________________ મહારાજા સમરકેતુની તીવ્ર મસ્તક વેદના સેનકુમારના રત્નનાં સ્પર્શથી વેદના ગાયબ!! રત્ન મહારાજાના શરીરે અડાડે છે ત્યાં તો શું થયું! અતિ આશ્ચર્ય! મણિ રત્નના અચિંત્ય પ્રભાવથી મહારાજાની મસ્તકની વેદના એકદમ શાંત થઈ ગઈ, શ્વાસ બેસી ગયો, આંખો ઉઘડી ગઇ, દાંતો સ્થિર થઇ ગયા, જીભ પણ બોલવા લાગી ગઇ આ શું ચમત્કાર! વૈધૌ-મંત્રીઓ બધા આશ્ચર્ય પામી ગયા! મહારાજા સમરકેતુ તો એટલા ભાવવિભોર બની ગયા કે ઉઠીને સીધા કુમારને ભેટી પડયા. કુમાર તમારો ઉપકાર તો હું ક્યાં શબ્દોમાં વર્ણવું! જીવનભર ભૂલી શકું એમ નથી, તમે જ મારા પ્રાણદાતા છો પ્રાણરક્ષક છો તમે ન હોત તો મારું શું થાત ! 108