________________ પ્રકરણ - 2 ] સુપરિતોષ વન....! આર્જવ કૌડિન્ય કુલપતિનો આશ્રમ, અગ્નિશર્મા જેવા મહાતપસ્વીના કારણે ખૂબ પ્રસિધ્ધિમાં આવી ગયા હતાં. એક દિવસ ક્ષિતિપ્રતિષ્ઠિત નગરનો પૂર્વાવસ્થામાં રાજકુમાર, અને હમણાંનો મહારાજા ગુણસેન જેના વસંતપુરના મહારાજાની વસંતસેના નામની રાજકુમારી સાથે લગ્ન થઇ ચૂક્યા હતા. તે ફરતો ફરતો આ આશ્રમમાં આવી પહોંચ્યો. આશ્રમની શાંતિ, વાતાવરણમાં પ્રસન્નતા, નિસર્ગતા, રમણિયતા આદિ નિહાળી ગુણસેન પણ દિમૂઢ બની ગયો..! કુલપતિની પાસે જઇ મસ્તક નમાવી ગુણસેન વંદન કરે છે આશ્રમની ભવ્યતાના વખાણ કરે છે. અને વિનયપૂર્વક હાથ જોડી કુલપતિને કહે છે. હે ભગવંત! ખરેખર રાજ્યઋધ્ધિમાં જે શાંતિનો અનુભવ ન થાય એવી પરમશાંતિનો અનુભવ આજે મને અહીં થયો છે. આપ જેવા તપસ્વીઓની ભક્તિનો અમે શું કરી શકીએ પણ મારી વિનંતિ છે કે મારે ત્યાં રોજ તાપસીને મોકલી મને અન્નદાનનો લાભ આપી કૃતાર્થ કરો. ‘ભાગ્યશાલી ! રાજાને ત્યાં રોજ તાપસોને ભિક્ષા લેવા જવું એ ઉચિત નથી. પણ અમારા આશ્રમમાં એક મહાન તપસ્વી છે જે માસક્ષપણને પારણે માસક્ષપણ કરે છે એવા ઉગ્ર તપસ્વીનો લાભ કદાચ તને મળી શકે ! ભગવંત! કૃપા કરી જલ્દીથી મને એ મહાતપસ્વીનાં દર્શન કરાવો! બે તાપસકુમારો ગુણસેન મહારાજાને સામે આંબાના વૃક્ષની નીચે બેઠેલ તપસ્વી પાસે લઇ ગયા. “તપના તેજની દિવ્યતાથી બાલ્યાવસ્થામાં એક દિવસ પણ જેને