________________ સંતાનોને પણ સાત્વિક બનાવજે અને અંતે બધું છોડી મુક્તિમાર્ગ ની આરાધનામાં તલ્લીન બનજે ! એ એ લીલી કુલપતિની પૂજા કરી એમને ફરી ફરી પ્રણામ કરી સેનકુમાર અને શાંતિમતી વિશ્વપુરના મહારાજા સમરકેતુને વચન આપેલું હોવાથી વિશ્વપુરમાં આવ્યા. ( સમરકેતુ મહારાજા પણ શાંતિમતીને જોઈ ખૂબ ખુશ થયા કેટલાયે દિવસો ત્યાં આનંદથી પસાર થઇ ગયા ત્યાં એક દિવસ મહારાજા સમરકેતુને કર્મની વિચિત્રતાના કારણે એવો રોગ ઉત્પન્ન થયો મસ્તકમાં તીવ્ર વેદના થઇ શરીરના સાંધાઓ તૂટવા લાગ્યા, આંખો બંધ થઈ ગઇ, વાચા હણાઇ ગઇ શ્વાસ ધમણની જેમ ઉપડવા લાગ્યો! કુશળ વૈદ્યો તાત્કાલીક આવી પહોંચ્યા! ઘણા ઔષધો આપ્યા પણ મહારાજાની માંદગીમાં સુધારાના કોઈ ચિન્હ જણાયા નહિ. અંત:પુરની સ્ત્રીઓ ચોધાર આંસુએ રડવા લાગી સમગ્ર નગરમાં શોકની છાયા ફરી વળી સેનકુમારને સમાચાર મળ્યા, એ પણ મહારાજાની આ સ્થિતિ જોઇ એકદમ દુ:ખી થઈ ગયા. છે એ છે કે એ લોકો મારા મહાન ઉપકારી એવા મહારાજાની મારા જીવતા આ દશા! સેનકુમાર પણ મૂચ્છ ખાઈને ધરતી ઉપર ઢળી પડયો! શાંતિમતી તરત જ એમને ભાનમાં લાવી કહે છે હે નાથ! દેવતાએ આપેલ આરોગ્ય રત્ન તો આપની પાસે છે. આ સમયે ઉપાય કરો જો મહારાજાનું પુણ્ય જાગૃત હશે તો મને તો નિશ્ચિત લાગે છે કે | મહારાજાને જરૂર ફાયદો થશે. - એ એ એ એ એ એ છે એ બહુ સરસ! તે સમયે સુંદર યાદ કરાવ્યું” આરોગ્ય-રત્ન લઈ કુમાર તરત જ મહારાજાની પાસે પહોંચ્યો હાથ પગ ધોઈ આરોગ્ય , 107