________________ 2 છે આ સમાચાર સાંભળી આખા નગરમાં શોકનું વાતાવરણ ફેલાઇ ગયું. રત્નાવતી તો આ સાંભળી જમીન ઉપર પટકાઈ પડી. ઉઠીને | કરણ સ્વરે વિલાપ કરે છે. હે આર્યપુત્ર! આપ મને છોડીને કયાં ચાલ્યા ગયા! આપના અકુશળ સમાચાર જાણવા છતા હજી હું નિપુર પ્રાણ ધારણ કરીને રહી છું. હે પિતાજી! ગામ બહાર અગ્નિ રચાવો એમાં પડીને મરીને હું મારા પતિદેવ પાસે પહોંચે.” ), લ ગામ બહાર ચિતા રચાવી આખું ગામ ત્યાં ઉમટયું છે. બધાની આંખમાંથી આંસુઓની ધારા વરસી રહી છે એ વખતે મૈત્રીબળ રાજા રત્નપતીને સમજાવે છે, “પુત્રી! તું શોક છોડી દે. હજી મને આ વાત માનવામાં આવતી નથી. કેસરીસિંહ એ કદાપિ શિયાળીયાથી | મરે પણ નહીં પહેલા નિમિત્તકે પણ કહેલું કે “તું સુંદર પુત્રની માતા થઇશ” નિમિત્તકનું આ વચન કદાપિ ખોટું પડે નહીં મને તો લાગે છે કે આપણા જન્માંતરના વિરોધીએ આવી ખોટી વાત ઉડાડી હશે! અને માનો કે કદાચિત એવું થયું પણ હોય પણ - પુત્રી આત્મઘાત એ ભવોભવ અનર્થ કરે છે. તું સમજુ છે તારું ચિત્ત હવે ધર્મ આરાધનામાં જોડ મળેલા માનવભવને સાર્થક કર ( બાકી મને તો વિશ્વાસ જ છે કે મારો પુત્ર જીવતો જ છે પવનગતિ " " ? નામે દૂતને મેં મોકલ્યો છે. એ પાંચ દિવસમાં આવી જાશે ત્યાં સુધી તો તું ધીરજ ધર” “જેવી આપની આજ્ઞા બાકી આર્યપુત્રના કુશળ સમાચાર ન મળે ત્યાં સુધી આહારનો તો હું ત્યાગ કરીશ.” - એમ કહી રત્નવતી પોતાના આવાસે ગઇ. સ. ત્યાં જ તે નગરમાં સુસંગતા નામે ભગવતી વિદુષી સાધ્વીજી પધાર્યા. તેમનાં દર્શનથી પરિચયથી રત્નાવતીની ધર્મભાવના ઓર વધવા માંડી આખો દિવસ ઉપાશ્રયમાં રહીને સાધ્વીજી સાથે ધર્મ ચર્ચા કરે છે. ક્યાં દિવસો પસાર થઈ જાય છે એ પણ એને ખબર T r 125