________________ દષ્ટિવાળા મહાપુરૂષને જીવતા સળગાવવાનું આ ગિરિસેનને કેમ મન થયું? શું પૂર્વભવમાં આપની સાથે કોઇ વૈર હતું!'' પર જ “રાજન! ગિરિસેનનાં જીવને મારી સાથે વેર આજનું નથી. સત્તર | સત્તર ભવોનું વેર છે. મનુષ્યપણાના ભવની ગણત્રી કરીએ તો પણ નવ નવ ભવો સુધી મને મારવા માટે પ્રયત્ન કરે છે. “રાજન! પહેલા ભવમાં હું ગુણસેન રાજકુમાર હતો અને એ અગ્નિશર્મા... મારી અસાવધતાના કારણે એમ માની લીધું કે આ ગુણસેન તો મારો ભવોભવનો દુશ્મન છે. એક સામાન્ય કારાગથી એના અંતરમાં જે વૈરનું બીજ વવાયું એ આગળ જતા જતા વધતું જ ગયું ત્રીજા ! ભવમાં આનંદ તરીકે મારો પુત્ર...!! પાંચમાં ભવે જાલિની તરીકે માતા...! સાતમા ભવે ધનશ્રી તરીકે મારી પત્ની...! - નવમા ભવે સગાભાઇ વિજય તરીક..! અગિયારમા ભવે ફરી પત્ની લક્ષ્મી તરીકે ! . જો તેરમા ભવે પિતરાઇભાઇ વિષેણ...! એક વાર ( પંદરમાં ભવે વાનમંતર વિધાધર તરીકે અને ! આ સત્તરમાં ભવે ગિરીસેન તરીકે જ્યારે જ્યારે પ્રસંગ મલ્યો છે ત્યારે ત્યારે વૈર લેવાનું એ ચૂક્યો નથી. રાજન્! મે પહેલા ભવમાં પ્રમાદને આધીન બની એના અંતરમાં મારા પ્રત્યે જે વૈરભાવ જન્માવ્યો તેથી જ મારે પણ ભવોભવ સહન કરવું પડયું ! એ બિચારાને પણ અંતરમાં રહેલા વૈરના પરિણામે ભવોભવ તો દુ:ખી થયો, પણ નરકની ભયંકર વેદનાઓ પણ ઘણી સહન કરી પડી... આ રીતે સમરાદિત્ય કેવલીએ જ્યારે પોતાના નવે ભવો વિસ્તાર સહિત પર્ષદાને કહ્યા. ત્યારે બેઠેલા પ્રત્યેક જીવની આંખની પાંપણો ભીની. થઇ ગયેલી. એક સામાન્ય ટ્રેષના કણિયાને કારણે જીવોની ભવોભવ કેવી સ્થિતિ થાય છે! | મુનિચન્દ્ર રાજવી ફરી કેવલી ભગવંતને પૂછે છે. “ભગવંત! એ જીવનો નિસ્તાર થશે કે નહી 150