________________ ક્રોધ આગ છે–ભેર વાયરો છે. બાળકોની ભાષામાં લખાયેલ આ પુસ્તકનું નામ જ એવું મઝાનું છે કે નામ જોઈને જ પુસ્તક હાથમાં લઇ વાંચવાની ઇચ્છા થાય. અને વાંચવાની શરૂઆત કર્યા પછી તો એનામાં સરસતા પણ અનુભવમાં આવ્યા વિના રહે જ નહિ. અને એ સરસતાનો અનુભવ થયા બાદ એમ લાગે કે પુસ્તકનું નામ “એક સરસ વાત” ખૂબ જ સમજીને રખાયું છે. આ સરસ વાત રસપૂર્વક જો વાંચતા આવડે તો વાંચતા વાંચતા આત્મા વિચારક બન્યા વિના રહે નહિ. આ સમસ્ત કથાનકમાં મુખ્યપાત્ર ભજવનાર બે જ વ્યક્તિ છે. ગુણસેન અને અગ્નિશમ! ગુણસેન અને અગ્નિશર્મા તરીકે બે ય પાત્ર એક જ નગરમાં જન્મ્યા ત્યારે બે વચ્ચે ન કોઇ સ્નેહનો સંબંધ હતો ન કોઇ વેરની ગાંઠ હતી ! પરંતુ એક જ ઠઠ્ઠા-મશ્કરી અને હંસી-મજાક કરવાના સ્વભાવે ગુણસેન અને અગ્નિશમ વચ્ચે જે વેરની ગાંઠ બંધાઇ ગઈ એ એવી અભેધ બંધાઈ ગઈ કે નવ-નવ ભવ સુધી એ ગાંઠ એકપક્ષે ન તૂટી તે ન જ તૂટી. જેનાભયંકર પરિણામોનો ઇતિહાસ વાંચતા ખરેખર પૂજારી છૂટી જાય તેમ છે. જો - પ્રત્યેક ભવમાં ગુણસેનની સજ્જનતા અગ્નિશમને બચાવી લેવાની મહેનત કરે છે ત્યારે પ્રત્યેક ભવમાં અગ્નિશમની દુષ્ટતા ગુણસેનને પૂરો કરવાની મહેનતમાં જ હોય છે. સજ્જન સજ્જનતાના પ્રતાપે એક પછી એક સદગતિના દરવાજાને ખખડાવતો અંતે સિધ્ધિગતિના અલૌકિક સામ્રાજ્યનો સ્વામિ બની અનંત સુખમાં મ્હાલતો બની જાય છે.. ત્યારે દુર્જન દુર્જનતાના પ્રતાપે એક પછી એક દુર્ગતિના દરવાજે અથડાતો અસહ્ય એવા નરકાદિ દુ:ખોનો ભાગી બની ચારગતિરૂપ સંસારના ચક્કર ઉપર ચડાવાયેલો એક સરખો સંસારમાં ભટક્યા જ કરે છે. બીજી દુનિયામાં સૌથી ભયંકરમાં ભયંકર જે કોઈ આગ હોય તો તે ક્રોધની આગ છે. આ આગની તાકાત જ કોઇ અનોખી છે. દુનિયામાં લાગેલી કોઇ પણ આગ ભલે પછી તે તેલના કુવામાં કાં ન લાગી હોય પણ તેય અંતે કલાકોમાં દિવસોમાં કે મહિનાઓમાં તો શમી જાય છે. પરંતુ ક્રોધ આગ લાગ્યા પછી તરત જ બુઝાવી દેવામાં ન આવે તો એ કલાકો-દિવસોમાં કે મહિનાઓમાં તો શું પણ વર્ષો સુધી બુઝાતી નથી. અને એથી આગળ વધીને કહેવું હોય તો કહી શકાય કે કેટલાય ભવો સુધી બુઝાતી નથી. વેરનો વાયરો મળતા એ વધ્યો જ જાય છે. | ગુણસેન અને અગ્નિશમ પછીના આઠ આઠ ભવોનો ઇતિહાસ આપણે તપાસશું તો આપણને ખ્યાલ આવશે કે અગ્નિશમના ભાવિ-જીવનમાં પણ આ કોધ અને વેરવૃતિએ કેવો કેવો ભાગ ભજવ્યો છે ને એ બિચારો પોતાની જ ભૂલને કારણે કેટકેટલો તિરસ્કાર અને ધિક્કારનો પાત્ર બન્યો છે.