________________ મહાત્મા ઉપર ફેંકી એ શિલાથી મહાત્માના શરીરે જ પીડા થઇ. પણ ભાવમાં કોઈ ફરક ન પડયો. મહાત્મા તો ત્યાંને ત્યાં ધ્યાનમાં જ લીન રહ્યા. એ જોઇ પેલો વિદ્યાધર વધારે કોપાયમાન થયો. ફરી મોટી શિલા લઈને જોરથી મહાત્મા ઉપર નાંખી. છતાં પણ મુનિને કોઈ અસર થઈ નહીં તેથી તે વધારે ગુસ્સે થયો. હવે શું કરું? આને મારવા માટે જેમ જેમ પ્રયત્નો કરું છું તેમ તેમ પાછો પડું છું, તો હવે એવું કામ કરું કે લોકોમાં એની ફજેતી થાય લોકોજ એને મારે- એમ વિચારી એક શેઠના ઘરમાંથી રત્નનાં આભૂષણોની ચોરી કરી એ આભૂષણો મુનિ જ્યાં કાઉસ્સગ્ન ધ્યાને રહેલા હતા એની | | પાછળના ભાગમાં ઝાડીમાં રાખી દીધા. સમ એ છે કે તેમ | પાછો જઇને કોટવાળને કહી આવ્યો કે આ પાખંડી ચોરી કરીને માલ છૂપાવીને હવે ધ્યાનમાં બેસી ગયો છે. જ | કોટવાળ સૈનિકોને લઇને મુનિની પાસે આવે છે. મુનિની આકૃતિ તપથી ચમકતું ભાલ, ત્યાગના તેજથી દેદીપ્યમાન વદન આ બધું જોઇ કોટવાળ પહેલા તો માનવા જ તૈયાર નથી આવા મહાત્મા - આ અકાર્ય કરે જ નહીં. પણ એમની પાછળ જ ઝાડીમાં ચોરાયેલો માલ જોયો. માલ લઈને આવી મુનિને કહે છે. ' ‘ભગવંત! આ બધું શું છે? એનું રહસ્ય સમજાવો. પણ મુનિ તો મૌની હતા. મૌન જ રહે છે. કશું બોલતા નથી. ત્યારે સૈનિકો એમને માર મારે છે. છતાં પણ મહાત્મા કશું બોલતાં નથી. જો - મહાત્માને માર પડતો જોઇ પેલો વાનમંતર વિદ્યાધર ખુશ થાય છે! છે ને! અધમતાની યે પરાકાષ્ઠા! મુનિને હેરાન કરીને આ . માલ પી 128