યાદ કરાવ્યું” આરોગ્ય-રત્ન લઈ કુમાર તરત જ મહારાજાની પાસે પહોંચ્યો હાથ પગ ધોઈ આરોગ્ય , 107 Page #123 -------------------------------------------------------------------------- ________________ મહારાજા સમરકેતુની તીવ્ર મસ્તક વેદના સેનકુમારના રત્નનાં સ્પર્શથી વેદના ગાયબ!! રત્ન મહારાજાના શરીરે અડાડે છે ત્યાં તો શું થયું! અતિ આશ્ચર્ય! મણિ રત્નના અચિંત્ય પ્રભાવથી મહારાજાની મસ્તકની વેદના એકદમ શાંત થઈ ગઈ, શ્વાસ બેસી ગયો, આંખો ઉઘડી ગઇ, દાંતો સ્થિર થઇ ગયા, જીભ પણ બોલવા લાગી ગઇ આ શું ચમત્કાર! વૈધૌ-મંત્રીઓ બધા આશ્ચર્ય પામી ગયા! મહારાજા સમરકેતુ તો એટલા ભાવવિભોર બની ગયા કે ઉઠીને સીધા કુમારને ભેટી પડયા. કુમાર તમારો ઉપકાર તો હું ક્યાં શબ્દોમાં વર્ણવું! જીવનભર ભૂલી શકું એમ નથી, તમે જ મારા પ્રાણદાતા છો પ્રાણરક્ષક છો તમે ન હોત તો મારું શું થાત ! 108 Page #124 -------------------------------------------------------------------------- ________________ મહેરબાની કરીને મને તમે છોડતા નહીં! કુમાર! આ રાજ્ય પણ તમારું જ છે. બધું તમારું જ છે. મને તમે છોડતા નહી ! તમે . કહેશો તેમ હું કરીશ! આજનો જ “રાજનું! આપ આરામ કરો! હું ક્યાંય આપને છોડીને જવાનો નથી આપ ચિંતા કરો નહીં! સેનકુમારના દિવસો શાંતિથી પસાર થઇ રહ્યા છે શાંતિમતીએ શુભ દિવસે પુત્રને જન્મ આપ્યો. સમરકેતુ મહારાજાએ પુત્રનો જન્મ મહોત્સવ બહુ સુંદર રીતે કર્યો. આખા નગરમાં આનંદ વ્યાપી ગયો. પુત્રનું નામ “અમરસેન” એ પ્રમાણે પાડયું. હજી પુત્ર જન્મને થોડા જ દિવસો પસાર થયા હતા ત્યાં ચંપાનગરથી મંત્રીશ્વરનો પુત્ર અમરગુરૂ વિશ્વપુર નગરમાં આવ્યો. અને તે એ સેનકુમાર આ નગરમાં છે જાણી ખૂબ ખુશ થયો. તુરત જ કુમાર પાસે આવ્યો. કુમાર પણ ઘણા દિવસે ચંપાનો રહેવાસી અને પોતાના બાલ્યાવસ્થાના મિત્ર અમરગુરૂને આવેલો જોઈ ખૂબ આનંદિત થયો. | ‘મિત્ર! કાકા હરિષણ ભાઇ વિષેણ આનંદમાં છે ને! નગરવાસીઓને કોઇ તકલીફ નથીને! ‘કુમાર! તમારે અમારા સુખ દુ:ખની શી પડી હોય તમે તો પુણ્યશાળી છો જ્યાં જાવ ત્યાં ઋદ્ધિ સિદ્ધિ હાજર હોય છે. પણ આપના ગયા પછી ચંપાવાસીઓની શી સ્થિતિ થઈ! મહારાજા હરિષણ આપના એકાએક ચાલ્યા જવાથી ખૂબ દુ:ખી થયા. આપની ઘણી તપાસ કરાવી પણ ક્યાંય આપનો પતો લાગ્યો નહીં મહારાજને 109 Page #125 -------------------------------------------------------------------------- ________________ * * રાજ્ય ઉપર બેસવું હવે વસમું થઇ પડયું. સંસાર ઉપર નફરત આવી ગઇ અને મહારાજાએ બધું છોડી સંયમ સ્વીકારી લીધું! માને છે કે એ “ધન્ય છે પિતાજીને! વિષેણના રાજ્યમાં લોકો કુશળ છે ને!' ‘મહારાજા હરિષણ પછી વિષેણ ચંપાનો અધિપતિ થયો, પણ પ્રજાપ્રિય રાજવી બની ન શક્યો, પોતાના એશઆરામમાં જ મસ્ત રહી પ્રજાને ભૂલી ગયો, લોભીપણાને લીધે નવા-નવા કરો ઝીંકવા લાગ્યો સામંતોમાં પણ અપ્રિય બની ગયો. પ્રજાના પ્રેમ વગર રાજા ટકે જ નહીં એ ઉક્તિ અંતે સાર્થક થઇ. થોડા જ સમયમાં સાકેતાધિપતિ મુક્તપીઠ ચંપાને ઘેરો ઘાલ્યો અને ચંપાનગરી એના હાથમાં આવી ગઇ. વિલેણ | તો યુદ્ધમાંથી જ પલાયન થઇ ગયો!” ચાર કલાકો બાકી છે ) “શું કહે છે! ચંપાના મહારાજાના સેન અને વિષેણ જેવા પુત્રો હોવા છતા પણ ચંપાનગરી દુશ્મનોના હાથમાં ગઇ! ચંપાની પ્રજા નાથ હોવા છતાં પણ અનાથ થઇ ગઇ!” 2 હા કુમાર! હું ચંપાની રક્ષાની ભીખ માંગવા જ આપની પાસે આવ્યો છું” વિશ્વપુરના મહારાજા સમરકેતુ પણ આ વાત જાણી યુધ્ધ લડવા કુમાર સાથે તૈયાર થઇ ગયા. પણ કુમારે જ ના પાડી અંતે એમનું સૈન્ય લઇને જલ્દીથી સેનકુમાર ચંપાના દ્વારે આવીને ઉભા રહ્યા. જો કે તે દૂત દ્વારા સેનકુમારે મુક્તપીઠ રાજાને કહેવડાવ્યું “મહારાજા ! ચંપાના અધિપતિનો પુત્ર સેન હજી જીવે છે માટે કૃપા કરીને આપ અહીંથી ચાલ્યા જાવ. છતે નાથે ચંપા પરાધીન બનશે નહી” “જા! જા! હવે એ છોકરાને કહે કે આ પૃથ્વી તો વીરભોગ્યા 110 Page #126 -------------------------------------------------------------------------- ________________ સેનકુમાર અને રાજા મુકતપીઠનું યુધ્ધ! છે મેં મારા પરાક્રમથી આ રાજ્ય મેળવ્યું છે તારે બહુ હાથમાં ચળ ઉપડી હોય તો યુધ્ધ કરવા માટે તૈયાર થઇ જા તારો ભાઈ વિષેણ તો મારાથી ગભરાઇને ક્યાંય નાસી જ ગયો તને તો હું જીવતો નહીં છોડું એના કરતાં તો સમજીને વિશ્વપુરમાં શાંતિથી રહીજા મહારાજા સમરકેતુનું રાજ્ય તને જ મળશે.” | મુક્તપીઠનો આવો જવાબ સાંભળી સેનકુમાર તો એકદમ ક્રોધાયમાન બની ગયો. યુદ્ધની નોબતો ગગડી. જોતજોતામાં તો બંને સૈન્યો એક બીજા ઉપર વાવાઝોડાની જેમ ત્રાટકી પડયાં મહારાજા મુક્તપીઠ અને કુમારસેન સામસામે આવી ગયા! જીવન જ - “હજીપણ મને તારા ઉપર દયા આવે છે. શાંતિથી તું અહીંથી 111 Page #127 -------------------------------------------------------------------------- ________________ | ચાલ્યો જા! હું તને છોડી દઈશ” જો રીતે ? કોણ કોને છોડે છે એ તો રાજ! પલવારમાં જ જોઇ લેવાશે. હવે વાતોનો સમય નથી. સજ્જ થઇ જાવ!” અને બંને બળિયા સામસામે અથડાયા! સેનકુમારે તલવારનો ઘા એ રીતે કર્યો કે મુક્તપીઠ પૃથ્વી ઉપર પટકાઈ પડ્યો! મહારાજા પડતા સૈન્ય છિન્નભિન્ન થઈ ગયું. અંતે મુક્તપીઠને બંધનગ્રસ્ત બનાવી દીધો સેનકુમારનો જ્વલંત વિજય થયો! | મુકતપીઠના તરત જ બંધનો સેનકુમારે છોડાવી નાખ્યા! પોતે જાતે જ એમને વીંઝણાથી પવન નાખવા માંડયો! થોડી વારે મુક્તપીઠને શુદ્ધિ આવી અને બાજુમાં કુમારને આ રીતે ઉપચાર કરતો જોઈ અતિ આશ્ચર્ય પામ્યો! રાજન તમે તમારી કીતિને અનુરૂપ એવું પરાક્રમ બતાવ્યું યુધ્ધમાં હાર-જીત તો થતી જ હોય છે. તમારી શૌર્યતાથી હું મુગ્ધ થયો છે છેપોતે જેનો મહાઅપરાધી છે એવાના મુખેથી પોતાની પ્રશંસા સાંભળી મુક્તપીઠ રાજાને શું બોલવું એ ભાન જ ન રહ્યું. એની આંખમાંથી તો દડ-દડ આંસુઓ વહેવા લાગ્યા. ચંપાનગરીમાં તો આજે આનંદની અવધિ માતી નથી! સેનકુમારના વિજયથી ચંપાનો પ્રત્યેક જન અતિ આનંદમાં છે. વિજયી કુમારનું સ્વાગત પણ જોરદાર થયું ! ઠેર-ઠેર કુમારનું બાદશાહી સન્માન થયું! મારી મુક્તપીઠ રાજાને પણ કુમાર મહેલમાં સાથે લઈ આવ્યો ત્યાં એમને લાગેલા ઘાના વ્યવસ્થિત ઉપચાર આદિ કરાવી બહુમાનપૂર્વક એમના રાજ્યમાં મોકલ્યા.. 