________________ આ નગરમાંથી નાસી ગઇ.. ! આમ તેમ ભટકતાં ભટકતાં આયુષ્ય પૂર્ણ કરી બીજી નરકના દ્વારે અથડાઇને પડી! પ્રથમ ભવમાં હૃદયમાં પલ્લવિત થયેલું વૈરનું બીજ. બીજા ભવમાં - પુત્ર રૂપે.. ત્રીજા ભવમાં માતારૂપે વૃદ્ધિ પામી રહ્યું છે. અગ્નિશર્માનો જીવ અધપતનની ખાડીમાં અટવાઈ પડયો છે. જ્યારે.. ગુણસેનકુમારનો | જીવ ઉત્તરોત્તર.. આગળ વધી રહ્યો છે. આ શત્રુતાને કારણે ઉત્પન્ન થતી આગ એક પક્ષ ને સંપૂર્ણ નષ્ટ કર્યા વિના શાંત થતી નથી. 42