________________ રાજકુમાર ગુણસેન અને એના મિત્રો નગરમાં ફરવા નીકળેલા છે ત્યાં જ એ લોકોની દૃષ્ટિ આ વિદુષક અગ્નિશર્મા ઉપર પડે છે. તરત જ અગ્નિશમને પકડીને ઉપાડીને એક ગધેડા ઉપર બેસાડી દે છે. એક મિત્ર સુપડાનું છત્ર ધરે છે, એક આગળ ટલો ઢોલ વગાડે છે અને આખા ગામમાં એને ફેરવે છે. બિચારો અગ્નિશર્મા બૂમો પાડે છે, અને આ બાળકોને આનંદ આવે છે. | બીજે દિવસે પણ આજ ક્રમ ચાલવા લાગ્યો, સવાર પડે અને રાજકુમારનો કોઇ મિત્ર અગ્નિશમને એના ઘરમાંથી ઉપાડીને લઇ આવે રોજ ગધેડા ઉપર બેસાડી આખા ગામમાં ફેરવે જાણે લોકોને રમવા માટેનું એક રમકડું મળી ગયું. અગ્નિશર્મા મનમાં તો ખૂબ દુ:ખી થાય. એના પિતા યજ્ઞદત ને પણ મનમાં તો બહુ લાગે પોતે વિદ્વાન છે, અને રાજપુરોહિત પણ છે છે પરંતુ સામે રાજકુમાર હોય એટલે શું થાય? રાજકુમારને કંઇ કહી પણ ન શકાય ! એક વખત રાજકુમારને કહ્યું પણ ખરું “કુમાર ! મારા પુત્રનું શરીર પૂર્વકર્મના કારણે બેડોળ તો છે જ, તમે એને હેરાન કરો નહિ” પણ બાલ્યાવસ્થા અને રાજપુત્રપણાંના અભિમાનના કારણે ગુણસને તો વાત સાંભળી નહિ. અગ્નિશર્મા વિચારે છે કે “આ નગરમાં જ્યાં સુધી રહીશ ત્યાં સુધી મારી સતામણી થવાની જ છે મારા માતાપિતા પણ મારા કારણે દુ:ખી થવાના છે મેં પૂર્વભવમાં કોઇ તપ કર્યું નથી માટે મારી આ સ્થિતિ થઇ છે. માટે હવે એક જ કામ કરું અહીંથી ભાગી જવું.