112 Page #128 -------------------------------------------------------------------------- ________________ સેનકુમારનો રાજ્યાભિષેક કરવાનો અવસર ઉપસ્થિત થયો પરંતુ | મેને તો કહીજ દીધું કે નહીં રાજ્ય વિષેણનું જ છે એને શોધીને | લઇ આવો અને રાજ્ય ઉપર સ્થાપન કરો” ને છે એ | મંત્રીઓ, નગરશેઠ, મહાજન આદિ બધાએ સેનકુમારને ખૂબ સમજાવ્યા અંતે મંત્રીઓ મને કમને વિષણની શોધ કરવા ગયા ! ( મંત્રીઓ વિષેણ પાસે પહોંચી ગયા પણ એણે તો તરત જ સંભળાવી દીધું “ના ના! મારે એનું આપેલું રાજ્ય જોઇતું નથી. મારે સેનની દયા ઉપર જીવવું નથી એના કરતા હું જંગલમાં ભટકીશ.' | મંત્રીઓએ પાછા આવી સેનને સમાચાર આપ્યા. આ બધી રામાયણ ચાલતી હતી ત્યાંજ ઉઘાનપાલકે આવીને સમાચાર આપ્યા કે પૂર્વાવસ્થાના મહારાજા હરિષણ કે જે હવે મહાજ્ઞાની આચાર્ય હરિષણ સૂરી મહારાજ થયેલા છે ઉધાનમાં પધાર્યા છે. જ અને હાલમાં અને તરત જ સેનકુમાર નગરજનો સહિત આચાર્ય ભગવંતને વંદન કરવા ગયો એમની વૈરાગ્યને પમાડનારી એવી દેશના સાંભળી સેનકુમારે તો સંયમ સ્વીકારવાનો નિર્ણય કરી લીધો. આઠ દિવસનો ભવ્ય મહોત્સવ કરાવી બધાને ખૂબ ખૂબ દાન આપી પોતાના પુત્ર અમરસેન કુમારને રાજગાદી સોંપી સેને મંત્રીપુત્ર અમરગુરૂ આદિ મિત્રો સહિત [ આચાર્ય ભગવંતની પાસે સંયમ સ્વીકારી લીધું. જો કે તે કામ કરે તે મા | સૂત્ર-અર્થ-આદિને ભણી જિનકલ્પની તુલના કરવા માટે ગુરૂ મ. ની રજા લઇ સેનમુનિ એકાકી વિચરે છે. કોલ્લાક સંનિવેશમાં અંધારી રાત્રિના નગરની બહારના ઉધાનમાં સેનમુનિ કાઉસ્સગ્ગ ધ્યાને રહેલા છે એ જ વખતે કોઇ માણસ ત્યાં આવે છે. એમની નજીક આવે છે ત્યાં ચમકી જાય છે. જો એ લોકો માતા“અહો! આજ પેલો દુષ્ટ સેન છે! કે જેણે મારી જિંદગી આવી 113 Page #129 -------------------------------------------------------------------------- ________________ કરી નાંખી પિતાની પાસે મને હલકો ચીતર્યો. પ્રજાને પણ મારા ઉપર અણગમો કરાવ્યો. પોતાની વાહ-વાહ બોલાવવા બધાને મારા ઉપર દ્વેષ કરાવ્યો! હવે તો બરોબર મોકો મળ્યો છે ‘એક ઘાને બે કટકાં હમણાં જ તલવાર મારીને એને પરલોકના પંથે રવાના કરી દઉં. તલવાર હાથમાં ઉગામી મારવા જાય છે ત્યાં જ એનો હાથ ! થંભી જાય છે. આકાશવાણી થાય છે. કે, આ એ લિ. | , “મૂર્ખ! તને પોતાની ભૂલ સમજાતી નથી અને નિર્દોષ મુનિને મારવા માટે આવ્યો છે.! ભાગી જા! અહીંથી આજે તો જીવતો જવા દઉં છું. ફરીવાર આવ્યો છે તો તારી ખબર લઇ નાંખીશ. ક્ષેત્રની અધિષ્ઠાત્રી દેવીએ એને ઉપાડીને દૂર ફેંક્યો! ત્યાં આગળથી ભિલ્લો તેને ઉપાડી ગયા અને તેના હાથે ઘણી વિટંબણા પામતો | મરીને તમwભા નામની છઠ્ઠી નરકમાં ચાલ્યો ગયો. સેનમુનિ અંતે અણસણ સ્વીકારી નવમા રૈવેયકમાં પહોંચી ગયા! ત્રીસ સાગરોપમની સ્થિતિવાળા દેવ થયા! ગુણસેનનો જીવ ઉત્તરોત્તર પ્રગતિના પંથે જઇ રહ્યો હતો ત્યારે અગ્નિશર્માનો જીવ ઉત્તરોત્તર અવગતિના રાહે ધસમસી રહ્યો હતો! છે ને કર્મની વિચિત્રતા ! . . . લો | 114 Page #130 -------------------------------------------------------------------------- ________________ જ ( ગુણચંદ્રકુમાર વાણમંતર વિદ્યાધર ( અયોધ્યાના મહારાજા મૈત્રીબળ અને મહારાણી પદ્માવતીનો એકનો એક લાડીલો પુત્ર ગુણચંદ્ર હતો નામ પ્રમાણે જ ગુણોનો તે ભંડાર હતો અને ચંદ્ર જેવો શીતળ હતો. ને ધીમે ધીમે પુરૂષની 72 કલામાં અને એમાં વિશેષ ધનુર્વિદ્યામાં તે હોંશિયાર થઇ ગયો એક વખત પોતાનાં સમવયસ્ક મિત્રો સાથે તે ઉધાનમાં ગુણચંદ્રકુમાર રમી રહેલો છે. આ ગુણચન્દ્રકુમાર ઉપર સુવર્ણ વૃક્ષ નાંખવા ધસમસતો વાનમંતર વિદ્યાધર 115 Page #131 -------------------------------------------------------------------------- ________________ એ જ વખતે રથનુપૂર ચક્રવાલપુર નગરનો નિવાસી વાણમંતર વિદ્યાધર આકાશમાર્ગે જતો હતો એની દષ્ટિ ગુણચંદ્ર ઉપર પડી અને આંખમાંથી અંગારા વરસવા મંડ્યા! જો કે એ લોકો છે | - બાળકો ! આમ કેમ થયું હશે ! આવા સુંદર સૌમ્ય સોહામણા ગુણચંદ્રકુમાર ઉપર આ વિધાધરને વળી ફેષ શું કામ થયો હશે ! પણ આ તો જન્મ જન્માંતરનાં સંસ્કાર હતા. ગુણચંદ્રકુમાર એ આપણા લાડીલા ચરિત્રનાયક ગુણસેનનો જીવ અને વાણમંતર વિધાધર એ જનમોજનમથી જેનું લોહી ચૂસવા તલસે છે એ અગ્નિશર્માનો જીવ! તમ:પ્રભા નારકીમાંથી આવીને એ વિદ્યાધર તરીકે ઉત્પન્ન થયેલો. જ ગુણસેનકુમારને ડરાવવા માટે એણે એક એવો ભયંકર અવાજ કર્યો કે એનાં મિત્રો તો બધા ચારે બાજુ ભાગવા લાગ્યા! પણ ગુણસેનકુમાર તો સ્થિર જ રહ્યો, જરાપણ ડર્યો નહિં. તેથી વધારે કોપાયમાન થઈને એક વિશાલ કદવાળું સુવર્ણવૃક્ષ ઉપાડી એ વિદ્યાધર ગુણચંદ્રકુમારની સામે દોડયો એની ઉપર જોરથી એ વૃક્ષ નાંખ્યું પણ કુમારને જરા પણ અડક્યું નહીં અને બીજે ઠેકાણે જઈને - પડયું એજ સમયે ત્યાંનો ક્ષેત્રપાલ ગેમનરતિ નામનો દેવ આવ્યો એને જોઇને જ પેલો વાણમંતર વિધાધર ભાગી ગયો! ગુણચંદ્રકુમારને તો આટલા સમયમાં આ બધું શું થઇ ગયું ! કશી સમજ જ પડી નહીં! જાણે કશું જ થયું નથી એમ એતો પોતાના મહેલમાં ચાલ્યો ગયો. એ લોએ એ એ એ એ એ જ લો | ઉત્તરાપથમાં શંખપુર નગરના શાખાયન રાજાની કાંતિમતી ભાર્યાથી તે ઉત્પન્ન થયેલી રત્નવતી નામની પુત્રી હતી. તેનું રૂપ તેનાં ગુણો તેનું સૌંદર્ય એટલું અદ્ભુત હતુ કે માતા-પિતાને સતત ચિંતા થતી T 116 Page #132 -------------------------------------------------------------------------- ________________ હતી કે આને અનુરૂપ વર મળશે કે નહીં, પૃથ્વી રત્નગર્ભા કહેવાય આ છે માટે ક્યાં ને ક્યાંક તો એને અનુરૂપ પાત્ર હશે જ. તપાસ કરવા માટે રાજા ચતુર પુરૂષોને ચારે બાજુ મોકલે છે એમાં ચિત્રમતી અને ચિત્રભૂષણ નામે બે ચિત્રકારો રાજકુમારીનું અતિસુંદર ચિત્ર આલેખી અયોધ્યા નગરીમાં આવે છે. | નગરની શોભા લોકોની સમૃધ્ધિ મહારાજાની પ્રાપ્રિયતા અને એમાં પણ યુવરાજ ગુણચન્દ્રના સેંકડો ગુણોનું વર્ણન સાંભળી એ બંનેને યુવરાજને જોવાની ઇચ્છા થઇ. જે લોકો તે યુવરાજને જોઇને બંને આભા બની ગયા! કેવું રૂપ! કેવી નમ્રતા ! ખરેખર આની સાથે આપણી રાજકુમારીનો સંયોગ થઇ જાય તો સોનામાં સુગંધ ભળી જાય ! | ‘રાજકુમાર! આપ તો બધી કલાઓમાં નિપુણ છો અમે આ એક ચિત્ર દોર્યું છે. દૂર દેશથી આવ્યા છીએ ચિત્રકારો છીએ આપને આ ચિત્રમાં કોઇ દોષ જણાય છે ? Ans કુમારે ચિત્ર હાથમાં લીધું અને પોતે જ ચિત્રવત્ બની ગયો ! એકીટસે આ ચિત્ર નિહાળવા લાગ્યો! શું કોઇ રંભા છે! સ્વર્ગલોકની અપ્સરા છે! મનુષ્યની સ્ત્રીઓમાં તો આવું રૂપ લાવણ્ય સંભવી શકે નહિં! કલાકારો ! આ ચિત્ર તો સંપૂર્ણ છે, એમાં કોઇ દોષ મને જણાતો નથી પણ એ તો કહો કે આ ચિત્ર કોઇ માનુષીનું છે કે તમારી કલ્પનાનું છે! . . . “ના... ના... કુમાર! આ તો અમારા મહારાજ શંખાયનની ષોડશી 117 Page #133 -------------------------------------------------------------------------- ________________ NUCUNOSU AAAAAAAGTH 1000000 ચિત્રકારો ગુણચન્દ્ર કુમારને રાજકુમારી રત્નાવલીનું ચિત્ર બતાડી રહ્યા છે. કન્યા રત્નપતીનું આ ચિત્ર છે. મહાશય! એ કન્યાના યથાર્થ રૂપનું આલેખન કરવા ખુદ વિશ્વકર્મા પણ સમર્થ નથી, વધારે તો શું કહીએ ગુણોમાં પણ એની ગણના બૃહસ્પતિ પણ કરી શકે એમ નથી. જો કે વાત કરીએ તો છે કુમાર રત્નપતીનું રૂપ એના ગુણોના વર્ણન સાંભળી કામાતુર બની ગયો! કુમારે દોરેલું એક વિદ્યાધર યુગલનું ચિત્ર ચિત્રકારોને આપ્યું એની અંદર જે આબેહૂબ ભાવો વર્ણવેલા હતા એ જોઇ ચિત્રકારો ખુશ થઇ ગયા કે કુમાર તો ચિત્રકળામાં પણ નિપુણ છે! હા હજી તો આ વાત ચાલતી હતી ત્યાં તો બે સંગીતકારો આવ્યા 118 Page #134 -------------------------------------------------------------------------- ________________ પોતાના નવા બનાવેલા સુંદર ગીતો કુમારને આપ્યા! છે. ‘સ્વામિનું આ ગીતોમાં દોષો હોય તો તે કાઢી સમાજને કરી છે આપો! કુમારે તરત જ દોષોનું પૃથક્કરણ કરી