________________ સમરાદિત્ય ત્યાં જુએ છે તો એક માણસનું શબ જીર્ણ વાંસળાઓ સાથે બાંધીને એના ઉપર સફેદ વસ્ત્ર ઢાંકીને થોડા પુરૂષો રોતા રોતા એને ઉપાડીને ચાલતા હોય છે. થોડે દૂર સ્ત્રીઓ કરાણ સ્વરે વિલાપ કરી રહી છે. આ શું છે? “મહારાજ! આ મૃત્યુ છે જે જન્મે એને એક દિવસ તો મૃત્યુને આધીન થવું જ પડે!” “તો શું તારે અને મારે બધાને એને આધીન થવું પડે?” “હા મહારાજ ! કોઈને છોડે નહીં! “તો શું ત્યારે આ હસવાનું ભૂલાઇ જવાય? | “ના મહારાજ! ત્યારે તો બધા આજ રીતે રડે!” કુમાર વિચારે છે મૃત્યુ જેવો મહાન શત્રુ માનવીને માથે હરપળ ભમે છે છતાં પણ એ જ માનવીઓ આનંદપ્રમોદમાં શૃંગારલીલામાં કેમ આટલા બેફામ બને છે? વિચારતાં વિચારતાં સમરાદિત્ય ઉધાનમાં પ્રવેશ્યા. લોકોએ હર્ષની ચિચિયારીઓથી એમને વધાવ્યાં! પણ એમના મુખના ભાવો જોઇને જ લોકોને આનંદપ્રમોદમાં હવે મજા આવતી નથી. કુમાર વિચારે છે ક્યાં અહી મધુર સંગીતનો આલાપ! અને ક્યાં પેલું કરૂણ રૂદનનું આકંદ ! સમરાદિત્યકુમારના અંતરમાં જે વિરાગની ચિનગારી પ્રગટેલી એ ચિનગારીએ વસંતોત્સવના મોજ શોખ રસિક આત્માઓને પણ દઝાડી ગઇ! એ લોકો પણ વિચાર કરવા મંડયા કે ખરેખર કુમારની વાત સાચી છે! વ્યાધિ-જરા-મૃત્યુ જ્યારે કોઇને છોડતું નથી તો પછી એનાથી જે છોડે છે એ ધર્મને કેમ કોઈ ભજતું નથી? ખરેખર કુમાર આ 140