________________ પ્રભાસાચાર્ય પાસે દીક્ષા અંગીકાર કરવા જતા કુમાર સમરાદિત્ય બંને પત્નીઓ! છે. આજે તો એને જીવતો ન છોડુ... કે બાજુમાંથી થોડા ચિંથરા લઈ આવ્યો. શરીર ઉપર વીંટી, તેલનો વાટકો લાવી, શરીર ઉપર તેલ છાંટયું અને એમાં અગ્નિ ચાંપી થોડે દુર ઉભો રહયો! જોતજોતામાં આખા શરીર અગ્નિની જવાળાઓ ભભુકી ઉઠી ! સમરાદિત્ય મહામુનિ તો આ ઉપસર્ગને ઉત્સવ માનવા મંડયા! એકત્વ ભાવનામાં કર્મમલને બાળી કૈવલ્યજ્ઞાનની પ્રાપ્તિ સમરાદિત્ય મહામુનિને થઇ! અગ્નિની જ્વાળાઓ શાંત થઇ ગઇ, આકાશમાંથી પુષ્પની વૃષ્ટિ થઈ! સુવર્ણકમલની રચના થઇ ગઇ! . ઉજજયનીના રાજ્વી મુનિચન્દ્ર પણ સપરિવાર નગરજનોની સાથે વલી ભગવંતને વંદન કરવા આવ્યો! 147.