આપ્યું, આ જોઇ ચિત્રકારો અતિ આશ્ચર્ય પામ્યા. કુમારની વિશેષ પરીક્ષા માટે એની સાથે કેટલીયે પ્રશ્નોત્તરી કરી, એમાં કુમારનાં સચોટ અને સત્ય જવાબો | જાણી એ બંનેએ તો નક્કી કરી જ લીધું કે અમારી રાજકુમારી માટે આનાથી વધારે યોગ્ય વર વિશ્વના કોઈ ખૂણે પણ મળશે | નહીં. - એ બંનેએ ગુણચંદ્રકુમારનાં સુંદર ચિત્રનું આલેખન કરી લીધું. - હવે બીજે ક્યાય નહીં ફરતા સીધા શંખપુરમાં આવી ગયા રાજકુમારીને | 0. * ITE song, શિs . (c) છે Fo છે રાજકુમારી રત્નાવલી કુમાર ગુણચન્દ્રનું ચિત્ર જોઈ મોહિત થાય છે એ 119 Page #135 -------------------------------------------------------------------------- ________________ મહારાજા મહારાણી બધાને ચિત્ર બતાવી ગુણચંદ્રના ગુણોનું વર્ણન કર્યું. બધાએ એકી અવાજે નક્કી કર્યું કે રાજકુમારીને લાયક ગુણચંદ્રકુમાર | જ છે. જો તેના માટે લોકો ને સો સો - લીલી | રાજકુમારીના મનમાં પણ આનંદ મા’તો ન’તો. ગુણચંદ્રકુમાર પણ ચિત્રકારોના ગયા પછી વારંવાર રત્નપતીનું ચિત્ર લઈને એકીટસે નિરખવા મંડી પડતો. રત્નાવતીના ચિત્રનું આલેખન પણ સુંદર કર્યું. | આ બાજુ રત્નવતી કુમારનું ચિત્ર લઇ પોતાની સખીઓ પાસે આવી. સખીઓ પણ આ જોઈને આશ્ચર્ય પામી ગઇ. મદનમંજૂષા કહે મને તો લાગે છે કે આ તો દેવેન્દ્ર જ હોવા જોઇએ. ‘ના! ના! એ તો હજાર આંખવાળા કહેવાય છે જ્યારે આમાં તો નિર્મળ સૌમ્ય એવી બે આંખો છે તો શું ચન્દ્ર હશે ? એ તો કલંકિત છે જ્યારે આ તો નિષ્કલંક તો શું કામદેવ? કામદેવનું આવું લાવણ્ય ક્યાંથી ! રાજકુમારીએ પણ પીંછી અને રંગ લઇ ગુણચંદ્રકુમારનાં ચિત્રનું આલેખન શરૂ કરી દીધું. જ કુમારનાં ચિત્રને જોયા પછી હવે રાજકુમારીનું મન કુમારમાં જ લાગી ગયું! સંસારી જીવોની સ્થિતિ આવી જ હોય છે! એક વખત જેનું દર્શન થાય પછી એ પ્રિયપાત્ર જ્યાં સુધી મળે નહીં ! ત્યાં સુધી ચેન પડતું નથી. રત્નાવતી હવે કામજવરથી પીડાવા લાગી ! ખાવા પીવાનું બંધ કર્યું. એનું મુખ ફીકકું પડી ગયું ! મહારાજાએ ઉપચાર કરાવવા ઘણા - પ્રયત્નો કર્યા! પણ અંતે...! 120 Page #136 -------------------------------------------------------------------------- ________________ આ બાજુ ગુણચંદ્રકુમારના મિત્ર દ્વારા રત્નવતી માટેની કુમારની. ઉત્સુકતા જાણી મૈત્રીબલ રાજાએ પોતાના ચતુર મંત્રીશ્વર આદિ પ્રધાન પુરૂષોને ઉત્તમ ભેટણા સાથે શંખપુર નગર મોકલ્યા અને ત્યાં આગળ જઇ એ લોકોએ રત્નપતીની કુમાર માટે માંગણી કરી ! મહારાજાને તો “જોઇતું હતું ને વૈધે બતાવ્યું” એના જેવો ઘાટ થયો શંખપુર નગર બધા લોકો ખુશ થઈ ગયા. રત્નાવતી અને ગુણચન્દ્રકુમારના વિવાહ નક્કી થઈ ગયા. થોડા જ દિવસો પછી રત્નપતીને મોટા પરિવાર અને અતુલ ઋધ્ધિ સાથે માતા-પિતાએ અયોધ્યા તરફ પ્રયાણ કરાવ્યું. તો, ત્યાં મૈત્રીબળ મહારાજાએ પણ કુમારનો લગ્ન મહોત્સવ એવી ધામધૂમથી કરાવ્યો કે જેનારા મોઢામાં આંગળાં નાંખી જાય નગરના પ્રત્યેક મકાનો અને દુકાનોને શણગાર્યા! | યાચકોને છૂટે હાથે દાન આપ્યું! કેદીઓને મુક્ત કરી દીધા! બંને દંપતીને જોઇ લોકો એક અવાજે બોલવા લાગ્યા કે ખરેખર આ તો કામદેવ અને રતિની જોડલી છે. કોઈ કહે ના ના! એ લોકો આવે તો એમને પણ આ બંને પાસે શરમાવું પડે! ગુણચન્દ્ર અને રત્નપતીનાં દિવસો પાણીના રેલાની જેમ પસાર થઈ રહ્યા હતા. બંને વિષયાનંદમાં મસ્ત હતા. એવામાં સીમાડાના રાજા વિગ્રહને પોતાના પરાક્રમનું અભિમાન વધારે આવી ગયું અને અયોધ્યાના સીમાડા ઉપર નાના-નાનાં છમકલાં કરવા મંડયો.. મૈત્રીબલ રાજા આ સમાચાર મળતાં જ તરત જ તેને વિગ્રહને સમજી જવા કહ્યું પણ “કૂતરાની પૂંછડી વાંકીને વાંકી જએ રીતે સમજ્યો નહી મહારાજા મૈત્રીબળ સૈન્ય લઈને એની સાથે 121 Page #137 -------------------------------------------------------------------------- ________________ યુદ્ધ કરવા માટે તૈયારી કરતા હતા. કુમારને આ સમાચાર મળતાં જ પિતાજી પાસે આવીને કહે છે “પિતાજી! સિંહ કોઇ દિવસ શિયાળીયાની સામે લડવા જાય! એ દુષ્ટ આપની પાસે એવો તુચ્છ છે કે એવાને જીતવા માટે આપને જવાની કોઈ જરૂર નથી પિતાજી! મને જ આજ્ઞા કરો! હું જઇ આપણાં એ શત્રુનાં દાંત ખાટા [ કરી નાંખીશ! કુમાર સૈન્ય સાથે દડમજલ કરતો વિગ્રહ રાજાના નગર પાસે પહોંચી ગયો. કુમારને આવેલો જાણી વિગ્રહ રાજાએ ભયભીત થઈ નગરના ધારો બંધ કરાવી દીધા અને કિલ્લામાં જઈને ભરાઇ ગયો. એ જ કુમાર પણ સૈન્ય લઈને ઘેરો ઘાલીને રહેલો છે ત્યાં જ પેલો વાણમંતર વિધાધર ફરતો ફરતો ત્યાં આવી પહોંચ્યો. કુમારને જોતાં જ તે દ્વેષથી સળગી ઉઠયો, એક વખત તો મેં આ દુષ્ટને મારવા માટે પ્રયત્ન કર્યો પણ ફાવ્યો નહી હવે એક કામ કરું ‘શત્રુનો શત્રુ એ મારો મિત્ર' એ ન્યાયે આ વિગ્રહ રાજાને જ હું સહાય કે એમ વિચારી તરત જ વિગ્રહના મહેલમાં આવી ગયો. વિદ્યાધરને આવેલો જોઈ વિગ્રહ આશ્ચર્ય પામ્યો. પધારો! આપનું આવવાનું પ્રયોજન શું! ‘રાજ! તને સહાય કરવા આવ્યો છું. આ ગુણચંદ્ર મારો પણ દુશ્મન છે. બાલ્યાવસ્થામાં મેં એને મારીને અધમુઓ કરી નાંખ્યો પાછો મોટો થઈને અહીં તારી સાથે યુદ્ધ કરવા આવ્યો છે બોલ હવે તને કઈ રીતે સહાય કરૂં!' લોન લો એમ માને છે કે તે કે “જો આપ મને સહાય કરવા ઇચ્છતા હો તો એક જ કામ 1?? Page #138 -------------------------------------------------------------------------- ________________ કરો મને આજે રાત્રે જ એની પાસે લઇ જાવ આજે રાત્રે જ | એને ખતમ કરી યુધ્ધ પુરું કરી નાંખ્યું.' | એ મધ્યરાત્રિએ જ વાણમંતર વિગ્રહને લઈને ગુણચન્દ્રના તંબૂમાં આવી ગયો. અને કાકી ની શકે છે અને જો એ એ એ કે એ કુમાર તો નિદ્રાધીન બની ગયો હતો. એય! એક બાજુ યુધ્ધ કરવા આવ્યો છે. બીજી બાજુ ઉધ છે ઉઠ! ઉભો થા! હમણાં | યુધ્ધ પુરું કરી નાંખીએ.’ વાહ રે રાજન! તમારી યુધ્ધની કુશળતા! ચલો કાંઇ વાંધો નહીં હું તૈયાર જ છું. મને તો એ છે કે છે કે લો | # કોલાહલ થતો સાંભળી બહાર સુતેલા કુમારનાં અંગરક્ષકો દોડી આવ્યા તલવાર લઈને વિગ્રહને મારવા તૈયાર થઇ ગયા. | ‘નહીં! મારી આજ્ઞા છે બીજા કોઇ હાથ ઉપાડતાં નહીં બધા જ પ્રેક્ષક થઇને જોયા કરજો અમે બંને અમારો હિસાબ પતાવી દઇશું. ( એ જ સમયે વાણમંતરે પોતાની તલવાર કુમાર ઉપર ફેંકી કુમારે | ભયંકર રૌદ્ર સ્વરૂપ કરી એક હાથે વિગ્રહના વાળ ખેંચી એને પછાડયો બીજા હાથે વાણમંતરની સામે ટક્કર ઝીલવા લાગ્યો! વાણમંતર તો કુમારનું આવું ભીષણ સ્વરૂપ જોઈ ત્યાંથી ભાગી જ ગયો! ‘કુમારનો જય હો’ એ પ્રમાણે સેવકોએ કુમારનો જયજયકાર કર્યો. અને એ Faa) વિગ્રહ રાજા તો કુમારની શૂરવીરતા જોઈ કુમારના પગે પડી ગયો! ‘નાથ! મારો અપરાધ ક્ષમા કરો ! આપના જેવા સજ્જન આ વિશ્વમાં કોઇ હશે નહીં અને મારા જેવો દુર્જન આ જગતમાં બીજો કોઇ નહીં હોય! જે સજા કરવી હોય એ મને આપ કરો. 