________________ કરવાની છે. માટે સ્વયંવરા એવી બે કન્યાઓને લઈને અમે આવ્યા રાજા તો આ સાંભળી અતિ આનંદ પામ્યો. હજી હમણાં જ જે બાબત વિચારણા કરી રહ્યો હતો એ તક સામે આવીને ઉભેલી જે કન્યાઓને વરવા માટે દેશ-વિદેશના રાજકુમારો તલપાપડ હતા તે કન્યાઓ સામેથી સમરાદિત્યને વરવા ઇચ્છે છે! હવે તો આવી કન્યાઓને પામીને મારો પુત્ર નકકી સુધરી જશે! છે ને! સંસાર રસિક જીવોની માન્યતા! તરત જ પુત્રને બોલાવી કુમાર! તારે આ કન્યાઓ સાથે લગ્ન કરવા પડશે!” કુમાર વિચારે છે કે એક તો આ બધાથી છૂટવા માંગુ છું. ત્યાં તો વળી આ નવી બલા ક્યાંથી આવી ! પિતાને ના કહું તો પિતાજીનું અપમાન થાય! હા કહું તો મારા તમામ આદર્શોના ભુક્કા બોલાઇ જાય ! | “પુત્ર! બહુ વિચાર ન કર! હું જે કહું છું એ તારા હિત માટે કહું છું !" “પિતાજી! આપ કહો છો એ ઠીક છે. પણ હું સંસારથી વિરક્ત છું. આજે કદાચ આપના કહેવાથી હું પરણું, પછી કાલે સવારે છોડું તો આશ્ચર્ય કે પશ્ચાત્તાપ કરતા નહીં! કાલનું કોણ જાણે છે! હમણાં તો તું લગ્ન કર !" કુમારની મૂક સંમતિ મળવાથી મહારાજા તો ખુશ ખુશ થઇ ગયા. મંત્રીઓને બેલાવી કુમારનો લગ્નોત્સવ અતિ ધામધૂમથી ઉજવવાની રાજાએ આજ્ઞા કરી. ઉજૈનીની શોભા તો અમરાવતીની શોભાને પણ લજવી દે તેવી 142