________________ માસકલ્પ પૂરો થવા આવ્યો છે. શિખી મુનિવરના વિહારના દિવસો આવી રહ્યા છે. નગરજનો નિરાશ થઈ ગયા છે કે હવે આવા જ્ઞાની મહાત્માની વાણી સાંભળવા મળશે નહિ. જલિની પણ વ્યથિત જ છે. નગરજનોની વ્યથાનું કારણ અલગ છે. જ્યારે દુષ્ટા જાલિનીની વ્યથાનું કારણ એક જ છે કે હજી સુધી દુષ્ટને મારવાનો ઉપાય શોધી શકી નહિ. રાત્રે નીંદર આવતી નથી દુર્ગાનમાં ચડેલી છે ત્યાં જ એક ઉપાય મનમાં બેસી ગયો. અને એ દુષ્ટા..... હરખઘેલી થઇ ગઇ.... T O છે જ છે OOOOOO વીર માતા જાલિની પુત્ર શિખી મુનિને ઝેરના લાડવા વહોરાવી રહી છે 40