123 Page #139 -------------------------------------------------------------------------- ________________ | રત્નવતી ચિતામાં પડવા મથે છે. પણ મહારાજા મહારાણી અટકાવે છે હું તમારો સેવક છું.' | ‘રાજ! તમે મહાવીર છો! ભૂલ થઇ જાય એ સહજ છે. પરંતુ પ્રાયશ્ચિત થવું એ જ મુશ્કેલ છે તમે સત્ય માર્ગે આવી ગયા એ જ તમારા માટે ઘણું છે. તમે શાંતિથી તમારું રાજ્ય કરો.” આ બાજુ અહીં તો વાણમંતર વિદ્યાધરની મુરાદ બર ન આવી પણ હજી એ પોતાનો સ્વભાવ છોડે એમ હતો નહીં. તેથી એ અયોધ્યામાં આવ્યો અને ત્યાં આગળ રાજા મંત્રી નગરજનો બધાની પાસે એવા સમાચાર ફેલાવ્યા કે “ગુણચન્દ્રકુમાર વિગ્રહ ના હાથે યુધ્ધમાં મરાઈ ગયો.” 124 Page #140 -------------------------------------------------------------------------- ________________ 2 છે આ સમાચાર સાંભળી આખા નગરમાં શોકનું વાતાવરણ ફેલાઇ ગયું. રત્નાવતી તો આ સાંભળી જમીન ઉપર પટકાઈ પડી. ઉઠીને | કરણ સ્વરે વિલાપ કરે છે. હે આર્યપુત્ર! આપ મને છોડીને કયાં ચાલ્યા ગયા! આપના અકુશળ સમાચાર જાણવા છતા હજી હું નિપુર પ્રાણ ધારણ કરીને રહી છું. હે પિતાજી! ગામ બહાર અગ્નિ રચાવો એમાં પડીને મરીને હું મારા પતિદેવ પાસે પહોંચે.” ), લ ગામ બહાર ચિતા રચાવી આખું ગામ ત્યાં ઉમટયું છે. બધાની આંખમાંથી આંસુઓની ધારા વરસી રહી છે એ વખતે મૈત્રીબળ રાજા રત્નપતીને સમજાવે છે, “પુત્રી! તું શોક છોડી દે. હજી મને આ વાત માનવામાં આવતી નથી. કેસરીસિંહ એ કદાપિ શિયાળીયાથી | મરે પણ નહીં પહેલા નિમિત્તકે પણ કહેલું કે “તું સુંદર પુત્રની માતા થઇશ” નિમિત્તકનું આ વચન કદાપિ ખોટું પડે નહીં મને તો લાગે છે કે આપણા જન્માંતરના વિરોધીએ આવી ખોટી વાત ઉડાડી હશે! અને માનો કે કદાચિત એવું થયું પણ હોય પણ - પુત્રી આત્મઘાત એ ભવોભવ અનર્થ કરે છે. તું સમજુ છે તારું ચિત્ત હવે ધર્મ આરાધનામાં જોડ મળેલા માનવભવને સાર્થક કર ( બાકી મને તો વિશ્વાસ જ છે કે મારો પુત્ર જીવતો જ છે પવનગતિ " " ? નામે દૂતને મેં મોકલ્યો છે. એ પાંચ દિવસમાં આવી જાશે ત્યાં સુધી તો તું ધીરજ ધર” “જેવી આપની આજ્ઞા બાકી આર્યપુત્રના કુશળ સમાચાર ન મળે ત્યાં સુધી આહારનો તો હું ત્યાગ કરીશ.” - એમ કહી રત્નવતી પોતાના આવાસે ગઇ. સ. ત્યાં જ તે નગરમાં સુસંગતા નામે ભગવતી વિદુષી સાધ્વીજી પધાર્યા. તેમનાં દર્શનથી પરિચયથી રત્નાવતીની ધર્મભાવના ઓર વધવા માંડી આખો દિવસ ઉપાશ્રયમાં રહીને સાધ્વીજી સાથે ધર્મ ચર્ચા કરે છે. ક્યાં દિવસો પસાર થઈ જાય છે એ પણ એને ખબર T r 125 Page #141 -------------------------------------------------------------------------- ________________ પડતી નથી. શ્રાવકને યોગ્ય એવા વ્રતો સાધ્વીજી ભગવંત પાસેથી કે સ્વીકારે છે. લીલી ) ખેતી એ - એ - એ છે કે એને આ બાજુ ગુણચન્દ્રકુમાર જ્યાં છે તે વિગ્રહ રાજાની નગરીમાં પણ વિજયધર્મ નામના આચાર્ય ભગવંત પધારેલા છે. તેમની અમૃતતુલ્ય બોધપ્રદ વાણી સાંભળતા-સાંભળતા કુમાર અને વિગ્રહ રાજાના અંતરમાં ધર્મની સ્થાપના થાય છે. બંને ગૃહસ્થને યોગ્ય બાર વ્રતો આચાર્ય | ભગવંત પાસેથી અંગીકાર કરે છે. તે છે કે એ લોકો માં | થોડા જ દિવસોમાં વિગ્રહ રાજાને લઇને ગુણચન્દ્રકુમાર અયોધ્યામાં આવે છે. કુમારની કુશળતાના સમાચાર જાણી અયોધ્યાના ઘરે-ઘરે આનંદ છવાઈ જાય છે. મહારાજા મૈત્રીબલે એવો આનંદોત્સવ ઉજવ્યો કે અયોધ્યાની પ્રજા હર્ષઘેલી બની ગઈ. એ. કે જો તેમ છે. જો તે ' રત્નાવતી પણ સ્વામિનાથ ને આવતા જોઇ ખુબ ખૂશ થઇ ગઇ. મા કુમાર અને રત્નવતી બંને પહેલા સાધ્વીજી ભગવંત પાસે ગયા. ભગવતી ! આપે રત્નપતીને અહીં ધર્મમાર્ગમાં જોડી મને ત્યાં આચાર્ય ભગવંત મળી ગયા. અમારો પુણ્યોદય અત્યારે જ સાર્થક થયો કે માનવભવની દુર્લભતા અમે સમજી શક્યા. લિએ જ ર જ સ છે | મહારાજા મૈત્રીબલે પણ પુત્રનું ધર્મમય જીવન જોઇ પ્રેરણા લઇ દીક્ષા લઇ લીધી. ગુણચન્દ્ર પણ એક સોહામણા પુત્રનો પિતા થયો પુત્રનું નામ ધુતિબલ પાડ્યું. એ રાજવી ગુણચન્દ્રનું રાજ્ય એક આદર્શ રાજ્ય સાબિત થયું. લોકો નીતિ ને ન્યાયમાર્ગથી જરા પણ ચલિત થતાં નથી. ધર્મનિષ્ઠ રાજવીનાં સાનિધ્યમાં દિવસો સુખપૂર્વક પસાર થઇ રહ્યો છે. એવામાં વર્ષાઋતુ આવી આકાશમાં વાદળો ઘેરાઈ ગયા. ઠંડો પવન કુંકાવા લાગ્યો. મૂશળધાર વરસાદ આવ્યો, ચારેબાજુ પાણી પાણી 126 Page #142 -------------------------------------------------------------------------- ________________ , થઇ ગયું નદી-નાળાં છલકાવા લાગ્યાં, પૃથ્વી લીલીછમ બની ગઈ, મોરો નૃત્ય કરવા લાગ્યા, દેડકાઓના અવાજો ચોતરફ સંભળાવા લાગ્યા. કે બે મહિના થયા ન થયા ત્યાં તો શરદઋતુ આવી, કાદવો સુકાવા - મંડયા. ધરતીની વનરાજી ઓર દીપવા મંડી. સૂર્ય સહસ્ત્ર કિરણો વરસાવા મંડ્યો. પણ તે પછી - શરદઋતુ પૂરી ન થઈ ત્યાં તો શિશિરનો પ્રભાવ જામવા મંડયો. ઠંડીથી લોકો થર-થર ધ્રુજવા લાગ્યા. બારી-બારણાં બધા બંધ થવા મંડયા. ત્યાં તો વસંતઋતુ આવી પહોંચી હવે એણે પણ પોતાનો પ્રભાવ બતાવવા માંડયો. થોડા દિવસોમાં ગ્રીષ્મઋતુ આવી પહોંચીને ધોમધખતો તાપ પડવા માંડયો. સૂર્ય આગ વરસાવા માંડયો. | આ પ્રમાણે છ ઋતુનું પરાવર્તન જોઇ રાજા ગુણચન્દ્રનાં અંતરમાં પણ પરિવર્તન આવી ગયું. એ વિચારે છે. આ જગતની કોઈ વસ્તુ સ્થિર નથી. સતત પરિવર્તનશીલ એવું આ જગત છે આ ( ઋધ્ધિ, સિધ્ધિ, યૌવન, સત્તા આ બધું એક દિવસે નાશ પામવાનું | છે કોઇ સ્થિર રહેવાનું નથી. તો પછી હવે આ રાજગાદી ઉપર ને ક્યાં સુધી ચોટવાનું! એ જ કે જે લોકો ને તેને એક અંતરમાં તીવ્ર વૈરાગ્ય ઉત્પન્ન થયો. પતિવ્રતા પત્ની રત્નવતીએ પણ સ્વામિનાથની ઇચ્છામાં સાથ પૂર્યો પોતાના પુત્ર ધુબિલને રાજગાદી સોંપી વિજ્યધર્મ સૂરી પાસે રાજવી ગુણચન્દ્ર સંયમ અંગીકાર કર્યું. સંયમ સ્વીકારી, જ્ઞાન ધ્યાનની આરાધનામાં લીન બનેલા રાજર્ષિ ગુણચન્દ્ર કોલ્લાક સનિવેશમાં પ્રતિમા ધ્યાને રહેલા હતા. એ વખતે ત્યાંથી ફરતા વાનમંતર વિધાધરે મુનિને જોયા. મહાત્માને જોતાં જ એ દ્વેષથી સળગી ઉઠ્યો. હમણાં ને હમણાં આ દુષ્ટને મારી નાખું. રૌદ્રધ્યાનમાં ધમધમી રહેલા તે વિદ્યાધરે બાજુમાં પડેલી વિશાલ શિલા : 127 Page #143 -------------------------------------------------------------------------- ________________ મહાત્મા ઉપર ફેંકી એ શિલાથી મહાત્માના શરીરે જ પીડા થઇ. પણ ભાવમાં કોઈ ફરક ન પડયો. મહાત્મા તો ત્યાંને ત્યાં ધ્યાનમાં જ લીન રહ્યા. એ જોઇ પેલો વિદ્યાધર વધારે કોપાયમાન થયો. ફરી મોટી શિલા લઈને જોરથી મહાત્મા ઉપર નાંખી. છતાં પણ મુનિને કોઈ અસર થઈ નહીં તેથી તે વધારે ગુસ્સે થયો. હવે શું કરું? આને મારવા માટે જેમ જેમ પ્રયત્નો કરું છું તેમ તેમ પાછો પડું છું, તો હવે એવું કામ કરું કે લોકોમાં એની ફજેતી થાય લોકોજ એને મારે- એમ વિચારી એક શેઠના ઘરમાંથી રત્નનાં આભૂષણોની ચોરી કરી એ આભૂષણો મુનિ જ્યાં કાઉસ્સગ્ન ધ્યાને રહેલા હતા એની | | પાછળના ભાગમાં ઝાડીમાં રાખી દીધા. સમ એ છે કે તેમ | પાછો જઇને કોટવાળને કહી આવ્યો કે આ પાખંડી ચોરી કરીને માલ છૂપાવીને હવે ધ્યાનમાં બેસી ગયો છે. જ | કોટવાળ સૈનિકોને લઇને મુનિની પાસે આવે છે. મુનિની આકૃતિ તપથી ચમકતું ભાલ, ત્યાગના તેજથી દેદીપ્યમાન વદન આ બધું જોઇ કોટવાળ પહેલા તો માનવા જ તૈયાર નથી આવા મહાત્મા - આ અકાર્ય કરે જ નહીં. પણ એમની પાછળ જ ઝાડીમાં ચોરાયેલો માલ જોયો. માલ લઈને આવી મુનિને કહે છે. ' ‘ભગવંત! આ બધું શું છે? એનું રહસ્ય સમજાવો. પણ મુનિ તો મૌની હતા. મૌન જ રહે છે. કશું બોલતા નથી. ત્યારે સૈનિકો એમને માર મારે છે. છતાં પણ મહાત્મા કશું બોલતાં નથી. જો - મહાત્માને માર પડતો જોઇ પેલો વાનમંતર વિદ્યાધર ખુશ થાય છે! છે ને! અધમતાની યે પરાકાષ્ઠા! મુનિને હેરાન કરીને આ . માલ પી 128 Page #144 -------------------------------------------------------------------------- ________________ . | જીવને આનંદ થાય છે! 