________________ હતાશ થઇ ગઇ! હાથીને કોણ કાબૂમાં લે! સેનકુમારને સમાચાર આમથી તેમ ખૂબ જમાડી, થકાવી અંતે શાંત પાડી એના ઉપર આરૂઢ થઇને રાજમહેલ તરફ આવવા માંડયો. સેનકુમારનું આવું કૌશલ્ય પરાક્રમ જોઇ ચંપાવાસીઓ તો દિગમૂઢ બની ગયા મહારાજા હરિષણની છાતી પણ ગજ ગજ ફૂલવા લાગી સહુ કોઇ મહારાજ કુમારસેનનો જયજયકાર બોલાવવા લાગ્યા! - પણ વિષણ માટે તો આ કાર્ય અગ્નિમાં ઘી હોમવા જેવું થઇ ગયું. આ લુચ્ચો જ્યાં સુધી જીવતો હશે ત્યાં સુધી મારે એનો જયજયકાર સાંભળવો પડશે. હવે તો બસ એક જ ઉપાય કરું નથી પહેલા પેલા ચારને કામ ભળાવ્યું અને વાત ફૂટી ગઈ તો | કેટલી કદર્થના થઈ! એના કરતાં તો હવે જાતે જ જઈને ઘા કરી આવું. બીજે જ દિવસે સેનકુમાર શાંતિમતી સાથે ઉઘાનમાં કીડા કરી રહ્યા હતા ત્યારે એકાએક તલવાર સાથે વિણકુમાર ઉપર ધસી આવ્યો પણ ચાલાક સેને તેનો હાથ પકડી તલવારને લઇ એવી જોરદાર પાટુ મારી કે દસ ડગલાં દૂર જઈને વિષેણ પડયો. પાછો તરત જ ઉભો થઇ છરી લઇને સેનના મસ્તક ઉપર મારવા ગયો. ત્યાંજ તેને એક જોરદાર થપડ લગાવી એના હાથમાંથી છરી નીચે પાડી દીધી બાજુમાં રહેલા કુમારના સૈનિકો તરત જ આવી ગયા અને વિષેણને પકડી લીધો પણ ઉદારમનના સેને તરત જ વિષેગને ઠપકો આપી છોડી દીધો! | મહેલમાં આવી શાંતિમતીને કહે છે. 'પ્રિયા ! હવે આપણે અહીં 95