________________ છતાં પણ બધાથી સાવ વિરક્ત જ કેમ રહે છે! જો સાધુઓના સત્સંગમાં જતો હોય તો કદાચ આવું બની શકે. પણ કુમાર તો ક્યાંય જતો પણ નથી. તો આમ કેમ થયું! હવે શું કરવું? હવે એક જ કામ કરું. ચતુર કામકળામાં કુશળ એવા મિત્રોની સાથે સંગ કરાવું “સોબત તેવી અસર” એમ કહેવાય જ છે. તેથી એવા મિત્રોનાં સંગમાં કુમારનું વૈરાગીપણું નાશ પામી જશે. કામકળામાં કુશળ એવા અશોક, કામાંકુર, લલિતાંગ ત્રણ યુવાનોને મહારાજાએ બોલાવી કુમારની મિત્રતા કરવા જણાવ્યું “ગમે તે રીતે કુમારને સંસારમાં રસ લેતો કરો” ના આ ત્રણે મિત્રો કુમારની પાસે જાય છે. મધુર ગીતો ગાય છે. બધા હી સમરાદિત્ય કુમારને ત્રણે મિત્રો સંસાર માર્ગે વાળવા સમજાવી રહ્યા છે 133