________________ આ આલેખાય... જૈન શાસનમાં દ્રવ્યાનુયોગાદિ ચારેય અનુયોગમાં સકલ વિશ્વનું તત્વજ્ઞાન સુૌલીએ સંકલિત થયેલું છે. એ રીત એમાં પણ ધર્મકથાનુયોગ તો બાળજીવોથી લઈને સહુ કોઈને અતિ ઉપકારક બની શકે તેમ | કથા વાંચવી સાંભળવી આબાલવૃધ્ધ સહુને પ્રિય થાય છે, એમાં આવતા પાત્રો દ્વારા આત્માનું હિત અહિત વાચકના અંતરમાં જલ્દી ગૂંથાઇ જાય છે. જે જો - Wાનુયોગમાંથી ઘણા બાળજીવો પણ પ્રેરણા લઈ શકે છે. પ્રસ્તુત પુસ્તિકા “એક સરસ વાર્તા” (સમરાદિત્ય ચરિત્ર)ની સંક્લના પણ આજ એક મંગલ ઉદેશ ને નજર સમક્ષ રાખી યાકિની મહતરા સુનુ, સૂરિપુરંદર વાદિમતંગજ કેશરી 14 ગ્રંથોના રચયિતા પ્રકાંડવિદ્વાન પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રીમદ્વિજય હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા એ ઉપશમ અને સંવેગના ઝરણામાં ઝીલવા માટે આ જગતને “સમરાઇડ્યે કહા” મહાગ્રંથની અણમોલ ભેટ ધરી છે. - સમરાદિત્ય કથા એક ભવ કે એક જીવનની કથા નથી આ મહાકથા તો ઉપશમ અને સંવેગની મહાનદી છે જે કોઇ પણ આ કથાને શ્રધ્ધાથી સાંભળે, વાંચે એ ઉપશમના અમૃત છાંટણાથી પાવન થયા વિના રહે જ નહિં. ઉપશમરસથી ભરેલી આવી કથાઓ જૂજ જોવા મળે છે. એ શી ફિકર વેરથી વેર ક્યારે પણ શમવાનું જ નથી એને શમાવવા ઉપશમ જ જોઇએ. રક્તરંજિત | વસ્ત્રને સાફ કરવું હોય તો રક્ત નહિં પણ નિર્મલ જલની જ આવશ્યકતા રહે છે. એમ વેર (ક્રોધ) ઉપર વિજય મેળવવો હોયતો મૈત્રી કરૂણા ઉપશમ સંવેગનો જ આશ્રય લેવો પડે. 5 કે આ મહાકથાના મૂળ નાયક સમાન એવા ગુણસેનકુમાર મહારાજાથી માંડીને છેલ્લે સમરાદિત્ય કેવલી બને છે ત્યાં સુધી ગમે તેવી કપરી પરિસ્થિતિમાં પણ એક સરખા ઉપશમના આરાધક બની ગયા. ધગધગતી વેરની જવાળાઓ સામે એમણે ઉપશમની જ શીતલ ધારા વરસાવી છે. જ્યારે પણ આક્રોશ આવેગ કે ઉગ્રતાનો આશ્રય એમણે લીધો જ નથી. જ્યારે પેલો ભીષ્મ તપસ્વી, કઠોર સાધક, અગ્નિશમનો જીવ બિચારો કસોટીની પળોમાં દીન બની ગયો! એના કારણે “ભવોભવ હું એને મારનારો થાઉ” આવી કિલષ્ટ ભાવનાના પરિણામે પોતાના આત્માનું મહાઅનર્થ કરી બેઠો ! કેટલીયે વાર નરકગતિનો મહેમાન થઈ બેઠો! [ આ મહાથાના મૂળગ્રંથમાંથી તેમજ અત્યાર સુધી થયેલા અનેક જુદા જુદા અનુવાદોને લક્ષ્યમાં થો રાખીને જ આ પુસ્તિકાનું બાલ ભોગ્ય પધ્ધતિએ આલેખન કરાયું છે.) આ મહાગ્રંથનું લોકોત્તર ગૌરવ એવા પ્રકારનું છે કે મારા જેવા અન્ન માટે આ કાર્ય કરવું એ અતિ કઠિન છે. છતાં પણ મારા આ પ્રયત્નમાં. એ કે પરમોપકારી પરમારાણપાદ પરમતારક મુક્તિમાર્ગના અદ્વિતિય અજોડ, આરાધક, પ્રબોધક,