________________ _ __ સાંનિધ્યમાં લોકોને પણ ખૂબ આનંદ આવશે માટે આ વખતે કુમાર વસંતોત્સવમાં આવશે.” એ વિશે છે લોકો “બહુ સરસ મહારાજા ! બુધ્ધિશાળી સુંદર સોહામણા યુવરાજના સાંનિધ્યમાં પ્રજા હર્ષઘેલી થઈ જશે.” િનગરશેઠ ગયા પછી મહારાજા સમરાદિત્યને બોલાવે છે. “પુત્ર! આવતીકાલે વસંતોત્સવ છે. આપણી પરંપરા છે કે રાજા મહારાજા પણ બહાર ઉદ્યાનોમાં લોકોની સાથે ઉત્સવને રસપૂર્વક માણે. માટે મારી ઇચ્છા છે કે આવતીકાલે તું જા અને લોકોને વધારે આનંદ પ્રમોદ થાય તેમ કર”! જેવી આપની આજ્ઞા” વિનયાન્વિત કુમારે કહ્યું. બીજે દિવસે મહારાજાએ સુંદર કલાત્મક રથમાં આભૂષણોથી અલંકૃત જાણે સાક્ષાત્ ઇંદ્ર જ ન હોય એવા દેદીપ્યમાન લાગતા કુમારને બેસાડયો. - - ર - લોકો છે જે આ સારથિને મહારાજએ કાનમાં સૂચના આપી દીધી કે “ધ્યાન રાખજે! કુમારની દ્રષ્ટિમાં એવું કોઈ દ્રશ્ય ન પડવું જોઇએ કે જે દ્રશ્ય વૈરાગ્યને પુષ્ટ કરે. જેમ કુમાર વધારે આનંદમાં આવે એ રીતે કરજે.” | મી ઓ જેવી મહારાજાની આજ્ઞા’’! | કુમારનો રથ ઉપનીનાં રાજમહેલથી નીકળીને બહારના ઉદ્યાન - તરફ પૂરપાટ વેગે જઇ રહ્યો છે. ત્યાં જ કુમારની દ્રષ્ટિ એકબાજુ પડી. સારથી! રથ જરા આ તરફ!” એ “કુમાર! ઉધાન તરફ જ રથ હાંકુ છું” , “નહીં હમણાં આ તરફ લઇ જા...!” જ સારથી જ્યાં રથ બાજુમાં લઇ જાય છે ત્યાં જોયું તો એક . 135