11 છે. આ ત્યાં તો મહારાજાને ખબર પડે છે. વિશ્વસેન મહારાજા દોડતા આવી મુનિને જુએ છે. જોકે એ એ એ જ છે કે એ - વિધિપૂર્વક વંદન કરે છે. સૈનિકો તો આ જોઈ આશ્ચર્ય પામી જાય છે. પેલો વિધાધર તો ઉભી પૂંછડીએ ભાગી જાય છે. | ‘કોટવાળ! આ તો સમસ્ત જગતને પૂજનીય એવા પરમાત્મ માર્ગના પથિક છે પૂર્વાવસ્થાએ અયોધ્યાના સત્વશાળી રાજવી ગુણચન્દ્ર છે. | ધન્ય! તેમની ધીરતા વીરતાને!”), જે ઈ છે તો એ લોકો કે સૈનિકો કોટવાળ આદિ બધા પોતાના અપરાધની મુનિ સમક્ષ વારંવાર ક્ષમાપના કરે છે. જો કે એ લોકો લઈ ને લઈ લો કો મ પેલા સમાચાર આપનાર પુરૂષની કોટવાળ તપાસ કરાવે છે. પણ પેલો તો દેખાતો જ નથી. | રાજવી વિશ્વસેન નગરનાં લોકોને અંત:પુરને બધાને બોલાવે છે. મહાત્માની પાસે દેશના સાંભળી વૈરાગ્ય પામે છે. તે છે કે એ | વાનમંતર વિદ્યાધરને હવે સાતમી નરકમાં જવાનું હતું તેથી જ અશુભ કર્મનો ઉદય થવાથી શરીર આખું રોગગ્રસ્ત બની ગયું. જે જે ઉપચારો કરાવે એ શાંતિને બદલે વધારે અશાંતિ કરે છે. - શરીર દાહજવર ઉપડયો છે. ચંદનના લેપ લગાડે છે તો ઉલટી પીડા થાય છે. વિષ્ટાનો લેપ લગાવે તો શાતા થાય! કાંટા ઉપર સૂએ તો એને સારું લાગે ! ફૂલ ઉપર સૂએ તો કાટાં ભોંકાય ! આવી જ રીતે પોતાનું આયુષ્ય પૂર્ણ કરી મનમાં વૈરની ગાંઠ અકબંધ રાખી મરીને કે જ્યાં તેત્રીસ/તેત્રીસ સાગરોપમ સુધી દુ:ખ અને દુ:ખ જ છે એવી સાતમી નરકમાં ઉત્પન્ન થયો. એ _ _ _ _ _ _ , 129 Page #145 -------------------------------------------------------------------------- ________________ ગુણચન્દ્રમુનિવર ઉત્તમ રીતે સંયમને આરાધી આયુષ્ય પૂર્ણ કરી સર્વાર્થસિધ્ધ નામના છેલ્લાં અનુત્તર વિમાનમાં કે હવે જ્યાંથી એકાવતારીપણું નિશ્ચિત્ત જ છે. ત્યાં 33 સાગરોપમના આયુષ્યવાળા મહર્ણિક દેવ થયા ! છે. એક આત્મા ઉન્નતિનાં શિખરે! ( જ્યારે બીજો આત્મા અધોગતિના પંથે! ( કારણ? એકજ વૈરનું સૂક્ષ્મ બીજ! લી એ છે કે - લય જીવને ક્યાં સુધી ભાન ભૂલાવી દે છે!... જો કે તેના | હવે... નવમો અને છેલ્લો ભવ કે જ્યાં હવે ગુણસેનકુમારનાં જીવનો છેલ્લો જ જન્મ છે...! જ્યાંથી હવે મર્યા પછી પાછું જન્મવાનું નથી ! એવા... સમરાદિત્ય કેવલીના.. ભવમાં...! લટાર મારી લઇ... જો તમે એનો એ એ એ એ એ એ | ઉપશમની આરાધનામાં ] લીન થઇ જઈએ! 130 Page #146 -------------------------------------------------------------------------- ________________ II ભવ - 9 ] સમરાદિત્ય કેવલીગિરીસેન (O) દેત્ર 31 માલવાની મનમોહક નગરી ઉજ્જયનીની શોભા એ સમયે અનેરી હતી. જો ) ( પુરૂષોમાં સિંહ જેવો પરાક્રમી. જેવા નામ એવાજ ગુણ એ ઉક્તિને યોગ્ય પુરૂષસિંહ નામે પરાક્રમી રાજા હતો. સુંદરી નામે તેમને સ્વરૂપવાન રાણી હતી. પછી એ એ લોકો છે એક દિવસ પ્રભાતના સમયે મહારાણી સુંદરીએ સ્વપ્નમાં સૂર્ય ને જોયો... હજારો કિરણોથી પ્રકાશને રેલાવતો એવા દેદીપ્યમાન સૂર્યને CORDOOD 0 22) - મહારાણી સુંદરીને સ્વપ્નમાં સૂર્યનું દર્શન થાય છે. 131 Page #147 -------------------------------------------------------------------------- ________________ | જોઇને મહારાણી જાગી ગઇ. મહારાજાને સ્વપ્નની વાત કરી. મહારાજા | - પણ ખુશ થઈ ગયા. નકકી કોઇ પૂણ્યશાળી જીવ મહારાણીના ગર્ભમાં આવ્યો છે. જો વર્ષ થી પણ ને પૂરા દિવસે મહારાણીએ એક સુંદર પુત્રને જન્મ આપ્યો! મહારાજાને | ત્યાં પુત્રજન્મ થયો એ જાણી નગરમાં પણ આનંદોત્સવ શરૂ થઇ છેગયો...! જ માલ ને એ લોકો સોને ન તો તેને રે એ જ શુભ દિવસે રાજાએ પુત્રનું નામ સમરાદિત્ય પાડયું ! ધીમે-ધીમે જ કુમાર બાલ્યાવસ્થા પસાર કરવા માંડયો. કુમાર એટલો ધીર! ગંભીર! હતો કે જોનારા સહુ કોઈ આશ્ચર્ય પામે ! બાલ્યાવસ્થા સહજ કુતુહલવૃત્તિ તો કુમારમાં જરાપણ દેખાતી જ નથી. બધા એમ જ માને છે [ કે જન્મ-જન્માંતરનો કોઇ યોગીપુરૂષ મહારાજને ત્યાં પુત્રરૂપે આવી A પહોંચ્યો છે. કુમાર વિદ્યાભ્યાસમાં એટલો તેજ હતો. કુમારને ભણાવનારા એ પંડિતો પણ આશ્ચર્ય પામીને કહેતા કે જીવનમાં આવો કોઈ વિધાથી અમે જોયો પણ નથી ! | બધી કળાઓમાં કુમાર હોંશિયાર નિપુણ હતો પણ એનું અંતર તે તો ધર્મકળા તરફ જ વધારે ખેંચાયેલું રહેતું જ્યારે જુઓ ત્યારે કુમાર કોઇ અગમના વિચારો કરતો ન હોય એવું લાગતું હતું. લો, જ બાલ્યાવસ્થા કિશોરાવસ્થા પસાર કરી કુમાર યુવાવસ્થામાં આવ્યો. - પણ હજી તેની સંસાર પ્રત્યેની અલિપ્તતા વિચારોમાં મગ્નતા એવીને એવી જ રહી હતી. આખો દિવસ ધર્મચર્ચામાં જ કુમાર વ્યસ્ત રહેતો. સંસારની કોઇ વાતો કુમારને રૂચતી નહીં. | મહારાજા પુરૂષસિંહ વિચારે છે કુમાર જો આવો જ ધર્મધલો રહેશે તો પછી રાજ્ય કઇ રીતે સંભાળશે. સંસારના કાર્યોમાં કઈ રીતે | રસ લેશે! સુંદર રૂપ છે. યૌવન અવસ્થા, શરીર નિરોગી છે. તીવ્ર બુધ્ધિ છે. યુવરાજપણું મળ્યું છે. આમાંથી એકાદ વસ્તુની પાછળ પણ લોકો ભાન ભૂલી જાય છે. જ્યારે કુમારમાં આ બધું હોવા * , 132 Page #148 -------------------------------------------------------------------------- ________________ છતાં પણ બધાથી સાવ વિરક્ત જ કેમ રહે છે! જો સાધુઓના સત્સંગમાં જતો હોય તો કદાચ આવું બની શકે. પણ કુમાર તો ક્યાંય જતો પણ નથી. તો આમ કેમ થયું! હવે શું કરવું? હવે એક જ કામ કરું. ચતુર કામકળામાં કુશળ એવા મિત્રોની સાથે સંગ કરાવું “સોબત તેવી અસર” એમ કહેવાય જ છે. તેથી એવા મિત્રોનાં સંગમાં કુમારનું વૈરાગીપણું નાશ પામી જશે. કામકળામાં કુશળ એવા અશોક, કામાંકુર, લલિતાંગ ત્રણ યુવાનોને મહારાજાએ બોલાવી કુમારની મિત્રતા કરવા જણાવ્યું “ગમે તે રીતે કુમારને સંસારમાં રસ લેતો કરો” ના આ ત્રણે મિત્રો કુમારની પાસે જાય છે. મધુર ગીતો ગાય છે. બધા હી સમરાદિત્ય કુમારને ત્રણે મિત્રો સંસાર માર્ગે વાળવા સમજાવી રહ્યા છે 133 Page #149 -------------------------------------------------------------------------- ________________ શાસ્ત્રોમાં કામશાસ્ત્રની પ્રશંસા કરે છે. કુમારને અહીંથી ત્યાં બાગ બગીચાઓમાં સંગીતના જલસાઓમાં બધે લઇ જાય છે. કુમાર મિત્રોના મન સાચવવા બધે એ લોકોની સાથે જાય છે. પણ કુમાર તો અલિપ્ત જ રહે છે. આ ત્રણે મિત્રો કુમારને કામશાસ્ત્રની અગત્યતા સમજાવે છે. પણ | કુમાર તો સંસારમાં વિષયોની વિરૂપતા એને આધીન સંસારમાં જીવોનું આ પરિભ્રમણ વિગેરે મિત્રોને સમજાવે છે. રીતે એક વાર | | રાજકુમારની યુક્તિ યુકત દલીલો સાંભળીને એ ત્રણે મિત્રોને પણ સમજાઈ ગયું કે આપણે કુમારને સંસાર તરફ ધકેલવા આવ્યા હતા એ ખોટું છે. કુમારનો જ માર્ગ સાચો છે. આપણો માર્ગ જ ખોટો છે.”