________________ જ એની આંખમાં ચમક આવી ગઇ! કે બની શકે એટલી ઝડપથી તરત જ મુનિના દેહની ચારેબાજુ ગાડામાંથી લાકડા લાવીને ગોઠવી દીધા. ચોતરફ લાકડા ગોઠવાઇ ગયા કે તરત જ બાજુનાં મંદિરનાં ખુણામાંથી બળતા એવા દીવાની - સહાયથી અગ્નિ ચાંપી દીધી અને તરત જ ત્યાંથી પાછું જોયા વગર જ ભાગવા મંડી ! . . . મુનિના શરીરની ચારેબાજુ જ્વાલાઓ ભભૂકી ઉઠી ! મુનિ એ ચિતામાંથી જરા પણ આઘા પાછા થવાની પણ દરકાર કરતાં નથી.. મુનિ મનમાં એ જ વિચારે છે ! ખરેખર આ બિચારીનું થશે શું! એક મારા પ્રત્યેના દ્વેષના કારણે દુર્ગતિમાં ક્યાં સુધી રખડયા કરશે! આ સંસારમાં રાગ દ્વેષની ઘટમાળમાં જ જીવો અથડાયા કરે છે !' મુનિ તો આત્મરમણતામાં લીન બની ગયા! મુનિના દેહને તો અગ્નિએ બાળીને ભસ્મીભૂત કરી નાંખ્યો ! પણ મુનિનો આતમરામ તો આઠમાં દેવલોકનો સ્વામિ બની ગયો ! સવાર પડતાં જ કૌશાંબી નગરીમાં હાહાકાર વ્યાપી ગયો ! આવા આ તપસ્વી ધ્યાની મહાત્માને કોણે બાળી નાંખ્યા ! કૌશાંબી નગરીમાં પણ આવુ દુષ્કૃત્ય કરનાર કોણ છે! કૌશાંબીના પ્રજાવત્સલ રાજવીને પણ ચેન પડતું નથી. મારા નગરમાં આવો નિંદનીય અપરાધ કરનાર કોણ છે? આવા પ્રશાંત નિર્દોષ મહાત્માએ વળી એ હત્યારાનું શું બગાડેલું? .. એક નગરપાળ દ્વારા રાજા તપાસ કરાવે છે. કે મ કે એ - ચતુર નગરપાળ પણ તરત કડી મેળવીને સમુદ્રદત્તની પત્ની ધનશ્રીને ‘અપરાધિની’ તરીકે મહારાજા સમક્ષ લઇ આવે છે. : “તું કોણ છે? આવું નિંદનીય કામ શું કામ કર્યું ?" “મહારાજા ! હું આજ નગરના વ્યાપારી સમુદ્રદત્તની પત્ની છું.” 57