________________ કરી નાંખી પિતાની પાસે મને હલકો ચીતર્યો. પ્રજાને પણ મારા ઉપર અણગમો કરાવ્યો. પોતાની વાહ-વાહ બોલાવવા બધાને મારા ઉપર દ્વેષ કરાવ્યો! હવે તો બરોબર મોકો મળ્યો છે ‘એક ઘાને બે કટકાં હમણાં જ તલવાર મારીને એને પરલોકના પંથે રવાના કરી દઉં. તલવાર હાથમાં ઉગામી મારવા જાય છે ત્યાં જ એનો હાથ ! થંભી જાય છે. આકાશવાણી થાય છે. કે, આ એ લિ. | , “મૂર્ખ! તને પોતાની ભૂલ સમજાતી નથી અને નિર્દોષ મુનિને મારવા માટે આવ્યો છે.! ભાગી જા! અહીંથી આજે તો જીવતો જવા દઉં છું. ફરીવાર આવ્યો છે તો તારી ખબર લઇ નાંખીશ. ક્ષેત્રની અધિષ્ઠાત્રી દેવીએ એને ઉપાડીને દૂર ફેંક્યો! ત્યાં આગળથી ભિલ્લો તેને ઉપાડી ગયા અને તેના હાથે ઘણી વિટંબણા પામતો | મરીને તમwભા નામની છઠ્ઠી નરકમાં ચાલ્યો ગયો. સેનમુનિ અંતે અણસણ સ્વીકારી નવમા રૈવેયકમાં પહોંચી ગયા! ત્રીસ સાગરોપમની સ્થિતિવાળા દેવ થયા! ગુણસેનનો જીવ ઉત્તરોત્તર પ્રગતિના પંથે જઇ રહ્યો હતો ત્યારે અગ્નિશર્માનો જીવ ઉત્તરોત્તર અવગતિના રાહે ધસમસી રહ્યો હતો! છે ને કર્મની વિચિત્રતા ! . . . લો | 114