________________ વખાણ કરે છે. તારો માર્ગ સાચો જ છે. મોહને આધીન થઈ અમે તને રોકીએ છીએ.” . “પિતાજી! મોહ જ આ સંસારમાં જગતને રખડાવે છે. આ પ્રમાણે કહી, પોતાની અમૃતતુલ્ય વાણી વડે કહી સમરાદિત્યે માતા-પિતાને પણ વૈરાગ્ય પમાડી દીધો. છે. માતા-પિતા-કુમાર-બંને નવવધૂઓ બધા સંયમ સ્વીકારવા તૈયાર થઇ ગયા! મહારાજાએ પોતાના ભાણેજ મુનિચન્દ્રને રાજગાદી સોંપી અને ત્યાં પધારેલા પ્રભાસાચાર્ય પાસે બધાએ દીક્ષા અંગીકાર કરી ! જ ઉજ્જયની નગરના છેડે હરિજનોની વસ્તી હતી. એમાં ગ્રંથિક નામે હરિજન રહેતો હતો એને યક્ષદેવા સ્ત્રીથી એક પુત્ર ઉત્પન્ન થયો. એનું નામ ગિરિસેન પાડવામાં આવ્યું.. - તે કદરૂપો એટલો હતો કે કોઇ એને જુએ ને તો એની સામેથી મોઢું ફેરવી લે! | ઉજ્જયનીના નગરવાસીઓ રાજકુમાર સમરાદિત્યની પ્રશંસા કરતા હતા. પણ આ પ્રશંસા આ ગિરિસેનથી જરા પણ સહન થતી નથી. એ કુમારને માયાવી અને ઢોંગી જ સમજતો હતો. કુમારનું જરા પણ બગાડી શકે એમ ન’તો. છતાં પણ કુમાર પ્રત્યે દ્વેષભાવ ભારોભાર રાખતો! એ તો સમરાદિત્યને જોઈને સળગી ઉઠતો! સમરાદિત્ય કુમારમાંથી હવે મહામુનિ બનીને જ્ઞાન-ધ્યાનમાં તત્પર બની ગયા! ગુરૂએ યોગ્ય જાણી એમને ઉપાધ્યાયપદ આપ્યું. સમરાદિત્ય મહામુનિ ફરતાં ફરતાં ઉજજયનીમાં આવ્યા. ત્યાં સંધ્યા સમયે કાઉસ્સાગૂ ધ્યાને રહેલા છે. ત્યાં પેલો કુરૂપી ગિરિમેન ફરતો ફરતો ત્યાં આવી પહોંચ્યો. | મુનિને જોઈને જ સળગી ઉઠયો! વિચારે છે શું આના ઢોંગ? આખા ગામ ઉપર ભરકી છાંટનાર ધુતારો આજ ઠીક લાગમાં આવ્યો 146