________________ એ માનવનું સ્વાગત કરવા તલસી રહ્યો છે અનેક આધિ-વ્યાધિ ઉપાધિ રૂપી મધમાખીઓ બિચારાને કરડી રહી છે આવી વિષમ પરિસ્થિતિમાં પણ મધુબિંદુ સમાન એક વિષયની તૃષ્ણાના કારણે એ બિચારાને આવી મહાઅટીમાંથી બહાર નીકળવાનું મન થતું નથી. જેમ પેલા વિદ્યાધર ને આ માનવને જોઇને દયા આવે છે અને એને પોતાની સાથે આવવાનું કહે છે પણ એ બાપડો જતો નથી એમ અહીં પણ. જ્ઞાની પુરૂષોને તુચ્છ વિષયોની પાછળ રખડતા ચારે બાજુથી ભીષણ સ્થિતિથી ઘેરાયેલા એવા સંસાર રસિક જીવોની ખૂબ દયા આવે છે પોતાની સાથે આવવા જણાવે છે. પણ એકજ વિષય તૃષ્ણાના કારણે સંસારમાં અથડાયા કરે છે! - ઘરે આવી મહારાજાએ મહારાણી કુસુમાવલીને પણ ધર્મનો બોધ આખો બંને ધર્મપરાયણ એવું શ્રાવકજીવન જીવવા લાગ્યા ત્યાં જ, વળી એક રાત્રિએ મહારાણી કુસુમાવલીએ પોતાના મુખદ્વારા પેટમાં ઉતરતાં કાળા ડિબાંગ ભયંકર સર્પને જોયો. એ સર્ષે પોતાના પતિને સિંહાસન ઉપરથી પાડી નાંખ્યો. આવું ભયંકર સ્વપ્ન જોઈ કુસુમાવલી જાગી ગઈ. આ વાત પતિને કરવાથી એમને દુઃખ થશે એ જાણી મૌન રહેવા લાગી ધીમે ધીમે એનું શરીર પીળું પડવાં લાગ્યું એના અંતરમાં વિચિત્ર કહેવાય એવી ખરાબ ઇચ્છાઓ થવા લાગી! કારણ પેટમાં પેલા અગ્નિશમનો જીવ આવેલો! રાજાના આંતરડાને હું ખાઈ જાઉં આવું બધું થવાથી મહારાણી મૂંઝાઈ જાય છે પોતાની વિશ્વાસુ દાસી મદનરેખાને બધી વાત કરે | મહારાજા સિંહના મનમાં ઘણા દિવસથી દુ:ખ હતું કે રાણી દિવસે દિવસે સુકાતી જાય છે મારાથી કાંઇક છુપાવતી લાગે છે એની ઇચ્છા મને કહી શકતી નથી. આ 26