________________ , થઇ ગયું નદી-નાળાં છલકાવા લાગ્યાં, પૃથ્વી લીલીછમ બની ગઈ, મોરો નૃત્ય કરવા લાગ્યા, દેડકાઓના અવાજો ચોતરફ સંભળાવા લાગ્યા. કે બે મહિના થયા ન થયા ત્યાં તો શરદઋતુ આવી, કાદવો સુકાવા - મંડયા. ધરતીની વનરાજી ઓર દીપવા મંડી. સૂર્ય સહસ્ત્ર કિરણો વરસાવા મંડ્યો. પણ તે પછી - શરદઋતુ પૂરી ન થઈ ત્યાં તો શિશિરનો પ્રભાવ જામવા મંડયો. ઠંડીથી લોકો થર-થર ધ્રુજવા લાગ્યા. બારી-બારણાં બધા બંધ થવા મંડયા. ત્યાં તો વસંતઋતુ આવી પહોંચી હવે એણે પણ પોતાનો પ્રભાવ બતાવવા માંડયો. થોડા દિવસોમાં ગ્રીષ્મઋતુ આવી પહોંચીને ધોમધખતો તાપ પડવા માંડયો. સૂર્ય આગ વરસાવા માંડયો. | આ પ્રમાણે છ ઋતુનું પરાવર્તન જોઇ રાજા ગુણચન્દ્રનાં અંતરમાં પણ પરિવર્તન આવી ગયું. એ વિચારે છે. આ જગતની કોઈ વસ્તુ સ્થિર નથી. સતત પરિવર્તનશીલ એવું આ જગત છે આ ( ઋધ્ધિ, સિધ્ધિ, યૌવન, સત્તા આ બધું એક દિવસે નાશ પામવાનું | છે કોઇ સ્થિર રહેવાનું નથી. તો પછી હવે આ રાજગાદી ઉપર ને ક્યાં સુધી ચોટવાનું! એ જ કે જે લોકો ને તેને એક અંતરમાં તીવ્ર વૈરાગ્ય ઉત્પન્ન થયો. પતિવ્રતા પત્ની રત્નવતીએ પણ સ્વામિનાથની ઇચ્છામાં સાથ પૂર્યો પોતાના પુત્ર ધુબિલને રાજગાદી સોંપી વિજ્યધર્મ સૂરી પાસે રાજવી ગુણચન્દ્ર સંયમ અંગીકાર કર્યું. સંયમ સ્વીકારી, જ્ઞાન ધ્યાનની આરાધનામાં લીન બનેલા રાજર્ષિ ગુણચન્દ્ર કોલ્લાક સનિવેશમાં પ્રતિમા ધ્યાને રહેલા હતા. એ વખતે ત્યાંથી ફરતા વાનમંતર વિધાધરે મુનિને જોયા. મહાત્માને જોતાં જ એ દ્વેષથી સળગી ઉઠ્યો. હમણાં ને હમણાં આ દુષ્ટને મારી નાખું. રૌદ્રધ્યાનમાં ધમધમી રહેલા તે વિદ્યાધરે બાજુમાં પડેલી વિશાલ શિલા : 127