એ એ એ એ એ એ એ એ એ એ છે કે - જે મિત્રો કુમારને સંસારના માર્ગે વાળવા આવ્યા હતા એ જ | મિત્રો થોડા દિવસમાં જ કુમારના સંગથી ધર્મના માર્ગે વળી ગયા! | મહારાજા પણ આ જાણી આશ્ચર્ય પામી ગયા! કે કુમારમાં એવી તો વળી કઈ તાકાત છે કે આવા રસિક મિત્રોને પણ ધર્મમાર્ગે - વાળી દીધા! સંસારના રસિક એવા મહારાજાને આ વાત રચતી નથી હવે કઇ રીતે પુત્રને સંસારમાં વાળવો એ મહારાજા વિચારણા કરી રહ્યા છે ત્યાં જ નગરશેઠ મહારાજાની પાસે આવ્યા. એ | ‘સ્વામિનાથ ! આવતીકાલે વસંતપંચમી છે. વસંતોત્સવની તડામાર તૈયારીઓ થઇ રહી છે. લોકો વસંતોત્સવ ઉજવવા આનંદઘેલા થઇ | ગયા છે. કૃપા કરી આપ પણ વસંતોત્સવમાં પધારો. આપનું સાંનિધ્ય માત્ર લોકોના હૈયાને ભાવવિભોર બનાવી દેશે...' “શ્રેષ્ટિવર્ય! હું તો દર સાલ વસંતોત્સવમાં આવું છું. આ વખતે | મેં નિર્ણય કર્યો છે કે કુમાર હવે યુવાન થઇ ગયો છે. કુમારનાં 134 Page #150 -------------------------------------------------------------------------- ________________ _ __ સાંનિધ્યમાં લોકોને પણ ખૂબ આનંદ આવશે માટે આ વખતે કુમાર વસંતોત્સવમાં આવશે.” એ વિશે છે લોકો “બહુ સરસ મહારાજા ! બુધ્ધિશાળી સુંદર સોહામણા યુવરાજના સાંનિધ્યમાં પ્રજા હર્ષઘેલી થઈ જશે.” િનગરશેઠ ગયા પછી મહારાજા સમરાદિત્યને બોલાવે છે. “પુત્ર! આવતીકાલે વસંતોત્સવ છે. આપણી પરંપરા છે કે રાજા મહારાજા પણ બહાર ઉદ્યાનોમાં લોકોની સાથે ઉત્સવને રસપૂર્વક માણે. માટે મારી ઇચ્છા છે કે આવતીકાલે તું જા અને લોકોને વધારે આનંદ પ્રમોદ થાય તેમ કર”! જેવી આપની આજ્ઞા” વિનયાન્વિત કુમારે કહ્યું. બીજે દિવસે મહારાજાએ સુંદર કલાત્મક રથમાં આભૂષણોથી અલંકૃત જાણે સાક્ષાત્ ઇંદ્ર જ ન હોય એવા દેદીપ્યમાન લાગતા કુમારને બેસાડયો. - - ર - લોકો છે જે આ સારથિને મહારાજએ કાનમાં સૂચના આપી દીધી કે “ધ્યાન રાખજે! કુમારની દ્રષ્ટિમાં એવું કોઈ દ્રશ્ય ન પડવું જોઇએ કે જે દ્રશ્ય વૈરાગ્યને પુષ્ટ કરે. જેમ કુમાર વધારે આનંદમાં આવે એ રીતે કરજે.” | મી ઓ જેવી મહારાજાની આજ્ઞા’’! | કુમારનો રથ ઉપનીનાં રાજમહેલથી નીકળીને બહારના ઉદ્યાન - તરફ પૂરપાટ વેગે જઇ રહ્યો છે. ત્યાં જ કુમારની દ્રષ્ટિ એકબાજુ પડી. સારથી! રથ જરા આ તરફ!” એ “કુમાર! ઉધાન તરફ જ રથ હાંકુ છું” , “નહીં હમણાં આ તરફ લઇ જા...!” જ સારથી જ્યાં રથ બાજુમાં લઇ જાય છે ત્યાં જોયું તો એક . 135 Page #151 -------------------------------------------------------------------------- ________________ l[ n n T T. 7 1 0 1 n \ / / હ, 0 11 1. I [] [ f[ r[ fg GE સમરાદિત્ય કુમાર રોગિક રક્તપિત્તિયાનેજમે છે! જીવતો છતાં મરવા જેવો થઇ ગયેલો, રોગોથી ઘેરાઇ ગયેલો, રક્તપિત્તથી ખદબદતો, રાડારાડ કરતો એવો એક માણસ કુમારે જોયો... એના મોઢા ઉપર લાલ ચાંઠા પડી ગયેલા. આખા શરીર માખીઓ બણબણતી હતી. એ લોકો ને છે અને એ લોકો ને એ “આની કોણે આવી દશા કરી? મારા પિતાજીના રાજ્યમાં કોણ - આ રીતે આ નિર્દોષ માણસને હેરાન કરે છે? શું મારા પિતાજી એને કાંઇ શિક્ષા નથી આપતા!” “કુમાર! એના શરીરને વ્યાધિએ ઘેરી લીધું છે! વ્યાધિ એ કંઈ કોઇ માનવી નથી. એને વશ તો બધાને થવું પડે! રાજા કે રંક 136 Page #152 -------------------------------------------------------------------------- ________________ - કોઇને પણ એ છોડે નહીં. કુમાર ! હવે ચાલો ઉદ્યાનમાં ! આપણને મોડું થશે. તે કે, ના તો છે છે કે એક વ્યાધિ વિષે વિચારતાં કુમાર ક્યાં સુધી એમને એમ ઉભા જ પર રહ્યા ! થોડી પળ પહેલા જેના મોઢા ઉપર ઉલ્લાસ દેખાતો હતો - એવા કુમાર અચાનક હતોત્સાહ બની ગયા ! જાણે મોઢા ઉપર શાહી જ ન લગાડી દીધી હોય એમ બેચેન બની ગયા ! વિચારે છે કે જ્યાં | મનુષ્ય આવી વ્યાધિથી પીડાતો હોય ત્યાં આવા વસંતોત્સવમાં જવાનો | શું અર્થ છે? છે છતાં પણ પિતાજીની આજ્ઞાની અવગણના થશે એમ માની ફરી | રથમાં બેઠા- , \ n \ / " TY IT IT TT TT કુમાર સમરાદિત્ય એકદમ વૃદ્ધ પતિ-પત્નિને જોઈ આશ્ચર્ય પામે છે! . 137 Page #153 -------------------------------------------------------------------------- ________________ જોયા | જરાક આગળ ગયા ત્યાં તો સામેથી એક વૃધ્ધ દંપત્તિ જેના | બંને હાથ-પગ ધ્રૂજતા હતા. દાંત પડી ગયેલા, આંખોનું તેજ હરાઈ ના | ગયેલું, માંડ માંડ લાકડીના ટેકે ચાલી શકતા હતા એવા ડોસા ડોસીને | | જોયા! આ લોકોને વળી શું થયું છે? એ પણ કેમ આમ ઉદાસ | છે? લથડિયા ખાય છે! લઈ લો તો એ છે કે એ ન જ તે | કુમારના સાથીઓ, સારથિ વિગેરે બધા આજે આ પ્રશ્નના જવાબ - . . આપવા તૈયાર જ ન હતા એ લોકોને તો થયું કે માંડ કુમાર | આજ વસંતોત્સવ માણવા નીકળ્યા છે ત્યાં વળી આવા અપશુકનો કેમ થાય છે? પણ કુમારે પૂછયું એટલે જવાબ તો આપવો જ જોઇએ. જો તમારી લો તો એ છે કે એ લોકો | | ‘મહારાજ ! આ લોકોને વૃધ્ધાવસ્થા આવી છે ઘડપણ આવે એટલે આવી દશા થાય. એમાં પણ એમનાં છોકરાઓએ એમને નકામાં ગણી ઘરની બહાર કાઢી મૂકયાં છે!” “તો શું આ ઘડપણ ઉપર રાજ્યની કોઇ સત્તા નહીં? શું રાજા | એને આવતા પહેલા જ કાઢી ન શકે.” એ એ એ એ એ છે કે | કી નિર્દોષ બાળક જેવો કુમારનો ઉત્તર સાંભળી સાથીઓથી હસવું. રોકાયું નહીં. ( “કુમાર! એ કોઇનાં હાથની વાત નથી. ઉંમર થાય ત્યારે બધાને | ઘડપણ તો આવવાનું જ !" વ્યાધિ અને વૃધ્ધત્વ બંને અનિવાર્ય જ છે તો પછી આપણે આટલા પાગલ શું કામ? કેમ નાચીયે છીએ? કૂદીએ છીએ? આ બધાથી બચાવનાર તારક ધર્મને તો આપણે યાદ પણ કરતાં નથી ! શું માનવી આ બધાનો વિચાર જ નહીં કરતો હોય! I , A 138 Page #154 -------------------------------------------------------------------------- ________________ કુમારના મનમાં આ ગડમથલ ચાલી રહી હતી ત્યાં તો સારથી કુમારને ખેંચીને ફરી રથમાં બેસાડી દે છે. એને પણ થાય છે કે આજે કોણ જાણે શું થયું છે? એક પછી એક આવા દ્રશ્યો કુમારની આંખે ચડે છે? મહારાજાને ખબર પડશે તો મને ગરદને મારશે. . . . - એ વસંતોત્સવના વિરલ વૈભવથી નાચી રહેલા ઉધાનની લગોલગ રથ પહોંચવાની તૈયારીમાં છે. સારથી પણ છેલ્લા છૂટકારાનો દમ લેવા તૈયારી કરે છે ત્યાં તો સમરાદિત્ય બોલે છે. “સારથી! આ જો તો સામેથી આટલાં બધા માણસો કોણ આવે છે! બધા કેમ કરૂણ સ્વરે રડી રહ્યાં છે. જો કે કોઈ ને તો જ | 1tnni || innnnnnnnnn Innnnn જ સ્મશાને બાળવા લઈ જવાતા મૃતદેહને જોઇ કુમાર આકુળ-વ્યાકુળ બની જાય છે 139 Page #155 -------------------------------------------------------------------------- ________________ સમરાદિત્ય ત્યાં જુએ છે તો એક માણસનું શબ જીર્ણ વાંસળાઓ સાથે બાંધીને એના ઉપર સફેદ વસ્ત્ર ઢાંકીને થોડા પુરૂષો રોતા રોતા એને ઉપાડીને ચાલતા હોય છે. થોડે દૂર સ્ત્રીઓ કરાણ સ્વરે વિલાપ કરી રહી છે. આ શું છે? “મહારાજ! આ મૃત્યુ છે જે જન્મે એને એક દિવસ તો મૃત્યુને આધીન થવું જ પડે!” “તો શું તારે અને મારે બધાને એને આધીન થવું પડે?” “હા મહારાજ ! કોઈને છોડે નહીં! “તો શું ત્યારે આ હસવાનું ભૂલાઇ જવાય? | “ના મહારાજ! ત્યારે તો બધા આજ રીતે