________________ આપી, હેમકુંડલ વિદ્યાધરે ધરણને દેવપુર નગરના પાદરે મૂકી દીધો! દેવપુર નગરમાં ટોપ નામના શ્રેષ્ઠિને ત્યાં ધરણ રહ્યો. રોજ સમુદ્ર કિનારે તપાસ કરે છે સુવદનનું વહાણ આવ્યું કે નહીં! . એક દિવસ સુવદનનું વહાણ દેવપુર નગરના કિનારે આવી ચડયું! સમુદ્રકિનારે જ ધરણને જોતાં લક્ષ્મી અને સુવદનના મોતિયા મરી ગયા! આ લપ પાછી અહીં ક્યાંથી ! ધરણ તો બંનેને જોઇને આનંદ પામ્યો! કે “આપ ખરેખર પૂણ્યશાળી કે સમુદ્રમાં પડયાં છતાં પણ બચી ગયા! “એ તો વિદ્યાધરના કારણે” એમ કહી ધરણે પોતાની બધી વાત કહી. રાત્રીના ટાઇમે વાતો કરતાં કરતાં ત્રણેય સમુદ્રકિનારે સૂઇ જાય છે. પણ લક્ષ્મી અને સુવદન બંને પાપીઓનાં મનમાં પાપ હોય છે. લક્ષ્મીને તો પહેલેથી જ ધરણ આકરો લાગતો હતો! સુવદનને પણ હવે ધરણની સોનાની ઇંટોનો લોભ લાગ્યો હતો! સાથે લક્ષ્મી જેવી સોહામણી પત્ની મળતી હતી.! અર્થ અને કામ બંને ભેગા થયેલા તેથી જ એ બંનેએ નક્કી કરી લીધું કે આને હવે કોઇ પણ ઉપાયે મારી નાંખીએ. દરિયામાં નાંખી દઈએ તો પણ એ પાછો જીવતો રહી જાય છે. એના કરતાં તો એને ગળામાં ફાંસો નાંખી મારી અને પછી જ દરિયામાં ફેંકીએ પછી કોઇ ચિંતા નહિ આખી જિંદગી લીલાલહેર! પણ એ બિચારાઓને ક્યાં ખબર છે કે ભાવિના ભીતરમાં શું છુપાયેલું છે. | મધ્યરાત્રિએ બંને પાપીઓ ઉઠ્યાં. લક્ષ્મીએ ધરણના ગળામાં ફાંસો નાંખો અને સુવદને ગાળિયાને ખેંચ્યો. થોડીવાર થઇ બંને જણાએ માની લીધું કે હાશ! આ પાપી મરી ગયો. સમુદ્રના કાંઠે એને