________________ ફાંસીની સજા ફરમાવી દીધી! બાલમિત્રો! જુઓ રસ્તા ઉપર પડેલી એક પારકી વસ્તુ લોભના કારણે ધને ગ્રહણ કરી તો સીધો ફાંસીના માંચડે પહોંચવાનો એનો વારો આવ્યો! માટે જ રસ્તા ઉપર પડેલી કિંમતી ચિજને પણ આપણે હાથ લગાડવો ન જોઈએ... પ્યારા.. બાલમિત્રો! પણ...! હજી ધનનું પુણ્ય જાગૃત હતું! કારણ કે તે કે “એ હત્યારા! તારા ભગવાનને યાદ કરીલે તારૂં મરણ હવે હાથવેંતમાં છે ફાંસી આપનાર ચંડાલ ધનને જ્યાં આ પ્રમાણે કહે છે. ત્યાં જ બાજુમાંથી જોરદાર અવાજ આવ્યો ‘મહારાજાના પ્રાણપ્રિય પુત્રને જે કોઇ જીવાડશે એને રાજા મોં માગ્યું ધન આપશે” જલ્દી પ્રજાજનો દોડો! યુવરાજકુમારને સજીવન કરો ?" આ બાજુ એવું બન્યું કે મહારાજના પ્રાણપ્રિય કુમારને બગીચામાં સર્પદંશ થઇ ગયેલો છે. તપદારી થઈ ગયેલા . તો કેટલી છે કે સર્પનું ઝેર ધીરે ધીરે રાજકુમારના શરીરમાં ફેલાઇ રહ્યું છે મહારાજાએ ગારૂડીઓ, મંત્રવાદીઓ બધાને બોલાવેલા છે અનેક ઉપાયોમાંથી એક પણ ઉપાય કારગત નીવડતો નથી મહારાજા શૂન્યમનસ્ક થઇને બેઠા છે રાજકુમારીના સમાચાર નથી રાજકુમારની આ સ્થિતિ! અંતે મંત્રીશ્વરે આખા નગરમાં ડાંડી પીટાવી છે. કોઇ પણ મહારાજાના પુત્રને સજીવન કરો એને મોં માગ્યું ધન આપવામાં આવશે.” - આ વાક્ય ધનના કાનમાં પ્રવેશતાં જ તરત જ ચંડાલને કહે છે, ભાઇ! મને તું છોડ! મારી સાથે ચાલ! રાજકુમારને સજીવન કરી લઉં પછી તું મને ખુશીથી ફાંસી આપજે ચંડાલની સાથે ધન સીધો રાજમહેલમાં ગયો. 52