રડે!” કુમાર વિચારે છે મૃત્યુ જેવો મહાન શત્રુ માનવીને માથે હરપળ ભમે છે છતાં પણ એ જ માનવીઓ આનંદપ્રમોદમાં શૃંગારલીલામાં કેમ આટલા બેફામ બને છે? વિચારતાં વિચારતાં સમરાદિત્ય ઉધાનમાં પ્રવેશ્યા. લોકોએ હર્ષની ચિચિયારીઓથી એમને વધાવ્યાં! પણ એમના મુખના ભાવો જોઇને જ લોકોને આનંદપ્રમોદમાં હવે મજા આવતી નથી. કુમાર વિચારે છે ક્યાં અહી મધુર સંગીતનો આલાપ! અને ક્યાં પેલું કરૂણ રૂદનનું આકંદ ! સમરાદિત્યકુમારના અંતરમાં જે વિરાગની ચિનગારી પ્રગટેલી એ ચિનગારીએ વસંતોત્સવના મોજ શોખ રસિક આત્માઓને પણ દઝાડી ગઇ! એ લોકો પણ વિચાર કરવા મંડયા કે ખરેખર કુમારની વાત સાચી છે! વ્યાધિ-જરા-મૃત્યુ જ્યારે કોઇને છોડતું નથી તો પછી એનાથી જે છોડે છે એ ધર્મને કેમ કોઈ ભજતું નથી? ખરેખર કુમાર આ 140 Page #156 -------------------------------------------------------------------------- ________________ કહે છે એ સાચું જ છે. આ બધાથી બચવા ધર્મ એજ ખરો ઉપાય છે. “ધર્મનો જય...! કુમારનો જ્ય!” આ પ્રમાણે જ્યજયકાર કરતાં લોકો વસંતોત્સવને માણ્યા વગર જ નગરમાં પાછા આવી ગયા. | મહારાજાને પણ સમાચાર મળ્યા. મહારાજા પણ વિચાર કરે છે આ બધું શું થઇ ગયું! ખેર! હવે કુમારને કઈ રીતે સંસારમાં રસ લેતો કરવો ! એ તો છે ઉજ્જયનીના મહાવીર પ્રતાપી નરેશ પુરૂષસિંહ શત્રુઓથી તો અજેય હતા. પણ પોતાના પુત્રથી એક રીતે બબેવાર પરાજિત થયેલા! બે બે વાર દાવ નાંખ્યા! પણ બંનેમાં પીછેહઠ જ કરવી પડી ! કુમારનો ધર્મનો રંગ ઓર ઘેરો બનતો ગયો! હવે એ તો નિર્ણય થઇ ગયો કે કુમાર કોઇ સામાન્ય નથી. પૂર્વનો કોઇ મહાન ઋષિ લાગે છે ! | એ વિચારણા કરતા કરતા, એક વિચારે મહારાજાને ખૂબ શાંત્વન આપ્યું. ભલભલાં ઋષિઓની વર્ષોની સાધનાને ભાંગીને ભુક્કો બોલાવી દેવાનું કાર્ય કરવાની આવડત સ્ત્રીમાં ગણાય છે. એ કુમારને લગ્નગ્રંથીથી જોડી દઇએ તો એની મેળે એની સ્ત્રીઓ જ કુમારને સંસારમાં રસ લેતી કરી દેશે ! હજી આ વિચારણા ચાલુ જ હતી ત્યાં તો દૂત આવી મહારાજાને સમાચાર આપે છે. મહારાજા ખડગ્રસેનનાં સેવકો આવ્યા છે! “મોકલો એમને!' છે “રાજનું! અમે મહારાજા ખડગસેનને ત્યાંથી આવ્યા છીએ એમની બે પુત્રીઓ વિશ્વમવતી અને કામલતા કે જે રૂપ અને ગુણમાં સંસારમાં અજોડ છે. એમની ઇચ્છા આપના પુત્ર સમરાદિત્ય સાથે પાણિગ્રહણ 141 Page #157 -------------------------------------------------------------------------- ________________ કરવાની છે. માટે સ્વયંવરા એવી બે કન્યાઓને લઈને અમે આવ્યા રાજા તો આ સાંભળી અતિ આનંદ પામ્યો. હજી હમણાં જ જે બાબત વિચારણા કરી રહ્યો હતો એ તક સામે આવીને ઉભેલી જે કન્યાઓને વરવા માટે દેશ-વિદેશના રાજકુમારો તલપાપડ હતા તે કન્યાઓ સામેથી સમરાદિત્યને વરવા ઇચ્છે છે! હવે તો આવી કન્યાઓને પામીને મારો પુત્ર નકકી સુધરી જશે! છે ને! સંસાર રસિક જીવોની માન્યતા! તરત જ પુત્રને બોલાવી કુમાર! તારે આ કન્યાઓ સાથે લગ્ન કરવા પડશે!” કુમાર વિચારે છે કે એક તો આ બધાથી છૂટવા માંગુ છું. ત્યાં તો વળી આ નવી બલા ક્યાંથી આવી ! પિતાને ના કહું તો પિતાજીનું અપમાન થાય! હા કહું તો મારા તમામ આદર્શોના ભુક્કા બોલાઇ જાય ! | “પુત્ર! બહુ વિચાર ન કર! હું જે કહું છું એ તારા હિત માટે કહું છું !" “પિતાજી! આપ કહો છો એ ઠીક છે. પણ હું સંસારથી વિરક્ત છું. આજે કદાચ આપના કહેવાથી હું પરણું, પછી કાલે સવારે છોડું તો આશ્ચર્ય કે પશ્ચાત્તાપ કરતા નહીં! કાલનું કોણ જાણે છે! હમણાં તો તું લગ્ન કર !" કુમારની મૂક સંમતિ મળવાથી મહારાજા તો ખુશ ખુશ થઇ ગયા. મંત્રીઓને બેલાવી કુમારનો લગ્નોત્સવ અતિ ધામધૂમથી ઉજવવાની રાજાએ આજ્ઞા કરી. ઉજૈનીની શોભા તો અમરાવતીની શોભાને પણ લજવી દે તેવી 142 Page #158 -------------------------------------------------------------------------- ________________ બની ગઇ હતી નગરમાં ઠેર-ઠેર લોકો આનંદોત્સવમાં મહાલી રહ્યા હતા. બધા ખુશ હતા! પણ એક જ વરરાજા હતા એજ નાખુશ! એ આ બંધનમાંથી છૂટકારો ઇચ્છતા હતા, પણ અહીં તો બંધનથી વધારે બંધાઇ જવાય એવી સ્થિતિનું નિર્માણ થયું હતું. પણ જે કે એમને વિશ્વાસ હતો કે મારું આ બંધન પણ કાચા સૂતરના તાંતણાની જેમ તૂટી જશે! અલિપ્તતાથી કુમાર આ બધા પ્રસંગ માણી રહ્યા હતા! આખરે લગ્નનો દિવસ આવી ગયો! આખું નગર શણગારાઇ ગયેલું હતું. નગરના પ્રત્યેક લોકો આજે કુમારના લગ્નોત્સવને નિહાળવા આવી ગયા છે! કુમારે વિધિપૂર્વક બંને કન્યાઓ સાથે પાણિગ્રહણ કર્યું! ( રાજાના મનમાં તો આજે આનંદ માતો ન'તો રાણીને કહે છે “હવે જોજેને કુમારની ધર્મઘેલછાને કામઘેલછા ઉતારી નાંખશે. આવી સ્ત્રીઓ તો કોને મળે? | કુમાર તો પત્નીઓને લઈ માતા-પિતાના આશીર્વાદ મેળવી પોતાના શયનખંડમાં જાય છે. ઉજૈનીનાં રાજમહેલમાં આજે બારણે બારણે ફ્લોનાં તોરણો લટકાવેલા છે. પુષ્પોની સુગંધ ચોમેર ફેલાઇ રહી ( રાજકુમારના શયનખંડમાં હીરામઢિત રત્નજડિત પલંગમાં કુમાર બેઠેલો છે. સામે અપ્સરાને પણ શરમાવે એવી બે સ્ત્રીઓ શરમથી નીચું મોટું રાખીને બેઠેલી છે. કુમાર કહે છે. | ‘સુંદરીઓ તમારો મારા પ્રત્યેનો પ્રેમ સાચોને ? નાથ ! સાચો જ છે ને તો જ આપની પાસે આવ્યા છીએ.” “તો પછી જેમાં મારું અહિત થાય તેમાં તમને રાગ ન હોવો જોઇએ, મારી ઇચ્છા સંસાર છોડવાની છે. દીક્ષા લેવાની છે અને તમને પણ સંસારમાંથી ઉગારવાની છે. આ બંને સ્ત્રીઓએ ઘણી દલીલો કરી પણ આખરે સમરાદિત્યકુમાર 143 Page #159 -------------------------------------------------------------------------- ________________ વિશે જ GiS CSC 06) AVALANCINETTE TRATTAVAA નવયૌવના-સુંદર સ્ત્રીઓ સાથે ધર્મચર્ચા કરતા કુમાર સમરાદિત્ય! સામે એમને પણ ઝૂકવું પડયુ! એજ રાત્રિએ બંને સ્ત્રીઓ સાથે કુમારે બ્રહ્મચર્યનોનાં નિયમ લીધો! | મહારાજાને આ વાતની ખબર પડતા જ મહારાજા આશ્ચર્ય પામે છે. કુમાર પાસે એવો ક્યો જાદુ છે કે બધાને પોતાના પ્રભાવ નીચે આવરી લે છે! “દવી! આ કુમાર તો ગજબનો વૈરાગી છે. પરણ્યાની પહેલી રાત્રિએ જ આવી પદમીની સ્ત્રીઓને પણ સમજાવી વૈરાગ્ય માર્ગે વાળી દીધી. પણ મને તો હવે એ ચિંતા થાય છે કે આ વૈરાગી પુત્ર જો સંસારમાં રહેશે નહીં તો મારું રાજ્ય કોણ સંભાળશે! આ રાજ્ય ધણી વિનાનું થઇ જશે! મહારાજા આ પ્રમાણે મહારાણી સામે પોતાની ચિંતા વ્યક્ત કરી 144 Page #160 -------------------------------------------------------------------------- ________________ રહ્યા હતા. ત્યાં તો રૂમના એક ખૂણામાં દિવ્ય પ્રકાશ થયો! દેવી પ્રગટ થયા ! અને કહે છે. આ | ‘મહારાજા! તમે જરાપણ ચિંતા કરો નહીં. તમારા પુત્રથી તો તમે ત્રણે લોકમાં પૂજાઓ છો! મહારાણી! તમે પણ રત્નકુક્ષિ છો કે આવા પુત્રને તમે જન્મ આપ્યો! તમારા કુમારની પ્રગતિમાં તમે || સહાયક થાઓ. ચિંતા કરો નહીં! જ જાય છે. દવી આપ કોણ? ગી - “સુદર્શના નામે દેવી છું. તમારા પુત્રોના ગુણોથી ખેંચાઈને આવી છું.” || હજી તો દેવી અંતધ્યન થયા. ત્યાં તરત જ સમરાદિત્ય બંને સ્ત્રીઓને લઇને આવી માતા-પિતાને પ્રણામ કરે છે.. | “પુત્ર! ખરેખર તું અતિ ભાગ્યશાળી