________________ | જોઇને મહારાણી જાગી ગઇ. મહારાજાને સ્વપ્નની વાત કરી. મહારાજા | - પણ ખુશ થઈ ગયા. નકકી કોઇ પૂણ્યશાળી જીવ મહારાણીના ગર્ભમાં આવ્યો છે. જો વર્ષ થી પણ ને પૂરા દિવસે મહારાણીએ એક સુંદર પુત્રને જન્મ આપ્યો! મહારાજાને | ત્યાં પુત્રજન્મ થયો એ જાણી નગરમાં પણ આનંદોત્સવ શરૂ થઇ છેગયો...! જ માલ ને એ લોકો સોને ન તો તેને રે એ જ શુભ દિવસે રાજાએ પુત્રનું નામ સમરાદિત્ય પાડયું ! ધીમે-ધીમે જ કુમાર બાલ્યાવસ્થા પસાર કરવા માંડયો. કુમાર એટલો ધીર! ગંભીર! હતો કે જોનારા સહુ કોઈ આશ્ચર્ય પામે ! બાલ્યાવસ્થા સહજ કુતુહલવૃત્તિ તો કુમારમાં જરાપણ દેખાતી જ નથી. બધા એમ જ માને છે [ કે જન્મ-જન્માંતરનો કોઇ યોગીપુરૂષ મહારાજને ત્યાં પુત્રરૂપે આવી A પહોંચ્યો છે. કુમાર વિદ્યાભ્યાસમાં એટલો તેજ હતો. કુમારને ભણાવનારા એ પંડિતો પણ આશ્ચર્ય પામીને કહેતા કે જીવનમાં આવો કોઈ વિધાથી અમે જોયો પણ નથી ! | બધી કળાઓમાં કુમાર હોંશિયાર નિપુણ હતો પણ એનું અંતર તે તો ધર્મકળા તરફ જ વધારે ખેંચાયેલું રહેતું જ્યારે જુઓ ત્યારે કુમાર કોઇ અગમના વિચારો કરતો ન હોય એવું લાગતું હતું. લો, જ બાલ્યાવસ્થા કિશોરાવસ્થા પસાર કરી કુમાર યુવાવસ્થામાં આવ્યો. - પણ હજી તેની સંસાર પ્રત્યેની અલિપ્તતા વિચારોમાં મગ્નતા એવીને એવી જ રહી હતી. આખો દિવસ ધર્મચર્ચામાં જ કુમાર વ્યસ્ત રહેતો. સંસારની કોઇ વાતો કુમારને રૂચતી નહીં. | મહારાજા પુરૂષસિંહ વિચારે છે કુમાર જો આવો જ ધર્મધલો રહેશે તો પછી રાજ્ય કઇ રીતે સંભાળશે. સંસારના કાર્યોમાં કઈ રીતે | રસ લેશે! સુંદર રૂપ છે. યૌવન અવસ્થા, શરીર નિરોગી છે. તીવ્ર બુધ્ધિ છે. યુવરાજપણું મળ્યું છે. આમાંથી એકાદ વસ્તુની પાછળ પણ લોકો ભાન ભૂલી જાય છે. જ્યારે કુમારમાં આ બધું હોવા * , 132