________________ | રત્નવતી ચિતામાં પડવા મથે છે. પણ મહારાજા મહારાણી અટકાવે છે હું તમારો સેવક છું.' | ‘રાજ! તમે મહાવીર છો! ભૂલ થઇ જાય એ સહજ છે. પરંતુ પ્રાયશ્ચિત થવું એ જ મુશ્કેલ છે તમે સત્ય માર્ગે આવી ગયા એ જ તમારા માટે ઘણું છે. તમે શાંતિથી તમારું રાજ્ય કરો.” આ બાજુ અહીં તો વાણમંતર વિદ્યાધરની મુરાદ બર ન આવી પણ હજી એ પોતાનો સ્વભાવ છોડે એમ હતો નહીં. તેથી એ અયોધ્યામાં આવ્યો અને ત્યાં આગળ રાજા મંત્રી નગરજનો બધાની પાસે એવા સમાચાર ફેલાવ્યા કે “ગુણચન્દ્રકુમાર વિગ્રહ ના હાથે યુધ્ધમાં મરાઈ ગયો.” 124