છે. દેવતાઓ પણ તારા ( ચિંતાતુર માતા-પિતાને આશીર્વાદ આપતા દેવી! ) 145 Page #161 -------------------------------------------------------------------------- ________________ વખાણ કરે છે. તારો માર્ગ સાચો જ છે. મોહને આધીન થઈ અમે તને રોકીએ છીએ.” . “પિતાજી! મોહ જ આ સંસારમાં જગતને રખડાવે છે. આ પ્રમાણે કહી, પોતાની અમૃતતુલ્ય વાણી વડે કહી સમરાદિત્યે માતા-પિતાને પણ વૈરાગ્ય પમાડી દીધો. છે. માતા-પિતા-કુમાર-બંને નવવધૂઓ બધા સંયમ સ્વીકારવા તૈયાર થઇ ગયા! મહારાજાએ પોતાના ભાણેજ મુનિચન્દ્રને રાજગાદી સોંપી અને ત્યાં પધારેલા પ્રભાસાચાર્ય પાસે બધાએ દીક્ષા અંગીકાર કરી ! જ ઉજ્જયની નગરના છેડે હરિજનોની વસ્તી હતી. એમાં ગ્રંથિક નામે હરિજન રહેતો હતો એને યક્ષદેવા સ્ત્રીથી એક પુત્ર ઉત્પન્ન થયો. એનું નામ ગિરિસેન પાડવામાં આવ્યું.. - તે કદરૂપો એટલો હતો કે કોઇ એને જુએ ને તો એની સામેથી મોઢું ફેરવી લે! | ઉજ્જયનીના નગરવાસીઓ રાજકુમાર સમરાદિત્યની પ્રશંસા કરતા હતા. પણ આ પ્રશંસા આ ગિરિસેનથી જરા પણ સહન થતી નથી. એ કુમારને માયાવી અને ઢોંગી જ સમજતો હતો. કુમારનું જરા પણ બગાડી શકે એમ ન’તો. છતાં પણ કુમાર પ્રત્યે દ્વેષભાવ ભારોભાર રાખતો! એ તો સમરાદિત્યને જોઈને સળગી ઉઠતો! સમરાદિત્ય કુમારમાંથી હવે મહામુનિ બનીને જ્ઞાન-ધ્યાનમાં તત્પર બની ગયા! ગુરૂએ યોગ્ય જાણી એમને ઉપાધ્યાયપદ આપ્યું. સમરાદિત્ય મહામુનિ ફરતાં ફરતાં ઉજજયનીમાં આવ્યા. ત્યાં સંધ્યા સમયે કાઉસ્સાગૂ ધ્યાને રહેલા છે. ત્યાં પેલો કુરૂપી ગિરિમેન ફરતો ફરતો ત્યાં આવી પહોંચ્યો. | મુનિને જોઈને જ સળગી ઉઠયો! વિચારે છે શું આના ઢોંગ? આખા ગામ ઉપર ભરકી છાંટનાર ધુતારો આજ ઠીક લાગમાં આવ્યો 146 Page #162 -------------------------------------------------------------------------- ________________ પ્રભાસાચાર્ય પાસે દીક્ષા અંગીકાર કરવા જતા કુમાર સમરાદિત્ય બંને પત્નીઓ! છે. આજે તો એને જીવતો ન છોડુ... કે બાજુમાંથી થોડા ચિંથરા લઈ આવ્યો. શરીર ઉપર વીંટી, તેલનો વાટકો લાવી, શરીર ઉપર તેલ છાંટયું અને એમાં અગ્નિ ચાંપી થોડે દુર ઉભો રહયો! જોતજોતામાં આખા શરીર અગ્નિની જવાળાઓ ભભુકી ઉઠી ! સમરાદિત્ય મહામુનિ તો આ ઉપસર્ગને ઉત્સવ માનવા મંડયા! એકત્વ ભાવનામાં કર્મમલને બાળી કૈવલ્યજ્ઞાનની પ્રાપ્તિ સમરાદિત્ય મહામુનિને થઇ! અગ્નિની જ્વાળાઓ શાંત થઇ ગઇ, આકાશમાંથી પુષ્પની વૃષ્ટિ થઈ! સુવર્ણકમલની રચના થઇ ગઇ! . ઉજજયનીના રાજ્વી મુનિચન્દ્ર પણ સપરિવાર નગરજનોની સાથે વલી ભગવંતને વંદન કરવા આવ્યો! 147. Page #163 -------------------------------------------------------------------------- ________________ ( ઇંદ્રાદિ દેવો પણ ત્યાં આવ્યા, મહાત્માનો કેવલજ્ઞાનનો મહોત્સવ કર્યો. તેમના જીવન માં કરી છે તો તેને લિ | પેલો દુર ઉભો ઉભો ગિરિસેન આ જોયા કરે છે. આ બધું જોઈ એના મનમાં એટલું તો થયું જ કે આ કોઇ મહાત્મા છે. મેં એમના ઉપર જે આ રીતે ઉપસર્ગ કર્યો એ સારું ન કર્યું...” જો | સોળ... સોળ ભવો સુધી જેવું વૈર લેવા તલસતો હતો એ | ગિરિસેનના આ ઉદ્ગારો અને પશ્ચાત્તાપનું વાકય એને પૂણ્યબીજ તરીકે વાવિત થયું. એ છે. - ચંડાલપુત્ર ગિરિસેન સમરાદિત્ય મુનિને અગ્નિ દ્વારા સળગાવી રહ્યો છે! 148 Page #164 -------------------------------------------------------------------------- ________________ સમરાદિત્ય કેવલીએ ધર્મની દેશના આપી. દેશના પછી મુનિચન્દ્રરાજા મહાત્માને પૂછે છે. “ભગવંત! આપ જેવા જગત ઉપર સમાન દષ્ટિવાળા મહાપુરૂષને જીવતા સળગાવવાનું આ ગિરિસેનને કેમ મન થયું? શું પૂર્વભવમાં આપની સાથે કોઇ વૈર હતું !" જાણી લો સમરાદિત કેવલી.. દેશના આપી રહ્યા છે! છે. લિ છે ) 149 Page #165 -------------------------------------------------------------------------- ________________ દષ્ટિવાળા મહાપુરૂષને જીવતા સળગાવવાનું આ ગિરિસેનને કેમ મન થયું? શું પૂર્વભવમાં આપની સાથે કોઇ વૈર હતું!'' પર જ “રાજન! ગિરિસેનનાં જીવને મારી સાથે વેર આજનું નથી. સત્તર | સત્તર ભવોનું વેર છે. મનુષ્યપણાના ભવની ગણત્રી કરીએ તો પણ નવ નવ ભવો સુધી મને મારવા માટે પ્રયત્ન કરે છે. “રાજન! પહેલા ભવમાં હું ગુણસેન રાજકુમાર હતો અને એ અગ્નિશર્મા... મારી અસાવધતાના કારણે એમ માની લીધું કે આ ગુણસેન તો મારો ભવોભવનો દુશ્મન છે. એક સામાન્ય કારાગથી એના અંતરમાં જે વૈરનું બીજ વવાયું એ આગળ જતા જતા વધતું જ ગયું ત્રીજા ! ભવમાં આનંદ તરીકે મારો પુત્ર...!! પાંચમાં ભવે જાલિની તરીકે માતા...! સાતમા ભવે ધનશ્રી તરીકે મારી પત્ની...! - નવમા ભવે સગાભાઇ વિજય તરીક..! અગિયારમા ભવે ફરી પત્ની લક્ષ્મી તરીકે ! . જો તેરમા ભવે પિતરાઇભાઇ વિષેણ...! એક વાર ( પંદરમાં ભવે વાનમંતર વિધાધર તરીકે અને ! આ સત્તરમાં ભવે ગિરીસેન તરીકે જ્યારે જ્યારે પ્રસંગ મલ્યો છે ત્યારે ત્યારે વૈર લેવાનું એ ચૂક્યો નથી. રાજન્! મે પહેલા ભવમાં પ્રમાદને આધીન બની એના અંતરમાં મારા પ્રત્યે જે વૈરભાવ જન્માવ્યો તેથી જ મારે પણ ભવોભવ સહન કરવું પડયું ! એ બિચારાને પણ અંતરમાં રહેલા વૈરના પરિણામે ભવોભવ તો દુ:ખી થયો, પણ નરકની ભયંકર વેદનાઓ પણ ઘણી સહન કરી પડી... આ રીતે સમરાદિત્ય કેવલીએ જ્યારે પોતાના નવે ભવો વિસ્તાર સહિત પર્ષદાને કહ્યા. ત્યારે બેઠેલા પ્રત્યેક જીવની આંખની પાંપણો ભીની. થઇ ગયેલી. એક સામાન્ય ટ્રેષના કણિયાને કારણે જીવોની ભવોભવ કેવી સ્થિતિ થાય છે! | મુનિચન્દ્ર રાજવી ફરી કેવલી ભગવંતને પૂછે છે. “ભગવંત! એ જીવનો નિસ્તાર થશે કે નહી 150 Page #166 -------------------------------------------------------------------------- ________________ સર્વે કર્મોથી મુક્ત થઇ સમરાદિત્યના આત્માનું શાશ્વત સિધ્ધિગતિમાં! 151 Page #167 -------------------------------------------------------------------------- ________________ 2 3 - પ-3- 3 “રાજ! હમણાં તો એ બિચારો મરીને સીધો સાતમી નરકે પહોંચશે. પણ અત્યારે એટલું તો એના મનમાં થઇ જ ગયેલું છે કે “મેં આ જે મહાત્માને કર્યું એ સારૂ કર્યું નહીં એ કોઇ મહાનુભાવ છે” આ વિચારને પરિણામે જ અંતે સમ્યકત્વ પામશે અને અસંખ્યાત ભવો બાદ સાંખ્ય નામે બ્રાહ્મણ બની તે સંયમને અંગીકાર કરી નિર્વાણપદને પામશે...! રા જગત ઉપર અસીમ ઉપકાર કરતા - કરતા સમરાદિત્ય કેવલી અંતે આઠે કર્મોનો ક્ષય કરી નિર્વાણ પદને પામ્યા....! - જ્યારે પેલો બિચારો ગિરિસેન આમથી તેમ રખડતો કૂટાતો મરીને સાતમી નરકે પહોંચ્યો. | બાલમિત્રો! એક નાનકડું એવું પણ વૈરનું બીજ જન્મ જન્માંતર સુધી જીવને કેવી કદર્થના કરાવે છે ! જ્યારે ગુણસેનનો જીવ સમતાને ભજતો ભજતો છેવટે સિધ્ધશિલા ઉપર પહોંચી જાય છે...! જે આગ તમે તમારા દુશ્મન માટે સળગાવો છો મા તે તેના કરતાં તમને વધુ દઝાડે છે. જો કે 152 Page #168 -------------------------------------------------------------------------- ________________ 'llot મુંબઈ કરવામાં યંત પ્રિન્ટરી, 352/54, ગીરગાવ રોડ, મુંબઇ-૪૦૦ 002. ફોન: 252882, 299193