________________ | ‘જા બેટા! ખુશીથી લે! શૂરવીરતાથી સંયમ લે! અને એજ રીતે પાળજે.' પોતે પણ મહાત્માની પાસે શ્રાવકને યોગ્ય એવા ૧૨વ્રતોને ગ્રહણ કર્યા... બાળ શિખી મુનિ બનીને તો ગુરૂદેવની સાથે જ્ઞાન, ધ્યાન, સંયમની આરાધનામાં લીન બની ગયા. બ્રહ્મદત્ત પણ શ્રાવક યોગ્ય આચારોનું પાલન કરતાં કરતાં સ્વર્ગવાસી બન્યા. માટે વર્ષોના વહાણાં વીતી ગયા છે. એક વખતના બાળ શિખી મુનિ અત્યારે એવા વિદ્વાન થઇ ગયા છે કે રોજ કેટલાયે મુનિઓને આગમની વાચના આપે છે પણ આ બાજુ પેલી જાલિની હવે વૃધ્ધ થવા આવી છે છતાં પણ શિખી પ્રત્યેના વૈરને ભૂલતી નથી ! હું એજ વિચારે છે ‘એ દુષ્ટને જીવતો જવા દીધો એજ ખોટું કર્યું. જે અહીં જ મારી નાખ્યો હોત તો અત્યારે લોકો એની જે પ્રશંસા કરે છે એ તો મારે સાંભળવી ન પડત! પણ ના, હજી પણ હું કંઇ કાચી નથી કાંઇક ઉપાય કરું અને એને મારી નાંખુ એના વિના મને ચેન પડે એમ નથી” તો બાળકો ! કેવી વૈરની પરંપરા છે કે સગી માતા વાત્સલ્યને બદલે વૈરનો ધોધ વરસાવ્યા કરે છે! | દુષ્ટા જાલિનીએ પોતાની બાજુમાં જ રહેતા સોમદત્ત નામના બ્રાહ્મણને એક રત્નકંબલ આપી કહ્યું બ્રહ્મરાજ! જલ્દીથી તામ્રલિપ્તિ નગરીમાં 36