________________ પળે પળે આવ્યા જ કરે છે માટે આવા પ્રસંગોમાં ખેદ કરવો જોઈએ નહીં. તારી આકૃતિ ઉપરથી, તારા લક્ષણો ઉપરથી હું કહું છું કે તને થોડા સમયમાં જ પતિદેવનો ભેટો થશે અને સુંદર ભાગ્યશાળી પુત્રની તું માતા બનીશ. માટે મનમાં બીજો કોઈ વિકલ્પ લાવ્યા વગર તું મારી સાથે તપોવનમાં ચાલ. ત્યાં તારા પતિનો સંયોગ તને થશે. તાપસીઓની સાથે ધર્મ-ધ્યાનમાં તારા દિવસો પણ કોઈ જ પસાર થઇ જશે. ઋષિકુમારની અમૃતતુલ્ય આવી વાણી સાંભળી હે નાથ ! હું એમની સાથે આ આશ્રમમાં આવી. હરઘડી તમારા દર્શનની રાહ જોઇ રહી છું. ખરેખર આ વૃક્ષનું નામ પણ સાર્થક જ છે કે જેણે મને મારા પ્રિયનો મેળાપ કરાવી દીધો. જો કે તે લોકો લઇ ને | જોતજોતામાં પૂરાં તપોવનમાં વાત ફેલાઇ જવાથી મુનિકુમાર-તાપસીઓ 1 બધાએ આવી સેન અને શાંતિમતી ને ખૂબ આશીર્વાદ આપ્યા. | સેનકુમારે તપસ્વીઓની સુંદર રીતે ભક્તિ કરી હવે આવું વૃક્ષ કે જ્યા પ્રિયપાત્રનું મિલન થયું તે વૃક્ષની પણ પૂજા કરવી જોઇએ એમ વિચારી સેનકુમારે પૂજાની સામગ્રી મંગાવી તે વૃક્ષની પણ સુંદર રીતે પૂજા કરી એ વખતે આના ગુણોથી ખેંચાયેલી એવી ક્ષેત્રની અધિપતિ દેવી પ્રગટ થઇ. થોડી વાત કરી લો અને તેની મા જ દેવીએ કુમારને કહ્યું તારી ભક્તિથી હું સંતુષ્ટ છું. તારા પુણ્યપ્રકર્ષના | આ કારણે ખેંચાઇને હું આવી છું, માંગ માંગ ! તારે જે જોઇએ તે હું આપવા તૈયાર છું.”