________________ પાસે આવ્યા. વત્સ! આટલા આટલા વર્ષો સુધી મહાન ભીષ્મ તપશ્ચર્યા કરી તે આત્માને અતિ પવિત્ર બનાવ્યો છે આજે તારી હવે આ છેલ્લી પરીક્ષા છે વર્ષોની સંચિત કરેલી તારી મૂડી આ ક્રોધના કારણે એળે ન જાય.. હે તપસ્વી! સાવધ રહે...! ગુણસેન ઉપર કષાય કર નહિ.. એતો નિમિત્ત માત્ર જ છે.! છે પણ.... ખેર! આજે અગ્નિશર્માના અંતરમાં ગુરૂદેવના ઉપદેશની કોઈ અસર થઇ નહિ...! “ના...! હવે એ નાલાયક ગુણસેનનું મોટું પણ હું જોવા માંગતો નથી. સહનશીલતાની પણ હદ હોય છે. હવે શાંતિક્ષમા...સમાધિ મારે કંઈ જોઈએ નહિં. હું ભલે હારી જઉં પણ એને છોડીશ નહિ...! એને પણ બતાવી દઇશ કે મને હેરાન કરવાના ફળ શું ભોગવવા પડે છે! આ ભવમાં નહિ તો પરભવમાં પણ હવે હું અને છોડવાનો નથી! ગુરૂદેવ... પણ “જેવી એની ભવિતવ્યતા” વિચાર કરી ત્યાંથી પાછા વળી ગયા...! મહારાજા ગુણસેન તરત જ પોતાની થયેલી અક્ષમ્ય ભૂલની ક્ષમાયાચના કરવા કુલપતિ પાસે આવ્યા ત્યાંથી અગ્નિશર્મા તરફ આગળ વધે છે પણ કુલપતિએ જ પાછા વાળી દીધા હવે ત્યાં જવામાં એના વેરમાં વધારો જ થશે મહારાજાના મનમાં પશ્ચાત્તાપની જવાળાઓ.. જ્યારે તપસ્વીના મનમાં પ્રતિશોધની જ્વાળાઓ ભભૂકી ઉઠી હતી. આવો મહાતપસ્વી અગ્નિશમ! મનમાં ગુણસેન પ્રત્યેના દ્વેષભાવને જ પોષીને એ ભવમાં તો ગુણસેનને હેરાન કરી શકે તેમ ન